Prinses Niyabi - 12 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 12

પ્રિંસેસ નિયાબી - ભાગ 12

નુએન: સેનાપતિ દેવીસિંહ હવે આપણે અહીં થી નીકળવું પડશે. નહીંતો કોઈ આવી જશે. અમારા લોકો રાયગઢ માં પણ છે.

દેવીસિંહ: ના હવે રાત સુધી અહીં કોઈ નહિ આવે. જે સૈનિકો ગઈકાલે રાત્રે અહીં થી સમાન લઈને ગયા છે તે આજે રાત્રે પાછા આવશે. હાલમાં અહીં કોઈ જોખમ નથી.

નુએન: પણ અમારે તો જવું જ પડશે રાયગઢ.

દેવીસિંહ: તમે હવે નીકળશો તો પણ સંધ્યા પહેલા નહિ પહોંચી શકો. આજે તમે અહીં જ રોકાઈ જાવ. કાલે સવારે વહેલા નીકળી જજો.

ઓનીર: ને તમે સેનાપતિજી? હવે તમે શુ કરવા વિચારી રહ્યા છો?

દેવીસિંહ: હું પહેલા રાજકુમારી ઈલાક્ષીની ખબર કઢાવીશ. પછી જ આગળ વધીશું.

નુએને ઓનીર સામે જોયું. એ પૂછી રહ્યો હતો કે શુ કરીએ?

ઓનીર પણ એજ વિચારી રહ્યો હતો.

ત્યાં નિયાબી દેવીસિંહ સામે આવી ઉભી રહી ગઈ ને પૂછ્યું, તમારી પાસે રાજકુમારીને ઓળખવાની નિશાની છે? તમે એને કઈ રીતે ઓળખશો?

દેવીસિંહ ને નિયાબી ના પ્રશ્નથી નવાઈ લાગી. એને સમજ ના પડી કે આ છોકરી કેમ આવો પ્રશ્ન કરે છે? એણે નિયાબી સામે જોતા કહ્યું, એની શુ જરૂર છે? રાણી નુરાલીન છે ને?

નિયાબી એકદમ સભ્યતા થી દેવીસિંહની બાજુમાં બેઠી અને તેની આંખોમાં આંખો નાંખી જોવા લાગી.

ઓનીર અને નુએન નિયાબીના વર્તન થી ડઘાઈ ગયા. નુએને નિયાબી પાસે જઈ કહ્યું, નિયાબી તું આમ કેમ પૂછે છે?

નિયાબી એ નુએન સામે એવી રીતે જોયું કે એ આગળ કઈ બોલ્યો નહિ. એ સારી રીતે સમજતો હતો નિયાબી ની પરિસ્થિતિ પણ એને ડર હતો કે નિયાબી પોતાની ઓળખ છતી ના કરી દે. પણ અત્યારે એજ સ્થિતિ હતી.

નિયાબીએ દેવીસિંહ સામે જોઈ પૂછ્યું, છે કોઈ નિશાની તમારી રાજકુમારી ઈલાક્ષી ને ઓળખવા ની?

દેવીસિંહ ને અજુગતું લાગ્યું પણ એમણે કહ્યું , હા છે નિશાની. પણ તમે જાણી ને શુ કરશો?

નિયાબી શાંતિ થી બોલી, કેમકે રાણી નુરાલીન હવે આ દુનિયામાં રહ્યા નથી. ને તમારી રાજકુમારી ઈલાક્ષી પણ બંસીગઢમાં રહેતી નથી.

નિયાબી ની વાત સાંભળી દેવીસિંહ એકદમ ઉભો થઈ ગયો. એણે નિયાબી સામે જોઈ પૂછ્યું, તમે કહેવા શુ માંગો છો? ને તમને આ કેવી રીતે ખબર?

નિયાબી ઉભી થઈ દેવીસિંહ સામે જોઈ બોલી, છે કોઈ નિશાની તમારી પાસે?

દેવીસિંહની મગજ ચકરાવા લાગ્યું. એ નુએન પાસે ગયો ને બોલ્યો, આ છોકરી શુ કહી રહી છે? ને આ છે કોણ?

