See you again - Chapter-14 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-14

· શ્યામ રાધિકા સાથે સગાઇ કરી લે છે.

શ્યામ ઘરે આવે છે, બધા ઘરે જ બેઠા હતા. શ્યામ આવતા જ બધા શ્યામને અભિનંદન આપીને કહે છે કે, આવતી ૨૫ તારીખે તારી સગાઇ છે.શ્યામ પણ મહામુસિબતે ચહેરા પર હાસ્ય લાવીને બધાને “થેન્ક્સ” કહેતો જાય છે. બહુ કપરિ પરિસ્થિતિ હતી. મનમાં એટલુ દુઃખ કે ગમે તે ક્ષણે રડી પડે અને બહાર ખુશી એ પણ પોતાના માટે જ.

શ્યામ તેના મમ્મી સામે જોઇ કહે છે મમ્મી મારૂ જમવાનુ તૈયાર કરો હુ ફ્રેશ થઈ કપડા ચેન્જ કરીને આવુ.

પોતાના રૂમ નો દરવાજો બંધ કરીને અંદર જઈને પોતાના આંસુઓ રોકી નથી શક્તો ખુબ રડે છે. માંડ માંડ સ્વસ્થ થઈ હાથ પગ ધોઈ ને નાઈટ ડ્રેસ પહેરીને જમવા બેસી જાય છે. થોડુ જ ખાઈને પાછો પોતાના રૂમમાં ચાલ્યો જાય છે.

પપ્પા કહે છે, શ્યામ કેમ આજે જલ્દી સુઇ ગયો તબિયત તો બરાબર છે ને ?

મમ્મી કહે છે, કામ વધુ હશે એટલે થાકી ગયો હશે.

સવારમાં નિત્યક્રમ મુજબ વહેલા જાગીને દિનચર્યા પુરી કરીને ઓફિસ જવા નિકળે છે.

ગાડિમાં જ મીરાનો મેસેજ આવે છે. સોરી પ્લીઝ

શ્યામને તો હવે મીરા પ્રત્યે ધૃણા આવતી હતી. એનો મેસેજ વાંચવો પણ નહોતો ગમતો.શ્યામ કઈ રિપ્લે નથી આપતો. આખા દિવસના લગભગ ૫૦ મેસેજ આવે છે, પણ કઈ જવાબ નથી આપતો.

સાંજે અજાણ્યા નંબર પરથી કોલ કરીને મીરા કહે છે, શ્યામ એક દિવસમાં તો તે મને પરાઇ કરી દિધી.

શ્યામ વધુ વાત કરવા માંગતો જ ન હતો એટલે બોલ્યો, જે કામ હોય એ બોલને

મીરા કહે છે, મારે તને મળવુ છે. હમણા કોફિ કાફે પર આવ.

થોડી હા ના ને અંતે શ્યામ મીરાને મળવા કોફિ કાફે પર જાય છે પણ આજે મનમાં કોઇ લાગણી નથી કે ઉત્સાહ પણ નથી. બસ શુન્ય નમસ્ક. શ્યામ કોફિ કાફેમાં જઈને નજર કરે છે તો, મીરા બેઠી હતી હાથ ઉચો કરીને બોલાવે છે. શ્યામ સામે જઈને બેસી જાય છે. કઈ પણ બોલતો નથી માત્ર મૌન પણ આ મૌન ઘણા જ દર્દ અને ઘણા જ ઘાવ ની ફરીયાદ કરતુ હોય એવુ લાગે છે.

મીરા બોલવાની શરુઆત કરે છે અને કહે છે, શ્યામ સો સોરી હુ મજબુર છુ.

તો શુ કરૂ હુ આટલુ જ કહેવા બોલાવ્યો હતો, શ્યામ કહે છે.

મીરા કહે છે, ના શ્યામ એવુ ન બોલ શુ મારો અધિકાર ખોવાઇ ગયો કે શ્યામ જ ખોવાઇ ગયો.

