Siddhi Vinayak - 4 books and stories free download online pdf in Gujarati

સિદ્ધિ વિનાયક - 4

સિદ્ધિ વિનાયક

આપણે આગળ જોયું કે સિદ્ધિ નો આત્મા તેની મમ્મી ની સામે આવવાનો પ્રયત્ન કરે છે પણ તેની મમ્મી બેભાન થઈ જાય છે બીજી તરફ વિનાયક રિદ્ધિ ની માફી માંગી ને તેની સાથે દોસ્તી કરવાનો નક્કી કરે છે.


કોલેજ માં બીજા દિવસે

સવારનો સમય છે વિનાયક કોલેજ ની કેન્ટીનમાં બેઠો છે ત્યાં જ પરેશ આવે છે.

પરેશ : ગુડ મોર્નિંગ વીનું . ચાલ લેક્ચર માં નથી આવવું .

વિનાયક : ના પરેશ તું જા મારે રિદ્ધિ નું કામ છે એટલે હું તેની સાથે વાત કરીને પછી આવીશ.

પરેશ : કોણ રિદ્ધિ? હમ્મ........યાદ આવ્યું તું પેલી ગટર વાળી કેતો તો એને ......

વિનાયક : હમ્મ એ જ પણ એના વિશે આપણે જે વિચાર્યું એ ખોટું હતું એટલે મારે તેની સાથે વાત કરવી છે.

પરેશ : ઓહઃહ તો તમારે તે ગટર ની સાથે વાત કરવી છે કે માફી માંગવી છે?

વિનાયક: મારે એની સાથે માફી પણ માંગવી છે ને.........

પરેશ : હ.......બોલ બોલ આગળ બોલો ......

વિનાયક : કાઈ નહિ તું લેક્ચર માં જા અને નોટ્સ લખજે મારા માટે હું તને પછી મળીશ...

પરેશ :(હસતાં હસતાં) ઠીક છે હું જાઉં છું લેક્ચર માં તું રાહ જો મને નથી લાગતું કે આજે રિદ્ધિ કોલેજમાં આવે....

વિનાયક : (આખો કાઢી ને થોડા ગુસ્સામાં )પરેશ તું જાય છે કે નહીં.....

પરેશ :ઓકે બાય.....

👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋


વિનાયક રિદ્ધિ ના આવવાની રાહ જોઈ ત્યાં જ બેઠો હોય છે થોડી વાર માં ત્યાં રિદ્ધિ આવતી દેખાય છે. એકદમ સિમ્પલ વાઈટ કલર નો સલવાર સૂટ અને સાથે સિમ્પલ મેકઅપ સાથે વિનાયક રિદ્ધિ ને આવતી જોઈ રહે છે. રિદ્ધિ કોફી નો ઓર્ડર આપે છે અને બેસવાની જગ્યા શોધતી હોય છે વિનાયક તેને તેની સાથે બેસવાનું કહે છે અને કેન્ટીન માં બીજે ક્યાંય બેસવાની ખુરશી ખાલી ન હોવાથી તે વિનાયક ની પાસે બેસવા જાય છે.

વિનાયક : ગુડ મોર્નિંગ રિદ્ધિ મેડમ.

રિદ્ધિ: ગુડ મોર્નિંગ પણ મને કોઈ મેડમ કહે એ જરાય નહિ પસંદ તો પ્લીઝ આજ પછી મને રિદ્ધિ કહીને જ બોલાવજો તમે.

વિનાયક : ઓકે ઓકે હું હવેથી તને ઓહ સોરી તમને રિદ્ધિ જ કહીશ.

રિદ્ધિ: હમ્મ કાંઈ કામ હતું મારુ?

વિનાયક : કોને? મારે?....!

રિદ્ધિ: હમ્મ તમે જ મને બોલાવી રહ્યા હતા ને હમણાં.....

વિનાયક : હું....હ....હ.....મારે....ન....ના....એતો અહીં ક્યાંય બીજી જગ્યા ખાલી નતી ને એટલે મેં તમને બોલાવ્યા.

રિદ્ધિ: ઓકે ઓકે પણ તમે આ હ..હ...શુ કામ કરો છો...

