આ કથામાં કંદર્પ પટેલ અને તેના મિત્ર પ્રતિકની મોજમસ્તી અને શાળાના જીવનના અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું છે. કંદર્પ અને પ્રતિક વચ્ચેની દોસ્તી, ક્રિકેટ રમવા જવા, અને નવું શીખવાના પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. કંદર્પને ગર્લ્સ સેક્શનમાં બેસવાનું મળ્યું છે, જે તેને ગર્વ આપે છે. તે ત્યાં પોતાના સહેલાઓ સાથે મોજ કરે છે, અને તેમના વિચારોમાં ગર્લ્સના પ્રત્યેના આકર્ષણને વ્યક્ત કરે છે. કથામાં કેટલાક રમૂજ અને રમતગમતના અનુભવો પણ છે, જેમ કે 'ફટાકડો' નામની રમત. કંદર્પ અને તેના મિત્રોએ નવા રમતો શીખી છે, જે તેમને મજા આપે છે. કથાના અંતમાં, શિક્ષકની ડી.વી.ડી. જોવા માટે ટ્યુશન ક્લાસમાં જવાની વાત છે, જે કથાને એક નવા વળાંક પર લઈ જાય છે. આ રીતે, કથા દોસ્તી, શાળાના જીવન, અને બાળપણના મોજભર્યા પળોને આદરતી છે. જામો, કામો ને જેઠો by Kandarp Patel in Gujarati Short Stories 35.2k 2k Downloads 5.8k Views Writen by Kandarp Patel Category Short Stories Read Full Story Download on Mobile Description છેલ્લે એ મોજ કરી કે, (પ્રતિકને ફ્રેકચર થયું – હોસ્પિટલમાં એડમિટ કર્યો – દોસ્તી – ક્રિકેટ પર ‘બેન’ – ચોરી ચુપકે રમવા જવું – ફરી એક વખત કેચ પકડતા હાથનું દુઃખવું – મારું બહાનું કામ કરી જવું – નવમાં ધોરણની વાર્ષિક એક્ઝામમાં મારી અને પ્રતિક વચ્ચે માત્ર ૩ માર્કસનો ફર્ક રહેવો) આગળ મોજ કરીએ ચાલો, ૧૫ વર્ષના કિશોરો અને કિશોરીઓ. મૂંછ ને કોંટા ફૂટી ચૂક્યા હતા. ચહેરા પર અવાર – નવાર ખીલ અને ફોડકીઓ કૂણાં ચહેરાને પરેશાન કરી રહી હતી. જયારે ગર્લ્સમાં કોઈના ચહેરા પર અમુક સમય માટે ખીલની વધુ લાલાશ દેખાય અને પછી જતી રહે, ત્યારે તેનો પિરિયડ ટાઈમ ચાલતો હશે તેવી ખબર પડવા લાગી હતી. હવે અમારી જેવા અમુક – તમુક ક્લિન શેવિંગ કરીને આવવા લાગ્યા હતા. સવારે ઉઠીને જો ચહેરા પર ખીલ દેખાય તો નહાતી વખતે બળજબરી પૂર્વક દાણાને નખ મારી – મારીને બહાર કાઢયે પાર કરતા હતા. પાઉડર લગાવીને સ્કૂલે જવું વધુ ગમતું હતું. ગર્લ્સ જયારે પેડેડ બ્રા પહેરીને આવે ત્યારે એકબીજાને તરત ઈશારો થતો, “પેડેડ..!” અને આંખ મરાતી. ગર્લ્સ પણ ટ્યૂશન ક્લાસમાં એકદમ ફૂલ-ફટાક તૈયાર થઈને આવતી. અમારા શર્ટના કફ વળીને છેક બગલની ‘કેવિટી’માં જઈને બેઠા હોય. સાઈકલ ચલાવવી હવે ધીરે-ધીરે શરમ લાગવા માંડી હતી. તેનું કારણ જે – તે ગર્લ્સની એક્ટિવા હતું. જીવ ચોળાઈને ત્યારે ચુથ્થો થઇ જતું જયારે સામેવાળી પાર્ટી ‘એક્ટિવા’ પર હોય અને આપણે સાઈકલની ઉતરી ગયેલી ચેઈન ચડાવતા હોઈએ. ક્યારેક પબ્લિકલી હવા મારવાની હોય અને સાઈકલ ચલાવવાનો ‘સ્કિલ શો’ જાતે જ એરેન્જ કરવાનો હોય તે જ સમયે તેનું લોક ખુલતું નહિ. જલ્દી થી રામકૃષ્ણ કે સરગમ એપાર્ટમેન્ટના કોર્નર પાસે પહોંચીને તેમને ચાલતી જોવા અથવા તેની એક્ટિવાની ૧-૨ સેકન્ડની સવારી માટે ઉતાવળો થતી. માધ્યમિકના ત્રીજા વર્ષ બધા સાથે એટેચમેન્ટ સારું થઇ ગયું હતું. પરંતુ, એ દિવસના પ્રોટેસ્ટ પછી એ અવાજને ઓળખવાનો હતો. તોફાન કરું અને એ જ અવાજ ફરીથી સાંભળવા મળે તો રોજ ‘ફટાકડા’ ફોડું. છોકરી આંખો ઢાળે અને છોકરો નોટના પન્ના ફાડે, એ પરિસ્થિતિ રચાય તેવી શક્યતાઓ હતી. Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This કોર્પોરેટ ચક્કર - 1 by Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 by Ashish જંપલી by Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 by Shailesh Joshi પ્રથમ નજરે by Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ by Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 by Shailesh Joshi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories