ishaan ane streeo - 3 books and stories free download online pdf in Gujarati

ઈશાન અને સ્ત્રીઓ - ૩

(ગયા અંકે તમે જોયું કે ઈશાન અને ડિમ્પલ બસમાં જઈ રહ્યા હતા. અચાનક બસ સાથે એક એક્સિડન્ટ થયો. એ અકસ્માતનો ભોગ બનનાર છોકરી ઈશાનની માનેલી બહેન હતી. ઈશાન પૈસાના અભાવે ડોક્ટરને આજીજી કરવા એમની કેબીન તરફ જાય છે..
હવે આગળ...)

****************
ઈશાન અને સ્ત્રીઓ
ભાગ - ૩
****************

કેબીનમાં પ્રવેશતા જ ઈશાન અચંબિત થાય છે અને બોલી ઉઠે છે.

"અમી તું....?"

"ઈશાન તું...?"

બંને એકબીજાને જોઈને દંગ રહી જાય છે. પણ ઈશાનના ચહેરા પર એક તેજ પ્રસરી જાય છે. અમી ઈશાનની સ્કુલ ફ્રેંડ હતી. ઈશાન અને અમી જયારે પાંચમા ધોરણમાં હતા ત્યારે એના પપ્પા એને લઈને મુંબઇ ગયેલા. પોતે ત્યાં જ અભ્યાસ કરીને મોટી થયેલી છેલ્લે ઇશાને એને એ કોલેજના પ્રથમ વર્ષમાં હતી ત્યારે જોયેલી. એ પણ મુલાકાત નઈ પણ દૂરથી પસાર થતા. અમી વેકેશન કરવા ગામડે આવતી રહેતી. એટલે ઈશાનને એનો ચેહરો યાદ હતો પણ એની સાથે સ્કુલ જેવી દોસ્તી એ ધોરણ પાંચ પછી નહોતી રહી. અમીએ એમ.બી.બી.એસનો અભ્યાસ કરી સુરતમાં જ પોતાના પપ્પા અને સમાજના સપોર્ટથી હોસ્પિટલ શરૂ કરેલી.

"અમી.. તે મને ઘણા વર્ષોથી જોયો નથી તો કઈ રીતે ઓળખી ગઈ?"

"તને લાગે છે એવું.. કે હું તને જોતી નથી. પણ જયારે પણ ફ્રી પડું તારા બ્લોગ્સ વાંચતી હોઉં છું. હું જાણું છું તને લખવાનો શોખ પહેલેથી જ છે. એટલે તારા બ્લોગની ઘણી પોસ્ટમાં મને તારો ફોટો જોવા મળી રહે છે."

"ઓહ... એમ વાત છે. તો શું હવે તું સુરતમાં સેટલ થઇ જઈશ?"

"હા, આ હોસ્પિટલ મારી જ છે ઈશાન અભ્યાસ પછી અહીંના લોકોની સેવાનું મન હતું અને પપ્પાએ સપોર્ટ કર્યો એટલે હવે અહીં જ. તું કહે તું અહીં કેવી રીતે?"

"તને ઇમર્જન્સી વોર્ડમાંથી જે કોલ આવ્યો એ પેસન્ટનો ભાઈ છું હું..."

"પણ તારે તો કોઈ બહેન જ નહોતીને?"

"હા ભગવાને મને ભાઈ બહેન નથી આપ્યા પણ આ મારી માનેલી બહેન છે. અનાથ આશ્રમમાં રહે છે."

"ઓહ.. તો બોલ શું પ્રોબ્લેમ છે?"

"અમી તું તો જાણે છે અમારી પરિસ્થિતિ, પિતા મને ભણવામાં જ મદદ કરી શકે બાકી બીજા ખર્ચાઓ પરવડે એમ નથી. પણ હું સુરત અભ્યાસ માટે આવ્યો ત્યારથી મારી આ માનેલી બેન છે. હું એટલો પગભર નથી કે 25000 એડવાન્સ જમા કરાવી શકું. તને આજીજી કરું છું. મારી બેનને બચાવી લે અમી..."

"અરે... પાગલ આમ હાથ કેમ જોડે છે? હું મોટી છું બે વર્ષ તારાથી પણ તું જાણે છે કે આપણે કેટલા સારા મિત્રો રહ્યા છીએ. અને હવે તું મને મળ્યો છે તો આપણે સુરતમાં પણ મળતા રહીશું. તારી બહેનની ફિકર ન કર એની ટ્રીટમેન્ટ થઇ જશે અને તારે કોઈ પૈસા આપવાની જરૂર પણ નથી. હું એનો ખર્ચ સમાજના આવેલા દાનના પૈસેથી કરી આપીશ."

"અમી... મારી પાસે શબ્દો નથી શું કહું પણ સાચે આજે ભગવાને જ તને મારી પાસે મોકલી છે. શિલ્પાની સારવાર થઇ જાય એટલે મને શાંતિ. "

"ફિકર ન કર.. શાંતિથી બેસ હું હવે ઓ.ટી. માં જાઉં છું શિલ્પાને હોશ આવતા જ તને બોલાવીશ.."

