AFFECTION - 38 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 38










મેં કારને હવેલી સામે જ પાર્ક કરી...અને ઉતરીને અંદરની તરફ દોસ્તો સાથે જવા લાગ્યો....અંદરની તરફ જતા જ રતનબેન અને એના ભાઈ ભાભી અને એમના નાના ગલુડિયાઓ સાથે બેઠા હતા...મને જોઈને ચોંકી ગયા...અને તરત જ ઉભા થઈને મારા તરફ આવા લાગ્યા...અને મને જય શ્રી કૃષ્ણ કરીને બોલાવા લાગ્યા કે કેમ અચાનક આવવાનું થયું??..

પણ હું એમને અવગણીને સીધો જ સનમના રૂમ તરફ ની સીડીઓ ચડવા લાગ્યો...

ધ્રુવ રતનબેનને સાંભળતા બોલ્યો...

ધ્રુવ : કાર્તિક તમને મળીને શુ કરશે??એ સનમ માટે તો તમને ખબર નહિ હોય કે કેવડો મોટો સમારોહ છોડીને આવ્યો છે....તમે આવો..આપણે બધા બેસીએ...

એમ બોલીને તે બધા રતનબેન અને એના ભાઈ ભાભી સાથે બેઠા....જ્યારે એ લોકો ચિંતામાં આવી ગયા હતા...કે સનમ બધું કહી દેશે તો ખબર નહિ એમને બીજું શું કરવું પડશે..

ત્યાં હું સીડીઓ ચડતો ચડતો રૂમ પાસે આવ્યો તો જોયું તો સનમનો રૂમ તો બંધ હતો...અને સનમ આટલી જલ્દી સુઈ જાય એવી હતી નહિ...એટલે મેં દરવાજો ખખડાવ્યો..

નમન સીડીઓમાં હું જે રીતે ચડતો હતો એના લીધે એને લાગતું તો હતું જ કે કોક આવે છે...પણ એને એમ કે સનમના રૂમમાં કોઈ નહિ આવે....એટલે તે તો સનમને બેડ પર સુવાડીને પોતે શર્ટ કાઢીને તૈયારી કરતો હતો...પણ જેવો મેં દરવાજો ખખડાવ્યો..તે ભડક્યો...તે ગભરાયો...એને એમ કે અંકિતા હશે...એટલે તે કઈ બોલ્યો નહિ...એને એમ કે અંકિતા જતી રહેશે...એમ સમજીને કે સનમ સુઈ ગઈ છે...પણ આ તો કઈ બોલ્યા વગર દરવાજો ખખડાવ્યા જ રાખતો હતો...પણ નમન ડરતા ડરતા બેસી રહ્યો કે આ હવે જાય તો સારું...એને નહોતી ખબર કે આ હું છુ...

છેલ્લે એ કહેવા દરવાજો ખોલવા આવ્યો કે...સનમ મારી સાથે થોડીક એકલામાં વાતો કરવા માંગે છે...તો હવે હેરાન ના કરતી...અને એ દરવાજો જેવો ખોલ્યો...એને મને જોયો...એની આંખો તો પહોળી થઇ ગઇ...અને પાછું એને દરવાજો અડધો જ ખોલ્યો...તે વગર શર્ટ પહેરે જ દરવાજે આવ્યો...

મને એમ કે સનમે પોતાનો રૂમ બદલી નાખ્યો હશે...

me : નમન સોરી...યાર ખબર નહોતી કે હવે તું અહીંયા શિફ્ટ થઈ ગયો છે...સનમ ક્યાં રૂમમાં છે ખબર છે??

તેને ખબર નહોતી પડતી કે શું બોલવું...

નમન : મને ખબર નથી ક્યાં છે...મને સુવા દે...

