Mithi yaad - 3 books and stories free download online pdf in Gujarati

મીઠી યાદ - 3

મીઠી યાદ.( ભાગ ૨ )માં આપણે જોયું શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા બન્યા . અત્યંત વૈભવશાળી જીવન વિતાવે છે ,સુખ અને સમૃદ્ધિની એ નગરી માં પણ વૈભવશાળી એવા શ્રીકૃષ્ણને કંઇક તો દુઃખ છે.. આવો જોઈએ
ભાગ 3
ઉદ્ધવજીને શ્રીકૃષ્ણ કહે છે હે ઉદ્ધવ જ્યારથી વ્રજ અને ગોવાળોને મૂકી અને આવ્યો છું ,ત્યારથી જીવન કાંઈક અધુરુ- અધુરુ લાગે છે . લાગે છે કે હું જમું છું પણ તૃપ્તિ થતી . નથી લાગે છે હું જીવું છું પણ આનંદ મળતો નથી .લાગે છે કે સર્વશ્રેષ્ઠ છું પણ ઉમંગ રહેતો નથી . હે ઉદ્ધવ કાંઈક તો મારા જીવનમાં અધુરો છે ! હા ઉદ્ધવ એ છે વ્રજવાસી ઓ નો મારા પર નો પ્રેમ. હે ઉદ્ધવ મેં વ્રજવાસીઓ જેવો નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમ જોયો નથી. એ ઉદ્ધવ રાધા જેવો પ્રેમ જોયો નથી. એ હજી પણ મને યાદ કરતી હશે . મારી મીઠી યાદોમાં રાધા પોતાનું જીવન વ્યતીત કરતી હશે. ઉદ્ધવ હું જાણું છું કે આઠ પટરાણીઓ મારી આસપાસ મારી સેવામાં દિવસ રાત તત્પર રહે છે , એ બધી જ રાણીઓ મારુ સન્માન જાળવે છે. મને માન થી રાખે છે.
પણ હે ઉદ્ધવ એ રાધા કે જેના એક ઈશારામાં આ કૃષ્ણ દરેક વાતને ભૂલાવીને એના મય બની જતા એના સમાન નહી .
રાધાના સ્નેહભર્યા કરુણામય નેત્રો હંમેશા દરેક પર પ્રેમ ની ધારા પ્રવાહિત કરે છે . કોઈપણ જીવ એકવાર રાધાના સન્મુખ થાય અને એ પ્રેમમયી રાધાની એક કૃપાદ્રષ્ટિ એ જીવ પર થઈ જાય એ જીવ પ્રેમ મય થઈ જાય . આ દુનિયાના કોઈ પ્રપંચ પછી એ જીવને ન વળગે , એવી કરુણામયી શ્રી રાધા જ્યારે યાદ આવે છે ત્યારે ઉદ્ધવ આ દ્વારિકા નો વૈભવ મને સાવ તુચ્છ લાગે છે.
હું એ જાણું છું કે એક વૈભવશાળી રાજા તરીકે મારા અનેક કર્તવ્ય હોય છે . મારુ વ્યક્તિત્વ નબળું ન થવું જોઈએ. એક રાજા જો ઉદાસ રહે અગર કોઈની સામે રડી લે તો પ્રજા પર એ વાતની અસર બહુ માઠી પડે છે. પણ શું કરું ઉદ્ધવ ! આખરે હું છુ તો એક ઇન્સાનને ! તો મનમાં ભૂતકાળની મીઠી યાદ તો રહેવાની જ ને ! અને હા ઉદ્ધવ ! અહીં મારુ મન જો એમને યાદ કરે છે, તો એનું કારણ તો એ જ છે કે રાધા નુ મન પણ મને યાદ કરે છે . એટલે જ આટલા કામ છતાં - આટલું ભુલવા છતાં - આટલા વર્ષો ગયા છતાં પણ હજી એ જ યાદો મારા મનને વિચલિત કરે છે. હે ઉદ્ધવ જો એ ગોકુળ વાસીઓ અને રાધા મને યાદ ન કરે તો મન કંઈક સ્થિર થાય . અને ઉદ્ધવ કહે છે, બસ! પ્રભુ આટલી વાત ! અને આટલી વાત માટે તમે આટલા બધા દુઃખી થાવ છો ? તમારા દુ:ખનું નિવારણ હું કરીશ . કહો ક્યારે હું જાવ ગોકુળ? અને એ લોકોને સમજાવીને કહી ને આવું કે શ્રી કૃષ્ણ હવે ગોકુળ ગામના એ નાનકડા બાળક હતા એ નથી .