વિનાયક: એક્ચ્યુઅલી મારે તમને સોરી કહેવું તું એટલે જ તો ઈમ્પોર્ટન્ટ લેક્ચર છોડીને અહીં બેઠો છું (વિનાયક બધું ફટાફટ એકજ શ્વાસ માં બોલી જાય છે)

રિદ્ધિ: આ સોરી જ સંભળાયું એના પછી શું બોલ્યા ફરીથી રિપીટ કરશો પ્લીશ....અને આ સોરી પણ તમે શું કામ કહેશો....

વિનાયક: ઓકે ઓકે એમાં એવું છે ને મારે તમને કાલ માટે સોરી કહેવું તું કાલે તમે જે કહ્યું તું ને પેલા ગટર વિચારો એ તમે બરાબર હતા મેં ખોટું વિચાર્યું તો સોરી મારાથી એવું ના વિચારાય....

રિદ્ધિ: ઓહ તો તમને કાલ માટે ગિલ્ટી ફિલ થયું અને એટલે તમે સોરી કહ્યું?

વિનાયક: સો સોરી કાલ માટે .....

રિદ્ધિ: ઓકે ઓકે સોરી એક્સેપટેડ પણ એક શરતે...

વિનાયક : હા .....હા... તમારી બધી શરતો મંજુર પણ શું શરત છે તમારી એ તો કહો.

રિદ્ધિ: હમ્મ હવે પછી તમે ક્યારેય પણ કોઈ પણ વિષે પહેલેથી કાંઈ પણ તમારી રીતે નહિ વિચારી લો પેલા ચેક કરશો કે એ માણસ વિષે તમે જેવું વિચારો છો તેવું છે કે નહીં અને પછી જ બીજાને કહેશો..

વિનાયક : i promise તમારી સાથે થયું તે થયું હવેથી કોઈ વિષે બોલતા પહેલા વિચારીશ. બાય ધ વે તમારો ભાઈ નહિ આવ્યો આજે.

રિદ્ધિ : કાલે મને પગમાં થોડું વાગ્યું હતું એટલે ભાઈ મને મુકવા આવ્યો તો આજે પણ લેવા તો આવશે જ પણ હવે હું ચાલી શકું છું.

વિનાયક : ઓકે ઓકે આમ પણ એ નહિ આવે તો હું પણ તમને મૂકી જઈશ તમારા ઘરે....

રિદ્ધિ: ના હો એની કોઈ જરૂર નથી....

વિનાયક: ઓકે ઓકે તમે ક્યાં યર માં છો?

રિદ્ધિ : હું ફસ્ટ યર બી.કોમ માં છું.

વિનાયક: good

રિદ્ધિ:તમે?

વિનાયક:હું બી.કોમ. માં જ પણ લાસ્ટ યર માં છું.

રિદ્ધિ;ઓહ તમે તો સિનિયર કહેવાવો....

વિનાયક: હમ્મ તમને કંઈ પણ હેલ્પ જોઈએ તો કહેજો પ્લીશ

રિદ્ધિ:સ્યોર .તમારી તો બરોબર લઈશ .......હેલ્પ

વિનાયક : ઓકે તો પછી આપણે ફ્રેંડસ બની શકીએ?

તમે તમેરિદ્ધિ : હા હા કેમ નહિ આપણે મિત્ર તો બની જ શકીએ....

વિનાયક: (હાથ લંબાવતાં)ફ્રેંડસ

રિદ્ધિ : (હાથ મિલાવતા)યસ ફ્રેંડસ....

વિનાયક : જો તમે મને ગટર ના કહો અને બીજો કોઈ ઉલટો મતલબ ના કાઢો તો એકવાત પૂછું?

રિદ્ધિ (કોફી પિતા પિતા)હમ્મ બોલો ને એ તો તમારી વાત સાંભળીને પછી નક્કી કરીશ....

વિનાયક: તમે તમારા ભાઈ નું નામ જાવેદ કહ્યું તું રાઈટ?

રિદ્ધિ:હમ્મ

વિનાયક: તો નામ મેચિંગ ના લાગ્યું મને....

રિદ્ધિ: સમજી ગઈ તમને શું પ્રૉબ્લેમ થયો...