પરિસ્થિતિ વણસી રહી હતી. ઓનીરે જોયું કે નિયાબીનો ગુસ્સો વધી રહ્યો હતો. એ અધીરી થઈ રહી હતી. હવે સચ્ચાઈ કહ્યા વગર છૂટકો નહોતો.

ઓનીરે શાંતિ થી કહ્યું, તમારી રાજકુમારી ઈલાક્ષી હવે આ નામ થી નથી ઓળખાતી. એ હવે નિયાબી ના નામે ઓળખાય છે.

ઓનીરની વાત સાંભળી દેવીસિંહ એકદમ સજ્જડ થઈ ગયો. એના માન્યામાં નહોતું આવતું કે આ છોકરી એમની જ રાજકુમારી છે. એ હજુ આઘાતમાં હતો. એ ફાટેલી આંખે નિયાબી ને જોઈ રહ્યો હતો.

નિયાબી દેવીસિંહની પાસે આવી ફરી બોલી, છે કોઈ નિશાની તમારી પાસે?

નિયાબીના અવાજ થી દેવીસિંહ ભાનમાં આવ્યો ને બોલ્યો, હા રાજકુમારી ઈલાક્ષીના જમણા પગના ઢીંચણ પર લાલ રંગનું લાખુ છે.

નિયાબીએ પોતાની કેડમાં થી ચાકુ કાઢ્યું ને પોતાના જમણા પગનું નીચેનું પહેરણ ફાડી પેલું લાલ લાખુ બતાવ્યું.

નુએન અને ઓનીર નિયાબી નો આ વ્યવહાર જોઈ અચરજ પામી ગયા. પણ દેવીસિંહની નજર નિયાબીના પગ પર ગઈ. નિયાબીના પગ પર લાખુ જોઈ એ તરત જ નતમસ્તક થઈ ને નિયાબી આગળ બેસી ગયો.

પણ નિયાબી ત્યાં થી બહાર નીકળી ગઈ. ઓનીર તરત જ એની પાછળ જવા આગળ વધ્યો પણ નુએને એનો હાથ પકડી લીધો. ઓનીરેે નુએન ની સામે પ્રશ્નવાચક દ્રષ્ટિ થી જોયું. પણ નુએને એને આંખો થી એમ ના કરવા કહ્યું.

ઓનીર તરત જ બૂમ પાડી, કોહી....કોહી.......નિયાબી...

કોહી તરત જ ઉડીને નિયાબી ની પાછળ ગયો.

દેવીસિંહ ઉભો થયો ને પ્રશ્નવાચક દ્રષ્ટિ થી નુએન સામે જોવા લાગ્યો.

નુએન દેવીસિંહના ચહેરા ના ભાવ સમજતા કહ્યું, સેનાપતિ દેવીસિંહ આટલા વર્ષોમાં ઘણા બધા બદલાવ આવી ગયા છે રાજકુમારીના જીવનમાં. ને આ બદલાવોએ રાજકુમારીને થોડા વિચલિત કરી દીધા છે.

દેવીસિંહ: કેવા બદલાવો? શુ રાજકુમારી કોઈ તકલીફમાં છે? ને રાણી નુરાલીનને શુ થયું હતું? ને રાજકુમારી તમારી પાસે જેવી રીતે આવ્યા?

નુએન: ના સેનાપતિજી રાજકુમારી ને કોઈ સમસ્યા નથી. ને રાણી નુરાલીન ........ને પછી નુએને નિયાબી, ઓમતસિંહ, રાજા કેરાક એ બધી વાત દેવીસિંહને કરી.

નુએન ની વાત સાંભળી દેવીસિંહ ઉદાસ થઈ ગયો. એની આંખોમાં પાણી આવી ગયું.

નુએન: દેવીસિંહજી શુ થયું?

