Shivali - 16 books and stories free download online pdf in Gujarati

શિવાલી ભાગ 16

આ બાજુ રાજકુમારી ચન્દ્રપ્રભાની આત્મા શિવાલી ને મારવા ના રસ્તા શોધી રહી છે. તે પોતાની શક્તિઓ ને જાગ્રત કરી જાણવા નો પ્રયત્ન કરે છે. તો એને ખબર પડે છે કે માત્ર કનકસુંદરી જ નહિ પણ સમરસેન નો પણ પુનઃજન્મ થયો છે. ને સમરસેન અને કનકસુંદરીનું મિલન એ એના અંત નું કારણ બનશે. તે પોતાની શક્તિઓ થી સમરસેનને શોધવાનો પ્રયત્ન ચાલુ કરી દે છે.

બીજા દિવસે ફકીરબાબા અને પંડિતજી બધા ને ભેગા કરે છે.

જુઓ રાઘવભાઈ અમે શિવાલી ને મહેલમાં થી બહાર લઈ આવવાનો રસ્તો શોધ્યો છે.

તો પંડિતજી જલ્દી ચાલો આપણે શિવાલીને લઈ આવીએ.

જુઓ રાઘવભાઈ આમ અધીરા ના બનો. પહેલા તમે પુરી વાત સાંભળો.

રાઘવ ધીરો પડ પહેલા પંડિતજીની વાત પુરી સાંભળી લે, ચારુબેન બોલ્યા.

જુઓ રાઘવભાઈ પહેલા આપણે મહેલ જવું પડશે. પછી તેની અંદર જઈ ને શિવાલી ને શોધવી પડશે. ને પછી એને ત્યાં થી બહાર લાવવી પડશે.

પણ પંડિતજી પેલી આત્મા આવું કરવા દેશે? ગૌરીબા એ પૂછ્યું.

બસ એજ સમસ્યા છે. રાજકુમારીની આત્મા શિવાલી ને બહાર નહિ આવવા દે. ને એ કેટલી તાકતવર છે તે પણ આપણ ને ખબર નથી. એની શક્તિઓ ની પણ પુરે પુરી જાણકારી આપણી પાસે નથી.

તો પંડિતજી હું અંદર જઈ ને શિવાલી ને શોધી લાવીશ, શિવ બોલ્યો.

શિવ આ કામ એટલું સહેલું નથી. એ આત્મા એ મહેલની આજુબાજુ પોતાની શક્તિઓ થી એક પહેરો બનાવ્યો છે જેને તોડી ને અંદર જવું પડે. એની મરજી વગર કોઈ અંદર જઈ શકતું નથી. ને તારી પાસે કોઈ શક્તિ નથી કે તું એનો સામનો કરી શકે.

તો હવે શુ કરીશું? ચારુબેન બોલ્યા.

मै अंदर जाऊंगा अम्मा। मेरे पास आत्मा को काबू करने की शक्ति है। मैं उस आत्मा को काबू करके शिवाली को छुड़ा लाऊँगा।

ઠીક છે પંડિતજી પણ અમે પણ તમારી સાથે આવીશું.

ના બા. બધાનું ત્યાં જવું યોગ્ય નથી. રાઘવભાઈ અને શિવ ભલે આવતા. તમે અહીં જ રહો.

જેવી તમારી ઈચ્છા. પંડિતજી, ફકીરબાબા, રાઘવભાઈ અને શિવ મહેલ જવા માટે નીકળે છે.

શિવાલી ભાનમાં આવી જાય છે. તે ખૂબ અશક્ત થઈ ગઈ છે. હવે કઈ ખાધા વગર તે રહી શકે તેમ નથી. તે ધીરે ધીરે ઉભી થાય છે. ને ખાવા માટે આમતેમ નજર દોડાવે છે. ત્યાં એની નજર મંદિર ની પાછળ બીલીના ઝાડ પર પડે છે. તેને સરસ બીલીના ફળ લાગ્યા છે. તે ત્યાં જઈને તેને તોડવા માટે હાથ લંબાવે છે અને તે એના હાથમાં આવી જાય છે. તે ફળ તે ખાવા લાગે છે. હવે તે થોડી સ્વસ્થ થાય છે.

તેને પોતાનો પાછલો જન્મ યાદ આવી ગયો હોય છે. તે સમરસેન વિશે વિચારે છે. ક્યાં હશે તે? શુ તેણે પણ મારી જેમ ફરી જન્મ લીધો હશે? શિવ ........... તેનું મન વ્યાકુળ થઈ જાય છે. તે કઈ સમજી શકતી નથી. તે પાછી મંદિર માં જઈ ભગવાન શિવ ની આરાધના કરવા લાગે છે. પોતાને મદદ કરવા તે ભોળાનાથને વિનંતી કરે છે.