"થેન્ક્સ અમી.."

અમી ઈશાનને બેસાડીને ઓપરેશન થિયેટર તરફ ગઈ. એક્સપર્ટસ આવી ગયા હતા. એક્સિડન્ટના કારણે શિલ્પાને માથામાં ઇજા થઇ હતી પણ એને કોઈ મોટી હાનિ નહોતી પહોંચી. ડોક્ટર્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે બ્રેક સમયસર વાગી હશે એટલે શિલ્પા ખાલી ધસડાઈને નીચે પડી અને એને કપાળ તરફ વાગેલું. ડોક્ટરએ બ્રેઈન રિપોર્ટ કરીને ચકાસી લીધું હતું કે મગજને કોઈ જ ઇજા નહોતી પહોંચી.

લગભગ ચાર કલાક પછી શિલ્પા ભાનમાં આવી. અમી અને ડોક્ટર્સ સતત ઓબ્ઝર્વેશનમાં જ હતા. ઈશાન પણ એમની સાથે ત્યાં જ હતો. શિલ્પાની આંખો ખુલતા જ ઈશાનના ચહેરા પર સ્માઈલ ફરકી ગઈ.

"ભઈલા.... કેમ છે તું?"

"બહેના હું ઠીક છું કેવું છે તને ?"

"કઈ નઈ જો હજી ભગવાને થોડા દિવસો અનાથઆશ્રમમાં વિતવવાના લખ્યા છે..."

"એવું ન બોલ બહેના. સમય આવતા બધું જ સારું થઇ જશે. મને એકવાર ભણી લેવા દે. અને તું પણ છેલ્લા વર્ષમાં જ છે. તો હવે સુખના દિવસો આવશે જ.."

"જોઈએ... અત્યાર સુધી તો નથી આવ્યા હવે ભગવાનની ઇચ્છા..."

અમી ઈશાન અને શિલ્પાની વાતો સાંભળી રહી હતી. બન્ને જાણે સગા ભાઈ બેન હોય એ રીતે દિલ ખોલીને લાગણીઓ વ્યક્ત કરી રહ્યા હતા.

"ઈશાન હવે શિલ્પાને થોડા રેસ્ટની જરૂર છે. હવે આપણે એને આરામ કરવા દેવો જોઈએ..."

"ઓકે અમી જેમ તું કહે.." કહી ઈશાન આંખના ઈશારાથી શિલ્પાને બાય કહી અમીની કેબીન તરફ આવ્યો. અમી અને ઈશાન એની કેબીનમાં પ્રવેશ્યા.

અમી એ કોલ કરી ચા-બિસ્કીટ માટે કહ્યું. અને ફરીથી અમી અને ઈશાન વચ્ચે વાતો શરૂ થઇ.

"ઈશાન તું આટલો બ્રીલિયન્ટ હતો અને તું પણ મારી જેમ ડોક્ટર બની શકેત તો પછી કેમ તે એ ફિલ્ડ ન લીધી.."

"અમી.. વાત એમ છે કે પૈસા હંમેશા મારી મજબૂરી રહી છે. હું સાયન્સનો વિદ્યાર્થી હોઈ શકેત અને કોશિશ કરેત તો ડોક્ટર પણ બની જ જાત પણ પપ્પા એટલા પૈસા ખર્ચી શકે એ શક્ય નહોતું. તારા પપ્પાને તો બિઝનેસ હતો એટલે એ તને લંડન ભણવા મોકલે તો પણ એમને કોઈ વાંધો ન આવે."

"પણ ઈશાન હવે તું આ કોમર્સ ફિલ્ડમાં શું કરીશ?"

"હાલ તો કઈ વિચાર નથી પણ સી.એ. બની શકું એ માટે પણ હવે સમય નથી એટલે કોલેજ પછી તરત જ એકાઉંટન્ટની જોબની ઈચ્છા છે.."

"ઈશાન તને વાંધો ન હોય તો એક વાત પૂછું...?"

"અરે બિન્દાસ... પૂછ ને.."

"હવે તારી ફિલ્ડ તો ચેન્જ કરવી શક્ય નથી પણ જો તું ઇચ્છે તો મારી જ હોસ્પિટલમાં અકાઉન્ટસ સંભાળી શકે. અને જો તું ચાહે તો સાથે સાથે સી.એ. ની પણ તૈયારી કરી શકે. "

"અમી... તું આજે દેવી બનીને પ્રગટ થઇ છો. સાચે મેં નહોતું વિચાર્યું કે મારી બહેન શિલ્પાની સારવાર પણ આટલી જલ્દી થઇ જશે. મને તારી આ ઓફર મંજુર છે. અને હું હંમેશા તારો આભારી રહીશ..."

"અરે બાળપણનો મિત્ર છે. ને મિત્રોમાં થેન્ક્સ સોરી ન ચાલે સમજ્યો..."

"હા અમી..."