વિનાયક: જોવો મને કોઉ પ્રોબ્લેમ નથી પ્લીશ તમે ગટર ના કહેતા

રિદ્ધિ : મેં ક્યાં ગટર કહ્યું હું સમજાવું ને તમને કે જાવેદ મારા ભાઈ કઈ રીતે...

વિનાયક: ના ના ચાલશે જો તમારે ના કહેવું હોય તો

રિદ્ધિ: (થોડું મનમાં હસતાં)રિલેક્સ એક્ચ્યુઅલી એ મારા સગા ભાઈ નથી

વિનાયક : તો?

રિદ્ધિ: હું નવમાં ધોરણ માં હતી ત્યારે બધી છોકરીઓ રક્ષાબંધન ની વાતો કરતી હતી અને ત્યારે હું ઉદાસ એક ખુણા માં બેસી રહેતી. મારા ક્લાસમાં એક વખત જાવેદભાઈ આવ્યા અને મારું પડેલું મો જોઈ ને બોલ્યા શું થયું કેમ ઉદાસ છે? ત્યારે મેં કહેલું કે મારે ભાઈ નથી ને એટલે ફ્રેંડસ ની વાતો સાંભળીને હું થોડી દુઃખી થઈ ગઈ કે કાસ મારે પણ ભાઈ હોત.......

મારી વાત સાંભળીને એને એટલું જ કહેલું કે બસ! આટલી નાની વાત માં કાંઈ ઉદાસ થવાનું હોય પાગલ! અરે! હું છું ને આજથી હું જ તારો ભાઈ અને તું મને દર રક્ષાબંધનના દિવસે રાખડી બાંધજે આમ પણ અમારા ધર્મ માં આ તહેવાર નથી આવતો ને તો મારી બહેને ના તો મને ક્યારેય રાખડી બાંધી કે ના હું તેનો ભાઈ છું તેની ફરજ પુરી કરી શક્યો. બસ તે દિવસથી જ જાવેદ ભાઈ મારા ભાઈ બની ગયા.

તમને ખબર છે વિનાયક મારા પપ્પા મને હમેંશા કહેતા કે લોહીના સંબંધો કરતા દિલ થી જે સંબંધ સ્વીકારીએ ને તે વધારે મજબૂત ,ટકાઉ અને મોટો હોય . મારા મારા માટે પણ મારો અને મારા ભાઈ નો સંબંધ આ જ છે એમનો અને મારો પરિવાર ભલે અલગ હોય પણ તોય એ મારા સગા ભાઈ કરતા પણ વધારે છે . જો મારે આજે સગો ભાઈ હોત ને તો એ પણ આટલો સારો મતલબ મારી આટલી ચિંતા ના કરતો હોત જેટલો ખ્યાલ મારો જાવેદ ભાઈ રાખે છે.


વિનાયક : ( પાણી આપતા) સોરી કોફી પતી ગઈ ને એટલે પાણી આપ્યું .અને...તમારી વાત સાંભળીને ખૂબ જ ગમ્યું .....


રિદ્ધિ: શુ ગમ્યું તમને?


વિનાયક : એજ....એ. ......કે તમે કેટલા સારા છો.એક વાત પૂછું?

રિદ્ધિ :પુછો?


વિનાયક :તમે જાવેદ ભાઈ સિવાય કોઈને ભાઈ બનાવેલા ખરા?

રિદ્ધિ :ના કેમ?


વિનાયક:ના આ તો એવું નથી મેં નોટિસ કર્યું છે કે છોકરીઓ ને કોઈ છોકરો વધારે બોલાવવાનો પ્રયત્ન કરે અથવા તેનો પીછો કરે ને તો તે છોકરો તે છોકરી નો લાસ્ટ માં ભાઈ બને છે .


રિદ્ધિ :(હસતાં હસતાં)આવું કઈ છોકરી કરે હું તો આવું ક્યારેય નથી કરતી.

વિનાયક : કરે છે ને મારી પાગલ ચકલી....

રિદ્ધિ : કોણ?