એમ કહીને તે દરવાજો બંધ દઈને ત્યાં જ ઉભો રહી ગયો..એને એમ કે હું બીજા રૂમમાં ગોતવા જઈશ તો એ ત્યાંથી નીકળી જશે...પણ મેં ત્યાં ઉભા ઉભા જ રતનબેનને બૂમ પાડી પૂછ્યું...કે સનમનો રૂમ ક્યાં છે...તો એમને કહ્યું કે જે હતો એ જ છે...એટલે આ વખતે મને બધી ખબર પડી ગઈ કે શું ચાલી રહ્યું છે....

મેં દરવાજા માં લાત મારી...અને જોરથી બોલ્યો,"દરવાજો ખોલ....નહિતર તોડીને આવીશ...તો તું ગયો"

એને ધ્રાસકો પડ્યો...તે રોવા જેવો થઈ ગયો...તે સનમને બાથ ભરીને બેસી ગયો...અને દરવાજો ખોલ્યા વગર ચુપ થઈને સાંભળતો રહ્યો..એને હવે અફસોસ થતો હતો કે એને આજે આવું નહોતું કરવાનું...

મારી ગુસ્સામાં દરવાજા પર પડતી લાતો...અને મારો મોટો અવાજ સાંભળીને રતનબેન એનો ભાઈ ભાભી અંકિતા કેતન...અને મારા બધા દોસ્તો ઉપરની તરફ ભાગીને આવ્યા...

રતનબેન : કાર્તિક...આ શું વર્તન છે??દારૂ પીને આવ્યો છો કે શું??

હું એને સાંભળ્યા વગર...દરવાજા તોડવાની કોશિશ કરતો રહ્યો...એટલે હર્ષ નૈતિક ધ્રુવ એ ત્રણેયે ભેગા થઈને મને દૂર ખસેડીને પોતે બધાએ એકસાથે ધક્કો મારીને મારા માટે દરવાજો તોડી નાખ્યો....તો પેલો સામે..સનમને ખોળામાં બેસાડીને...એનું ગળું હાથથી દબાવીને બેઠો હતો...મારો મગજ જોઈને કાબુમાં ના રહ્યો તો...હું ત્યાં ગયો...ઓલો બોલતો રહ્યો કે સનમનું ગળું દબાવી નાખીશ...જો નજીક આવ્યો તો...

છતાંપણ હું એના પાસે ગયો...અને એના ચહેરા પર એક મુક્કો કસીને માર્યો તો તેની હાથની પકડ છૂટી ગઈ...અને સનમને એના ખોળામાંથી ઉપાડી...અને દીવાલના ટેકે બેસાડીને એને હોશમાં લઈ આવવા માટે પ્રયત્ન કર્યા..એને ચાદર ઓઢાડીને બેસાડી..અને ત્યાં તો પેલો ભાગવા જતો હતો...પણ હર્ષ અને ધ્રુવે એને પકડ્યો..સંજયભાઈ હર્ષ અને ધ્રુવને ધમકાવી રહ્યા હતા..છતાં પણ તેઓ નમનને પકડીને એક એક લાફા મારીને જમીનમાં પછાડ્યો..મેં સનમને ટેકે બેસાડી...અને એને હજુ હોશ નહોતો આવતો..નૈતિક ને ઈશારો કરીને સનમને જગાડવાની કોશિશ કરવા કહ્યું...અને હું પેલાને મારવા ઉભો થયો...

રતનબેન : જો નમનને કોઈએ હાથ પણ લગાડ્યો છે હવે તો તમારા કોઈની ખેર નથી...

મને ખબર પડી ગઈ કે..આ રતનને એની દીકરી પ્રત્યે કોઈ દિવસ લાગણી હતી જ નહીં...નમનનો બાપ સંજય મને રોકવા આવ્યો...પણ હર્ષ અને ધ્રુવે એને પકડી રાખ્યો...અને બોલ્યા કે....સાલા નમનને તો આજે જીવતો જ ના છોડતો...

