આ વાર્તા "આઈ એમ સોરી" ના 12મા પ્રકરણમાં, નિકી પબમાં આવીને ખૂબ જ ડિસ્ટર્બડ અને ગુસ્સે છે. તે જેમજેમ બીયર પીતી જાય છે, તેમ તેમ તેનું મિજાજ વધુ ખરાબ થાય છે, ખાસ કરીને જ્યારે તે શિફાને જોઇને પ્રતિસાદ આપે છે. લેખક માને છે કે નિકી બીજા છોકરીઓને જોઈને તેના વ્યક્તિત્વની તુલના કરી રહી છે, જે તેને અસ્વસ્થ બનાવે છે. નિકી સામાન્ય રીતે શાંત રહે છે, પરંતુ આ સમયે તે વધુ પઝેસીવ અને હિંસક બની જાય છે. લેખકને ખબર છે કે નિકી તેની ઉપર ગુસ્સો ઉતારશે, કારણ કે તેઓ ત્રણ વર્ષથી સાથે છે. આ સંજોગોમાં, આ ઝગડો સામાન્ય ઝગડાઓ કરતાં વધુ જટિલ છે, જે સામાન્ય રીતે નાનકડી બાબતો પર થાય છે. નિકી અચાનક લેખકને પૂછે છે કે શિફા સિવાય અન્ય કઈ કઈ યુવતીઓ સાથે તેણે સેક્સ કર્યો છે, જેનો જવાબ આપવો લેખકને મુશ્કેલ લાગે છે. લેکھક નિકીને શાંત રાખવા માટે બીયરનો ઓર્ડર આપે છે, અને તે નિકીને વધુ પીવા દેવા માટે ઇચ્છે છે, જેથી તે આ તણાવમાં અટવાઈ રહે. આ પ્રકરણ સંબંધોની જટિલતાને અને પ્રેમમાં સંઘર્ષને ઉજાગર કરે છે. I AM SORRY PART - 12 by Ashwin Majithia in Gujarati Love Stories 94 1.9k Downloads 6.2k Views Writen by Ashwin Majithia Category Love Stories Read Full Story Download on Mobile Description [નિખિલથી રિસાયેલ તેની પ્રેમિકા નિકી જિદ્દ કરીને તેની સાથે તે એ જ બારમાં ગઈ કે જ્યાં નિખિલ અવારનવાર જઈને તેણીની જાણ બહાર બીજી યુવતીઓનો સંગ કરી તેણીની સાથે બેવફાઈ કરતો. ત્યાં જઈને નિકીએ શું અનુભવ્યું ] . નિકી પોતે જ કહે છે પોતાના વિચારો- અમે જયારે અહિયાં આ પબમાં પ્રવેશ કર્યો, ત્યારે અહીંનું વાતાવરણ જોઇને જ હું ઠરી રહી. નિખીલ વગર એકલી તો બે ડગલા પણ ચાલવાની હિંમત નહોતી કરી શકતી, પણ પછી, બીયરની અસરને લીધે મારામાં અચાનક જ જોશ અને જનુન બંને આવી ગયા હતાં, એટલે રસ્તામાં વચ્ચે ઉભેલાં એક ટોળાને બેધડકપણે હડસેલીને હું આગળ વધી ગઈ. મારે તેમને સોરી કહેવું જોઈતું હતું, પણ તેય મેં ન કહ્યું. સાલી..આવી હલકી પબ્લિક સામે એવી બધી ફોર્માલીટીની શી જરૂર.. અને તેઓમાંથી કોઈની કોઈ હિંમત પણ ન થઇ, કે મને કંઈ કહે. કદાચ મારી મસ્તાની ચાલ જોઈને મારી પર ફિદા થઇ ગયા હોય, તો કહેવાય નહીં.. બટ હું કેર્સ..!! નિખિલ આવી જગ્યા પર રોજ રોજ નહીં.. તો ય નિયમિત તો આવતો જ હતો, તે વિચાર માત્રથી મને કંપારી છૂટી આવી. તે તો એક શરમાળ અને સભ્ય યુવક છે. મારી કેટલી કાળજી રાખનારો.. પણ ના.. હવે મને લાગે છે કે આ બધો તેનો દેખાડો હશે, કદાચ. અને એટલે જ.. મારો તેની પર ગુસ્સો વધી રહ્યો હતો. અહિયાં દેખાતી આ બધી છોકરીઓ તો કેટલી ચીપ અને કેવી ચાલુ ટાઈપની લાગે છે, ને આમાંથી કોઈ એવી બ્યુટીફૂલ નથી..કે જેમને કારણે નિખિલે મારી સાથે આવું કરવું પડે. નો..નેવર... નિખિલને માફ તો ન જ કરાય. . પોતાના પ્રેમ-જીવનમાં પડેલી આ મડા-ગાંઠને જેમ જેમ નિખિલ ઉકેલવાનો પ્રયત્ન કરતો રહ્યો તેમ તેમ તે નિકીની નજરમાંથી નીચે ઉતરતો ગયો. તો, કેમ આવશે તેની આ વિટંબણાનો અંત . જાણવા માટે વાંચો... આઈ એમ સોરી -પ્રકરણ ૧૨ Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 by R B Chavda સોલમેટસ - 8 by Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 by Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 by ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 by Jaypandya Pandyajay Dear Love - 1 by R B Chavda ગ્રહણ - ભાગ 1 by Shaimee Oza More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories