one trip -18 ( daughter in law) part-2 books and stories free download online pdf in Gujarati

એક સફર-18(પારકી દીકરીના થાપા)ભાગ-2


એક સફર-18
(પારકી દીકરીના થાપા)


ક્રમશ...
(આગળ નાં ભાગમાં દિશા ફટાફટ ત્યાર થઇને વેદના નાં લગ્નમાં પહોચે છે. અને તેને કહે છે કે પ્રિયાંશ ઉપર હંમેશા ગુસ્સો કરતી અને બીજા કોઇક ને પ્રેમ કરતી તો પછી આજે પ્રિયાંશ સાથે લગ્ન કરવા ત્યાર કેમ થઈ ગઇ. અને પછી વેદના તેને જણાવે છે કે...)


**********/*/*/*/*/***********

દિશા મે તને કહ્યું હતું કે મારી બાજુમાં પ્રતાપ રહે છે. તે બહુ જ હોશિયાર છોકરો છે. તેના પપ્પા અને મારા પપ્પા બને વચ્ચે ભાગીદારી છે. પરંતુ તેનો અભ્યાસ પૂર્ણ  થયો અને પોતાના મમ્મી પપ્પા ને મનાવી વિદેશ નોકરી કરવા ચાલ્યો ગયો. અને બીજી તરફ અમારી ભાગીદારીને લઈને પપ્પા અને કાકા વચ્ચે જગડો થયો. ત્યારથી મમ્મી અને પપ્પાના કહેવાથી અમારું ત્યાં આવવા-જવવા નું બંધ થઈ ગયું.  

હા, નાનપણમાં તો હું અને પ્રતાપ સાથે જ રમતા હતા અને તેમની ત્યાં જ જમી લેતી હતી. પરંતુ હવે તેમણે ત્યાં જવાનું બંધ થઈ ગયું હતું. કાકા મને પોતાની દીકરી ની જેમ જ રાખતા હતા. 

થોડા સમય પછી કાકા અને કાકી નો વ્યહવાર સાવ બદલાઈ ગયો. હું અને મારા મમ્મી સવારમાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેના મમ્મી નો રડવાનો આવાજ આવ્યો. હું કોઈને કહ્યા વગર જ તેની પાસે ગઈ અને પુછ્યું કે શું થયું છે?

ત્યારે મને જાણ થઈ કે પ્રતાપ પોતાના નામ ની જેમ જીવનમાં પણ પ્રતાપ બતાવી દીધો છે. મે તુરંત પ્રતાપને ફોને કર્યો અને કહ્યું કે પ્રતાપ આ શું તું કહી રહ્યો છે?  પ્રતાપે કહ્યું કે “મારા લગ્ન થઈ ચૂક્યા છે અને હું અહી જ રહેવા માગું છું મને હવે ઈન્ડિયા નથી ગમતું.”

બસ આ શબ્દ એના મારા કાનમાં ગુંજતા રહ્યા અને મારી આંખમાંથી અત્યારની જેમ જ ત્યારે પણ આંશુ ચાલ્યા ગયા. પરંતુ મે આંસુ લૂછી ને તેના મમ્મી પપ્પા ને સહારો આપતા કહ્યું કે “શું થયું તે પાછો નહીં આવે તો, હું છું ને હજી તમારી દીકરી.” બધી વાતની ખબર પડતાં મારા પપ્પા પણ હવે ગુસ્સો ભૂલી ગયા અને ઢીલા પાડીને મારા માથા પર હાથ ફેરવી ને કહ્યું કે “આજે મને ગર્વ છે કે મને તારા જેવી ભગવાને દીકરી આપી.” 

હું મારા રૂમમાં જઈને તે આખો દિવસ રડી હતી. પરંતુ હવે એક નહીં બે માં-બાપ ની જિમ્મેદારી હતી. પ્રતાપે તો પોતાના પ્રતાપ બતાવ્યા હતા હવે મારી વેદના જેવુ નામ નું વિરુદ્ધ બધાને ખુશ કરવાનો સમય હતો. હવે તું જ કહે દિશા આમાં હું કઈ રીતે મારા પ્રેમ પ્રતાપ સાથે લગ્ન કરું ?

વેદનાની આખી વેદના સાંભળી કોલેજમાં જે વાત થતી હતી તે આજે સાચી પડી ગઈ કે જ્યાં વેદના હોય ત્યાં ખુશી જ હોય. પરંતુ હજી મારા મનમાં પ્રિયાંશ ખૂંચી રહ્યો હતો. અને કહ્યું કે પ્રતાપ તો ઠીક પરંતુ તે પ્રિયાંશ ને કેમ લગ્ન ની હા પડી દીધી.?