મીનળબેન મારા પગે પડવા લાગ્યા...મેં એમને ખસેડયા .કારણ કે જો દીકરો આવા કામ કરે તો વાંક મોટાભાગે એના પરિવારનો જ હોય...રતનબેનને ખબર પડી ગઈ કે કાર્તિક હાથમાં નથી રહેવાનો...એટલે તે કાનાને બોલાવવા ભાગી...

મેં નમન ને કંઈપણ પૂછ્યા વગર...એના ચહેરા પર એટલો માર્યો કે મારા હાથમાંથી પણ લોહી નીકળવા લાગ્યું...અને પેલાનો ચેહરો તો હવે કોઈ ઓળખી પણ ના શકે એવો થઈ ગયો હતો...મીનળબેન રડી રહ્યા હતા..અમુકવાર મને પકડીને દીકરાને છોડાવવાના પ્રયત્ન કરતા પણ ધક્કો પડતો એમને...સંજયભાઈ ક્યારના હર્ષ અને ધ્રુવની પકડમાંથી છૂટવા માંગતા હતા...અંકિતા એના ભાઈની આ હરકતથી..ગુસ્સે થઈને કેતન સાથે બીજા રૂમમાં જતી રહી હતી..

નૈતિક કોશિશ કરી પણ સનમ હોશમાં ના આવી...
પેલાનો જીવ હવે જવા જ આવ્યો હતો...પણ હું કાબુમાં નહોતો...અને તે મરી ગયો છતાંપણ હું મારતો રહ્યો...પણ ખબર નહિ કેમ...જેટલો મારતો હતો એટલો જ વધારે ગુસ્સો ચડતો હતો...મારા મિત્રો કે જેઓ મને આવું કોઈ દિવસના કરવા દે...આજે એ લોકોના ચેહરા પર પણ એમ લખ્યું હતું કે આને તો હજુ માર...મરી જાય તો પણ ઉઠાડીને માર... એ લોકોને સરખી રીતે ખબર હતી કે સનમ કાર્તિક માટે કેટલી મહત્વની છે...જેના માટે આટલી તકલીફ વેઠીને આટલા કાંડ કર્યા હોય...હવે એને જ આંચ આવે તો તે સહન કોઈ દિવસ નહિ જ કરવામાં આવે..

મારા કપડા સુર્યાના મરી ગયા પછી...પ્રથમવાર ફરી લોહીથી રંગાયા હતા.. ત્યાં જ કાનો આવ્યો...અને મને પકડીને દૂર કર્યો લાશથી...અને ઝાપટ મારી..

કાનો : શેતાન થઈ ગયો છે તું??આ છોકરાને મારી નાખવાની શુ જરૂરત હતી...હજુ તો એને દુનિયા પણ નહોતી જોઈ...

me : આ છોકરા એ સનમ સાથે ખબર છે શું કરવાનો પ્રયત્ન કર્યો...અને આ વાત માં જો તું વચ્ચે પડ્યો છે તો...તને પણ ચીરી નાખીશ...જે થવું હશે એ થશે...

એટલે કાનાને નૈતિકે આવીને બધું કહ્યું...અને તે પણ ગુસ્સે થયો...અને ફક્ત મારા ખભા પર હાથ થબથબાવીને એટલું બોલ્યો કે,"આજે વિરજીભાઈ હોત તો તારા પર એને ગર્વ થાત.."એટલું કહીને તે રતનબેન તરફ ગુસ્સાની નજર ફેરવી ઉભો રહ્યો..

કાનો : તું આ લાશની ચિંતા ના કરતો...કોઈને પણ ખબર નહિ પડવા દવ...કે કોને કર્યું હતું...આ લાશ સંજયભાઈ સાંભળી લેશે...અને એની રીતે ક્રિયા પતાવી દેશે..કોઈને પણ કહ્યા વગર...

