I am sorry book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I am sorry is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આઈ એમ સોરી - Novels
by Ashwin Majithia
in
Gujarati Love Stories
એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અનુભવતો હોય. પણ આમ કરતા એક દિવસ તે રંગે-હાથ પકડાઈ જાય...પકડાઈ જાય પોતાની એ પ્રિયતમા દ્વારા, કે જે તેને જીવથી ય વિશેષ વ્હાલી હોય. અને પછી શરુ થાય.. પોતાની એ પ્રેમિકાને મનાવવાના..તેને પાછી મેળવવાના આ યુવાનનાં નિર્દોષ અને ભાવવાહી પ્રયત્નો, કે જે આપને અંત સુધી જકડી રાખશે. પ્રેમ અને પશ્ચાતાપની એક બેધડક નવલકથાનું આ પ્રથમ પ્રકરણ.
એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અનુભવતો હોય. પણ આમ કરતા એક દિવસ તે રંગે-હાથ પકડાઈ જાય...પકડાઈ જાય પોતાની એ પ્રિયતમા દ્વારા, ...Read Moreજે તેને જીવથી ય વિશેષ વ્હાલી હોય. અને પછી શરુ થાય.. પોતાની એ પ્રેમિકાને મનાવવાના..તેને પાછી મેળવવાના આ યુવાનનાં નિર્દોષ અને ભાવવાહી પ્રયત્નો, કે જે આપને અંત સુધી જકડી રાખશે. પ્રેમ અને પશ્ચાતાપની એક બેધડક નવલકથાનું આ પ્રથમ પ્રકરણ.
આઈ એમ સોરી- એક એવા યુવાનની મનોવેદના.. કે જેને, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં જેને અનોખો રોમાંચ અનુભવાતો હોય. પણ આમ કરતા એક દિવસ તે રંગે-હાથ પકડાઈ જાય.
પકડાઈ જાય પોતાની ...Read Moreપ્રિયતમા દ્વારા, કે જે તેને જીવથી ય વિશેષ વ્હાલી હોય.
અને પછી શરુ થાય.. પોતાની એ પ્રેમિકાને મનાવવાના..તેને પાછી મેળવવાના આ યુવાનનાં નિર્દોષ અને ભાવવાહી પ્રયત્નો, કે જે આપને અંત સુધી જકડી રાખશે.
પ્રેમ અને પશ્ચાતાપની એક બેધડક નવલકથાનું આ બીજું પ્રકરણ.
મારી પ્રિયતમા નિકીનાં પ્રેમ સાથે મેં છળ કર્યું. પણ કોઈ ખાસ કારણસર નહીં, ફક્ત તેમ કરવાથી પ્રાપ્ત થતી અપ્રિતમ ઉત્તેજના ખાતર જ.
મેં તેને છેતરી.. એક વાર નહીં, અનેકવાર.
પણ આ વખતે તેણે મને પકડી પાડ્યો.
અને કંઈ પણ બોલ્યા-ઝગડયા ...Read Moreતે ઘર છોડીને ચાલી ગઈ..મને એકલો ઉદાસ, વિવશ છોડીને.
હું તેને શોધતો રહ્યો..પાગલની જેમ, સાન-ભાન ભૂલીને શોધતો રહ્યો.. આખા શહેરમાં ફરી વળ્યો.
અને તે મને મળી.. મળી તો ય ક્યાં..
કેવી દયનીય હાલતમાં..
.
પ્રેમ અને પશ્ચાતાપની બેધડક નવલકથાનું
આ ત્રીજું પ્રકરણ..
-પ્રેમમાં મેં કરેલ છેતરામણીથી રિસાઈ ગયેલી મારી પ્રિયતમા નિકીને મનાવવાના મારા પ્રયત્નોએ મને વધુ ને વધુ ગૂંચવી નાખ્યો
તેની સાથેની વાતચીતમાં મારાથી એક એવું વાક્ય કહેવાઈ ગયું કે જેનાથી મારા બીજા ગુનાઓ પણ ઉઘાડા પડી ગયા, કારણ..તેના નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત ...Read Moreહું બરાડી ઉઠ્યો- હું તારી સાથે ખુશ છું. મારે તારી સાથે એવું બધું નથી કરવું કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ.. આપણે પહેલા જેવું હતું તેવું જ બધું પાછું થઇ જાય, તેમ ઈચ્છું છું.
