Love SecretsSeason 2 - 5 - Last part books and stories free download online pdf in Gujarati

Love SecretsSeason 2 - 5 - Last part



"તું બિલકુલ ચિંતા ના કર... હું છું ને!" રાજ એક નાના છોકરાને સંભાળતો હોય એમ ગૌરીને આજે સાંભળી રહ્યો હતો! બહુ જ કિસ્મતની આ દિવસ એણે નસીબ થયો હતો!

"યાર... પણ પાગલ તું મને એક વાર કહી તો શકું ને કે આ કારણ છે એમ! હું કોઈ ને કોઈ રસ્તો કાઢી ન લેત ને!" એણે એક હળવી જાપટ ગૌરીને મારતા કહ્યું.

"અરે પણ યાર આ કાસ્ટ તો એવી વસ્તુ છે ને કે તું પણ શું કરી શકત! આ તો મેરેજ નહિ થાય તો મરીશ પણ તારી સાથે જ અને મેરેજ કરીશ તો જીવીશ પણ તારી જ સાથે એવા નિર્ણય સાથે મેં તને આ વાત કહી! હું તને આ હાલતમાં ના જોઈ શકું યાર!" ગૌરીએ પૂરી વાત કહી.

"હા... યાર! પણ પાગલ! આપને એમને માનાવીશુને!" રાજે કહ્યું.

"જો તું મને પ્રોમિસ કર કે તું મને ભૂલી જઇશ!" ગૌરીએ કહ્યું.

"ઓય પાગલ! પાગલ ના બન! હું છું ને... હું બધું જ ઠીક કરી દઈશ! 5જીનો જમાનો છે, આજના સમયમાં બધું જ ચાલે તો આ કાસ્ટ શું ચીજ છે!" રાજ બોલ્યો તો ગૌરીની ચિંતા અમુક અંશે દૂર થઈ!

❤️❤️❤️❤️❤️

રાજે એ રાતે બહુ જ વિચાર તો કર્યો કે આનો શું ઉપાય હોઈ શકે તો એણે આ જ વિશે એના એક પાડોશી મિત્રના ફાધર યાદ આવ્યાં. તેઓ આવા કામમાં એકસ્પર્ટ હતા! તેઓ કોઈ ને પણ વાતોમાં ઓતપ્રોત કરી દેતા.

રાજે એ મિત્રને કૉલ કર્યો તો જાણ્યું કે તે તેના ફાધર સાથે કાલે જ આવી જશે. એણે બહુ જ દિવસ પછી એ રાત્રે ચેનની ઊંઘ લીધી!

❤️❤️❤️❤️❤️

સવારે એનો ફ્રેન્ડ પ્રયાગ સાથે એના ફાધર પણ રાજના ઘરે મોજુદ હતા. રાજે એમને અખીય વાત ટુંકમાં સમજાવી.

"હા... બેટા! પણ આટલું ઇનફ નથી! એક કામ બીજું કરીએ!" કહીને પ્રયાગ ના ફાધર ધીરૂભાઇએ રાજના બધા જ રિસ્તેદાર વિશે પૂછ્યું અને જાણ્યું.

લગભગ કલાક જેવી વાતચીત બાદ એક નામ સામે આવ્યું જે જાણીને એમના ચહેરામાં એક મુસ્કાન આવી ગઈ. એમને રાજને કહીને એ વ્યક્તિને બોલાવ્યા. એ વ્યક્તિ રાજના ફોઈ હતા.

સૌ ગૌરીના ઘરે રિસ્તો લઈને જવા તૈયાર થયા. થોડી જ વારમાં સૌ ગૌરીના ઘરમાં ચા પી રહ્યા હતા.

"એટલે આ તો વાતે વાત નીકળે એવું છે!" ધીરુભાઈ બોલ્યાં.

"જોવોને હીરા બહેન ને પણ ગૌરીના પપ્પા ભાઈ જ થાય છે તો એમને ફ્યુચર માં પણ કોઈ ઇસ્યુ નહિ થાય!" ધીરુભાઈ બોલ્યા તો ગૌરીની મમ્મી "હા" કહ્યા વિના રહી જ ના શકી!

