મહેકતી સુવાસ ભાગ 9

આકાશ ઈશિતા ને જોઈને તેને જોતો જ રહી જાય છે. આજે તે મસ્ત , એક જાજરમાન વ્યક્તિ અને કોઈ ના પણ મનમાં વસી જાય તેવી લાગી રહી હતી. પણ ઈરા ની સામે તે કંઈ પણ બોલ્યો નહી માત્ર ઈશારા આંખો થી કહી દીધું કે તે આજે હટકે લાગી રહી છે.

પછી બધા સાથે પાર્ટી માં જવા નીકળે છે. રસ્તા માં આકાશ ઈશિતા ને જોઈને મનમાં હસી રહ્યો છે ઈશિતા પણ તેની સામે જુએ છે પણ તેને કંઈ જ સમજાતું નથી.

થોડી વાર પછી બધા પાર્ટીમાં પહોંચે છે ત્યાં જુએ છે તો બધા ગેસ્ટ આવી ગયા છે . અને સામે માઈક માં આલોક એન્કરીગ કરી રહ્યો છે .જે આકાશ અને ઈશિતા નો પુત્ર છે.

હવે લગભગ બધા આવી ગયા હતા. પણ ફકત મેઈન ગેસ્ટ હજુ નહોતા આવ્યા. થોડી વાર પછી અનાઉન્સ થાય છે કે અમેરિકન મેનેજમેન્ટ ઓફ અશોશિએસન ના મેઈન ડાયરેકટર અહી આવી રહ્યા છે અને તે આ પાર્ટી ના ચીફ ગેસ્ટ છે સાથે તે  જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે.

અને સાથે જ તેમની એન્ટ્રી થાય છે. આ વ્યક્તિ ને જોતાં જ ઈશિતાના પગ નીચેથી ધરતી ખસી જાય છે.  તેને જાણે આંખે અંધારા આવી રહ્યા છે. પણ આકાશ જાણે તેને બાજુ માં રાખી ને તેને પકડવા જ ઉભો રહ્યો છે. તેને સંભાળે છે અને વેઈટર પાસે પાણી મંગાવી ને તેને પીવડાવે છે  અને એક કમ્ફર્ટેબલ ચેઈર મા બેસાડે છે.

પછી બધો પ્રોગ્રામ ચાલુ થાય છે. અને બધા બિઝનેસમેન એન્ડ ગૃપ ની વચ્ચે આકાશ ની કંપની શાહ ઈન્ડસ્ટ્રીઝ ને બેસ્ટ કંપની ઓફ ધ યરનો એવોર્ડ મળે છે. તે પણ ચીફગેસ્ટના હાથે.

આકાશ એવોર્ડ લેવા માટે ઈશિતા, આલોક અને ઈરા ને લઈને સ્ટેજ પર જાય છે...ઈશિતા તો એક નિર્જીવ પુતળા ની જેમ આકાશ ના દોરાયા મુજબ ચાલી રહી છે. તેને કંઈ સમજાતું નથી કે આ બધુ શુ થઈ રહ્યું છે.

સામે જ ઈશિતા ને જોતાં જ એ ચીફ ગેસ્ટ નો ચહેરો પણ જાણે તેને એક નજરે જોઈ રહ્યો છે. અને આંખો માં કંઈક ઉડે ઉડે રહેલી વેદના દેખાઈ રહી છે. પણ પરિસ્થિતિ ને સંભાળી લઈને આકાશ એવોર્ડ લઈને પાર્ટી આગળ વધારવા માટે અનાઉન્સ કરે છે.

જાણે આકાશ તો આ બધું બંને ના મો સામે જોઈ રહ્યો છે જાણે તેને બધી ખબર છે.

પછી બધા ડિનર લે છે અને છુટા પડે છે. ઘરે જઈને રાત્રે ઈશિતા ના સુવા નો પ્રયત્ન કરે છે પણ તે પડખા ફેરવે છે તેની આખોની ઉઘ ક્યાંક ખોવાઈ ગઈ છે. તે વિચારે છે શુ આજ કારણે મને આખો દિવસ ચેન નહોતું પડતું.

તેની આંખો ના આસું ને એ આકાશ સામે આવતા રોકી રહી છે પણ આકાશ તો સ્વસ્થતાથી ફક્ત પરિસ્થિતિ પામી રહ્યો છે. અને ઈશિતા ને કંઈ પણ બોલ્યા વગર સપોર્ટ કરી રહ્યો છે.

આમતેમ કરી ને ઈશિતા રાત પુરી કરે છે તેના દિમાગમાં ઘણા સવાલો છે કે કે તે આટલા વર્ષો ક્યાં હતો?  તે પાછો કેમ ના આવ્યો? તેણે મારી સાથે શુ કામ આવુ કર્યું? અને હવે આટલા વર્ષો પછી તે કેમ પાછો આવ્યો ??

આમ જ મોડા સુધી ઉઘ ના આવતા ઈશિતા સવારે આઠ વાગ્યા સુધી સુતી રહી. પછી આકાશ તેના રૂમમાં જઈને જુએ છે તો ઈશિતા હાલ ઉઠી હતી. તે બહુ જ અપસેટ હતી. પણ આકાશ ઈશિતા ફ્રેશ થઈને આવે છે એટલે કહે છે કાલે જે ચીફ ગેસ્ટ આવ્યા હતા તે આજે આપણા ઘરે લન્ચ માટે આવી રહ્યા છે.

આ સાભળી ને ઈશિતા ને ફરી જાણે એક આચકો લાગ્યો પણ તેને આકાશ ની સામે પોતાની જાતને સંભાળી લીધી.

અને ઈશિતા આકાશ ને લન્ચ માં શુ બનાવવુ માટે પુછે છે તો આકાશ  ઈશિતાને તેને પોતાની પસંદ થી બનાવડાવા કહે છે.

રોજ તો તેમના ઘરમાં મોટા ભાગે કુક જ રસોઈ કરતો. પણ આજે ઈશિતા પોતે રસોઈ બનાવે છે. અને હવે બસ મહેમાન ના આવવાની રાહ જોઇ રહી છે.

શુ થશે એ મહેમાન ના આગમનથી??  ઈશિતા ના જીવનમાં તેનાથી કોઈ ઝંઝાવાત આવશે કે શું થશે??

જાણવા માટે વાચતા રહો , મહેકતી સુવાસ ભાગ -10

next part ............come soon............................


***

Rate & Review

Verified icon

Daksha 2 months ago

Verified icon

ATULCHADANIYA 2 months ago

Verified icon

Heena Suchak 4 months ago

Verified icon

Shilpa S Ninama 6 months ago

Verified icon

Dhrmesh Kanpariya 6 months ago