Software Engineer ni safar - 4 books and stories free download online pdf in Gujarati

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 4

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર

ભાગ - ૪

  • સોમવાર ની સવાર થતા જ શાહિદ રાબેતા મુજબ ની ક્રિયાઓ કરી ને તૈયાર થયો. હવે સમય હતો ઓફિસ એ જવાનો. શાહિદ ને આજે સોની ને પણ મળવાનું હતું એટલે એ થોડો જલ્દી પહોંચવાનો હતો. ઘડિયાળ માં આઠ ના ટકોરા સાથે જ શાહિદ ઓફિસે જવા નીકળ્યો.
  • ઓફીસ ની નજીક એક બસ સ્ટોપ પર ઉતરી શાહિદ એ સોની ને ફોન કર્યો.
  • "હું આવી ગયો તું ક્યાં છે??"
  • "હું પણ બસ માંથી ઉતરી, તું કઈ જગ્યા એ છે"
  • શાહિદ એ પોતાની લોકેશન બતાવી અને સોની એ એને કહ્યું કે પાંચ-દશ મિનિટ ત્યાં રાહ જુવે. લગભગ દશએક મિનિટ પછી સોની પણ ત્યાં આવી. શાહિદ અને સોની ની આ ઓફીસ બહાર પેહલી મુલાકાત હતી. પહેલીવાર બંને એ એકબીજા સાથે રૂબરૂ વાત કરી. સોનીએ હવે ઓફીસ તરફ જવા માટે રજા લીધી. શાહિદ થોડા સમય બેટ ફરીવાર ઓફીસ એ પહોંચ્યો. ત્યાં ન્યૂ જોઈની માટે થતી પ્રોસેસ થઇ અને પછી આખી કંપની ની વિઝીટ કરાવી. ત્યાર બાદ શાહિદ ને પોતાનું વર્ક લોકેશન બતાવ્યું ને ત્યાં બેસવા કહ્યું.
  • શાહિદ નો આજે પહેલો જ દિવસ હતો એટલે કઈ ખાસ કામ ન હતું. બસ થોડા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાના અને કંપની ના આંતરિક સોફ્ટવેર નો ઉપયોગ સમજવાનો હતો. શાહિદ નો પહેલો દિવસ હતો એટલે એને મોબાઇલ માં નેટ પણ ચાલુ નહોતું કર્યું. સોની વારંવાર પોતાનો ફોન ચેક કરતી કે શાહિદ હમણાં એને મેસેજ કરશે પણ એને એમ ન કર્યું.
  • સાંજ ના સાત વાગી ગયા. હવે સોની ઓફિસ થી નીકળી ને શાહિદ ને કોલ કરવા લાગી. શાહિદ પન એનો ફોન ઉપાડી ને એને કહેલા સ્થાન પર પહોંચ્યો. બંને ત્યાંથી ચાલતા ચાલતા એક ઓટો સ્ટેન્ડ એ પહોંચ્યા. સોની એ શાહિદ ને દિવસ દરમિયાન શું કર્યું એ પૂછ્યું અને પહેલા દિવસ નો અનુભવ શાહિદ એ સોની ને જણાવ્યો. બંને ચહેરા થી ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. બંને ઓટો સ્ટેન્ડ પાસે આવી ને ઉભા રહ્યા. વાતો નો દોર હજુપણ ચાલુ જ હતો. જાણે વર્ષો પછી કોઈ મળે એ રીતે આ બંને વાતો કરી રહ્યા હતા.
  • એક રિક્ષા આવી ને બંને જણ એમાં બેસી બસ સ્ટોપ તરફ જવા રવાના થયા. બસ સ્ટોપ એ પહોંચી સોની એ પૈસા આપ્યા. શાહિદ એ એને આપવાની કોશિસ કરી પણ સોની એ "આ તો રોજ નું રહ્યું.. કાલે તું આપી દેજે.." એમ કહી ના માં જવાબ આપ્યો.
  • બંને હવે બસ ની રાહ જોઈ રહ્યા હતા. શાહિદ અને સોની વચ્ચે હવે એક સારી મૈત્રી થઇ ગઈ એવું અનુભવતું હતું. થોડી જ વાર માં બસ આવી. સોની એ બસ માં પેહલા ચડી ને એક વિન્ડો સીટ પાસે બેઠી અને બાજુમાં શાહિદ માટે જગ્યા રાખી. શાહિદ પણ થોડીવાર માં એ સીટ પર આવી ને બેઠો.
