Uday - 18 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૧૮

બીજે દિવસે રામલો કામ પર આવ્યો ન હતો.ઉદય તૈયાર થઈને મફાકાકા ના ઘરે પહોંચી ગયો અને સાંજ સુધી આંગળી ચીંધ્યું કામ કરતો રહ્યો, અને સાંજ પડે ખેતર જવા નીકળ્યો અને તળાવ પાસેના એક ઝાડ પર ચડી ગયો. તેને ખબર હતી જે રાત્રે ૧૦ વાગ્યા સુધી બધા સુઈ જાય છે. છતાંય તેને ૧૧ વાગ્યા સુધી રાહ જોઈ અને ઝાડ પરથી ઉતર્યો અને બિલ્લીપગે ગામમાં ગયો . ગામમાં બધા સુઈ ગયા હતા . તેને ખબર ન હતી કે મફાકાકા રોનક ક્યાં સૂતો હશે. તેને વિચાર્યું કે જો આગળો વાખીને સુઈ ગયા હશે તો ફેરો ફોગટ જશે પણ તેના સદ્નસીબે દરવાજો ફક્ત આડો કર્યો હતો. ઘર માં ઝીરો નો બલ્બ સળગતો હોવાથી રોનક ને શોધવામાં મુશ્કેલી ન પડી પછી ધીરેથી રોનક ના ગળા ની પાછળ ની નસ દબાવીને બેહોશ કર્યો અને તેને ખભા ઉપર ઉપાડી લીધો અને ધીમે પગલે ગામ ની બહાર નીકળ્યો તેને પાછળ વળીને જોયુ કે કોઈ પીછો તો નથી કરી રહ્યું . પછી તે ખેતર તરફ આગળ વધ્યો પણ તેને ખબર ન હતી કે એક પડછયો તેનો પીછો કરી રહ્યો છે.

ખેતર માં આવ્યા પછી તેને રોનક ને ખાટલામાં સુવડાવ્યો અને તેના ખભા ની એક નસ દબાવી હોશ માં લાવ્યો . રોનક હોશ માં આવ્યા પછી તેને પૂછ્યું કે તે ક્યાં છે ? એટલે તરત ઉદયે મંત્ર બોલવાનું ચાલુ કર્યું અને બલ્બ ના ઝીણા પ્રકાશ માં તેની આંખ માં જોયું અને તેની તરફ ત્રાટક નજરે જોઈ રહ્યો. હવે રોનક સંમોહિત થઇ રહ્યો હતો થોડી વાર પછી ઉદયે જોયું કે રોનક પૂર્ણ પણે સંમોહન માં છે તો પહેલો સવાલ પૂછ્યો કે તારું નામ શું છે તો રોનકે જવાબ આપ્યો હું ડૉ રોનક. પછી ઉદયે આગળ ચલાવ્યું ક્યાં રહો છો

નેબ્રાસ્કા ના ઓમાહા શહેર માં

કેટલા વરસ થી રહો છો?

૭ વરસ થી

શું કરો છો ત્યાં ?

મનોચિકિત્સક છું અને એક રિસર્ચ પર કામ કરી રહ્યો છું .

કેવી રિસર્ચ ?

રામાયણ વખતના એક હથિયાર ની જે રાવણ નું હતું તેને ઓજાર કહો તો પણ ચાલે .

રિસર્ચ કોના માટે કરો છો ?

સ્વામી અસીમાનંદ માટે.

સ્વામી ને કેટલા વખત થી ઓળખો છો ?

લગભગ સાત વરસ થી

સ્વામી સાથે પરિચય કેવી રીતે થયો

ડૉ પલ્લવ ના કેસ વખતે તેઓ મને મળ્યા હતા.

તેમની માટે કામ કરવા કેમ તૈયાર થયા ?

હું પૈસા માટે કામ કરું છું તેમને મને બે કરોડ રૂપિયા ઓફર કર્યા હતા.

ઓજાર સુધી કેવી રીતે પહોંચ્યા ?

ઓમાહા ના એક ભૂસ્તરશાત્રી એ એક રિસર્ચ કરી હતી પણ તેને ક્યાં જાહેર ન કરી હતી પણ અસીમાનંદ ને માહિતી મળી કે તે ઓજાર કઈ જગ્યા એ છે તેની માહિતી તે રિસર્ચ માં છે. અમેરિકન સરકાર તે રિસર્ચ ના પેપર છીનવી ન લે તે માટે તેને માહિતી અને રિસર્ચ ગુપ્ત રાખી હતી . મારુ કામ હતું ગમે તે રીતે તેની નજીક જઈને તેની પાસેથી માહિતી મેળવવાની અને પછી ઓજાર મેળવવાનું .પણ ડૉ ગિલ્બર્ટ એકદમ હોશિયાર હોવાથી કોઈ પણ પ્રકાર નું ઉતાવળિયું પગલું ના ભરતાં ધીમે ધીમે તેમની નજીક આવ્યો અને હજી હમણાંજ તે વિષે માહિતી મળી અને શ્રીલંકા માં કોન્ફેરેન્સ ના બહાને ત્યાં જઈ ને તે ઓજાર લઇ આવ્યો.

ઓજાર નું શું કરશો ?

સ્વામીજીને આપી દઈશ .

સ્વામી કદાચ તેનો દુરુપયોગ કરે ?

મને કોઈ ફરક પડતો નથી મને ફક્ત પૈસાથી મતલબ છે .મને આ કામ ના બદલામાં ૧૦ કરોડ મળવાના છે .

અત્યારે ઓજાર ક્યાં છે ?

મારી બેગ માં ચોરખાના માં

ઉદયે વિચાર્યું કે હવે ઓજાર લઇ આવવાનો આદેશ આપી દઉં પણ મનમાં એક સવાલ ઉઠ્યો તે પૂછવાનું નક્કી કર્યું .

રાજકોટ માં હતા તે વખતે સ્વામી માટે કયા કયા કામ કર્યા ?

ડૉ પલ્લવ ને ફસાવવા માટે પ્રીતિ નામની છોકરી ને તૈયાર કરી અને ડૉ પલ્લવ પર બળાત્કાર ના આરોપ મૂકી જેલભેગો કરાવ્યો .

પલ્લવ તો તમારો દોસ્ત હતો તો પછી આવું કેમ કર્યું ?

મારો દોસ્ત અને સર્વસ્વ ફક્ત પૈસા છે પૈસા માટે સગા બાપ ને પણ વેચી શકું .

બીજું શું કર્યું સ્વામી માટે ?

ડૉ પલ્લવ ની પત્ની ને હિપ્નોટાઈઝ કરીને તેની પાસે તેના પુત્ર ની હત્યા કરાવી અને પછી તેને આત્મહત્યા કરવા કહ્યું .

ઉદય જમીન પર ફસડાઈ પડ્યો .