revange to love - 22 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 22

બદલાથી પ્રેમ સુધી ભાગ બાવીશ......

આપણે આગળ જોયું કે સોનાક્ષી રોહિત ને ગોળી મારે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે.

હવે આગળ જોઈએ.........

રોહિત ને ગોળી માર્યા પછી સોનાક્ષી સીધી તેના ઘરે જાય છે . તે અંદર થી એકદમ ઉદાસ છે તે તેના રૂમ માં પહોંચતાની સાથે જ ટેબલ પર મુકેલી બધી વસ્તુઓ ને એકજ ઝાટકે નીચે પાડી દે છે. તે રડતાં રડતાં બાથરૂમમાં જાય છે સાવર ચાલુ કરે છે અને સાવરમાંથી નીકળતી પાણી ની ધારા માં તે તેના આંસુ ને પણ વ્હેવડાવી દે છે તે તેના ઘૂંટણિયે બેસી ને એકલી એકલી રડે છે અને રોહિત ના નામ ની ચીસો પાડે છે.

તેને ચારેય તરફ રોહિત જ દેખાય છે જે તેની સામે હસતો હોય છે 'સોના'કહીને પલવારમાં તેની આંખો સામેથી ઓઝલ થતા રોહિત ને તે તેની ચારેય તરફ અનુભવે છે તે ઉભી થાય છે અને જે તરફ રોહિત દેખાય તે તરફ રડતાં રડતાં દોડે છે જેવી તેની નજીક જાય રોહિત ત્યાંથી ઓઝલ થઈ જાય છે આવું કલાકો સુધી ચાલ્યા કરે છે તે તેની યાદ માં આખા રૂમમાં ફરી વળે છે અને...

થોડી વાર માં તેના ફોન ની રિંગ વાગે છે તે તેના આંસુ લૂછી ટુવાલ થી તેનો ચહેરો અને વાળ ને કોરા કરે છે અને ફોન ચેક કરે છે તો એક અનનોન નંબર પરથી ફોન આવેલો હોય છે તે કૉલ બેક કરે છે અને પૂછે છે કે "કોણ?"

સામેથી જવાબ આવે છે કે "મારું નામ પ્રીત છે સોનાક્ષી મેડમ અને મારે રોહિતભાઈ નું કામ હતું તેમનો ફોન બંધ આવે છે એટલે તમને ફોન કર્યો તે ઠીક તો છે ને ખબર નહિ કેમ પણ તેમની ચિંતા થઈ રહી છે '

પ્રીત ની વાત સાંભળી ને સોનાક્ષી તેને પૂછે છે"તમારે તેનું શું કામ હતું તમને મને કહી શકો છો જો પર્સનલ ન હોય તો!!!!!

પ્રીત સોનાક્ષી ને જણાવે છે કે " ના ના કાંઈ ખાસ કામ નથી આજે સાંજે પપ્પા ની મીટીંગ છે ડીલર સાથે તો મારી ઈચ્છા હતી કે રોહિતભાઈ પર્સનલી ત્યાં હાજર રહે "

"ઓકે તમારી ઈચ્છા જરૂર પુરી થશે રોહિત ત્યાં આવી જશે પરંતુ તમારે મારુ એક કામ કરવું પડશે......"સોનાક્ષી એ કહ્યું

"મારે શું કામ કરવાનું છે.....?"પ્રીતે પૂછ્યું....

"તમે ગૌરવ ફાઉન્ડેશન ના નામે જે એન.જી.ઓ. ચલાવો છો ને તેમાં અમુક માણસો તમારી સાથે જોડાવા માંગે છે અને એ લોકો અમદાવાદ થી થોડે દુર ના ગામડે રહે છે તો તમારે આજે જ ત્યાં જવું પડશે..",સોનાક્ષી એ કહ્યું


"હું કાલે જાવું તો ન ચાલે આજે પપ્પાની બવું ઈમ્પોર્ટન્ટ મીટીંગ છે તો એમને છોડીને કઈ રીતે જાવ"
પ્રીતે કહ્યું

"તમે તમારા પપ્પા ને જ પૂછી લેજો જો એ હા પાડે તો તમે જજો"સોનાક્ષી એ કહ્યું

"મારા પપ્પા ક્યારેય આવી બાબતો માં ના નહિ પાડે હું આજે પપ્પા ને મળીને જઈશ"પ્રીતે કહ્યું

"હું તમારા પપ્પાની સુરક્ષા ની તૈયારી ઓ કરું છું મળીએ બવું જલ્દી"સોનાક્ષી એ કહ્યું

"મને તમારા પર પૂરો વિશ્વાસ છે એટલે જ હું એમનાથી દૂર જાવ છું યાદ રાખજો હું આવું ત્યારે મને મારા પપ્પા હતા તેવા જ પાછા જોઈએ નહિતર તે દિવસે પેલો ગન વાળો કાંડ તો તમને યાદ જ હશે"પ્રીતે કહ્યું

"હું ડરી ગઈ મેડમ હું ફોન મુકું"સોનાક્ષી એ કહ્યું...