બસ, તે જ પળે મેં જોયું કે તે મને એકટશ નજરે ઘુરકી રહી છે, તો હું ચુપ થઇ ગયો. તે હવે અપસેટ અને શોકૂડ, બંને લાગતી હતી.-
.
નિખીલની એવી દયામણી પરિસ્થિતિ...
કે જેમ જેમ સાચું બોલીને તેની રિસાયેલી પ્રિયતમાને મનાવતો રહ્યો, તેમ તેમ તેનાં જૂઠાણાં ઉઘાડા પડતા ગયા.
હવે શું કરશે આ યુવાન કે જેનાં માટે તેની આ પ્રિયતમા તેનાં જીવથી યે વિશેષ છે.. કેમ મનાવશે તેને
.
તે માટે, વાંચો આઈ એમ સોરી નું આ પ્રકરણ ૪
.
આઈ એમ સોરી પ્રેમ અને પ્રાયશ્ચિતની એક બેધડક નવલકથા..!
મારી રિસાયેલી પ્રેમિકાને મનાવવાના મારાં પ્રયત્નો દરમ્યાન તે એટલી વ્યથિત થઇ ગઈ કે પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને તે રોતી રહી.
નીખીલ. આઈ વિશ, કે હું તને ધિક્કારી શકતી હોત. અરે, તને કોઈ જ અંદાજો નથી કે ...Read Moreમને કેટલો હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે નિખિલ, મારામાં એટલી ય એનર્જી નથી બચી, કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ..આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું.
.
આ સાંભળી મેં તેના ખભ્ભામાં મારું માથું ઝુકાવી તેની ગરદનમાં મારો ચહેરો મૂકી દીધો.
થોડી પળો માટે હું તેમ જ ચુપચાપ રહ્યો...તેના સાન્નિધ્યની પ્રસંશા કરતો.
તેણે પણ પોતાનો ચહેરો મારા ચહેરા પર મૂકી દીધો.
ઓનેસ્ટલી...મને તો લાગ્યું, કે અમારા બંને વચ્ચે વાત હવે બની રહી છે. પણ તે ત્યાં સુધી જ..કે જ્યાં સુધી મેં મારું બેવકૂફ જેવું મોઢું નહોતું ખોલ્યું.
.
ચાલ મારી સાથે પલંગમાં.. -હું તેનાં કાનમાં ગણગણ્યો.
વેલ...હું તેને બહેકાવતો નહોતો, સેક્સની તો કોઈ ઈચ્છા ય નહોતી તેમાં.
મારે તો બસ..તેને મારી આગોશમાં જકડી રાખવી હતી.
તેને એ દેખાડવાનો નમ્ર પ્રયાસ કરવો હતો, કે હું તેને કેટલી ઉન્મત્તતાથી પ્રેમ કરું છું.
.
પણ નિકી તો એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ, અને પોતાની ક્રોધ ભરેલી ત્રાડથી મને ચોંકાવી દીધો.
આ જ છે તારી કાળજી અને લાગણી મારા માટે.. સેક્સ.. હું અત્યારે જ્યારે કહી રહી છું, કે હું કેટલી થાકી ગઈ છું..કેટલી પીડા અનુભવું છું, ત્યારે તને બસ એ જ બધું કરવું છે.. બસ એ જ બધું અજમાવવું છે મારી ઉપર..
.
[નિખિલ...જેમ જેમ પોતાની રિસાયેલી પ્રિયતમાને મનાવવાની કોશિષ કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અટવાતો ગયો.
તો હવે શું કરશે નિખિલ ]
.