પંડિતજી અને ફકીરબાબા મહેલ પર આવી જાય છે.

पंडितजी आप इधर सँभालो मैं अंदर जाता हु, આટલું બોલી ફકીરબાબા મહેલ ની અંદર જવાના દરવાજે જાય છે પણ તે અંદર જઈ શકતા નથી. તે એક ઝટકા સાથે પાછળ ની તરફ ધકેલાય જાય છે. ફરી તેઓ કઈક બોલી ને રાખ એ દરવાજા પર નાંખે છે ને ફરી તે દરવાજા તરફ જાય છે. આ વખત તેઓ અંદર જઈ શકે છે. બધા ખુશ થઈ જાય છે.

ફકીરબાબા અંદર ચારેબાજુ જોતા શિવાલી ને શોધવા લાગે છે. તેઓ ને પોતાને જ્યાં સુધી શિવાલી ના મળે ત્યાં સુધી રાજકુમારી ની આત્મા થી બચાવી રાખવાના છે. તેઓ ખૂબ સાવધાની થી આગળ વધી રહ્યા છે. તેઓ શિવાલીને શોધતા શોધતા બગીચામાં મંદિર પાસે આવી જાય છે. ત્યાં શિવાલી ભગવાન શિવ સામે હાથ જોડી બેસેલી તેમને દેખાય છે. તેઓ તેની પાસે જાય છે.

शिवाली शिवाली मुजे देखो।

શિવાલી આંખો ખોલી ને જુવે છે. તે તરત ફકીરબાબા ને ઓળખી જાય છે. તે એકદમ રડવા લાગે છે.

रोना बंध करो बेटा। तुम ठीक हो न? तुम्हें कुछ हुआ तो नहीं ना?

શિવાલી રડતા રડતા બોલે છે, नही कुछ नही हुआ। मैं सुरक्षित हु। मुजे यहाँ एक आत्मा ने पकड़ के रखा है। पता नही उसने क्या किया है की मैं यहाँ से बहार नही जा पा रही हु। और पता नही क्यों पर वो आत्मा मुजे छू नही पा रही है। मुजे बहोत डर लग रहा है। मुजे यहाँ से बहार जाना है।

पहले तुम रोना बंद करो। और वो तुम्हे छू नही पा रही क्योंकि तुमने गोमती रत्न अपने गले में पहेना है। वो रत्न गुरुमा ने अपनी सिद्धियो से सिद्ध करके तुम्हारे जन्म पर दिया था। जबतक तुम्हारे गले में वो रत्न है आत्मा तुम्हारा कुछ नही बिगाड़ शकती। अब चलो मैं तुम्हे लेने आया हु, जल्दी चलो हमे अभी यहाँ से निकलना है।

શિવાલી ભગવાન શિવ ને પ્રણામ કરી ઝડપ થી ફકીરબાબા સાથે ચાલી નીકળે છે. તેઓ છુપતા છુપાતા ત્યાં થી નીકળવા લાગે છે. પણ રાજકુમારી ચન્દ્રપ્રભાનો આત્મા ત્યાં આવી જાય છે.

શિવાલી એકદમ તેને જોઈ ને ડરી જાય છે. ફકીરબાબા એને જોતા જ રહે છે. ત્યાં રાજકુમારી જોર થી ચિલ્લાય છે,

ક્યાં જાય છે? તું અહીં થી મારી મરજી વગર બહાર જઈ શકીશ નહિ. તે ફકીરબાબા સામે ગુસ્સા થી જોવે છે ને બોલે છે,

તું અંદર તો આવી ગયો છે પણ હવે મારી મરજી વગર બહાર જઈ શકીશ નહિ.

वो तो अल्लाह तय करेगा। तुम अभी हमे यहाँ से जाने दो। हमने तुम्हारा कुछ नही बिगाड़ा है।

હા તે મારુ કશું નથી બગાડ્યું. પણ આણે બગાડ્યું છે. ને હું આને જવા નહિ દઉં.

देखो इसने भी तेरा कुछ नही बिगाड़ा। ये बच्ची कैसे तुम्हारा कुछ बिगाड़ शक्ति है? तुम तो एक आत्मा हो।

હા હું આત્મા છું પણ આત્મા આના લીધે બની. આના લીધે મારે વર્ષો સુધી કેદમાં રહેવું પડ્યું. મારુ આખું જીવન આના લીધે બરબાદ થઈ ગયું. તને તો બધી જ ખબર હશે.

देखो ये सब पुरानी बाते है। अभी तो इसने तुम्हारा कुछ नही बिगाड़ा। हमे जाने दो।

નહિ નહિ જવા દઉં. એટલું બોલી રાજકુમારી એ શિવાલી ને તે જ્યાં ઉભી હતી ત્યાં જ ઝકડી રાખી.

