See you again - Chapter-13 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-13

· અંતિમ નિર્ણયનો શ્યામ અસ્વીકાર કરે છે

એ તો ડુમસ પહોચી ગયો ક્યારે એની ખબર પણ ન પડી. ડુમસ પહોચ્યો અને દર વખતે મળતા હતા. ત્યા જ શાંત બીચ અને કોઇક કોઇક જ પબ્લીક દેખાતુ હોય છે. ત્યા શ્યામ તો ગાડી ઉભી રાખીને ગાડીના ટેકે ઉભો રહી રાહ જોવા લાગ્યો. દિલની જગ્યાએ આંખો ધડકતી હોય. આ રાહ જોવાની પળ પણ અજીબ હોય છે.એક એવા મોડ પર હતો કે પલ પલ માટે એ તડપતો હતો.

મીરા દુરથી આવતી દેખાય છે, અને મીરા પણ શ્યામને જોઇ જાય છે. મીરા ગાડી ઉભી રાખે છે. મીરા બહાર નીકળીને શ્યામ ઉભો હોય ત્યા આવે છે અને કહે છે, આજ તો મારી પહેલા પહોચી ગયો ને.

આજ તો મારી જીંદગી અટકીને ઉભી છે એટલે શુ કરુ મજબુર હતો, શ્યામ જવાબ આપે છે.

મીરા કાઈ જ પ્રતિ ઉત્તર નથી આપતી ફરી શ્યામ પુછે છે, બોલો મેડમ શુ નિર્ણય લીધો છે?

મીરા થોડી મુંઝવણમાં હોય એવુ લાગતુ હતુ અને આંખો પરથી રડી પણ હશે એ સ્પષ્ટ દેખાતુ હતુ. શ્યામ હવે નિર્ણય મારે તને કહેવો કઈ રીતે એ જ મનમાં ખચકાટ છે. મારા અહિ આવતાય પગ અચકાતા હતા.

શ્યામ થોડા ઉચા અવાજે કહે છે, મીરા કઈ દે જે હોય તે એક જ જટકામાં પંદર દિવસથી અટકેલા શ્વાસને પુરા કરી દે, પ્લીસ મીરા પ્લીઝ

મીરા શ્યામનો હાથ પકડે છે પણ તેને વાતને શરુઆત ક્યાથી કરવી એ ખબર નથી પડતી હિમ્મત ભેગી કરી વાત શરુ કરે છે, શ્યામ હુ જાણુ છુ કે, તુ મને બહુ જ લવ કરે છે. તુ મને તારી જાત કરતા પણ વધુ ચાહે છે.

તો પણ શુ ? એ તો મને અને તને વર્ષોથી ખબર છે જે વાત માટે મને બોલાવ્યો એ વાત કરને તુ. જેના માટે હુ પંદર દિવસથી નથી સુઇ શક્તો નથી જાગી શક્તો કે નથી કઈ કામ કરી શક્તો એ વાત કરને. શ્યામ એકદમ ઉગ્ર થઈને કહે છે.

મીરા પણ સ્પષ્ટ થઈને વાત કરે છે, જો શ્યામ આપણા બન્ને જીંદગીભર રહેવા એટલે કે લગ્ન માટે મારા મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા છે પણ એક શરત છે કે, તારે તારા મમ્મી પપ્પાને છોડીને અમારી સાથે રહેવા આવતુ રહેવુ પડે.

શ્યામ એકદમ જ કહે છે, વોટ નોનસેન્સ.

અરે શ્યામ પણ એમા શુ? પપ્પા એ એમ પણ કહ્યુ બધી પ્રોપર્ટિ તમારા બન્નેના નામ પર પણ કરી દઈશુ. મીરા અચકાતા અચકાતા કહે છે.

શ્યામ ગુસ્સે થઈને કહે છે, જસ્ટ શટ અપ પ્લીઝ મીરા મને ખબર હોત કે તુ મને ખરીદવા આવી છો તો, હુ આવતે જ નહિ. આજે તે મોટુ ચીટિંગ કર્યુ. મારા મમ્મી પપ્પા જેમણે મારા માટે આટ આટલુ કર્યુ. એના સ્વપ્નને હુ ધુળમાં રોળી નાખુ? માત્ર પૈસાથી બધુ જ નથી મળતુ.

મીરા કહે છે, મારા લગ્ન પછી મારા મમ્મી પપ્પાનુ કોણ ?

શ્યામ ખુબ જ ઉગ્ર થઇ ગયો હતો મીરાએ આવો શ્યામ તો ક્યારેય જોયો જ નહિ હોય એ ગુસ્સે થતા થતા જવાબ આપે છે, તને તારા મમ્મી પપ્પાની એટલી બધી ચિંતા છે તો, મારા મમ્મી પપ્પાનુ શુ થશે એ કેમ નથી વિચારતી? તે માત્ર મને જ પ્રેમ કર્યો એ પણ તારા અંગત સ્વાર્થ ખાતર

મીરા મને ઓળખી જ ન શકી. હું આખી દુનિયા હારી તને જીતવા નિકળેલો.

મીરાની આંખોમાં આસુ ભરાઇ ગયા હતા કહે છે, શ્યામ હુ તને ખોવા જ નથી માગતી.

શ્યામ કહે છે, પ્લીઝ હવે એ બધુ રહેવા દે. તે એમ કહ્યુ હોત તો કે તારા અને મારા મમ્મી પપ્પાને આપણે સાચવીશુ. મે વીર ને આજે જ કહ્યુ હતુ કે અમે લગ્ન કરીશુ તો બન્નેના માતા પિતાને બધા સાથે જ રહીશુ. મે ઘણુ જ વિચાર્યુ હતુ. મે આપણા પરિવાર માટે વિચાર્યુ અને મીરા તુ તારા પરિવાર માટે વિચારે છે.

