Prem ke Dosti - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે દોસ્તી - 3


રેવા રીશી સાથે થોડોક ઝઘડો કરે છે.....અને એને કહે છે કે એ વાત કર જે વાત કરવા તે મને અહીં બોલાવી છે..હું મારી શુટીંગ છોડી ને આવી છું... અને તું મસ્તી કરે છે...........

હવે આગળ...............


( રીશી ને રેવા સાથે રહેતા રહેતા રેવા ની આદત પડી જાય છે....જો એક દીવસ પણ તેની સાથે વાત ન થાય તો રીશી નું ક્યાંય મન જ નથી લાગતું...આમ તો રેવા અને રીશી બાળપણ થી સાથે જ હતાં, પણ છેલ્લાં બે વર્ષથી રીશી ને રેવા પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હતું.... તે રેવા વગર , તેનો અવાજ સાંભળ્યા વગર, તેને જોયા વગર રહી જ નહોતો શકતો...તેને બસ માત્ર રેવા જ જોઈતી હતી....તે રેવા સાથે તેની દરેક વાત શેર કરતો હતો....તેને રેવા સાથે પ્રેમ થઈ ગયો હતો...અને તે રેવા ને એટલા માટે જ બોલાવે છે કે તે તેને પ્રપોઝ કરી શકે.......પણ રેવા ને માટે રીશી માત્ર તેનો બેસ્ટ ફ્રેન્ડ જ હતો....તેના થી વધું કંઈજ નહી...માટે જ રીશી રેવા ને પ્રપોઝ કરવા માટે થોડીક ખચકાટ અનુભવે છે....અને વિચાર માં પડી જાય છે........પણ બંને એ વાત થી અજાણ હોય છે કે તે બંને ના પેરેન્ટ્સ એ તેમના મેરેજ ફીક્સ કરી લીધા છે....)

મારે રેવા ને કહેવું જોઈએે કે નહીં.. જો આમ કહીશ તો રેવા ને કેવું લાગશે? તે મારા વિશે શું વિચારશે?:- રીશી (મનમાં ) વિચારે છે.....

Oyy hello, ક્યાં ખોવાઈ ગયો? શું વિચારે છે ? કંઈક કહીશ કે શું કામ છે...કે આમ ભુત ની જેમ વિચાર્યા જ કરીશ.....જો તારે આમ વિચાર્યા જ કરવું હોય તો હું જવ છું......

અરે,શું આટલી બધી ઉતાવળ છે તારે? કહું છું પણ થોડો ટાઈમ તો આપ....અને કેટલું બોલે છે તું..... કહેતા રીશી રેવા ને અટકાવે છે.....

રીશી પાછળ ફરી જાય છે અને રેવા ને પોતાના દિલ ની વાત કહેવા તૈયાર થાય છે. તે વિચારે છે કે જે થશે તે જોઈ લ‌ઈશ પણ આજે તો રેવા ને કહી ને જ રહીશ...


તે રેવા ને કહે છે, " રેવા , જો સાંભળ હું જે પણ તને કહું ને એ વિશે પહેલાં વિચાર જે અને પછી જ એનું રીએક્શન આપજે." જો મને ખબર છે આપણે બંને ખાસ મીત્રો છીએ...અને તારી સાથે હું દરેક વાતો શેર કરું છું...

પણ આજે મારે જે પણ તને કહેવું છે એ પછી તું મારા પર ગુસ્સો પણ કરીશ , કદાચ મારી સાથે વાત પણ ન કરે પણ આ કહેવું જરૂરી છે....ખુબ જ જરૂરી છે , મારા અને તારા જીવન નો સવાલ છે...માટે એમનેમ કોઈ પણ રીએક્શન ન આપતી.....રેવા સાંભળે છે ને તું, તું મારા માટે ખુબ જ સ્પેશિયલ છો, જ્યારે પણ તારી સાથે હોવ ત્યારે બસ તને ખુશ રાખવા માટે જ વિચાર કરુ છું, નાની નાની વાતો નું ધ્યાન રાખું છું જેથી તને હર્ટ ના કરી દવ. બસ તારા જ વિશે આખો દિવસ વિચાર કરું છું, રેવા.... સાંભળે છે ને ..... હમણાં તો કેટલું બોલતી હતી અને હવે અચાનક જ તારી બોલતી બંધ.............આટલું કહેતા રીશી પાછળ ફરે છે

પણ ત્યાં અચાનક જ રેવા.......

પ્રેમ તારાથી ક્યારે થયો
એ ખબર જ ના રહી......
તું દોસ્ત માંથી મારી
પ્રેમીકા બનતી રહી.......
મારા માટે તું વધુ ને વધુ
ખાસ બનતી રહી.......
છતાં પણ તને કંઈ
કહેવાની હિંમત જ ના રહી.....
પ્રેમ તારાથી ક્યારે થયો,
એ મારા દિલ ને ખબર જ ના રહી.....


વધુ આવતા અંકે....✍🏻