એમ કહીને કાનો જવા લાગ્યો...

me : ઉભો રે કાના...સનમને હોશમાં આવવાની રાહ જો...હજુ મારે બીજા લોકોને પણ સજા દેવાની છે...તે પણ સાંભળી લેજે...

કાનો : બીજા??જે હતું તે બધું નમને કર્યું...હવે બીજાને શુ છે..

me : તે બધું તને સવારે સમજાઈ જશે..સનમને હોશમાં તો આવવા દે...

કાનો : હોસ્પિટલ જવું છે??કે વૈદને બોલાવુ અહીંયા...

me : કઈ નથી..આ ફક્ત એક વ્યર્થ પ્રયત્ન હતો...સનમની ઈજ્જત લૂંટવાનો...એને જમવામાં ઘેનની ગોળી આપી દીધી હશે...અને હજુ તો કઈ કરે એની પહેલા જ હું આવી ગયો...

પેલા લોકો રડતા રડતા એમના છોકરાની લાશને જોતા રહ્યા...હું સનમને લઈને બીજા રૂમમાં જતો રહ્યો...કાનો મારા મિત્રો જોડે બેસીને કંઈક વાત કરી રહ્યો હતો...

મેં મારા હાથનું લોહી સાફ કર્યું..પણ ઘાવ તો પડી જ ગયા હતા હાથમાં...સનમના ગળામાં નિશાન પડી ગયા હતા..પેલાના હાથમાં...કારણ કે એની ડોક પહેલેથીજ એવી હતી કે કોઈ જો ભાર આપે તો તરત જ નિશાન પડી જતા..

હું જોઈ રહ્યો...અને યાદ કરતો હતો..કે એ મને ના પાડતી હતી...પણ હું જ ના માન્યો...અને આજે જો જરાક પણ મોડું થઈ જાત તો ખબર નહિ શુ નું શુ થઈ જાત....

હું આખી રાત જાગ્યો..અને સવારના પાંચેક વાગ્યે એને હોશ આવ્યો...ખબર નહિ...લોકો ક્યાંથી ગોળીઓ લઈ આવે છે...

એની આંખો ખુલીને..ધીમે ધીમે આજુબાજુ જોયું...મેં એનો ચહેરો પકડીને મારા તરફ ફેરવ્યો..તે જોઈને રડવા જેવી થઈ ગઈ...મેં એને કસીને પકડી..

સનમ રડતા રડતા બોલી,"પેલા નમને મને ખબર નહિ પણ ઊંઘની ગોળી આપી દીધી હતી..એને કઈ કર્યું તો નથી ને...કાર્તિક..."

me : એની પહેલા તો હું આવી ગયો..તને કોઈ અડે તો એને જીવતો પણ થોડી મૂકી દઈશ...રડીશ નહિ....હવે..તને કઈ કરી જ ના શક્યો એ...જા..એની લાશ પડી હશે બહાર...

સનમ : તો તે એને મારી નાખ્યો??શુ કામ??

me : મારે એ બાબતે ચર્ચા જ નથી જોઈતી...મને ખાલી એ બોલ...આ લોકોએ તને કેટલી હેરાન કરી..

સનમ એની આંખો નીચી કરીને ઘડીક વાર ચૂપ રહી...મેં એના ચેહરાને પાછું ઉપરની તરફ કર્યું...અને એના સામે જોઈને બોલવા માટે કહ્યું..

સનમ : પપ્પાને મમ્મીએ જ મરવી નાખ્યા છે...મને પાક્કા પાયે શક છે....અને મમ્મી એમ ઈચ્છે છે કે...બધી મિલકત હું એમના નામે કરી દઉં...અને એટલે જ એમને પપ્પાને પણ મારી નાખ્યા...અને જો તું ના આવત તો મારું પણ એ જ કરત...

me : હવે હું બધું સંભાળી લઈશ...તું આરામ કરી લે...હું એ રતન પાસેથી મારા સવાલના જવાબ લઈ આવું...પછી જો એને હું કાઢી મુકું અહીંયાંથી...