ત્યારે વેદના બોલી કે પ્રતાપના ગયા પછી બધા તેને ભૂલી ફરીથી હસી મજાક સાથે રહેવા લાગ્યા પરંતુ  કુદરત અમારી પરિક્ષા લેતો હોય તેમ મારા પપ્પા બીમાર પડ્યા. જેનું ઓપરેશન કરવા માટે અમે બધી જ મહેનત કરી ચૂક્યા હતા. કાકા એ પણ બધી મહેનત કરી નાખી હતી. પરંતુ હવે કોઈ જ રસ્તો નહતો ત્યારે કાકાએ પ્રિયાંશ પાસે ગયા અને તેને મદદ કરવાનું કહ્યું. 

પ્રિયાંશે ઘડીવાર પણ વિચાર્યા વગર રૂપિયા આપી દીધા. અને મારા પપ્પાનું ઓપરેશન થયું. થોડા દિવસો પછી જ્યારે પપ્પા ની તબિયત બરોબર થઈ ગઈ હતી ત્યારે અચાનક જ પ્રિયાંશ મારા ઘરે આવ્યો. બધા તેની તરફ એક નજર જોઈ રહ્યા હતા. ત્યારે મમ્મીએ કહ્યું કે બેટા વેદના, પ્રિયાંશને પાણી આપજે તો. પાણી લઈને હું પ્રિયાંશ તરફ તીરસી નજર જોઈને વિચારતી હતી કે કોલેજનો બદલો હવે લેવા આવ્યો છે. 

મે મારી નીચી જુકેલી નજર સાથે તેને પાણી આપ્યું. ત્યારે પપ્પાએ પ્રિયાંશને કહ્યું કે બેટા, અત્યારે તો તારા રૂપિયાની ભરપાઈ નહીં થાય, થોડા સમય પછી ચોક્કસ આપી દેશું. 

ત્યારે પ્રિયાંશ બોલ્યો કે તમે મારા રૂપિયાની ભરપાઈ કરશો કે વેદનાના લગ્ન ના ખર્ચની ભારપાઈ કરશો? મારો વિચાર હવે સાચો જ પાડવાનો હતો ત્યાં મે ગુસ્સામાં કહી દીધું કે મારે લગ્ન જ નથી કરવા, અમે તારા રૂપિયા બધા ચૂકવી દેશું. પપ્પા એ મને ઠંડી પડતાં પ્રિયાંશ ને કહ્યું બેટા થોડા ઘરેણાં પડ્યા છે તેમાથી તારું ચૂકતું કરી નાખશું.

પ્રિયાંશે પપ્પાનો હાથ પકડતાં જ કહ્યું કે આખા ગામની મદદ કરું છું, અને હું અહિયાં તમારી પાસે રૂપિયા લેવા નથી આવ્યો તમારી તબોયતને પૂછવા આવ્યો છું. તમારે દેણું જ ભરપાઈ કરવું હોય તો એક સાચી વાત કહું “મને વેદના બહુ જ ગમે છે, મારી સાથે એના લગ્ન કરાવી નાખો, હું એને બહુ જ ખુશ રાખીશ.” મને આ વાતથી બહુ જ ગુસ્સો આવ્યો અને મે તુરંત ના કહી દીધી. 

પરંતુ પ્રિયાંશ મારી આંખમાં આંખ પોરવીને બોલ્યો કે જે થયું તે કોલેજમાં થયું. અત્યારે તો હું તારી ભલાઈ માટે જ કહું છું. કે જો આપના બને ના લગ્ન થઈ જાય અને તું આ જ ગામમાં રહીશ તો તારા મમ્મી પપ્પા નું પણ ખ્યાલ રાખી શકે. અને હું તને ક્યારેય કોઈ વાત નું દુખ નહીં પાડવા દવ કે પછી તને ક્યારેય તારા મમ્મી પપ્પા પાસે આવવા માટે નહીં રોકું. અને હવે વેદના આગળ તારી મરજી, તું વિચાર કરી લે, કાલે સવાર પડવાની હું વાટ જોઈશ. નહિતર પછી આ પ્રિયાંશ ક્યારેય તારી સામે નહીં આવે. પ્રિયાંશ આટલું બોલીને તુરંત ચાલ્યો ગયો. 

તેના શબ્દ મારા દિલ પર તીરની માફક ખૂંચી રહ્યા હતા. પરંતુ જે બોલ્યો તે એકદમ સાચું બોલ્યો હતો કે હું જો આ ગામમાં રહીશ તો મારા મમ્મી પપ્પા નું ધ્યાન રાખી શકું. મારા પપ્પા અને કાકા ની પણ એજ ઇચ્છા હતી કે પ્રિયાંશ હવે સારો છોકરો છે, બહુ રૂપિયા હોવા છતાં પણ માણશો ની કદર કરે છે અને તે આખા ગામને મદદ પણ કરે છે. તો પછી પરિવારના બધાની મરજી ની સામે મે પણ હા પડી દીધી. 