  • એક બીજા સાથે ઓફીસ માં દિવસ દરમ્યાન થયેલી ઘટનાઓ વિશે વાત કરી. શાહિદ એની આજુ બાજુમાં બેઠેલા બીજા એમ્પલોયી ની વાત કરી રહ્યો હતો અને સોની એમના વિશે શાહિદ ને વધુ ઊંડાણ થી માહિતી આપી રહી હતી. થોડા જ સમય માં શાહિદ નું સ્ટેન્ડ આવ્યું ને શાહિદ હવે સોની ની રજા લઇ બસ ના આગળ ના દરવાજા તરફ આગળ વધ્યો. બસ ઉભી રહી ને શાહિદ એ નીચે ઉતરી વિન્ડો તરફ જોતા હાથ હલાવી ને સોની ને બાય કહ્યું.
  • શાહિદ રૂમ પર પહોંચી ને પેહલા ફ્રેશ થયો ને પછી સોની સાથે મેસેજ માં ફરીવાર વાતો કરવા લાગ્યો. સોની પણ લગભગ એકાદ કલાક માં એના ઘરે પહોંચી ગઈ. સોની એ ઘરે પહોંચતા જ શાહિદ ને મેસેજ માં જણાવ્યું કે એ ઘરે પહોંચી ગઈ હવે જમી ને પછી વાત કરશે.
  • શાહિદ પણ આજે ખુબ ખુશ દેખાતો હતો. એના બધા રૂમમેંટ આવ્યા ને શાહિદ એ એમની સાથે ડિનર કર્યું. ત્યાર બાદ એના ઘરે મમ્મી અને પોતાની ફિઆન્સી સાથે વાત કરી. લગભગ રાતના દશ વાગ્યા હશે ને સોની નો શાહિદ ને મેસેજ આવ્યો. બંને વચ્ચે ફરીવાતો નો દોર શરૂ થયો.
  • વાતો વાતો માં બંને એ એકબીજા વિશે વધુ જાણવાની કોસિસ કરી. એ દિવસે શાહિદ ના વોટ્સએપ પ્રોફાઇલ પર એનો અને એની ફિઆન્સી નો ફોટો રાખ્યો. સોની એ વાતો કરતા કરતા જ એ નોટિસ કર્યું. એને ફોટો જોઈ પેહલા તો કઈ ના કહ્યું પણ રહેવાયું નઈ એટલે પૂછી જ લીધું.
  • "આ ફોટા માં તારી સાથે કોણ છે?.."
  • "એ મારી ફિઆન્સી છે.." શાહિદ એ જવાબ આપ્યો.
  • "ઓહ, તે કહ્યું નઈ ક્યારે કે તારી સગાઇ થઇ ગઈ છે?"
  • "સોની, તે ક્યારે પૂછ્યું નઈ એટલે મેં કહ્યું નઈ. મને એમ હતું કે આપણે સારા મિત્રો બની જશું એટલે એક બીજા વિશે બધું જાણી લઈશું.."
  • "ઓકે વાંધો નઈ.." સોની એ જવાબ આપ્યો.
  • સોની હવે થોડી જેલસ થઇ રહી હતી. સોની ને થોડો ગુસ્સો પણ હતો કે આટલા સમય થી વાત કરે છે પણ એની રિલેશનશીપ વિશે ક્યારેય ન જણાવ્યું. સોની એને લાઈક કરવા લાગી હતી. પણ એને ખુદ ને પણ હજી આ બધું કોમ્પલેક્ષ લાગતું હતું. શાહિદ અને સોની વચ્ચે સંવાદો ચાલુ જ રહ્યા.
  • "સોની તને વાંધો ન હોય તો એક વાત કહું?"
  • "હા બોલ ને , હવે ફોર્માલિટી કેમ કરે છે..?"
  • "તું મને સવારે જગાડવા કોલ કરીશ?"
  • "કેમ?, તું એલાર્મ મૂકી દેને.."
  • "હા એતો રાખી દઇસ પણ કદાચ ના જગાય તો કોલ કરી દેજે ને.."