દેવીસિંહ: જુઓ આ કુદરતની કમાલ. એક રાજકુમારી જંગલમાં પહોંચી ગઈ. જો રાજા કેરાકે રાજકુમારીને બચાવ્યા ના હોત તો શુ થાત? ને રાજા કેરાકે રાજકુમારીની સંભાળ પણ રાખી અને એમને એક યોગ્ય વ્યક્તિ બનવામાં મદદ પણ કરી. હું ખરા હૃદય થી આપનો આભારી છું. ખરેખર ભગવાન છે ને એટલે જ એણે તમને રાજકુમારીની મદદ માટે મોકલ્યા.

નુએન: દેવીસિંહજી તમે સાચું કહ્યું ભગવાન તો છે. નહીંતો વર્ષો થી જે મોઝિનોને અમે શોધી રહ્યા હતા એ અમને ના મળ્યો. પણ ભગવાને એની ભાળ લઈને રાજકુમારી નિયાબી ને અમારા પાસે મોકલી આપ્યા. ને રાજકુમારી ના લીધે જ અમે મોઝિનોને શોધી શક્યા.

દેવીસિંહ: હા આ બધી કુદરતની કમાલ છે. પણ હવે હું રાજકુમારીને કોઈ તકલીફ નહિ પડવા દઉં. ને આ બધા માટે જવાબદાર મોઝિનોને પણ હું નહિ જીવવા દઉં.

નુએન: અમે પણ એજ ઈચ્છીએ છીએ. રાજકુમારી કઈ બોલતા નથી. પણ એમની આ ચુપકી એમના બોલવા કરતા વધારે બોલી જાય છે. એમની ઉદાસી વધતી જાય. છે. ને અમે ઈચ્છવા છતાં હજુ સુધી કઈ કરી શક્યા નથી.

દેવીસિંહ: અરે! એવું કેમ બોલો છો? તમે તો ઘણું બધું કરી દીધું છે. હવે કઈક કરવાનો વારો અમારો છે. અમે અમારી રાજકુમારીને સમજીએ છીએ. ને હું એમને આ સ્થિતિમાં થી બહાર લઈ આવીશ. મને પૂરો વિશ્વાસ છે જે સમય રહેતા બધું બરાબર થઈ જશે.

નુએન: હા આશા તો અમને પણ છે. પણ એક પ્રશ્ન છે?

દેવીસિંહ: કયો પ્રશ્ન છે?

નુએન: શુ મોઝિનો જાણે છે કે રાયગઢની રાજકુમારી ક્યાં છે?

દેવીસિંહ: કઈ કહી ના શકાય. એ જાણતો પણ હોય અને ના પણ જાણતો હોય. પણ એવું કેમ પૂછો છો?

નુએન: કેમકે મોઝિનો કોઈ ને શોધી રહ્યો છે. પછી નુએને ભોજનમાં શોધીની રજ ની વાત કરી.

દેવીસિંહ નુએન ની વાત સાંભળી વિચારમાં પડી ગયો.

ઓનીર: તમને શુ લાગે છે?

દેવીસિંહ: હું નથી જાણતો કે મોઝિનો કોને શોધી રહ્યો છે. પણ હું જાણી શકું છું. પણ અત્યારે કોઈપણ અંદાજ લગાવવો અયોગ્ય છે. આની ખાતરીતો અહીં થી બહાર નીકળી ને જ થઈ શકે.

નુએન: કઈ નહિ હવે એની પણ ખબર કાઢી લઈશું. એ પણ જાણવા તો મળશે જ.

વાતોમાં ઘણો સમય થઈ ગયો હતો. દિવસ હવે ઢળવા આવ્યો હતો. ને હજુ નિયાબી પાછી નહોતી આવી. ઓનીર ને નિયાબી ની ચિંતા થઈ રહી હતી.

ઓનીર: જો તમને લોકો ને વાંધો ના હોય તો હું નિયાબી ને લઈ આવું?

દેવીસિંહ: હા....હા....ઓનીર તું જલ્દી જા. દિવસ હવે ઢળવા આવ્યો છે. રાયગઢ થી સૈનિકો સામાન લઈને આવતા હશે.