હવે શિવાલી માટે ચાલવું તો દૂર પણ હલવું પણ અશક્ય હતું.

मैं तुम्हे बोल रहा हु बच्ची को छोड़ दे।

પણ રાજકુમારી શિવાલી ને છોડતી નથી. ફકીરબાબા પોતાની શક્તિ થી શિવાલી ને મુક્ત કરાવે છે. આ જોઈ રાજકુમારી ચન્દ્રપ્રભા ગુસ્સામાં ફકીરબાબા પર હુમલો કરે છે પણ ફકીરબાબા તેને નાકામ કરી દે છે. બન્ને વચ્ચે શક્તિઓ નું યુદ્ધ ચાલે છે પણ તેમાં ફકીરબાબા હારી જાય છે. રાજકુમારી ચન્દ્રપ્રભા ની શક્તિઓ તેમની પર ભારે પડે છે. હવે ફકીરબાબા થાકી ગયા છે તે રાજકુમારીની આત્મા સામે લડી શકતા નથી.

હું આને નહિ જવા દઉં. ને તને હું છોડીશ નહિ કહેતી રાજકુમારીની આત્મા ફકીરબાબા ને ઊંચકી મહેલ ની બહાર ફેંકી દે છે. ને ત્યાં થી જતી રહે છે.

શિવાલી બુમો પાડતી અંદર જ રહી જાય છે. તે રડવા લાગે છે. તેને થાય છે હવે મારુ શુ થશે? ફકીરબાબા બચી તો ગયા હશે ને? એ પાછી મંદિરમાં આવી જાય છે.

ફકીરબાબા મહેલ ની બહાર આવી પડે છે. પંડિતજી અને શિવ દોડી ને તેમની પાસે પહોંચી જાય છે. ફકીરબાબા ને ખૂબ વાગ્યું હોય છે તેને કારણે તે બેભાન અવસ્થામાં છે.

શિવ જલ્દી ઉંચક આપણે તેમને ઘરે લઈ જઈએ. ખૂબ વાગ્યું છે એમને.

હા પંડિતજી. પછી તે લોકો ફકીરબાબા ને ઊંચકી ગાડીમાં લઈ જાય છે. પછી હવેલી આવી જાય છે.

હવેલીમાં બધા ચિતામાં હોય છે. બધા ને પાછા આવેલા જોઈ શિવાલી ની આવવા ની એક આશા બંધાય છે. પણ શિવાલીને ના જોતા એ આશા પણ ઠગારી નીવડે છે. ગાડીમાં થી ફકીરબાબાને ઊંચકી ને હવેલીમાં લાવે છે.

શુ થયું રાઘવ? શિવાલી ક્યાં છે? ગૌરીબા એ પૂછ્યું.

બા શિવાલી નથી આવી. ને હજુ કઈ ખબર નથી પડી કે શું થયું.

શિવ જલ્દી થી ડોક્ટર ને બોલાવ. ત્યાં સુધી હું તેમના ઘા સાફ કરું છું. જલ્દી ગરમ પાણી ને ચોખ્ખું કપડું આપો.

જી પંડિતજી. શિવ તું ડોક્ટર ને બોલાવ બાકી હું કરું છું, ચારુબેન બોલ્યા. ને તેઓ પુની સાથે ગરમ પાણી ને કપડું લેવા ગયા.

થોડીવારમાં ડોકટર પણ આવી ગયા. એમણે ફકીરબાબા ને તપાસી ને દવા આપી. જ્યાં વાગ્યું હતું ત્યાં દવા લગાવી પાટા બાંધ્યા.

ડોક્ટર કેમ છે બાબા ને? ચારુબેન પૂછ્યું.

ચિંતા કરવા જેવું કઈ નથી. બેઠો માર અને પછળાટ લાગી છે એટલે બેભાન થઈ ગયા છે. મેં દવા કરી દીધી છે. થોડીવારમાં ભાન આવી જશે. પણ થોડું ધ્યાન રાખવું પડશે. થોડા દિવસ આરામ કરવો પડશે અને આ દવા સમયસર આપજો.

હા સાહેબ. શિવ ડોક્ટર સાહેબને મૂકી આવ, ચારુબેન બોલ્યા.

હા બા મૂકી આવું કહેતો શિવ ડોકટર ને મુકવા ગયો.

પંડિતજી હવે શુ થશે? રમાબેને પૂછ્યું.

રમાબેન જ્યાં સુધી ફકીરબાબા ને ભાન ન આવે ત્યાં સુધી કઈ જ કહેવાય નહિ. એ આપણ ને કહે કે મહેલ ની અંદર શુ છે અને શુ થયું પછી જ આગળ કઈ થઈ શકે.