શ્યામ તિરસ્કારથી જ કહે છે, શ્યામ પણ એનો એ જ છે પણ કદાચ અધિકાર ખોવાઇ ગયો છે, મીરા બોલ જે કામ હોય એ.

મીરા કહે, મને પણ તારી વગર ગમતુ જ નથી પણ હુ મજબુર છુ. શ્યામ તુ મારો મિત્ર તરીકે નહિ રહી શકે?

શ્યામ કહે, એ કઈ રીતે શક્ય બનશે? તુ આપણી બે વચ્ચેની મર્યાદા જાળવી શકીશ. કેમકે પ્રેમ અને હવસ વચ્ચે બહુ જ પાતળી દિવાલ હોય છે.

મીરા કહે હા, હુ તૈયાર છુ તુ કે એમ કરવા તૈયાર છું. બસ શ્યામ તુ મારાથી દુર એક પળ ન રહેવો જોઇએ.

શ્યામ કહે, મીરા પ્લીઝ હવે એ તો શક્ય જ નથી. તારી પાસે એક વિકલ્પ હતો. જે તને પસંદ ન પડ્યો. હુ કોઇપણ રીતે મારી જિંદગી જીવી લઈશ પણ મારા ભરોસે મારી જીંદગીમાં જે પાત્ર આવશે એને હુ કઈ રીતે અન્યાય કરી શકુ?

શ્યામ હુ એમ નથી કેતી કે તુ મારી સાથે રહે માત્ર એક દોસ્ત તરીકે તો રહી જ શકે, મીરા કહે છે.

શ્યામ કહે છે, એ મારા માટે તો શક્ય નથી.

મીરા કહે, આજ તને ન ખ્યાલ હોય તો કહુ કે વેલેન્ટાઇન ડે છે આજ દિવસે તે કહેલુ કે લગ્ન પછી અંત થઈ જાય એ આપણો પ્રેમ ન હોઇ શકે.

મીરા આજે તે જે સંજોગોનુ નિર્માંણ કર્યુ છે, એ અને તે દિવસ બન્ને જમીન આસમાનનો ફરક ધરાવે છે.તે દિવસે પ્રેમની કિમત હતી અને મારી કિમત થાય છે, એ હવે પોસીબલ નથી. મે તો બધી જ તૈયારી દર્શાવી પણ તુ કઈ ન કરી શકિ. મીરા તારા વગર હુ કઈ રીતે સમય પસાર કરૂ છું, એ મને જ ખબર છે પણ હુ આ બધા જ જખમની ઉપર મારી નવી જીંદગી શરુ કરવા જઈ રહ્યો છુ. પ્લીઝ હવે તુ તારા રસ્તે હુ મારા. એમ કહીને શ્યામ ઉભો થઈને ચાલવા લાગે છે.

ગાડિ પાસે પહોચે છે. ત્યા સુધીમાં મીરા દોડતી જઈને શ્યામને પાછળથી ભેટી પડે છે. શ્યામ કઈ પણ પ્રતિક્રિયા વગર ઉભો જ રહે છે. મીરા આગળ આવે છે અને જુએ છે શ્યામની આંખો પણ આંસુથી ભરાઇ ગયેલી હતી.

બસ શ્યામ તારો આ જ પ્રેમ મને વારંવાર તારી તરફ ખેંચી લાવે છે. શ્યામ તારી વેદના સામે હુ પણ લાચાર છુ. મને માફ કરી દે પ્લીઝ. મીરા કહે છે.

શ્યામ તેને કહે છે, જો મીરા તુ તારી જીંદગીમાં તારે લાયક છોકરો શોધીને લાઇફ સેટ કરી લે. મે તો મારા પરિવારને સ્વતંત્રતા આપી અને એની જ રાહ જોઇને એ લોકો ઉભા હતા. આવતી ૨૫ એ મારી સગાઇ છે. મારી લાઈફમાં તુ આવીને જ્યા સુધી જખમ તાજા કરાવતી રહીશ. ત્યા સુધી હુ પણ સુખી નહિ રહિ શકુ.