  • "હા ઓકે હું કરી દઇસ, બીજું કઈ?"
  • "અને તું જે બસ માં આવે છે કાલે હું પણ એમાં જ આવીસ, આપણે સાથે જઇશું"
  • "ના, તું જેમાં આવે છે એમાં જ આવજે, ત્રીસ મિનિટ વહેલા પહોંચી ને શું કામ છે તને??"
  • "મને ગમશે તારી સાથે આવવું જો તને વાંધો ન હોય તો.."
  • "હા ઓકે જેવી તારી મરજી, હું તારા સ્ટેન્ડ એ પહોંચતા પેહલા કોલ કારીશ તું ત્યાં સ્ટેન્ડ પર આવી જજે"
  • "હા ઓકે સોની, થેંક્યું.."
  • "એમાં શું થેંક્યું. ચાલ હવે મને નીંદર આવે છે કાલે મળીએ..."
  • "હા સોની ચાલ ગુડનાઈટ, સિયા.. ટેક્કેર.."
  • "હા ચાલ ગુડનાઇટ , બાય.."
  • "સોની એક વાત કહું મને બાય નહિ કહેવાનું, સિયા સૂન કહેવાનું?"
  • "હા ઓકે શાહિદ હવે ચાલ સુઈજા હવે થી ધ્યાન રાખીશ.."
  • એમ કહી શાહિદ અને સોની એ ખુશહાલ જિંદગી ના પેહલા દિવસ ને પૂરો કર્યો.
  • બીજા દિવસ ની સવાર થતા શાહિદ એલાર્મ થી જાગી ગયો. પોતાના બેડ માં ઉઠી ને બેઠો જ હતો ને સોની નો કોલ આવ્યો.
  • "હાય! ઉઠી ગયો? ગુડ મોર્નિંગ.."
  • "હાય સોની! હા જો બસ હાલ જ જાગ્યો.. ગુડ મોર્નિંગ.."
  • "સારું ચાલ તો હવે તૈયાર થઇજા હું પણ તૈયાર થવા જ જાઉં છું.."
  • "હા ઓકે સોની ચાલ તો મળીએ પછી.."
  • શાહિદ અને સોની હવે તૈયાર થવા લાગ્યા. લગભગ ૮:૦૦ વાગે સવારે સોની નો ફોન આવ્યો. શાહિદ એ ફોન ઉપાડ્યો અને સોની એ એને સ્ટેન્ડ એ પહોંચવા કહ્યું.
  • શાહિદ ઝડપ થી નીચે ઊતર્યો અને સ્ટેન્ડ એ પહોંચ્યો એટલા માજ 916 નંબર ની બસ આવી. બસ માં ખુબ જ ભીડ હતી. શાહિદ પાછળના દરવાજા થી અંદર ઘૂસ્યો. બસ માં ચડતાની સાથે જ એની આંખો સોની ને શોધવા લાગી. એ દરેક સીટ માં જોવા લાગ્યો. બસ માં બેસવાની તો શું પણ ઉભા રહેવાની પણ માંડ જગા મળે એવું હતું. અચાનક આગળ થી ત્રીજી લાઈન માં ડ્રાઈવર સાઈડ એને સોની જેવી એક છોકરી દેખાઈ. માથાના ખુલ્લા વાળ ને એમાં એક બટરફ્લાય. એ સોની જ હતી. એની સાદગી જ એની ઓળખ હતી અને શાહિદ ને પણ મનમાં ક્યાંક ને ક્યાંક એ વધુ ગમવા લાગી હતી. છેલ્લું સ્ટોપ આવ્યું. બંને વારાફરથી નીચે ઉતાર્યા. સુરજ ની સવારની કિરણો સોની ના ફેસ પર પડી રહી હતી. બ્લેક કલર ની કુર્તી અને ખુલ્લા વાળ, હાથ માં એક નાની બેગ જેમાં લંચબોક્સ રાખેલ હતું. સોની એ શાહિદ ને જોતા જ સ્માઈલ કરી. શાહિદ પણ એ જોતા જ સ્માઈલ આપી. જાણે એક અનોખી ખુશી અનુભવાતી હતી. શાહિદ ને એ સ્માઇલમાં કંઇક ખાસ અનુભવાતું હતું. ત્યાં બંને ચાલતા ચાલતા ઓફીસ તરફ નીકળ્યા. બંને ના મનમાં એક પ્રેમ જન્મ લઇ રહ્યો હતો. પણ બંને માંથી એકે પણ પહેલ ના કરી. બસ એ જ રોજિંદી વાતો, ટેકનોલોજી ની વાતો ને ઓફીસ ની ગોસિપ જ ચાલતા ચાલતા વાતો નો વિષય રહ્યો.