શ્યામની આંખોમાંથી આંસુ વહેતા હતા. રડી રડીને એની આંખો લાલઘુમ થઇ ગઈ હતી.

સંવાદ વચ્ચે વારંવાર મૌન આવતુ હતુ. કોને શુ કહેવુ એ જ સમજાતુ જ ન હતુ. પોતાની જાત સાથે ક્યારેય વિદ્રોહ ન થાય પણ એવા વિદ્રોહની પીડાનો અનુભવ શ્યામને થયો હતો.

મીરા શ્યામનો હાથ પકડવા જાય છે, ત્યા શ્યામ હાથ છોડાવીને કહે છે, મારી પણ ઘણી ભુલો સમજાય છે મીરા, એક તો પ્રેમ કર્યો એ પણ તને અને એ પણ અનહદ

આઇ હેટ યુ

એમ કહિને ગાડિમાં બેસી અને ગાડી સ્ટાર્ટ કરે છે.

મીરા શ્યામ શ્યામ કરીને રોકવા પ્રયાસ કરે છે, પણ એ તો હવે શક્ય જ ન હતુ. મીરા પણ રડતી રડતી પોતાન ઘરે જાય છે.

શ્યામ હજુ રસ્તામાં જ હોય છે. વારંવાર આંખો આંસુઓથી ભરાઈ જતી હતી.

શ્યામને અચાનક જ કઈ યાદ આવ્યુ હોય એમ પપ્પાને કોલ કરીને કહે છે કે, પપ્પા તમે પસંદ કરેલી છોકરીને હા કઈ દેજો.

પપ્પા પણ ખુશીમાં પોતાના દિકરાના અવાજમાં વેદના ન પારખી શક્યા.

હજુ તો ફોન મુકે છે, ત્યા વીરનો ફોન આવે છે, શુ કરે છે મિસ્ટર પરફેક્ટ ?

કહિ જ નહિ ડ્રાઇવીંગ કરૂ છું.

શ્યામના અવાજની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો.

વીર કહે છે, તુ ક્યા પહોચ્યો?

એરપોર્ટ પાસે પહોચ્યો છુ, શ્યામ કહે છે.

યુનિવર્સિટી પાસે ઉભો રહેજે, હુ હમણા ત્યા જ આવુ છુ. વીર કહે છે.

ઓકે કહીને ફોન કટ થઈ જાય છે.

યુનિવર્સિટી પાસે સાઇડના રોડ પર આવીને શ્યામ ગાડી ઉભી રાખે છે.ગાડીમાં જ સીટ લાંબી કરીને આંખો બંધ કરીને આરામ મુદ્રામાં બેઠો હતો.એ જ વિચાર આવે છે કે આઇ હિટ યુ જેવો શબ્દ મારે મીરા માટે બોલવો પડ્યો. મારા પ્રેમમાં ક્યાક તો ખોટ હશે જ બાકિ મીરા તો આવુ ક્યારેય ન વિચારે.

વીર આવે છે,શ્યામની ગાડીની પાછળ ગાડી ઉભી રાખે છે. એના મોં પર પણ અને દુવિધાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. આવીને શ્યામની ગાડીમાં આગળની શીટ પર બેસે છે.

વીરપુછે છે, શુ થયુ શ્યામ ? શુ કહ્યુ મીરાએ ?

શ્યામ એમ જ આંખો બંધ રાખીને જ કહે છે, તે જે મને બેસ્ટ ઓફ લક કહ્યુ એ ફેઈલ ગયુ.

વીર કહે અરે પણ થયુ શુ? શુ કહ્યુ એણે? શ્યામ બધી જ વાત કરે છે.

વીર કહે છે, તો હવે તારી શુ ઇરછા છે?

શ્યામ કહે છે, મે તો પેલી છોકરીને હા કહિ દિધુ છે. મારા મમ્મી પપ્પાથી વિશેષ તો કઈજ ન હોય ને.

વીર કહે છે, હજુ કઈ ખોટૂ નથી થતુ ને ? તુ વિચારીને નિર્ણય લે જે. શ્યામ તારો વર્ષોનો પ્રેમ આમ એક સેકન્ડમાં ખતમ ન થઈ શકે.મને વિશ્વાસ નથી આવતો.

શ્યામ થોડો સ્વસ્થ થઇ બોલ્યો, એવુ આપને લાગતુ હતુ કે પ્રેમ છે, એના મનમાં શુ હોય એ તો મનેય નથી ખબર? હવે હુ કોઇને દુઃખી કરવા જ નથી માગતો. પંદર દિવસનો સમય આપેલો એને પણ, હવે કઈ જ વિચારવા જેવુ નથી.

વીર શ્યામને કેન્ટીનમાં ચા પીવા માટે કહે છે, બન્ને ચા પી ને છુટા પડે છે.

શ્યામ તો હજુ અપસેટ જ હતો અને હોય પણ ? પોતાના જીવથી વધુ પ્રેમ કરતી વ્યક્તિ જ્યારે કિંમતનુ લેબલ લગાડી દે તો જાણે આભ તુટી પડે એવુ જ લાગે. શ્યામ અત્યાર સુધી ખાનખાના વ્યક્તિઓ સાથે બાથ ભીડી ચુક્યો હતો. કોઇથી જરાક પણ ડર્યો ન હતો. સુદિપના ગયા પછી આજ ફરી એક વાર ભાંગી પડ્યો હતો.