Uday - 5 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૫

દેવાંશી ઘરે પહોંચી ત્યાં સુધી વિચાર કરતી રહી કે આમને ક્યાંક જોયા છે . ઘરે પહોંચી ત્યાં સુધીમાં મગજ માં પ્રકાશ થયો આ તો પ્રખ્યાત માનસશાસ્ત્રી ડૉક્ટર પલ્લવ ઓઝા . તેમના લખેલ પુસ્તક માં ફોટો જોયો હતો તે યાદ આવ્યું . તેને વિચાર્યું તેમનું પુસ્તક રેફરેન્સ તરીકે કેટલી વાપર્યું છે અને ફોટો ઘણી વાર જોયો હોવાથી તેમનો ચેહરો જાણીતો લાગતો હતો. પણ તેને આશ્ચર્ય થયું કે આટલો મોટો વિદ્વાન મજુર તરીકે કામ કેવી રીતે કરે છે . આ વિષે જાણવું પડશે અને તે પણ કોઈને ખબર પડવા દેવા વગર શું ખબર કઈ મજબૂરી ને લીધે મજુર નો વેશ ધારણ કર્યો હશે .ઘરે પહોંચ્યા એટલે મોટીબહેન બોલ્યા દેવીબેન આમ તો તમે હંમેશા મજાક મસ્તી કર્યા કરો છો આજે કેમ ચૂપ છો શું આ વખતે અહીં મજા નથી આવતી કે પછી કોઈની યાદ આવી ગયી .આવી ટીખળ સાંભળી ને દેવાંશી શરમાઈ ગયી અને કહ્યું આ એવી કોઈ વાત નથી આ વખતે રજાઓમાં એક પ્રોજેક્ટ કરવાનો છે કોઈ એક વ્યક્તિ નું મનોવિશ્લેષણ . હું વિચારી રહી હતી કે કોનું મનોવિશ્લેષણ કરું આમ તો મફાદાદા તેના માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે પણ હું તેમને પહેલેથી ઓળખું છું તેથી એવું કરવું ખોટું ગણાશે . નટુભાઈ નું વિશ્લેષણ કરું તો કેવું રહેશે . ફક્ત ત્રણ ચાર દિવસ વાત કરીશ તો મારો પ્રોજેક્ટ પૂરો થઇ જશે પણ અહીં કોઈને ખોટું તો નહિ લાગે ને ? નયના બોલી હું બાપુજી સાથે વાત કરીશ અને પછી કહું છું. રાત્રે વાળું કરતી વખતે નયના એ મફાકાકા ને વાત કરીને એમની રજા લઇ લીધી ત્યારે દેવાંશી ને નિરાંત થઇ કે હવે ડો. પલ્લવ વિષે વધુ જાણી શકાશે કે તે કેમ અહીં છે ને મજૂરી કેમ કરે છે . છેલ્લે ફક્ત એટલું સાંભળ્યું હતું કે તે તેમની એક સ્ટુડન્ટ ના બળાત્કાર ના આરોપસર જેલ માં હતા જે માન્યામાં ના આવે તેવી વાત હતી .આ વખતની તેની રજાઓ સાર્થક થશે .

તે રાતે નટુ પણ જાણે વિચારો ના ચકરાવે ચઢી ગયો હતો કે શું તે છોકરી ખરેખર તેને ઓળખતી હશે . તેનું કોઈ પુસ્તક તેને વાંચ્યું હશે અને વાંચ્યું હશે તો ફોટો પણ જોયો હશે . તેને આવું કઈ જ યાદ ના આવે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી નટુ ખાટલા માં આડો પડ્યો . હવે તેને આ જિંદગી રાસ આવી ગયી હતી શહેરની ભીડભાડ થી દૂર કુદરતના સાનિધ્ય માં શાંત જિંદગી તેને ગમવા લાગી હતી પણ તેને ક્યાં ખબર હતી ભવિષ્યના ગર્ભ માં શું છુપાયું છે. પણ અત્યારે તો આ જીવન નો પૂર્ણ આનંદ લઇ રહ્યો હતો રાત્રે તે તારા ગણાતો પછી કોઈ અવાજ આવે તો ખેતર ના શેઢે ચક્કર લગાવી ને જોઈ લેતો કે કોઈ ભૂંડ કે નીલગાય તો નથી આવી. કારણ જો ભૂંડ ખેતર માં ઘુસી જાય તો નુકસાન પાક્કું હતું. તેને હવે કુદરત સાથે પ્રેમ થયી ગયો હતો રાત્રે ખેતર ના શેઢે પડતા ખીજડા , બોરડી ના પડછાયા પણ તેની સાથે વાત કરતા હોય તેવું લાગતું હવે તો લાલિયો કૂતરો પણ તેનો દોસ્ત બની ગયો હતો રાત્રે તે આવીને નટુ ના ખાટલા પાસે સુઈ જતો અથવા નટુ જયારે જાગતો હોય ત્યારે તેના પગમાં આળોટતો કે તેના ખભે પગ મૂકીને નટુ ને વહાલ કરતો . નટુ ના આવ્યા ના અઠવાડિયા માં તો તે જાણે નટુ નો ભાઇબંદ બની ગયો હતો તે પણ હવે ગામમાં જવાને બદલે નટુ પાસે જ રહેતો .ઘણી વાર નટુ ને થતું કે તે સુઈ રહ્યો હોય ત્યારે લાલિયો તેને તાકી રહે છે અથવા તેના ખાટલા ના ચક્કર લગાવે છે .