  • આજ ક્રિયા રોજ થતી રહી. હવે સમય આવી ગયો હતો ડિસેમ્બર ના છેલ્લા સપ્તાહ નો. શાહિદ અને સોની ઓફીસ માં તો ક્યારેય રૂબરૂ વાત ન કરતા. પણ ચેટ માં કઈ પણ કામ હોય તો પૂછી લેતા અને મોટે ભાગે ઓફિસ ની બહાર જ મળતા. સોની એ શાહિદ ને એ દિવસે ઓફીસ થી આવી રાત્રે રોજ ની જેમ મેસેજ કર્યો.
  • "હાય, શાહિદ!"
  • "હાય, સોની કેમ છે?"
  • "કઈ નઈ બસ જો હવે જમી ને ફ્રી થઇ.."
  • "હા , હું પણ હાલ જ ફ્રી થયો.."
  • "શાહિદ તું ઓફિસ ની 31st વાડી પાર્ટી માં જવાનો છે?"
  • "હા, પહેલી પાર્ટી છે એટલે જવું તો પડશે ને.."
  • "હું તો નથી આવવાની. છેલ્લા વર્ષે પણ હું નહોતી ગઈ.."
  • "કેમ? શું વાંધો છે?"
  • "પાર્ટી માં લેટ થઇ જાય છે એટલે મને કોઈ ડ્રોપ કરવા વાળું ના હોય એટલે હું નથી જતી.."
  • "તને વાંધો ના હોય તો હું તને ડ્રોપ કરી દઈશ.."
  • "હા પણ તારી પાસે પણ કોઈ વાહન નથી.."
  • "હું એક ફ્રેન્ડ છે રૂમ પર એનું એક્ટિવા લઈને આવીશ એ દિવસે, ને તને પણ મૂકી જઈશ જો તને વાંધો ન હોય તો.."
  • "હા , શાહિદ તો હું આવીશ.."
  • આજે ડિસેમ્બર નો છેલ્લો દિવસ હતો, શાહિદ સાંજે શું પહેરવાનો છે એ સોની સાથે ડિસ્કસ કરી રહ્યો હતો. અંતે એને એક બ્લેક બ્લેઝર, નેવી બ્લુ જીન્સ અને ગ્રે કલર નો શર્ટ પહેરવાનું નક્કી કર્યું. એને ગ્રે શર્ટ અને નેવી બ્લુ જીન્સ પહેરી ને સોની ને પીક મોકલ્યો. સોનીએ એને બ્લેઝર સાથે નો પીક મોકલવા કહ્યું. એને બ્લેઝર પહેરી ફરીવાર ફોટો ક્લિક કરી ને મોકલ્યો. સોની એ ખુબ જ સરસ લાગે છે એમ કહી ને જવાબ આપ્યો. સોની એ પણ જીન્સ અને બ્લેક એન્ડ વાઈટ ટોપ પહેરવાનું શાહિદ ને જણાવ્યું. આજે શાહિદ એક્ટિવા લઈને ઓફીસ આવાનો હતો એટલે સોની સાથે બસ માં ના ગયો. સોની બસ માં ને શાહિદ એક્ટિવા લઈને ઓફીસ એ પહોંચ્યા. આખો દિવસ કામમાં પસાર કરી સાંજના ૬:૦૦ વાગે બધા પાર્ટી માટે રેડ્ડી થવા લાગ્યા કોઈ ઓફિસ માજ તો કોઈ નજીક માં રેહતા ફ્રેન્ડ ની રૂમ પર તૈયાર થવા ગયા. શાહિદ પણ ઓફિસ માં જ બીજા મિત્રો સાથે તૈયાર થયો. સાંજે ૭:૦૦ વાગે બધા નજીકના પાર્ટી માટે બુક કરેલા હોલ પર પહોંચ્યા. શાહિદ પોતાની ટીમ ના બોયઝ સાથે એક જગ્યા પર ગોઠવાયો. એની આંખો સોની ને જ શોધી રહી હતી. અચાનક એક નાજુક નમણી છોકરી એને એક દૂર સોફા પર બેસેલી દેખાઈ, વાઈટ કલર નું ટોપ ને ડાર્ક બ્લુ જીન્સ અને આજે થોડી ડિફરન્ટ હેર સ્ટાઇલ માં એ ખુબ જ સુંદર લાગી રહી હતી.