મને પણ હજી લાગતું નથી કે કાલે મારા અને પ્રિયાંશના લગ્ન છે. હું હજી તેને પ્રેમ નથી કરતી પરંતુ તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો તેનો ખ્યાલ મે જ્યારે પ્રિયાંશ ને કહ્યું કે હું પ્રતાપને પ્રેમ કરતી હતી પરંતુ પ્રતાપ તેના મમ્મી પપ્પા ને મૂકી ને જતો રહ્યો છે એટ્લે હવે તે કાકા કાકી પણ મારા મમ્મી પપ્પા જેવા જ છે. ત્યારે પ્રિયાંશે કહ્યું કે “ હું રૂપિયા જ એટલા માટે કમાવું છું કે તું બધાનું ધ્યાન રાખી શકે.”

હવે મારૂ દિલ પીગળી ગયું હતું અને તેના શબ્દ મારા દિલ માં ઘર કરી ગયા હતા ત્યાર પછી બધા વિચાર પ્રિયાંશના જ આવતા હતા. પ્રિયાંશ આવ્યા પછી ક્યારેય મને પ્રતાપના પ્રેમ નો અહેસાસ થયો જ નથી. અને હવે તો હું ખુદ જ પ્રિયાંશને બહુ જ પ્રેમ કરવા લાગી છું. તેના માટે ક્યારે તું શબ્દમાથી તમે બદલાઈ ગયું તે ખબર જ નહતી. 
હજી પણ દિશા કોલેજના દિવસો યાદ કરીને પ્રિયાંશ સામે મુખ નીચું કરી નાખું છું.

હવે તું જ કહે દિશા મે શું ખોટું કર્યું. વેદનાએ પોતાની જીવનનું કાચું ચિઠ્ઠું ખોલીને મારી સામે મૂકી દીધું હતું. હવે હું એને કોઈ દિશા બતાવાં માટે કઈ જ કહી શકું તેમ નહતી ત્યાં જ અચાનક તેના મમ્મી આવ્યા અને કહ્યું કે મહેંદીની રસમ ચાલુ થઈ ગઈ છે ચાલો બને સખી. 


જોતજોતામાં જ વેદનાના લગ્ન મારી સામે થઈ ગયા. અત્યાર સુધીના સમયમાં ક્યારેય વેદનાના જીવનમાં ખુશી સિવાયનું દુખનું પગલું આવ્યું જ નહતું. એટ્લે આજે પણ હું સાવ ચૂપ જ રહી. 

પરંતુ ચૂપ રહેવાનુ બીજું એક કારણ પણ હતું. જ્યારે લગ્ન કરીને વેદના અને પ્રિયાંશ પોતાની કાર તરફ ચાલતા હતા અને બધાના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યારે અચાનક જ વેદના પાછું ફરીને પ્રતાપના ઘર તરફ નજર નાખી અને કાકા પોતાની ખિડકી પકડીને રડતાં હતા.

અચાનક જ વેદના પ્રિયાંશ નો હાથ મૂકી કાકાના ઘર તરફ દોડ લગાવી અને કાકા ને ભેટી પડી. કાકાના આંસુ લૂછતા પોતાના લાલ કંકુવાળા હાથના થાપા કાકાના ઘર પર કરી નાખ્યા. 

પોતાના ઘરની સાથે આજે પ્રતાપનું ઘર પણ પારકું કરી નાખ્યું. બધાની નજર વેદના પર જ હતી. બધાની આંખમાં આંસુની સાથે મુખ પર સ્મિત વહેરાય રહ્યું હતું. 

પરંતુ મારા આંખમાં આંસુ સાથે દિલમાં બહુ જ દુખ લઈને બસ તરફ નીકળી ગાઈ હતી. હું કોલેજના સમય થી જ પ્રિયાંશને બહુ પ્રેમ કરતી હતી. પરંતુ તે મારી સખીને પ્રેમ કરતો હતો એટ્લે મારી કહેવાની હિમ્મત ક્યારેય હું જુંટવી સકી નહીં. કોઇકે કહ્યું છે કે “પ્રેમ ની સાંકળ હમેશા લાંબી હોય છે, મારા માટે પ્રિયાંશ, તો પ્રિયાંશ માટે વેદના, વેદનાના માટે પ્રતાપ તો પ્રતાપ માટે કોઈ બીજું....” હમેશા તે સાંકળ લાંબી તો લાંબી જ રહેશે. પરંતુ જે થયું તે સારું જ થાય છે. બધા ને દિશા બતાવતી આજે હું ખુદ જ દિશા ભટકી ગઈ છું. 


*********// સમાપ્ત //**********

લી. પ્રિત'z