મીરા કહે છે, તુ તારી લાઈફ એન્જોય થી પસાર કર એવી બેસ્ટ વિશિષ એમ કહીને ગાલ પર એક ચુંબન કરે છે અને કહે છે, હવે હુ તને મેન્ટલી ડિસ્ટર્બ નહિ કરુ. તુ જ્યારે મને કહિશ ત્યારે જ મળવા આવીશ. એમ કહિને પોતાની ગાડીમાં બેસીને નિકળી જાય છે.

શ્યામ પણ હવે ધીરે ધીરે બધુ ભુલવા જ કોશિષ કરતો હોય છે એટલે હવે પોતાની નવી જિંદગીની શરુઆત કરવા પ્રયત્ન કરે છે. શ્યામની સગાઇની તૈયારીઓ થવા માંડે છે. આ અનુભવ થોડો અજીબ હતો. કેમ કે, માનસીક રીતે કોઇ અન્ય સાથે જીવન જીવવાની શરુઆત જેની સાથે પ્રથમથી નક્કી એક્બીજા માટે જ બનેલા એ બધા જ ઇમોશન પલ માં શુન્ય થઈ ગયા હતા. શ્યામે હંમેશા બધુ જ મીરા માટે જ વિચાર્યુ હતુ. આજ સુધીના જેટલા સંઘર્ષોમાંથી પસાર થયો એ બધા સંઘર્ષોમાં ભલે મીરાનો કોઇ હાથ ન હોય પણ એવુ તો વિચારતો કે મીરા મારી સાથે છે અને તેના જીવનની નાનામાં નાની વાત પણ મીરાને કરતો હતો.

સાંજે જમીને બધા બેઠા હતા.

મમ્મી કહે છે, બેટા કાલ આપણે ખરીદિ કરવા જવાનુ છે એટલે સવારે તારે રાધિકાને લેવા એના ઘરે જવાનુ છે.

શ્યામ થોડો અચકાતા કહે છે, અરે પણ મમ્મી સગાઇ પહેલા એને આવી રીતે લેવા જવાનુ? અરે બેટા એમા શુ શરમાઇ છે? બધા ને જવુ જ પડે અને હવે તો જીંદગી તારે એની સાથે જ વિતાવવાની છે, મમ્મી કહે છે.

શ્યામ તેના ઘર સુધી તો પહોચી જાય છે પણ પછી ધબકારા વધવા માંડે છે. ઘરે પહેલેથી જ ફોન થઈ ગયો હોય છે, એટલે બધા તૈયાર જ હોય છે. શ્યામ ઘરમાં પહોચે છે, તેના થનાર સાસુ-સસરા અને બહારગામથી સગાઇ માટે આવેલા મહેમાનો તેને આવકારે છે. શ્યામ શાંતિથી એકપણ શબ્દ બોલ્યા વગર બેસે છે.

રાધીકા તૈયાર થઈને કહે છે, ચાલો આપણે જઈએ. બન્ને ઘર તરફ જવા નિકળે છે. બન્ને આમતો ગાડિમા મૌન જ હોય છે.

શ્યામ તમે મારૂ ઘર જોયુ હતુ? રાધિકા શુ બોલવુ શુ ન બોલવુ ક્યાથી શરુઆત કરવી એ બાબતમાં સવાલ પુછી નાખે છે.

ના જોયુ ન હતુ પણ એડ્રેસ હતુ તો મળી જ જાય ને, શ્યામ જવાબ આપે છે.

થોડી થોડિ વાતચીત થાય છે, ત્યા તો ઘરે પહોચી જાય છે. ઘરમાં દરવાજામાં બન્ને એકસાથે આવે છે. ખરેખર રાધા કૃષ્ણની જોડી જ જોઇલો. બધા જોયા જ કરે છે કે, શુ જોડિ બનાવી છે ભગવાને ? બન્ને ને કોઇની નજરના લાગે. હવે તૈયારીઓ થવા લાગે છે. વર્ષો જતા વાર નથી લાગતી તો દિવસો જતા તો ક્યા વાર લાગે છે?