  • પાર્ટી શરુ થઇ, કંપની ના ડિરેક્ટર એ બધાને સંબોધ્યા અને ત્યાં ની HR આજે એન્કર બની હતી. મુગ્ધા હવે મેઈન HR નો રોલ કરી રહી હતી. અમુક કારણોસર કામિની એ કંપની અચાનક છોડી દીધી હતી. એક પછી એક એક્ટિવિટી થવા લાગી. દરેક ટીમ કંઇક ને કંઇક પરફોર્મ કરી રહી હતી. બધા તાળીઓ ના ગડગડાટ સાથે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. હવે સમય હતો ડાન્સ નો, હોલ ની લાઇટ્સ હવે ડાન્સબાર માં પરિવર્તી. બ્લુ, પિન્ક અને ગ્રીન લાઇટ્સ માં હવે બધા જ ડાન્સ ફ્લોર પર આવી ને ઝૂમી રહ્યા હતા. લગભગ ૪૫ મિનિટ ડાન્સ બાદ જાહેરાત થઇ કે હવે બધા પોતાનું ડિનર લઇ લે. ડાન્સ ચાલતો હતો એ દરમિયાન પણ ઘણા લોકો ડિનર લઇ રહ્યા હતા. સોની એ પણ એ જ દરમિયાન ડિનર લઇ લીધું હતું. શાહિદ ને ડિનર લેતા સમય એ ક્યાંય સોની ના દેખાઈ. એને સોની ને મેસેજ કરવાનું વિચાર્યું પણ સોની નો કોઈ રીપ્લાય ન આવ્યો.
  • શાહિદ ડિનર કરી ને બહાર આવ્યો. સોની ને ફોન કર્યો. સોની એ એનો ફોન કટ કર્યો. શાહિદ ટેન્શન માં આવી ગયો. એને ફરીવાર ફોન કરવાની કોશિસ કરી સોની એ એના ફોન ફરીવાર કાપી નાખ્યા. શાહિદ વિચાર માં પડી ગયો કે આને અચાનક થયું શું? શાહિદ મનોમન વિચારવા લાગ્યો કે એને લેટ થઇ ગયું હશે એટલે એ ગુસ્સે થઇ હશે? કેટલાય વિચારો કરતા કરતા એને જે બસ સ્ટોપ પરથી રોજે બંને સાથે ઘરે જતા ત્યાં જવાનું નક્કી કર્યું. કદાચ તે ત્યાં વેઇટ કરતી હોય. શાહિદ ત્યાં પહોંચ્યો પણ સોની ત્યાં પણ ના દેખાઈ શાહિદ ત્યાં ઉભા ઉભા લગભગ દશ એક ફોન કર્યા , સોની એ એનો ફોન ન ઉઠાવ્યો. શાહિદ એક હાથે એક્ટિવા ચલાવતા ચલાવતા આખા રસ્તે કોલ કર્યા સોની એ ફોન ન જ ઉપાડ્યો. શાહિદ પોતાના રૂમ એ પહોંચ્યો. ફરીવાર એને કોશિસ કરી પણ હવે તો હદ જ થઇ ગઈ સોની એ ફોન જ બંધ કરી દીધો. શાહિદ ની આંખો માંથી ધડધડ આંશુ નીકળવા લાગ્યા. અચાનક આ છોકરી ને શું થયું હશે? ક્યાં જશે એ આટલી રાતનાં? એ ઘરે જ ગઈ હશે ને? આવા અઢળક સવાલો એના મનમાં ઉમટી રહ્યા શાહિદ એ એને વોટ્સઅપ પર પણ ઢગલો મેસેજ કર્યા પણ એનો ફોન જ બંધ હતો એટલે એને એ ડિલિવર પણ ન થયા. શાહિદ પોતાની જાતને કન્ટ્રોલ ન કરી સકતો. એ ત્યાં જ એક્ટિવા પર બેઠા બેઠા સોની નો કોઈ તો જવાબ આવે એની રાહ જોઈ રહ્યો હતો. લગભગ ત્રીસ મિનિટ આમ જ વીતી ત્યારબાદ વોટ્સઅપ પર મેસેજ ડિલિવર થયા. એ જોતા જ શાહિદ એ ફરી કોલ કર્યો પણ સોની એ કટ કર્યો. અને એનો મેસેજ આવ્યો.
