મહેકતી સુવાસ ભાગ -10

આકાશ અંદર બેસી ને ઓફીસ નુ કંઈક કામ કરી રહ્યો છે. ઈશિતા બહાર ડ્રોઈંગ રૂમ માં ટીવી જોઈ રહી છે પણ તેને કંઈ ચેન નથી પડતુ એટલે તે આમતેમ આટા મારતી ખાસ મહેમાન ની રાહ જોઈ રહી છે. એટલા માં ડોરબેલ વાગે છે અને સાથે ઈશિતા ના ધબકારા વધી જાય છે.

ત્યાં રામુકાકા દરવાજો ખોલી ને અંદર જતા રહે છે બહાર ઈશિતા સિવાય બીજું કોઈ નથી. આમ તો આકાશ ક્યારેય ઓફીસ નુ કામ ઘરે કરતો નહોતો પણ કોણ જાણે કેમ તે કામ ના બહાને અંદર રૂમ માં બેસી રહ્યો છે.

મહેમાન ને જોતાં જ ઈશિતા ઉભી થઇ જાય છે અને તેના મોઢામાંથી અનાયાસે જ નીકળી જાય છે.....આદિ.......!!!
અને સામે જ અવાજ સંભળાય છે , ઈશુ...........!!!

બંને એકબીજાને બસ જોઈ રહ્યા છે. ઈશિતા ની આખો અનેક સવાલો સામે તેને જોઈ રહી છે. આ મિલન કદાચ એ બંને સિવાય ત્રીજુ પણ કોઈ જોઈ રહ્યું છે એ પણ છુપાઈને તે છે આકાશ....!!!

ઈશિતા આદિને પાણી આપે છે અને બેસાડે છે. આગળ કંઈ પુછે તે પહેલાં આકાશ આવે છે. એટલે બધા વાતો કરે છે.

સામે દિવાલ પર લગાડેલી મોટી ફોટો ફ્રેમ આદિત્ય જોઈ રહ્યો હતો. તેમાં ઈશુનો પરિવાર હતો. તેને એટલો તો ભરોસો આવી ગયો હતો આકાશ ને જોઈને કે તેની ઈશુ તેના પરિવાર સાથે ખુશ છે ભલે તે આદિને કદાચ આખી જિંદગી ભુલી તો નહી જ હોય તો પણ.....

આલોક ઓફીસે અને ઈરા કોલેજ ગઈ હતી. ઘરમાં આજે બીજું કોઈ હતું નહી એટલે ત્રણેય સાથે બેસી ને લન્ચ કરેછે.
આકાશ એ બંને ને જોઈને તેને લાગી રહ્યું હતું કે બંને જણા જાણે એકાત શોધી રહ્યા હતા.

એટલે આકાશ સામેથી ઉભો થઈ ને કહે છે તમે લોકો વાતો કરો હુ ઓફીસે થી એક અરજન્ટ કોલ આવ્યો છે તે ફટાફટ પતાવીને આવુ છુ. ઈશિતા કંઈ સામે બોલે એ પહેલાં જ આકાશ બંને ને બાય કહીને નીકળી જાય છે.

આકાશ ના બહાર નીકળતા જ ઈશિતા આદિની સામે જુએ છે એ કંઈ બોલે એ પહેલા જ આદિત્ય કહે છે આજે હુ તારા બધા જ સવાલોના જવાબ આપીશ. કહીને તે પોતાની વાત શરૂ કરે છે.

                   *.       *.       *.       *.       *.    

આદિત્ય તેની વાત  શરૂ કરે છે,
આદિત્ય અને ઈશુ ની છેલ્લી વાર જ્યારે વાત થઈ પછી બીજા દિવસે આદિત્ય ને ત્યાં લાસ્ટ સેસન હતુ. તેને એ દિવસે એની ફેલોશીપ નો છેલ્લો દિવસ હતો.

તે દિવસે તે હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં  હોસ્પિટલ માં એક વીસ વર્ષ નો છોકરો ત્યાં એટેક ના દુખાવા સાથે આવ્યો હતો. તેને અરજન્ટ મા ઓપરેશન ની જરૂર હતી. પણ ત્યાં ના  રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ કોઈ પણ ફેલોશીપ વાળો ડોક્ટર કોઈ સિનિયર ડોક્ટર ની હાજરી વિના સર્જરી ના કરી શકે.

અને એ દિવસે ત્યાં કોઈ સિનિયર ડોકટર હાજર નહોતા એટલે પેશન્ટ ને રિફર કરવાનું કહ્યું. પણ પેશન્ટ ની હાલત બહુ નાજુક હતી તેને સિફ્ટ કરવા સુધી નો પણ ટાઈમ  યોગ્ય ના લાગતા તેને મેનેજમેન્ટ ની વિરુદ્ધ જઈને સર્જરી કરી.

છ કલાક ના લાબું ઓપરેશન ચાલ્યા બાદ સર્જરી સફળ થઈ. તેનો જીવ બચી ગયો. પણ આ બાજુ ત્યાંના કડક નિયમો મુજબ આદિત્ય ને તેનુ ફેલોશીપ નુ સર્ટિફિકેટ હજુ મળ્યું નહોતું તેથી તેને બે વર્ષની જેલની સજા થઈ. આ બે વર્ષ દરમિયાન ત્યાં ના કડક નિયમો ને લીધે તે ઈશિતા ને ફોન કરી જણાવી પણ ન શક્યો હતો.

હવે જેલમાંથી છુટ્યા પછી પ્રથમ તેના જપ્ત કરેલા સર્ટિફિકેટ લઈને તેણેે ઈશિતા ને ફોન કરવાનો પ્રયત્ન કર્યો. પણ તેનો ફોન સતત બંધ થઈ ગયેલો આવતો હતો તેથી તે વહેલી તકે ફ્લાઈટ માં  ઈન્ડિયા આવવા નીકળ્યો. અને પહેલા તે ઈશિતા ના ઘરે પહોંચ્યો તો ઘરે લોક હતુ. તે ચિંતા માં આવી જઈને ત્યાં બેસી ને નિરાશ થઈને રડે છે.......

શુ થશે આગળ? આદિત્ય ને ઈશિતા વિશે કંઈ ખબર પડશે?? તમારા પ્રતિભાવ જરૂર જણાવશો.

આગળ જાણવા માટે વાચતા રહો , મહેકતી સુવાસ ભાગ -11

next part ................come soon .........................

 


***

Rate & Review

Daksha

Daksha 3 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 months ago

Heena Suchak

Heena Suchak 4 months ago

Shilpa S Ninama

Shilpa S Ninama 7 months ago

Dhrmesh Kanpariya

Dhrmesh Kanpariya 7 months ago