ધીરુભાઈ ને ખબર જ હતી કે આમ કોઈ પણ ના ઘરે રીસ્તો ના થાય! એના માટે આ ઓળખાણ જરૂરી હતી! બસ રાજ અને ધીરૂભાઇ જ જાણતા હતા કે તેઓ સાચ્ચા નહિ પણ બસ માનીતા ભાઈ હતા, અને એટલે જ તો કાસ્ટ પણ જુદી હતી! જોકે એમને ક્યારેય એવું નહોતું રાખ્યું! વાસ્તવમાં તો રિસ્તા દિલથી જ નિભાવવામાં આવે છે ને!

બંને પરિવાર વાળાઓ એ એક બીજાના મોં મીઠા કર્યા! બધા જ બહુ જ ખુશ હતા! પણ જે સૌથી વધારે ખુશ હતા એ તો બસ રાજ અને ગૌરી જ હતા, હોય પણ કેમ નહિ?! આખીર બહુ જ કઠિન તપસ્યા પછી આ અત્યંત મધુર ફળ એમને પ્રાપ્ત થયું હતું!

"ખરેખર, રાજ તું બહુ જ મહાન છે! હું તો સાવ હારી જ ચૂકી હતી! મને તો હજી પણ આ બધું એક સમના જેવું જ લાગે છે!" ઘરે જઈ રાજને ગૌરીએ મેસેજ કર્યો.

"ના... હો! આ તો સત્ય છે!" રાજે હસતા મેસેજ કર્યો.

બંને યુવાન હૈયા એમના ભવિષ્યને લઈને વિચારો કરવા લાગ્યા! હવે એમની વાતોને કોઈ પણ રોકવા સમર્થ નહોતું! ના ચંદ્રિકા, ના પારુલ, ના જયશ્રી, ના નીલમ! અને મોસ્ટલી ના કોઈ પણ પ્રકારની કાસ્ટ!

રાજે એ પણ સાબિત કરી દીધું કે બુદ્ધિ થી આપણે આપના જીવનને કેટલું સુગમ અને સરળ બનાવી શકીએ છીએ! બધું જ બહુ જ આસાન છે, બસ જરૂર તો છે કે આપના મનમાં રહેલા ડરને દૂર કરવાની!

કોઈએ સાચું જ કહ્યું છે કે શુરુઆત કરીએ તો મંઝિલ મળી જ જાય છે, પણ શુરુઆત કરવી જરૂરી છે!

"જો હવે તું, આપના વર્ગની બધી જ છોકરીઓ ના નંબર હમણાં જ ડિલીટ કર અને મને સક્રિંશોટ મોકલ!" ગૌરીએ તાકીદ કરી!

"હા..." કહીને રાજે એણે સ્ક્રિન શોટ મોકલ્યા.

"હા... બહુ જ ડાહ્યો! આઈ જસ્ટ લવ યુ!" ગૌરી એ કહ્યું.

"ઓલવેઝ લવ યુ, માય એન્જેલ!" રાજે પણ કહ્યું.

"કાલથી જો મારી પીસી પરથી ગયો છું તો?! અને કોઈની પણ હવે તારે હેલ્પ નથી કરવાની!" ગૌરીએ બિલકુલ એક ભાવિ પત્ની જેવું જ કરવાનું શુરૂ કરી દીધું!

"હા... બાબા... તું કહીશ હું એવું જ કરીશ!" રાજે કહ્યું.

"હું કહું ને એમની જ મદદ તારે કરવાની ઓકે! પછી તારે તો માથું પણ દુઃખે છે!" આવી તો કંઈ કેટલીય વાતોમાં ને વાતોમાં ક્યારે રાતના ત્રણ પણ વાગી ગયા બંનેને જાણ જ ના રહી!

છેવટે બંને ઑફલાઇન થયા અને ઊંઘ્યા!

❤️❤️❤️❤️❤️

આઈ ટી આઇમાં જ્યારે બધાને ખબર પડીને કે આ બંને હવે મેરેજ કરવાના છે તો બધા જ ખૂબ જ ખુશ હતા! બસ પરુલની જ આંખમાંથી અમુક આંસુઓ એની ઇજાજત વિના જ સરી પડ્યા હતા!

સૌ બહુ જ ખુશ હતા. આફ્ટર ઓલ બધા જે ચાહતા હતા એ જ થયું હતું! રાજ અને ગૌરીએ જે સપના ક્યારેય પૂરા જ નહિ થાય એમ માની લીધેલા એ બધા જ સપના હવે ધીમે ધીમે પૂરા થઈ રહ્યા હતા.

(સમાપ્ત)