બધા જ ચૂપ થઈ જાય છે. હવે ફકીરબાબા ભાનમાં આવે પછી જ કઈક સમજાય.

શિવ ડોક્ટર ને મૂકી ને પાછો આવી જાય છે. ફકીરબાબા ને ભાન આવી જાય છે. પંડિતજી તેમને સહારો આપી બેઠા કરે છે.

બાબા શુ થયું? ને શિવાલી ક્યાં છે? રમાબેને પૂછ્યું.

शिवाली महल के अंदर ही है। वो एकदम सुरक्षित है। उसे कुछ नही हुआ।

तो बाबा वो आपके साथ क्यों नही आई? और आप इस तरह........ શિવે પૂછ્યું.

मैं ने कोशिश की लेकिन राजकुमारी की आत्मा ने शिवाली को नही आने दिया। जब हम आने के लिए निकले तो आत्मा ने शिवाली को जकड़ लिया। मैं ने शिवाली को छुड़ा लिया तो उस आत्मा ने गुस्सा होके मुजे महेल से बहार फेंक दिया।

तो अब हम क्या करेंगे? પંડિતજી એ પૂછ્યું.

पंडितजी वो आत्मा बहोत ताकतवर है। उसके आगे हमारी शक्तिया नही चलेगी। हमे कुछ ओर सोचना पड़ेगा।

लेकिन क्या? પંડિતજી એ પૂછ્યું.

बस वही सोचना है। બધા આ સાંભળી નિરાશ થઈ જાય છે.

હવે મારી શિવાલી નું શુ થશે બા? રમાબેન બોલ્યા. એ હજુ પણ રડતા હતા.

જો રમા તું આમ નિરાશ ના થા. શિવાલી ને કઈ નહિ થાય. તે સાંભળ્યું ને કે સહીસલામત છે. જ્યાં સુધી ગુરુમાં નું રત્ન તેની પાસે છે તે સુરક્ષિત છે. ગૌરીબા એ રમાબેન ને સમજાવતા કહ્યું.

એકદમ રમાબેન ઉભા થઈ ગયા ને બોલ્યા, તો બા આપણે ગુરુમાં ને અહીં બોલાવીએ તો?

હા બા રમા ની વાત સાચી છે. જો ગુરુમાં નું સિદ્ધ કરેલું રત્ન શિવાલી ની રક્ષા કરતું હોય તો ગુરુમાં શિવાલી ની મદદ કરશે ગુરુમાં શિવાલી ને ચોક્કસ બચાવી લેશે, રાઘવભાઈ બોલ્યા.

હા પંડિતજી ગુરુમાં આપણી મદદ કરશે, ગૌરીબા એ કહ્યું.

સાચી વાત છે બા. તમે જાણ કરો એમને અને મદદ માંગો. કદાચ આપણ ને ફાયદો થઈ જાય, પંડિતજી એ કહ્યું.

હું હું હમણાંજ મોટાભાઈ ને ફોન કરું છું. એ ગુરુમાં ને અહીં લઈ આવશે., રમાબેન આટલું બોલતા ફોન તરફ ગયા. ને એમણે ફોન લગાવ્યો.

મોટાભાઈ રમા બોલું છું. તમે કેમ છો?

સારું છે રમા. તમે બધા કેમ છો?

કઈ સારું નથી મોટાભાઈ આટલું બોલતા રમાબેન રડવા લાગે છે. એટલા માં રાઘવભાઈ ફોન પોતાના હાથ માં લઈ લે છૅ.

મોટાભાઈ હું રાઘવ બોલું.

રાઘવભાઈ શુ થયું? કેમ રમા રડે છે? શુ તકલીફ થઈ છે?

મોટાભાઈ હું તમને કહું છું તમે સાંભળો. પછી રાઘવભાઈ જે કઈ પણ બન્યું તેને રજેરજ વાત તેમને કરે છે. ને સાથે ગુરુમાં ની મદદ ની જરૂર છે તે પણ કહે છે.

જુઓ તમે ચિંતા ના કરો હું હમણાં જ ગુરુમાં પાસે જાવ છું. ને એમને લઈ ને ત્યાં આવું છું. તમે રમા ને સાચવજો.

હા મોટાભાઈ, પણ તમે જલ્દી આવજો. ને વાત પુરી થઈ જાય છે.

શુ કહ્યું મોટાભાઈ એ, રમાબેને પૂછ્યું.

એ ગુરુમાં પાસે જાય છે ને તેમને લઈ ને અહીં આવે છે.

હવે બધાં ને નવી આશા બધાંય છે શિવાલી ને છોડાવાની. દિવસ વીતતા જાય છે.


ક્રમશ..............