સગાઇના દિવસે વીર અને બીજા મિત્રો પણ આવે છે. શ્યામ બધાને આવકારે છે. શ્યામ એક છોકરીને ઘરમાં કામ કરતી જોઇને પુછે છે આ કોણ છે? કોઇ એને ઓળખતુ જ ન હતુ. એ છોકરી પણ શ્યામને કહે છે ઓળખી જા તો હુ કોણ?

થોડી વાર થયુ ત્યા વીર શ્યામની પાછળ આવીને ઉભો રહ્યો અને બોલ્યો ઓળખી જા તો એ કોણ?

શ્યામે તરત જ કહ્યુ ઓહ તુ કિંજલ અરે યાર તને ક્યાથી ઓળખુ?

વીર આવીને કહે છે, ઇટસ અ સરપ્રાઇઝ

પપ્પા આવીને શ્યામને કહે છે કે, હવે એક જ કલાક નો સમય છે. આપણે સગાઇ કરવા ત્યા પહોચવાનુ છે એટલે બેટા તુ તૈયાર થઈ જા.

કિંજલે વીરને કહ્યુ ચાલ તો આપણે વરરાજાને તૈયાર કરી દઇએ. શ્યામને લઈ પોતાના રુમમા તૈયાર થવા જાય છે.જેવો દરવાજો બંધ કરે છે. શ્યામ થોડો નર્વસ હતો.

કિંજલ શ્યામનો હાથ પકડીને કહે છે જો શ્યામ મને વીરએ બધી વાત કરી. ખરેખર આ વિતેલી ક્ષણોને યાદ કરી તારી આ પળને પિડા ન આપ.

શ્યામની આંખમાં આંસુ આવી જાય છે. એ દોડીને બાથરૂમમાં ચાલ્યો જાય છે. પોતાના રડવાનો અવાજ ન આવે એટલે ફ્લશ અને બધા નળ ચાલુ કરી દે છે. છતા પણ વીર અને કિંજલને એવો એહસાસ તો થાય જ છે કે શ્યામ રડી રહ્યો છે.

વીર એ તરફ જાય છે ત્યા જ કિંજલ વીરને અટકાવીને કહે છે, એને રડવા દે. મનનો ભારહળવો થઈ જશે.

થોડિવાર પછી બહાર નીકળે છે અને વીર ને કહે છે કે, આ બધુ શુ થઈ રહ્યુ છે? મારી જાત સાથે હુ જ દંભ કરી રહ્યો છુ. વીર મારાથી મનમાં રડવાનુ અને મુખ પર હાસ્ય નથી થતુ.

વીર શાંત પાડતા કહે છે, દોસ્ત હુ સમજી શકુ છું. તારી ઉપર શુ વિતિ રહ્યુ છે, પણ તુ તારી જગ્યાએ સાચો જ છે. તને પ્રાઉડ ફિલ થતુ હશે કે નહિ એ મને નથી ખબર પણ મને તારી ઉપર પ્રાઉડ થાય છે કે તે હજારો કરોડની સંપતિ અને માં બાપમાંથી માં બાપની પસંદગી કરી.

શ્યામ તો આજ પણ થ્રી પીસ શુટમાં બિઝમેન લાગી રહ્યો હતો. બધા એક મોટા કમ્યુનિટી હોલમાં જાય છે. જ્યા વિધિઓ પુરી થયા પછી બપોરે રાધિકાને શ્યામના ઘરે કંકુ પગલા પાડવા લઈ જવાની હોય છે.

