Absent Mind - 13 - Last Part books and stories free download online pdf in Gujarati

એબસન્ટ માઈન્ડ - 13 - છેલ્લો ભાગ

એબસન્ટ માઈન્ડ

(૧૩)

ઘણાનાં કહેવા પ્રમાણે અમદાવાદથી કાશ્મીર બાઈક પર એકલાં જવું એ નરી મુર્ખામી હતી

અમદાવાદ ટુ જમ્મુ-કાશ્મીર મોટર સાયકલ ટ્રીપની આખી સીરીઝ લખી, લખતાં પહેલાં આનું કોઈ આયોજન ન હતું એક દિવસ અચાનક જ થયું. ચલો રોડ ટ્રીપ લખી નાખીએ. જો કે પ્રવાસ વર્ણન નહોતું કરવું. વર્ણનો કરવાં કે સાંભળવા એમ પણ ગમતાં નથી. ઈન્ફર્મેટીવ હોય એ વધારે પ્રિફર કરું છું.

રોડ ટ્રીપ દરમિયાન ડાયરી લખી હતી એટલે એ જ વ્યવસ્થિત રીતે લખવાની શરૂઆત કરી. ઓરીજીનલ ડાયરીમાં મોટાભાગે મુદ્દા અથવા અમુક ઘટના જ આખી લખી છે. અહીં જરૂર હોય એટલું જ લખવું હતું અને બને એટલું નાનુ રાખવું હતું. વત્તા વધારાના લખાણ વગર પોઈન્ટ ટુ પોઈન્ટ જવાનું પહેલેથી નકકી હતું એ ધ્યાનમાં રાખીને એક શબ્દ કે અક્ષર વગર પણ ચાલી જાય એમ હોય તો એ કાઢી નાખ્યું હતું.

ઉપરાંત ટ્રીપ દરમિયાન અહીં લખી એ કરતાં વધારે બાબતો બની હતી. જે બધી જ અહીં મુકવા જેવી પણ ન હતી. અથવા ફલો બ્રેક કરે તેવી હતી એ સ્કીપ કરી હતી.

ઘણી બાબતો એવી હતી એ રોજેરોજ બનતી હતી, એટલે દરેક વખતે મુકવા કરતાં છેલ્લે લખીશ એવું નકકી કર્યું હતું.

આ સીરીઝ ડાયરી સ્વરૂપે જ આપવી હતી. એટલે મેં શું અનુભવ્યુ. એકલાં જઈએ ત્યારે માનસિક સ્થિતિ શું હોય. શરૂઆત કે અંતમાં કેવું ફિલ થાય વગેરે જ લખ્યું છે. એ જ લખવું હતું એટલે સુફીયાણી સલાહો ખાસ નથી મુકી.

દરેક વખતે છપાયાં બાદ કલોઝ ફ્રેન્ડસ પાસેથી અપડેટ લેતો રહેતો હતો. સજેશન માંગતો હતો. જેમાંના કેટલાંક અમલમાં મુક્યાં છે કેટલાંક નથી મુક્યા.

છેવટે આપણી ડાયરી છે શું કરવું ન કરવું આપણે ડિસાઈડ કરવાનું છે.

સનાસર જતાં પહેલાં મેઈન એક્ટીવીટી ટ્રેકીંગ હતી. આવ્યા બાદ સોલો રાઈડીંગ ફેમસ થઈ ગયું. નજીકના મિત્રોએ ટ્રેકીંગ વિશે પુછ્યું બાકીના બધાએ મોટર સાયકલ રાઈડીંગ વિશે જ પુછયુ હતું. પુછે છે અને ખબર નહી ક્યાં સુધી પુછતાં રહેશે.

“એબસન્ટ માઈન્ડ” નામ કેમ આપ્યું અત્યારે યાદ નથી. વન ઓફ ધ રીઝન કે એ નામ જ ટ્રીપને જસ્ટીફાય કરશે. આખી સીરીઝ વાંચ્યા બાદ કદાચ તમને પણ ખ્યાલ આવી ગયો હશે.

પહેલાં દિવસે રાજસ્થાનનાં રણમાં ભરાઈ ગયો. બીજા દિવસે કેટલાંય કિ.મી સુધી ફકત લાંબી કાળી સડકો જાયા પછી સાંજે હોટલની મગજમારી. ત્રીજા દિવસે સોનેરી પંજાબના રસ્તા ઉપર સ્મુથ રાઈડ અને ગોલ્ડન ટેમ્પલના દર્શન. જયાં બે વિદેશી મિત્રો બન્યા. ચોથો દિવસ થોડોક થકવનારો પણ જોરદાર. અમૃતસરથી પટનીટોપ, પહાડોમાં રાઈડીંગ કરવાની મજા જ અલગ છે. પાંચમાં દિવસે સાઈટ સીઈંગ કર્યુ ડો. કપલને મળ્યો. છઠ્ઠે દિવસે દસ હજાર ફુટ અધ્ધર રાજા શંખપાલનું ટ્રેકીંગ. ત્રણ દિવસનાં કેમ્પ દરમિયાન કલાઈમ્બીંગ રેપ્લીંગ અને અન્ય એકટીવીટી કરી. ઈન્સ્ટ્રકટર મુરાદ અલી સાથે આઠમા દિવસે રીટર્ન જર્ની શરૂ કરી. એશીયાની સૌથી લાંબી નૌશેરી- ચેનાની ટનલ જોઈ બાદમાં માનસર. (એથી પણ લાંબી શ્રીનગર- લેહ ટનલનું કામ હાલમાં જ શરૂ થયું છે.) એ જ રાત્રે હોસ્ટેલમાં રોકાયો જયાં નિખિલ મળ્યો. નવમો દિવસ આખી મુસાફરીમાં સૌથી વધુ યાદગાર દિવસ હતો. રસ્તામાં વાવાઝોડું, વરસાદ વગેરે વગેરે મળ્યા હતા. ઠેરઠેર વાવાઝોડાની અસર દેખાઈ હતી. પણ એ વાવાઝોડું છે એ ખબર નહોતી એટલે ખૂબ ઓછી વિઝીબીલીટીમાં કલાકો સુધી બાઈક ચલાવ્યે રાખ્યું. હેમખેમ રતનગઢ પહોંચ્યો અને છેલ્લે દસમા દિવસે સવારે છ એક વાગ્યાની આસપાસ ફરી એક વખત- છેલ્લી વખત વિક્રાંત શરૂ કર્યું. સાડા પંદર કલાક અને આઠ સો કિ.મી. બાદ રાત્રે સાડા નવે અમદાવાદ પહોંચતા સમગ્ર એડવેન્ચરનો અંત આવ્યો.

ઘણી ટીપ પ્રકરણોમાં વણી લીધી છે. જેમને પ્રત્યક્ષ અનુભવ હોય એમને મળીને ઘણુ બધુ પુછી લેવું.

ટીપ એક જ કે ટીપ વાંચતા રહેવાને બદલે મુસાફરી કરો જેથી બીજાને ટીપ આપી શકો. કેટલુંય જાણવા છતાં તમારી સાથે શું બનવાનું છે એ કોઈને ખબર નથી.

P.S. સાહસિકતા કરવામાં છે. કેવી રીતે કરવું એ શીખવામાં નહી.- ગાય કાવાસાકી.

૨૫ september ૨૦૧૮

***