વિનાયક :(થોડો ઉદાસ થઈ ને) મારી બેસ્ટ ફ્રેન્ડ સિદ્ધિ. એ પાગલ ને જો કોઈ પણ છોકરો વધારે બોલાવે ને તો એ તે છોકરા ને ભાઈ બનાવી દેતી અને પેલો છોકરો એને એટલું કહેતો કે બહેન તમે હમેશા સિંગલ જ રહેશો. ધ્યાન રાખજો લગ્ન પછી ક્યાંક પતિ ને પણ ભાઈ ના કહી દેતા.


રિદ્ધિ : (થોડું હસતા) સાવ પાગલ છે તમારી ફ્રેન્ડ સિદ્ધિ ક્યાં છે એ મારે પણ એને મળવું તું.

વિનાયક : (ઉદાસ થઈ ને )એ હવે આ દુનિયામાં નથી થોડા મહિના પહેલા જ એક એક્સિડન્ટ માં તેની ડેથ થઈ ગઈ.(રડી પડે છે )

રિદ્ધિ: (વિનાયક ને સંભાળતા ) જયારે સાવ કોઈ પોતાની અને નજીક ની વ્યક્તિ આપણા થી દુર જતી રહે ત્યારે કેવું ફિલ થાય હું સારી રીતે સમજી શકું છું.

વિનાયક (થોડો શાંત થઈ ને) હમ્મ હું હવે ઓકે છું આપણે બીજી વાત કરીએ .

રિદ્ધિ :હમ્મ તો બોલો શું જાણવું છે તમારે.

:વિનાયક : કાઈ વધારે તો નહીં પણ એટલું કહેશો કે કોઈ છોકરો તમને હેરાન કરે અથવા તમને ના ગમે તેવું વર્તન કરે ત્યારે તમે તેને ભાઈ બનાવવાની જગ્યાએ શું કરો?

રિદ્ધિ:તમારે કેમ જાણવું છે?

વિનાયક :ખાલી એમ જ જી.કે.માટે

રિદ્ધિ :જી.કે?

વિનાયક:જનરલ નોલેજ...... ને

રિદ્ધિ: તમે આવું જનરલ નોલેજ શોધો છો?


વિનાયક : ના એમ જ જસ્ટ તમારે ના કહેવું હોય તો કાંઈ નહિ ખાલી પૂછ્યું મેં તો.

રિદ્ધિ:આમ તો હજુ સુધી મને કોઈ પણ છોકરાએ હેરાન નથી કરી પણ જો કોઈ એવું હોય ને તો હું એ છોકરાનું નામ મારા જાવેદ ભાઈ ને કહી દઉં.જાવેદ ભાઈ તેના હાથપગ સરખા કરી ને તેને મસ્ત સારી રીતે સમજાવી દે.

વિનાયક:હમ્મ તારા જાવેદ ભાઈ તો સુપરમેન જેવા છે મારે પણ તેમનાથી બચી ને રહેવું પડશે.....


રિદ્ધિ:તમારે શું કામ તેમનાથી બચવાની જરૂર પડશે....


વિનાયક: ના એમ નહિ.....

વિનાયક કંઈ વધારે બોલે તે પહેલાં જ રિદ્ધિ ના ફોન ની રિંગ વાગે છે ફોનસ્ક્રીન પર જાવેદભાઈ નું નામ લખેલું હોય છે એટલે રિદ્ધિ ફોન ઉપાડે છે સામેથી જાવેદભાઈ તેને કહે છે કે તેઓ તેને લેવા આવ્યા છે અને પાર્કિંગ માં તેની રાહ જોવે છે.

રિદ્ધિ ટૂંકમાં જ જવાબ આપે છે અને કહે છે કે તે પાર્કિંગ માં પહોંચે છે .


વિનાયક: ચાલ બાય તારા જાવેદભાઈ આવી ગયા તને લેવા મળીએ કાલે .તને મળીને ખુશી થઈ.

રિદ્ધિ : હમ્મ બાય હું ધીરે ધીરે જાઉં બાય.

વિનાયક:કેમ? જાવેદભાઈ અહીં લેવા નહિ આવે?

રિદ્ધિ:ના મેં જ તેમને કહ્યું હતું કે પાર્કિગ માં જ રહે .

વિનાયક:કેમ?હજુ પણ તું ક્યાં ચાલી શકે છે?