પ્રીત તેને બાય કહીને ફોન મૂકે છે અને પ્રીત ને યાદ આવે છે તેને રોહિત ને મળવા જવું જોઈએ તે તરત જ હોટેલ થી સીધી રોહિત ના ઘર તરફ જાય છે અને બીજી તરફ સોનાક્ષી ફોન મૂકે છે અને મનમાં જ કહે છે

'સો સોરી પ્રીત હું તારો વિશ્વાસ તોડવા નથી માંગતી પરંતુ તારા પપ્પાની કરતૂતો ની સજા તો મારે તેમને આપવી જ પડશે અને તેટલે જ મારે તારો વિશ્વાસ તોડવો પડશે'

સોનાક્ષી મનમાં પોતાની સાથે જ વાતો કરી રહી હોય છે ત્યાં જ મોટા ભાઈ નો મેસેજ આવે છે

"તું તૈયાર છે ને તારા દુશમન ને ખતમ કરવા અને તારા પ્રેમ રોહિત પાસે જવા..."


"હા મારે શું કરવાનું છે...?"સોનાક્ષી મેસેજ માં જ પૂછે છે...

સોનાક્ષી જેવું પૂછે છે કે તરત જ ફોન ની સ્ક્રીન પર એક એડ્રેસ આવે છે અને ત્યાં તેને પહોંચવાનું કહેવામાં આવે છે....

*****************************

સાંજ નો સાત વાગ્યા નો સમય

સ્થળ :હોટેલ રોયલ પેલેસ

નાઘવેન્દ્ર ની ડીલ માટેની તૈયારી ઓ કરવામાં આવી રહી તેની સુરક્ષા માં કોઈ કચાસ ન રહી જાય તે માટે હોટેલ નો આખો સ્ટાફ દોડધામ કરી રહ્યો છે પરંતુ બધાય ના મનમાં એક સવાલ પણ છે કે રોહિત સર ક્યાં છે?

સોનાક્ષી બધાય ને સુરક્ષા માટે ઇન્ટ્રકસન્સ આપી રહી છે ત્યાં જ તેને એક સ્ટાફ મેમ્બર પૂછે છે કે "મેમ રોહિ સર કયારે આવશે?"


કામો માં ઘેરાયેલી સોનાક્ષી ના કાનમાં રોહિત ના નામ નો અવાજ તેને ધંધોળી મૂકે છે તે તેમને જવાબ કહે છે કે...."રોહિત સર ની તબિયત બરાબર નથી એ ડીલ ના સમયે સીધા બોસ ને જ મળશે તો બધા મને સુરક્ષા માં હાલ મદદ કરો તો વધુ સારું"

સોનાક્ષી ની વાત સાંભળીને બધા કામ માં લાગી જાય છે અને જોતજોતામાં બધું જ કામ થઈ જાય છે હોટેલ ને ચારેય બાજુએ થી લાઈટીંગ અને રંગોળી થી ખૂબ જ સુંદર સજાવવામાં આવી છે અને એ સમય આવવાની તૈયારી છે કે તેમના મોંઘેરા મહેમાન નાઘવેન્દ્ર ડીલ માટે આવી રહ્યા છે સોનાક્ષી માટે એક એક પળ ખૂબ જ મહત્વની છે તે જોવે છે હવે ત્રીસ મિનિટ માં જ તેનો તેના દુશમન થી સામનો થવાનો છે માટે તે એક એનાઉન્સમેન્ટ કરે છે.....


"સાંભળો સાંભળો બધાય ધ્યાનથી સાંભળો આપણી હોટેલ માં પ્રથમ વખત એક ખુબજ મહત્વની વ્યક્તિ આવી રહી છે માટે હું જાણું છું કે તમે બધા તેમને મળવા અને તેમનું સ્વાગત કરવા ઉત્સુક હશો પરંતુ તેઓ એક ખાનગી ડીલ માટે આવી રહ્યા છે તો તેમના મેસેજ મુજબ જયારે તે અહીંયા આવે ત્યારે હું રોહિત સર અને તેઓ અને તેમના સુરક્ષા કર્મીઓ અને જેમની સાથે ડીલ કરવાની છે તેટલા માણસો જ અહીંયા હાજર જોઈએ તો હાલ તમારા બધા એ ઘરે જવું પડશે એક વખત આ ડીલ પતી જાય પછી સવારે તમે બધા એમને મળી શકશો"

હોટેલ ના સ્ટાફ ના બધા લોકો તેની વાત માની ને ઘરે જવા નીકળે છે અમુક વેઇટરો સોનાક્ષી ને ત્યાં જ રહેવાનો કહે છે પરંતુ સોનાક્ષી કહે છે કે તેમને ચા પાણી નાસ્તો બધું જ એ સર્વ કરી દેશે પરંતુ હાલ તેમની શરત આપણે માનવાની છે.