ઓનીર તરત જ ત્યાં થી બહાર નીકળ્યો ને આજુબાજુ નિયાબીની શોધવા લાગ્યો. પણ એને નિયાબી ક્યાંય મળી નહિ. એને ચિંતા થવા લાગી. એણે જોર થી બૂમ પાડવા લાગી, કોહી...હી......હી......કોહી.......હી.......હી......
પણ એને કોઈ જવાબ ના મળ્યો. એ ફરી ફરી ને ચારેબાજુ જોવા લાગ્યો. પણ ના તો એને નિયાબી દેખાય કે ના કોહી. એણે શોધવાનું ચાલુ રાખ્યું.

સંધ્યા થવા આવી હતી. ઓનીર નિયાબી ને શોધી રહ્યો હતો. હવે એને ડર લાગવા લાગ્યો હતો કે, નિયાબી ક્યાં ગઈ? એને કશું થયું તો નહિ હોય ને? એ ઠીક તો હશે ને? એને ગુસ્સો પણ આવી રહ્યો હતો.

ઓનીર કોહી...હી...હી...એમ બુમો પાડી રહ્યો હતો. ત્યાં અચાનક કોહી નો અવાજ તેને સંભળાયો. એ ચૂપ થઈ ને ફરી અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કોહી બોલી ને ઓનીર ને પોતે ક્યાં છે તે જણાવી રહ્યો હતો. ઓનીર અવાજની દિશામાં આગળ વધવા લાગ્યો. થોડું ચાલ્યા પછી એને કોહી એક ઝાડ પર બેઠેલો દેખાયો. એને હાશ થઈ. કોહી ઉડીને એના ખભા પર આવી બેસી ગયો. એણે આજુબાજુ નજર દોડાવી નિયાબીને શોધવા. ને એક પથ્થર પર એને નિયાબી બેઠેલી દેખાઈ.

ઓનીર ત્યાં જ એક ઝાડ નો ટેકો લઈ ઉભો રહી ગયો પોરો ખાવા. એ બરાબર ગુસ્સે થઈ ગયો હતો. એ કોહી ને જોઈ બોલ્યો, કોહી આ છોકરી ખરેખર અલગ છે. હું ક્યારનો શોધું છું એને અને એ અહીં શાંતિ થી બેઠી છે. આને કોઈની ચિંતા છે કે નહિ? એવું મન થાય છે કે આને બરાબર બોલું. લડુ એની સાથે. પછી નિસાસો નાંખતા બોલ્યો, પણ શુ કરું? હું એવું કરી શકું એમ નથી. એની સ્થિતિ સમજુ છું. ને એને સમજાવા પણ માંગુ છું કે બધું બરાબર થઈ જશે. પણ હું એવું કરી શકતો નથી કોહી. ખૂબ તકલીફ થાય છે એને આમ જોઈને. ને હું હૃદય ના લીધે મજબુર. દૂર થી જોઈ શકું, મનમાં નારાજ થઈ શકું, ગુસ્સે થઈ શકું. પણ એને કઈ કહી ના શકું. રાજકુમારી છે ને એટલે? સમજ્યો? ચાલ હવે એને લઈને પાછા ગુફામાં જવાનું છે. ત્યાં બધા રાહ જોતા હશે.

ઓનીર અને કોહી નિયાબી પાસે ગયા.

ઓનીર: રાજકુમારી નિયાબી તમે ઠીક છો ને?

નિયાબી ઉભી થઈ ગઈ ને માથું હલાવી હા કહ્યું.

ઓનીર નિયાબી નો ચહેરો જોઈ થોડો દુઃખી થઈ ગયો. નિયાબીના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે એ ખૂબ દુઃખી છે. ઓનીર બોલ્યો, ચાલો તમને ભૂખ નથી લાગી? તમે સવાર થી કંઈપણ ખાધું નથી?

નિયાબી: હમમમમમ..........

પછી નિયાબી, કોહી અને ઓનીર ગુફા તરફ ચાલ્યાં.


ક્રમશ....................

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 3 years ago

maya

maya 3 years ago

Meeta Varsani

Meeta Varsani 3 years ago

sanjay ganvit

sanjay ganvit 3 years ago

Neepa Karia

Neepa Karia 3 years ago