છેલ્લાં પચ્ચીસ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છું. ગુજરાત સમાચાર, સમાંતર પ્રવાહ, kemchho.com, અભિયાન, સંદેશ, જેવા અખબારોમાં કામ કર્યા બાદ એક નવી જવાબદારી સંભાળવાની હતી...પરિવારના વડીલો અને બે બાળકોની. બધું બેલેન્સ રહે એ માટે freelancing શરૂ કર્યું. દિવ્ય ભાસ્કર, અનોખી નારી, પારિજાત મેગેઝિન, ગુજરાત ગાર્ડિયન, કોકટેલ ઝિંદગી... સતત દોડતી જિંદગીમાં કોરોનાએ જબરદસ્ત બ્રેક મારી, બસ, ત્યાંથી જ જન્મ થયો એક લેખિકાનો. આશા છે કે વાચકો મને વધાવી લેશે.