પંદર મિનિટ માં આખી હોટેલ ખાલી થઈ જાય છે ઝગમગાટ રોશની અને ચારેય તરફ થી સ્વચ્છતા અને સાદાઈ થી શોભતી એકદમ ખાલી હોટેલ અને સોનાક્ષી બંને હવે નાઘવેન્દ્ર ની આવવાની રાહ જોઈ રહ્યા છે.....

સોનાક્ષી હોટેલ ના એક રૂમમાં જાય છે તેના ખુલ્લા વાળ ને ટાઈટ પોની ટેલ માં બાંધે છે અને અનારકલી ડ્રેસ ઉતારી ને બ્લેક નેધર નું જીન્સ અને વાઈટ શર્ટ પહેરે છે ચહેરા પર મેકઅપ ની જગ્યા એ રોષ છે અને આંખો માં બદલો છે જે હમણાં પૂરો થવાનો છે.

રાત નો સાડા આંઠ વાગ્યા નો સમય છે ત્યાં હોટેલ ના પાર્કિંગ માં ઘણી ગાડી ઓ નો આવવાનો અવાજ સંભળાય છે અને થોડી વાર માં નાઘવેન્દ્ર સિંહ તેમના સુરક્ષા દળ સાથે હોટેલ માં પધારે છે અને તેમના મનમાં એક જ સવાલ છે આખી હોટેલ ખાલી કેમ છે કોઈ સ્ટાફ મેમ્બર કેમ દેખાતું નથી તેઓ કાંઈ વધુ વિચારે તે પહેલાં જ સોનાક્ષી આવે છે અને કહે છે....

"વેલકમ સર વેલકમ ટુ રોયલ પેલેસ"

અહીંયા કોઈ સ્ટાફ મેમ્બર કેમ નથી દેખતા....?"નાઘવેન્દ્ર એ પૂછ્યું

"સર રોહિત સર નો ઓર્ડર હતો કે તમારી સુરક્ષા ને ધ્યાનમાં રાખી ને અમે કોઈ પણ વધારાના માણસ ને તમારી આસપાસ ફરકવા ન દેવો માટે બધા ઘરે ગયા છે પરંતુ તમારી આગતા સ્વાગતા માં હું કોઈ કમી નહિ રાખું"સોનાક્ષી એ કહ્યું...

"રોહિત ક્યાં છે"નાઘવેન્દ્ર એ પૂછ્યું...

"સર તમારા માટે પ્રેઝન્ટ લેવા ગયા છે તમે સ્પેશિયલ રૂમમાં બેસો હું બધા માટે ચા નાસ્તો લાવું છું
સોનાક્ષી એ કહ્યું...

સોનાક્ષી નાઘવેન્દ્ર ને સ્પેશિયલ રુમમા લઈ જાય છે જ્યાં તેની સાથે તેનો મેનેજર પણ છે અને તે બધાય ને ચાં અને જ્યુસ આપે છે જે પિતા ની સાથે જ બધા લોકો બેભાન થઈ જાય છે અને નાઘવેન્દ્ર ના મેનેજર ને પણ તે બહાનું કાઢી ને તેનાથી દૂર કરી દે છે.

નાઘવેન્દ્ર એકલો બેઠો છે અને તેના પાર્ટનર ના આવવાની રાહ જોઈ રહ્યો છે તે તેના મેનેજર અને બીજા લોકો ભાન માં નથી તે વાત થી પણ અજાણ છે થોડી જ વાર માં ત્યાં સોનાક્ષી આવે છે તે દરવાજા ને અંદર થી લોક કરે છે અને નાઘવેન્દ્ર ને કહે છે..

"ફાઇનલી આજે હું મારો બદલો પૂરો કરીશ"

એટલે?નાઘવેન્દ્ર એ કહ્યું

સોનાક્ષી તેની પાછળ થી આવે છે અને નાઘવેન્દ્ર તેને આવતા જોઈ રહે છે
બંને બેસે છે સોનાક્ષી તેની અસલી ઓળખાણ આપે છે અને પછી ત્યાં એક વ્યક્તિ આવે છે જેને જોઈ ને નાઘવેન્દ્ર ના મોમાંથી એક જ શબ્દ નીકળે છે

"ગૌરવ.....?"


કોણ છે આ ગૌરવ

અને સોનાક્ષી ક્યાં એડ્રેસ પર પહોંચી હશે તેવા જવાબ સાથે બવું જલ્દી મળીએ

આ ધારાવાહિકના નવા ભાગ માં