રિદ્ધિ:હા પણ કાલે તે કેન્ટીન માં આવ્યા તા પછી મને જ લોકો ની વાતો ના ગમી.

વિનાયક:ઓહ ! ગટર ના લીધે તમે તમારા ભાઈ ને આવવાની ના કહી.

રિદ્ધિ:હમ્મ બધાય ના મોઢે તાળા થોડી મરાય....

વિનાયક:બધાય ની તો નથી ખબર પણ કદાચ મારા લીધે જ તમે આવું કર્યું . મેં જ ખોટું વિચાર્યું તું અને એટલે જ આજે તમે આમ કર્યું તો હું મારી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ.

રિદ્ધિ: ના તમારા લીધે કાઈ નથી થયું.....

વિનાયક; બસ હવે તમે કાઈ નહિ બોલો હું તમને તમારા ભાઈ સુધી મુકવા આવીશ...

રિદ્ધિ : ના ના હું મેનેજ કરી લઈશ....તમે નહિ આવતા...

વિનાયક:મતલબ તમે મને મારી ભૂલ સુધારવાનો એક મોકો પણ નહીં આપો.

રિદ્ધિ: ના એવું નથી હું નીકળી જઈશ તમને તો મેં માફ કરી દીધા છે.

વિનાયક: એવું છે ને તો પછી આપ તારો હાથ મારા હાથ માં હું મૂકી જાવ તને .


રિદ્ધિ વિનાયક ને તેનો હાથ આપે છે વિનાયક તેનો હાથ પકડી ને તેને સંભાળીને પાર્કિગ સુધી મુકવા જાય છે પણ તેઓ થોડું ચાલે છે ત્યાં જ તેમને જાવેદ ભાઈ આવતા દેખાય છે એટલે વિનાયક રિદ્ધિ નો હાથ તેના ભાઈ ના હાથ માં આપે છે અને ત્યાંથી નીકળી જાય છે.

રિદ્ધિ: મેં તમને ના પાડી હતી ને ભાઈ હું આવી જાત મારી રીતે...


જાવેદભાઈ: હમ્મ જોયું મેં તું કઈ રીતે આવતી હતી અને પેલો છોકરો કોણ હતો ?

રિદ્ધિ: એ વિનાયક હતો મારો સિનિયર છે કોલેજ માં હવે તમારી ઇન્કવાયરી પતી હોય તો આપણે ઘરે જઈએ પપ્પા રાહ જોતા હશે.

જાવેદભાઈ: હા ચલ જઈએ.

રિદ્ધિ અને જાવેદભાઈ થોડું આગળ ચાલે છે ત્યાં જ રિદ્ધિ ને એવો આભાસ થાય છે કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે એટલે એ તેના ભાઈ ને કહે છે

રિદ્ધિ: ભાઈ! પાણી પીવું છે.

જાવેદભાઈ:હાલ!

રિદ્ધિ: હા અબી હાલ

જાવેદભાઈ: થોડુંક ચાલ પાણી ગાડી માં જ છે.

રિદ્ધિ: ગાડી થી નજીક તો પેલી કેન્ટીન છે ને હું ત્યાં સાઈડ માં ઉભી રહું તમે મારા માટે પાણી લઈ આવો .

જાવેદભાઈ: પણ હાલ....

રિદ્ધિ:પ્લીશ બહુ તરસ લાગી છે ભાઈ

જાવેદભાઈ: જાઉં છું મારી માં આમ પણ ક્યારેક તો તારી જીદ જ નથી સમજાતી.

જાવેદભાઈ પાણી લેવા કેન્ટીન માં જાય છે અને રિદ્ધિ પાછળ ફરીને જોવે છે અને તે જગ્યા એ ધીરે ધીરે જવાનો પ્રયત્ન કરે છે જ્યાં તેને કોઈ જોઈ રહ્યું હોય તેવો આભાસ થયો હતો.



કોણ રિદ્ધિ નો પીછો કરી રહ્યું હશે?

જાણવા માટે વાંચતા રહો


દોસ્તી,પ્રેમ અને પાગલપન ની અનોખી દાસ્તાન ........એટલે........

સિદ્ધિ વિનાયક