એ હવે દ્વારિકા નગરના રાજા થયા છે . તેમનો અત્યંત વૈભવ છે, ઈન્દ્રને પણ શરમ આવે એવો ઐશ્વર્ય છે , દ્વારિકાના સિંહાસન થી ઈન્દ્રાસન પણ તુચ્છ લાગે, શ્રી કૃષ્ણ ની સામે ઇન્દ્ર પણ પાણી ભરે ! એવા દેવતુલ્ય આ પૃથ્વી પર ભગવાન બની અને પૂજાતા શ્રીકૃષ્ણનું હવે તમે પણ સન્માન જાળવો . અને એને બહુ યાદ કરવાનું અને એમની યાદો માં રહેવાનું બંધ કરો. આવું હું વ્રજમાં જઈને ગોપ - ગોપી અને રાધા ને સમજાવી અને કહી . આવું આટલું ઉદ્ધવ બોલે છે ત્યાં શ્રી કૃષ્ણ ઉત્સવની સામુ ભિની આંખે જોઈ રહ્યા છે. કે આ મારો પ્રિય મિત્ર છે અને મારી ચિંતા કરે છે, પણ આ ઉદ્ધવને શું ખબર કે એ ગોકુળ નો પ્રેમ કેવો છે , રાધાના પ્રેમ થી અજાણ છે એટલે ઉદ્ધવ આવું બોલે છે . નહીંતર આમ બોલી ના શકે . પણ મનથી ક્રિષ્ણ ઈચ્છે છે ઉદ્ગોધવ ગોકુળ જાય તો ગોકુળ વાસીઓ ની પરિસ્થિતિ ના સમાચાર લાવે , અને એકવાર રાધાજી ને જુવે તો તેના( ઉદ્ધવ) મન મા પણ કરુણા આને પ્રેમ જાગ્રત થાય. આવું વિચારી શ્રી કૃષ્ણ ઓધવ ને ગોકુળ જવા માટે આજ્ઞા આપે છે . કૃષ્ણની એ હાલતને યાદ કરતા કરતા ઉદ્વધવ વ્રજમાં આવ્યા છે, આને ત્યાં આવી નંદબાવાને મા યશોદા ને મળ્યા છે. નંદ બાવા ને યશોદા માં બીજું કોઈ કામ કરતા નથી. કોઈ વાતની બીજી શુદ્ધ બુદ્ધ જાણેકે રહી નથી ! એવા બન્યા છે . બસ એક જ વાત કરે છે મારો કૃષ્ણ મારો કાનો ક્યારે આવશે? શું કરતો હશે? જમ્યો હશે ? માખણ મળતુ હશે ? સાજો હશે કે બીમાર હશે ? એનો ખ્યાલ કોણ રાખતુ હશે? વગેરે વગેરે ....ચિંતાઓ નંદ અને યશોદા કરે છે .વળી નંદજી કહે છે અરે યશોદા કાનો કંઈ હવે નાનો નથી . અને કંઈ ડરપોક નથી આપણને ખબર છે ને કે નાનપણમાં એણે કેટલાય દૈત્યો નો વધ કર્યો છે !! અને આ ગોકુળને અનેકવાર આફતો માથી બચાવ્યું છે. તો એવા દેવતાઇ જીવન વાળા આપણા કાના ને કોઈપણ જાતની કોઈ તકલીફ હોય જ નહીં. એ હંમેશા સુખ અને આનંદમાં જ હશે. યશોદા અને નંદબાબાના આવા સંવાદો સાંભળી ઓધવજી ને પણ થયું કે નંદ અને યશોદા પણ જાણે છે કે શ્રી કૃષ્ણ એ ભગવાન સ્વરૂપ છે , તો પછી ચિંતા શું કામ કરતા હશે? શું કામ આટલો યાદ કરી અને દુઃખી થાય છે ! આવું વિચાર્યું અને ઉદ્ધવે નંદ બાવા ને યશોદા ને કહ્યું 'તમે કૃષ્ણની ચિંતા શું કામ કરો છો?' ' શા માટે તમારા જીવતરને દુઃખી કરો છો ? ' તમે જાણો છો શ્રી કૃષ્ણ કર્મયોગી છે.