સનમ : કાર્તિક...સેજલ અને લક્ષ્મીફોઈ અને નિસર્ગ ખબર નહીં એનું આ એ શું કર્યું હશે...પૂછજે ને એનું પણ..

me : તું ચિંતા ના કર..સેજલને પણ ગોતી લઈશ હું..તું રેડી થઈ જા...ત્યાં સુધી..

હું ત્યાંથી કાના પાસે ગયો..મિત્રો પણ બેઠા હતા...તે બધાને આ રતનના કારનામા કીધા...કાનો પહેલે તો ચુપ થઈને સાંભળતો હતો..પછી એને ભૂતકાળ યાદ કરીને જોયું તો રતનબેન વિશે હાલ સુધી ખોટું સમજતો હતો એમ સ્વીકાર્યું...સનમને આટલી તકલીફ પડી...એ પણ પોતાના હોવા છતાં...એની જાણબહાર...કાનાને એ વાતથી બહુ દુઃખ થયું..તે મને ત્યાં જ બેસાડીને...રતન પાસે ગયો...અને બધું પૂછવા લાગ્યો..મને ત્યાં બેસવું યોગ્યના લાગ્યું...

કલાક પછી...કાનો આવ્યો...અને બેઠો મારા પાસે...

કાનો : મેં એ બાઈને પુરી દીધી છે..એને ખાલી મિલકત માટે આટલા બધા ખરાબ કામ કર્યા...એમા વાંક આનો નથી..એના ભાઈ અને ભાભીએ પણ બહુ સાથ દીધો...અને એ લોકો બધા કામ માં પોતાના બાપ ને પણ સાથે લઈ આવ્યા...એને તો કોઈ વાતની ખબર જ નથી...હવે તું જ બોલ શુ સજા આપવી જોઈએ..

me : સજા આમને હું નથી આપવા માંગતો..એમને પંચાયત સજા આપે એવું હું ઇચ્છુ છુ...

કાના : વિરજીભાઈના ગયા પછી...કોઈ એ લાયક હતું જ નહીં...કે એને મુખીનો દરજ્જો આપવામાં આવે...લોકોને એમના પર વિશ્વાસ હતો...

me : આ ગામ..માં કાનૂન વ્યવસ્થા નથી...પણ કમ સે કમ પંચાયત તો હવે હોવી જ જોઈએ...આ ગામમાં કેટલા લોકોની જિંદગીઓ બરબાદ થઈ જતી હશે અને લોકો તડપતા હશે ન્યાય માટે...

કાના : પણ કોઈ એ લાયક તો હોવું જ જોઈએ ને...છતાંય તું બોલે છે...તો હું ગામમાં અત્યારે જ એલાન કરાવી દઉં છુ કે...બધા બપોરના બાર એક વાગે આવી જાય...ત્યારે ગામ લોકોનો જ મંતવ્ય જોઈ લેશું..ત્યારે જ કંઈક કરીશું...અને ગામના પંચને બોલાવીને સજા નક્કી કરી દઈશું..

કાનો જતો રહ્યો બોલીને...અને હું રાહ જોતો હતો સભા ભરાવાની...સનમને વાત કહી...એને પણ સ્વીકાર કર્યો મારી વાતનો...હર્ષ અને બીજા લોકો પ્રથમ વખત પંચાયતનો ફેંસલો જોવા માટે ઉત્સુક હતા..

સનમ પણ સાથે આવવાની હતી..પણ એની એવી ઈચ્છા હતી કે હું વિરજીભાઈની માફક ગામઠી પોશાક પહેરીને પાઘડી પહેરીને સભામાં જાઉં...અને એની ઇચ્છા હોય એટલે પુરી તો કરવી જ પડે...મારા માટે એવો પોશાક તો નહોતો...એટલે મેં શર્ટ બદલ્યો...અને નીચે ધોતી પહેરીને ગયો..સનમ પણ સાથે આવી...ધ્રુવ અને એ લોકો હસતા હતા મારા વેશ જોઈને...પણ એમને નહોતી ખબર કે..હોય આ પોશાકની કેટલી વેલ્યુ છે..