અમી અને ઈશાન એ પછી બાળપણની ઘણીવાતો યાદ કરીને બાળપણની સમૂર્તિઓમાં ખોવાઈ ગયા. બન્નેના ચેહરા પર ખુશીઓ હતી. રાતના દસ વાગ્યા એટલે અમીએ ઈશાનને કહી ઘરે જવા માટે રજા લીધી અને ઈશાન આજે હોસ્ટેલ જવાની જગ્યા એ શિલ્પા માટે હોસ્પિટલમાં જ રોકાયો. અમી પોતાની કાર લઈને ઘર તરફ નીકળી.

ઘરે પહોંચી અમી એના પિતા સાથે ડિનર ટેબલ પર ગોઠવાઈ. અમીના ઘરે ફક્ત એના પિતા જ હતા જ હતા. મમ્મી પણ થોડા વર્ષો પહેલા દુનિયા છોડીને ચાલી ગયેલી.

"બેટા આજે કેમ મોડું થયું?"

"પપ્પા... તમે ઈશાનને ઓળખો છે?"

"કોણ ઈશાન બેટા? પેલો સચિનમાં આપણી બાજુમાં ઈશ્વરભાઈ રહેતા હતા એમનો દીકરો?"

"હા એજ પપ્પા. એ અહીં અભ્યાસ કરે છે. આજે એને એક અનાથ આશ્રમમાંથી બહેન બનાવી હતી એનું એક્સિડન્ટ થયેલું. આપણી હોસ્પિટલ ઘટના સ્થળથી નજીક હતી એટલે એમબ્યુલ્સ આપણે ત્યાં જ આવેલી. એટલે આજે વાર લાગી..."

"સરસ બેટા. કેમ છે એ છોકરો.. એ શું કરે છે?"

"પપ્પા હાલ તો એ બી.કોમ કરે છે. અને હવે હાલત સારી છે કેમ કે પેસન્ટ ડેન્જર ઝોનથી બહાર છે.."

"અચ્છા બેટા સારું કામ કર્યું તે. પણ એ છોકરો તો ભણવામાં ખુબ જ તેજસ્વી હતો તો પછી એ બી.કોમ....?"

"પપ્પા પૈસાને લીધે. પણ મેં એને આજે એક ઓફર કરી છે. એના પર દયા ખાઈને નઈ પણ જો એ આપણી હોસ્પિટલમાં આવશે અકાઉંટન્ટ તરીકે તો એનાથી વધારે વિશ્વાસુ અને હોંશિયાર છોકરો આપણને મળી ન શકે.."

"સરસ બેટા તારું આ પગલું પણ સારું છે. તું તો બહુ જલ્દી લોકોની કિંમત કરતા અને એમને ઓળખતા શીખી ગઈ. કિપ ઈટ અપ બેટા..."

બંને બાપ દીકરીએ ડિનર પતાવ્યું અને પછી પોત પોતાના રૂમ તરફ ગયા. અમી જાણે આજે રોજ કરતા વધારે ખુશ લાગી રહી હતી. એને ટીવી ઓન કર્યું રોમેન્ટિક મુવી જોઈ રહી હતી. અચાનક એનો ફોન રણક્યો.

"હાય... વૈશાલી... બોલ શું કરે છે?"

"બસ એકદમ મજામાં... કેમ છે તું?"

"બસ હાલ જમીને ઉભી થઇને હવે ટી.વી. જોઉ છું..."

"કેમ આટલું મોડું?"

"અરે.. એક કેસ હતો હોસ્પિટલમાં..." અમીએ પુરી વાત કહી.

"ઓહો... તો આજે 'બચપન કા પ્યાર' સાથે મુલાકાત એમ... હે.હે..."

"વૈશાલી સ્ટઅપ... એવું કઈ નથી..."

"હે.. તું મને બનાવે છે. ઓળખે છે ને હું કોણ છું જ્યારથી સમજણ આવી હું તારી સાથે જ છું. તને શું ગમે છે શું ન ગમે દરેકની સમજ છે મને. અને જાણું છું હાલ તું પણ એકલી એકલી સરમાઈ રહી છે..."

"વૈશાલી એ નાનપણનો ક્રશ હતો હવે તો એને વર્ષો વીતી ગયા. શું ખબર ઈશાનના જીવનમાં કોઈ બીજી છોકરી હોય.."

"તે પૂછયુ એને?"

"ના ના એવી હિંમત ક્યાં છે. ડોક્ટર છું પણ દિલની બાબતમાં હજીએ ડરું છું. પણ તને શું લાગે છે હશે કોઈ એનું?"

"હવે એતો તું જાણી જ જઈશ. તે એને હોસ્પિટલમાં નોકરી આપી છે તો..."

"જોઈએ પણ મને નથી લાગતું કે એને મારામાં આ બાબતે રસ છે."

અમી અને વૈશાલી વાતો કરતા કરતા બાળપણમાં અમી જે રીતે ઈશાનને ચાહતી અને વૈશાલીને પોતાના મનની વાતો કહેતી એ વાગોળી રહ્યા હતા.

(ક્રમશ: આવતા અંકે...)

******
ઈરફાન જુણેજા
ઇલ્હામ
અમદાવાદ