અને આ પૃથ્વીલોક નો નિયમ છે મળવું અને છૂટા પડવું જીવન એનું મૃત્યુ હરખ ત્યાં શોક આવા દ્વંદ ચક્રો ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી તમારી પાસે કૃષ્ણને યોગ હતો ત્યાં સુધી ગોકુળમાં રહ્યા તમને સૌને આનંદીત કર્યા , પણ હવે એના ઘણા જ પૃથ્વીલોકના કાર્યો અધૂરા છે. તે પુરા કરવાના હય , તો એક જવાબદાર રાજા તરીકે એમને એમના ધર્મનું પાલન કરવું પડે એટલા માટે તમારા સૌના આવા પ્રેમના તાંતણામાં એમને બાંધીને ન રાખો, એમને તમારા પ્રેમમાં થી મુક્ત કરો તો બાકી કાર્યોને કૃષ્ણ પુરા કરી શકે. તમારી યાદોમાં કૃષ્ણ પોતાની 'ફરજ' ચૂકી જાય તો એ એક રાજાના ધર્મને કલંક લાગે. ત્યારે યશોદા કહે છે હે ઉદ્ધવ ક્રિષ્ના દ્વારિકા નો રાજા છે અને હંમેશા ઉત્તમ રાજા રહેશે , હંમેશા તેમનું નામ , યશ અને કીર્તી વધે એવી અમારી મનોકામના છે, પણ ઉદ્વવ મારુ હૃદય એક માનુ હૃદય છે, અને માનુ હ્રદય પોતાના સંતાન માટે હંમેશા ચિંતિત રહે છે. સંતાન ગમે તેટલો વૈભવશાળી , બળશાળી , વીર હોય તો પણ માને હંમેશા એની ચિંતા થતી જ રહે છે. અને ઉદ્ધવ (કાનો) બાળપણથી મથુરા ગયા ત્યાં સુધી કૃષ્ણને એક પણ દિવસ અમે અમારી આંખો થી અલગ કર્યા નથી. તો એ એકાએક અમને છોડીને જતા રહ્યા છે. એક પણ દિવસ જેમના વગર વિતતો નહોય એને સાવ છોડીને કાન ગયો છે . અને ઉદ્ધવ કંઈ પણ કહે છે એ વાતને નંદ અને યશોદા એ કંઈ માનતા નથી. અને અંતે નંદાને યશોદાના પ્રેમ ને વાત્સલ્યનો વિજય ઉદ્ધવજીની નજરમાં થાય છે. બાદ વ્રજમાં ખબર પડે છે કે શ્રીકૃષ્ણના મિત્ર એવા ઉદ્ધવજી વ્રજમાં આવ્યા છે . નંદ અને યશોદા ના ઘરે છે . કૃષ્ણના કંઈક સમાચાર લઈને આવ્યા છે. દરેક ગોપીઓ મહારાજ નંદ ના ઘરે પહોંચે છે . અને ગોપીઓ દ્વારા ઉદ્ધવને સૂચના મળે છે જાણવા મળે છે કે રાધિકાજી એ વૃંદાવનમાં કુંજગલીઓમાં કે જ્યાં હંમેશા નિત્ય શ્રી કૃષ્ણ અને રાધાના રાસલીલા ના આનંદની સ્થલી છે એવા સ્થળ ઉપર રાધિકાજી અત્યારે બે બિરાજેલા છે . ગોપીઓની સાથે ઉદ્ધવજી રાધિકાજી ના દર્શન કરવાને માટે એ યમુનાજીના કિનારે કુંજગલીઓમાં આવે છે. મનની અંદર વિચારે છે કે રાધા એવાતો તો કેવા હશે ! કે શ્રીકૃષ્ણ આજ સુધી શ્રી રાધા ને ભૂલી શક્યા નથી! રાધાના પ્રેમાળ હૃદય વિશે શ્રીકૃષ્ણે કહ્યું હતું કે એમની(રાધા) કૃપાદ્રષ્ટિ એકવાર પણ જે જીવ ઉપર થઈ જાય એ જીવ ધન્ય બની જાય છે, ઉદ્ધવ વિચારે છે કે એ રાધિકાજી કેવા દેખાતા હશે !? કેવા હશે અને એમને જોઈ અને હું શ્રીકૃષ્ણનું સંદેશા વિશે સમાચાર આપીશ તો રાધિકા શું જવાબ આપશે ? આવા અનેક વિચારો કરતાં કરતાં ઉદ્ધવ કુંજની વચ્ચે પહોંચ્યા, અને જ્યાં એ ત્યા એક સુંદર નવયૌવના એવા એક સ્ત્રી પાત્રને જોવે છે!. સોળે શણગાર સજેલા છે અત્યંત સુંદર મનોરમ્ય દેખાય છે . આજ સુધી ઉદ્ધવે આવું સ્ત્રી સ્વરૂપ ક્યાં જોયું નથી! જાણે કે સાક્ષાત લક્ષ્મીનો અવતાર ! તેજ નો કોઇ પાર નથી! મુખ ઉપર એટલી તો સુંદર તેજપૂંજ- આભા છે , કે જાણે દૂરથી જોતાં એમ લાગે કે કોઈ પૂર્ણિમાનો સંપૂર્ણપણે ચંદ્ર ઉદિત થયેલો છે ! એટલી મુખ ની સુંદરતા , શોભા જોઇ અને ઉદ્ધવજીને થયું કે આટલી સુંદરતા જેમના અંગ ઉપર છે તો એમનું મન કેટલું પવિત્ર અને કરુણામય હશે ? કે એ રાધિકાજી એ શ્રીકૃષ્ણના હૃદયને આજ સુધી પોતાની પાસે રાખ્યું છે. આવો વિચાર કરે છે , રાધિકાજી ની પાસે જઇને ગોપીઓ કહે છે , 'રાધા દ્વારિકાથી શ્રીકૃષ્ણના કોઈ મિત્ર આવ્યા છે ', અને એ સંદેશો લાવ્યા છે , 'શ્રીકૃષ્ણએ સંદેશો મોકલાવ્યો છે' ,
( પુરણ લકરી)
(ક્રમશઃ)