મંદિરની બાજુ વાળી જગ્યાએ પંચાયતની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કાના એ કરાવી હતી..અને એના કહેવા પર ગામના બધા લોકો આવી ગયા હતા...કારણ કે લોકોને ખબર હતી...કે વિરજીભાઈના જમાઈએ પંચાયત ભરી છે...ગામના વિરજીભાઈ પછીના પાંચ છ લોકોએ પંચાયત ચાલુ કરવા કહ્યું..

મેં મારી વાત બધા સમક્ષ મૂકી..કે રતનબેને કેવી રીતે મિલકતનો કબજો લેવા માટે વિરજીભાઈનું ખૂન કરાવ્યું..

બધા લોકો રતનબેનને તાકી રહ્યા..એમની બાજુમાં સંજયભાઈ ને પણ ઉભા રાખ્યા હતા..મીનળબેન નો મને એટલો વાંધો નહોતો..એટલે મેં એમને એમના કેતન અને અંકિતા સાથે હવેલી એ જ રહેવા કહેલું...

એક વડીલે રતનબેનને પૂછ્યું કે," આ બધું સાચું છે??"

રતનબેન ફક્ત નીચું મોઢું કરીને ઉભા રહ્યા..પણ એનો ભાઈ સંજય બોલ્યો,"અરે વડીલ..તમે આ છોકરા ની વાતો માં ના પડશો...આ પહેલેથીજ ખૂની છે..આએ તો આજે મારા દીકરાને પણ મોતને ઘાટ ઉતારી દીધો..."

એ મારા પર ઊંધા આરોપ નાખવા લાગ્યો..
તે વડીલ મારા તરફ જોઈને બોલ્યો કે,"તે જ માર્યો આમના છોકરાને??"

me : હા...અને જો કોઈ બીજાના છોકરા પણ એવી હરકત કરશે...તો એમને પણ મારી નાખીશ..

બીજો વડીલ બોલ્યો,"તને કોઈથી ડર નથી લાગતો કોઈથી કે કોઈ તને પણ મારી નાખશે..ખબર તો છે ને કે તું હાલ સોનગઢમાં ઉભો છો..."

બધી જનતા મારા સામે એવી રીતે જોવા લાગી કે જાણે મને કહેતી હોય કે ડરવું પડશે..

છતાં પણ હું બોલ્યો,"કે મને ડર લાગતો હતો પહેલે...પછી મેં અનુભવ્યું અને મને કોઈએ કીધું કે...પોતાના પ્રેમની રક્ષા કરવી હોય...એને ટકાવી રાખવો હોય તો ગમે તે હદ સુધી જવું પડે...એટલે મને હવે કોઈથી ડર જ નથી લાગતો...મેં આ ગામના દીકરા સૂર્યાને પણ મારી નાખ્યો હતો બેરહમી થી...અને આ ભાઈ સંજયના દીકરાને તો મેં એટલો માર્યો કે તે મરી ગયો...છતાંપણ માર્યો..બોલો હવે..આવી વાતો કરવા મેં અહીંયા સભા ભેગી નથી કરી...મને વિરજીભાઈ માટે ન્યાય જોઈએ...નહિતર..હું મારી રીતે..લઈ લઈશ."

બધા લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે..છોકરામાં બહુ હિંમત છે..પોતાની વાત છાતી ઠોકીને મૂકે છે આટલા લોકો વચ્ચે...વિરજીભાઈ કરતા પણ ચડિયાતો છે..સનમ સાંભળીને હરખાઈ રહી હતી..