  • "હું ઘરે પહોંચી ગઈ છું, બસ માં આવી હું, તું હવે મને મેસેજ કે કોલ ના કરતો અને મારો નંબર કાઢી નાખજે.."
  • શાહિદ આ મેસેજ વાંચી અચંબા માં પડી ગયો કે એના થી શું ભૂલ થઇ ગઈ. એને કઈ પણ કહ્યા વગર આ રીતે સોની કેમ કરી શકે.
  • "સોની તને પ્રોબ્લેમ શું થઇ એ તો કહી દે એકવાર"
  • "શાહિદ જો મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, હવે તું મારી સાથે બસ માં પણ ન આવતો મારે મારી ઓફીસ માં બદનામી નથી કરાવી.."
  • "સોની હું આમ પણ તારી સાથે ક્યારેય ઓફીસ માં વાત નથી કરતો. અને તું કહીશ તો બસ માં નઈ આવું પણ બન્યું છે શું એ તો મને કહે.."
  • "કઈ નઈ બસ તું હવે મારા માટે માત્ર એક ઓફીસ માં સાથે કામ કરનાર કલીગ જ છે. હું તારી ફ્રેન્ડ નથી. હવે મહેરબાની કરી ને મને મેસેજ કે કોલ ના કરતો અને મારી સાથે આવતો પણ નહિ કે વાત કરવાની કોશિસ પણ ન કરતો. હું હવે તારી સાથે કોઈપણ સંબંધ રાખવા નથી માંગતી.."
  • શાહિદ આ સાંભળી ધ્રુસકે મેં ધ્રુસકે રડવા લાગ્યો. મનોમન કેહવા લાગ્યો કે મારી ભૂલ શું હતી એ તો મને એકવાર જણાવી હતી. કેમ મારી સાથે આમ કર્યું હશે.
  • "સોની હવે તું કહે છે તો હું તું કહીશ એમ જ રહીશ, ના તારી સાથે આવીશ કે ના તને કોલ કે મેસેજ કરીશ અને તું મને ફ્રેન્ડ ના માને તો એક કલીગ ની જેમ જ વર્તીશ. તેમ છતાં તને કઈ પ્રોબ્લેમ હોય તો હું જ કંપની છોડી ને ચાલ્યો જઇશ કોઈ બીજી કંપની માં , આ મારો છેલ્લો મેસેજ છે હવે થી તને કોઈ મેસેજ નઈ કરું."
  • "હું પણ કંપની છોડી દઈશ મારે નથી કરવી જોબ , હું મારા ઘરે જામનગર જતી રઈશ.." સોની એ જવાબ આપ્યો.
  • "ના તું એવું કઈ નઈ કરે.. તને મારા સમ છે.."
  • એમ કરતા જ બંને વચ્ચે વાતો નો અંત આવ્યો. પણ શાહિદ આજે સુઈ ન સક્યો. ખુબ વિચારો કરતો રહ્યો કે એની આ દોસ્તી ને કોની નજર લાગી ગઈ. એવું તો શું બન્યું કે સોની એ એક જ પળ માં આટલા સમય ની ગાઢ મૈત્રી ને ચકના ચૂર કરી નાખી. કાલ સવારે એ કેમ કરી ને ઓફીસ એ જશે, કેવી રીતે સોની ને એ ફેસ કરશે. આજ રીતે વિચારી ને એ ખુબ રડ્યો. એની આંખો લાલ થઇ ગઈ હતી ને જાણે એની જિંદગી જ થોભી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.
  • ***