ઘરે શ્યામ રાધિકાને ઘરના બધાનો પરિચય કરાવે છે. વિધી અને જમણવાર પુરુ કરીને શ્યામ રાધિકા બન્ને મંદિરે દર્શન કરવા જાય છે. તાપીના રમણીયતટ પર આવેલ મંદિરે દર્શન કરે છે. પછી બન્ને તાપીના કિનારે આવેલા સુંદર ગાર્ડનમાં આવે છે. સામે તાપીનો સુંદર રમણીય તટ છે. બાંકડામાં ક્યાક સ્નેહિજન તો ક્યાક પ્રેમીજન દ્રશ્યમાં એકબીજાની વાતોમાં ખોવાયેલ છે. શ્યામ અને રાધિકા એક ખાલી બેન્ચ પર બેસે છે. બન્ને થોડીવાર મૌન રહે છે. શ્યામ શરુઆત કરે છે.

શ્યામ કહે છે, સગાઇને બધુ થઈ ગયુ. તને કોઇ પ્રોબ્લેમ નથીને મારાથી?

રાધિકા કહે શુ પ્રોબ્લેમ હોય ? એ પણ તમારાથી

શ્યામ હસતા હસતા કહે છે, એવુ ન હોઇ છોકરો ન ગમતો હોય અને મમ્મી પપ્પાએ જબરજસ્તી કરી હોય અને બીજી રિક્વેસ્ટ હવે તમે નહિ મને તુ કહિશ તો, વધુ ગમશે.

રાધિકા હસતા હસતા કહે છે, ઓકે તને ગમે એમ જ તને તુ જ કહિશ.

રાધિકા કહે,તારાથી પ્રોબ્લેમ મને તો જરાપણ ન જ હોય ને કેમ કે મને બધા કરતા પહેલા પસંદ આવી ગયા હતા. મારૂ મારા પરિવારને વધુ દબાણ હતુ.

શ્યામ કહે, ઓહ શુ વાત છે ? હુ ક્યારથી પસંદ આવી ગયો હતો?

રાધિકા કહે ,જ્યારે તારી વિશે મામા એ કહેલુ એટલે મે નેટ પરથી તમારી બધી ડિટેલ જોઇ અને તમને રુબરુ પ્રોગ્રામમાં મળી

શ્યામ કહે, અરે મેડમ તો સીઆઈડી ઓફિસર લાગે છે. ઘણા ટાઇમની પીછો કરતા હતા અને છેલ્લે ક્રિમિનલને પકડિ લીધો.

રાધિકા હસતા હસતા કહે છે, હા ક્રિમિનલ પકડાઇ ગયો.હવે મારી સાથે રહેવાની આજીવન સજા પણ મળશે. શ્યામ તને હુ એક વાત કહુ કદાચ મને એ નથી ખબર કે આ વાત કહેવા માટે વહેલી છુ કે કેમ?

શ્યામને થોડી નવાઇથી કહે, બોલ બોલ એમા શુ વહેલા કે મોડુ હોય ?

રાધિકા શરમાઇને, પણ શરમ આવે છે એટલે આંખો બંધ કરીને કહુ ?

અરે એમા શેની શરમ અહિ મારી અને તારી સિવાય ક્યા કોઇ બીજુ સાંભળે છે? જે સાંભળવા વાળા છે એ પણ એકબીજાની મસ્તીમાં ખોવાયેલા છે. છતા પણ ઓકે ચલ આંખો બંધ કરીને બોલ, શ્યામ કહે છે

રાધિકા શ્યામના બન્ને હા તેના હાથમાં લઈને આંખો બંધ કરીને કહે છે, જ્યારથી મે તને જોયો છે, ત્યારથી જ તારા પ્રેમમાં પાગલ બની ગઈ છુ. બસ તને જ ચાહુ છુ, બસ તને જ ભરપુર પ્રેમ આપવા માંગુ છું. બસ તુ મારો સાથ કોઇ દિવસ ન છોડતો.જિંદગીના દરેક સુખ દુઃખ મને મંજુર છે, બસ શરત એટલી કે રાધીકાને શ્યામનો સાથ જોઇએ.