તે પાંચ લોકો અંદરોઅંદર કંઈક બોલતા હતા...પણ એ નહોતું સંભળાતું...એ લોકોએ કાનાને બોલાવ્યો...અને કંઈક ચર્ચા કરી.પછી કાનો કંઈક લેવા ગયો...પછી બોલ્યા કે,"ફેંસલો આવશે...પણ એ અમે નહિ લઈએ અમારા ગામના મુખી લેશે...અને એ મુખી..અમે તને જ બનવવા માંગીએ છીએ.."

હું અવાચક થઈ ગયો..સનમ તો ખુશીથી ઉછળી પડી..મારા મિત્રો ખુશ થવું કે દુઃખી થવું...એ જ નહોતા સમજતા...કારણ કે..એક તરફ મને કેશવ વર્માએ MLA બનાવવાનું કહ્યુ છે...અને બીજી બાજુ આ ગમે ત્યારે ખૂન થઈ જાય એવું ગામડું..

ત્યાં જ કાનો આવ્યો વિરજીભાઈની પાઘડી...અને એમની ચાંદીની હોકલી સોનાના તાર જડેલી...આવીને એને પેલા વડીલોને આપી...

તે વડીલોએ પૂછ્યા વગર જ...મારી પાઘડી ઉતારીને વિરજીભાઈની પાઘડી પહેરાવીને..હાથમાં હોકલી પકડાવી દીધી...અને ગામલોકો બધા મારા નામનો હુરિયો બોલાવવા લાગ્યા...

પછી તે વડીલ બોલ્યા,"વિરજીમોટા પહેલે જ કહેતા હતા...કે એમનો જમાઈ એમને પણ ટપે એવો છે....પણ અમે લોકો એમની વાતને હસીને ઉડાવી દેતા...પણ એમની ઈચ્છા હતી કે...એમનો જ વંશ ગામમાં મુખીપણું કરે...એટલે જ એ એવા જમાઈની શોધમાં હતા...પણ અચાનક સોનગઢમાં એટલું બધું બની ગયું કે...વાત જ જવા દો...બધાંને ખબર જ છે..પણ એક વાત તો નક્કી જ છે કે...હવે આખા ગામની ડોર...અમે નવા મુખીના હાથમાં દઈએ છીએ.."

બીજાએ કહ્યું,"અને એમનું મુખીપણું મુખી પોતે હાલ જ એમના સાસુમાં ને સજા આપીને સાબિત કરી બતાવે...અને એવો ન્યાય કરે...કે સોનગઢ તો શું..આખા પંથકમાં ખબર પડે કે મુખીવટુ કરવા કોઈ મરદ આવ્યો છે..."

બધા મને પોરસ ચડાવી રહ્યા હતા..અને હું હવે શું કરવું એની ગડમથલમાં હતો..અને લોકો બધા મારા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા હતા....કારણ કે સોનગઢમાં આટલા સમયથી પ્રજા દુઃખી જ હતી....એનું કારણ ધનજી જેવા લોકો જ હશે...ધનજી પરથી યાદ આવ્યું કે આટલા લોકો વચ્ચે મને એના ઘરનું કોઈ નહોતું..

જ્યારે બીજી બાજુ...

ગની અને એના સાથીઓ પોલીસથી બચવા માટે રખડી રહ્યા હતા....એટલે એ લોકો એ રાજ્ય જ બદલીને બીજી જગ્યાએ છુપાઈને જવાનું નક્કી કર્યું....જોઈએ હવે શું થાય છે..

પ્રજાના અરમાનો પર કાર્તિક મુખી ખરા ઉતરે છે..એમની પદવી સ્વીકારીને...કે પછી...કેશવ વર્મા એને MLA બનાવે છે..એના મિત્રો શુ કરશે જો મુખી તરીકે કાર્તિક સ્થાયી થઈ જશે તો...અને રતન અને એના ભાઈનું શુ....જોઈએ...

💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓

On insta : @cauz.iamkartik