શ્યામ સાંભળતો હતો અને આંખોમાંથી આસુ વહેતા હતા. આંસુ લુછવા પણ કઈ રીતે? બન્ને હાથ તો રાધિકાના હાથમાં હતા. શ્યામ પણ આંખો બંધ કરી સાંભળતો હતો. ગાલ પર આંસુઓની ભીનાશ યથાવત હતી.

રાધિકાએ આંખો ખોલીને જોયુ તો શ્યામની આંખો બંધ અને ગાલ પર આંસુઓનો અભિષેક થતો હતો. શ્યામના ગાલ પર હાથ મુકિ ને કહે છે, અરે શ્યામ તુ રડે છે, મે કઈ ખોટુ તો નથી કિધુ ને સો સોરી શ્યામ સો સોરી

શ્યામ આંખો ખોલી મંદ હાસ્ય સાથે એટલુ જ કહે છે, મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે.મારે તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.

થેન્ક્સ રાધિકા.

રાધિકા કઈ પણ સમજે એ પહેલા શ્યામ જ રાધિકાને ભેટી પડે છે. રાધિકાને કઈ જ સમજાતુ નથી પણ બાથમાં મળતી હુંફથી એ તુપ્ત હતી. એ સ્પર્શ એના મનને પણ ગમતો હતો.

પણ હવે શ્યામને પણ મન મનાવી લેવાનુ હતુ. સમય જતો ગયો શ્યામ તો હતો જ સાચો હિરો એની નિખાલસતા એ રાધિકાનુ મન પણ એવી જ રીતે જીતી લીધુ. વર્ષો જુના સંબંધો કલાકો કે દિવસોમાં ન ભુલાઇ એ પણ સ્વાભાવિક હતુ.

મીરા અને શ્યામ હવે ક્યારેક ક્યારેક ફોન પર વાત પણ કરી લેતા અને એકબીજાને ખબર અંતર પુછતા હતા પણ મર્યાદા જાળવવા માટે એકબીજાને રુબરુ ન મળતા. મનમાં તો ઘણી વાર લાગણી ઉભરાઇ આવે. વિતેલીએ પળો પણ યાદ આવે.

ક્યારેક ક્યારેક ઓફિસેથી નિકળી પોતે વિતાવેલી એ પળોને યાદ કરતો કોલેજના ગ્રાઉન્ડમાં પણ જઈ આવે તો ક્યારેક સાંજની ઢળતી સંધ્યાએ કલાકો સુધી ડુમસના દરીયા કિનારાએ પણ બેસી રહે. આ મનની પરિસ્થિતી બન્નેની હતી. ક્યારેક બન્ને એક સાથે ત્યા ભેગા થઈ જાય પણ મળ્યા વગર એકબીજાથી નજર ચુકવીને જતા રહે.

ઘણી વાર એમ પણ વિચાર આવે કે આ બધા બંધન તોડી ફરીથી એક થઇ જઇએ પણ બન્ને હવે મજબુર છે. શ્યામના બિઝનેસની ઝડપ અને પોતાની નામના તો વધતી જાય છે. માનસીક રીતે તે સાવ નબળો પડી ગયો હતો. મિત્રો સાથે ટાઇમ વિતાવવો કે પછી કોઇ સંબંધીને ત્યા જવુ આવવુ આ બધુ કરવામાં પણ અણગમો આવતો હતો. સૌથી વધુ સમય એ ઓફિસમાં જ કાઢતો હતો. પોતાની જાતને વધુમાં વધુ એકલો જ રાખતો.

રાધિકા માટે લાગણી હતી એટલે જ્યા કહે ત્યા જેટલો ટાઇમ કહે એટલો ટાઇમ કાઢે. એ સાથે હોય ત્યા સુધી થોડો ખુશ રહેતો.

સમય પણ પાણી પ્રવાહની જેમ આગળ આગળ વધતો જ જાય છે. માનસ પર પડેલા ઘાવ જુના થતા જાય. પરિવારમાં ખુશીનો માહોલને રાધિકાનો પ્રેમ આ ઘાવ પર મલમ પણ લગાવી આપે.