The victory of tears books and stories free download online pdf in Gujarati

અશ્રુઓની જીત

//અશ્રુઓની જીત//

વિદેશમાં રમવામાં આવતી વિવિધ રમતોના પ્રમાણમાં જોવામાં આવે તો ભારતમાં નર-નારી બંને જાતિઓને બીજી બધી રમતો કરતાં ક્રિકેટની રમતનો મોહ વધારે પ્રમાણમાં છે. છેલ્લા કેટલાંક સમયથી સરકાર તરફથી કેટલીક રાહતોને પરિણામે અન્ય રમતોમાં પણ યુવાન યુવક યુવતીઓએ ભાગ લેવાનું શરૂ કરેલ છે. પણ એકંદરે રાષ્ટ્રીય લેવલની વાત કરવામાં આવે તો ક્રિકેટ અને બીજા નંબરે હોકીની રમતે યુવાન યુવક-યુવતીઓના અંતરમાં સ્થાન મેળવેલ છે. પંજાબના ચંદીગઢ શહેરમાં આજે હોકીની રમતની ફાઇનલ સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડનો છેલ્લો અને આખરી પોઇન્ટ ગ્રિષ્માએ મેળવ્યો એ સાથે જ ત્યાં હાજર હતા એ તમામ દર્શકોઆકર્ષક પ્રમાણમાં ઝૂમી ઊઠ્યા. ગ્રિષ્મા ઝુલેલાલ યુનિવર્સિટી ખેલાડી હતી. જે નિયમીત રીતે છેલ્લાં ત્રણ વરસથી એ જ ચેમ્પિયન બનતી આવી હતી. આ વરસે એનો મુકાબલો હરિયાણા ની ખેલાડી પ્રિયંકા સાથે હતો. પ્રિયંકા એક નવયુવતી ઊભરતી ખેલાડી હતી, પણ એનો અનુભવ તેને માટે કાચો પડ્યો. ગ્રિષ્માના હોશની સામે પ્રિયંકાનું જોશ હારી ગયું. ગ્રિષ્માને સૌથી પહેલા અભિનંદન સાથી અને પ્રતિસ્પર્ધી ખેલાડી તરીકે પ્રિયંકાએ આપ્યાં. પછી બંને સ્પર્ધકોએ રેફરીની સાથે હાથ મિલાવ્યા અને પછી ગ્રિષ્મા પ્રેક્ષકવૃંદ તરફ વળી.

પરસેવાના બુંદ ઝામેલો ગોરો-ગોરો ચહેરો, પોનીમાં બંધાયેલા વાળ, ભર્યાં-ભર્યાં સૌંદર્યને ઢાંકતું સફેદ ટી-શર્ટ અને એક હાથરૂમાલમાંથી સીવી કાઢ્યું હોય એવું લાલ રંગનું ટૂંકું સ્કર્ટ. એમાંથી નીકળતા બે ગોરા-ગોરા ઘાટીલા પગ. ગ્રિષ્મા ખુબસુરત નમણી નારી હતી, હોકીની રમતી ત્યારે વધારે અતિસુંદર લાગતી હતી. એના ચાહકોમાં યવતીઓ પણ એટલી જ હતી, જેટલા યુવાનો હતા. ફરક માત્ર આટલો હતો, ગ્રિષ્મા જ્યારે છટાદાર રીતે રમી રહી હોય ત્યારે કોલેજની છોકરીઓની નજર એની રમત તરફ રહેતી હતી અને છોકરાઓની નજર જ્યાં હોવી જોઇએ ત્યાં રહેતી હતી.

એમાં પણ બે યુવાનો તો ગ્રિષ્માની પાછળ પાગલ હતા. જેમાંનો એક હતો મલય અને બીજો મનન. મલય એક ખુબ ચબરાક અને બોલકો હતો, જેના પ્રમાણમાં જોવામાં આવે કે મનન એક શાંત, ગંભીર હતો. જેવી ગ્રિષ્મા પ્રેક્ષકવૃંદ તરફ વળી, એવો જ મલય એની સામે દોડી ગયો. ‘કોંગ્રેચ્યુલેશન્સ!’અભિનંદન‘કહીને એના હાથમાં ગુલાબનું ફૂલ મૂકી દીધું. પછી આજના યુવાનોની જેમ ફિલ્મી ઢબે એને ગ્રિષ્માને ‘હગ’ કરી લીધું. આજકાલ આવી ફેશને ભારતમાં પણ પગરવ કરી દીધેલ છે જે વિદેશમાં સામાન્ય ગણવામાં આવે છે. જે છોકરી સામાન્ય સંજોગોમાં એની સાથે ભણતા યુવાનના પડછાયાથી પણ પાંચ પગલાં છેટે રહેતી હોય, એ છોકરીને ‘હગ’ કરવાને બહાને એનું સ્પર્શસુખ પામી શકાય છે.

આવા યુવાનોની એક વાત નોંધપાત્ર છે, એ લોકો ક્યારેય મોટી ઉંમરની કે કદરૂપી યુવતીઓને ‘હગ’ કરવાની ભૂલ સપનામાંયે નથી કરતા હોતા. ગ્રિષ્માને‘હગ’ કરીને મલય જેની જાત માટે ધન્યતા મનમાં ને મનમાં ધન્યતા અનુભવતો હતો. તે એની ગર્વિષ્ઠ નજરે પાછળ ઊભેલા ટોળા તરફ જોયું. બધાંની આંખોમાં નરીઅદેખાઈદેખાઇ આવતી હતી, જેમાં એક માત્ર મનન નામના યુવકના અપવાદને બાદ કરતાં! મનનના નેત્રોમાં ફક્ત નજીકથી જ જોઇ શકાય તેવી ભીનાશ હતી. મેચ જોવા આવેલાં તમામ યુવક-યુવતીઓએ ગ્રિષ્માને અભિનંદન આપ્યા, પણ આ બધામાં મલય પોતાને પોતાની જાત માટે મેદાન તો મારી ગયો હોય એમ માનતો હતો. ગ્રિષ્માતો ક્યાંય સુધી મલયે આપેલું ગુલાબનું ફૂલ સૂંઘતી રહી અને બધાની સાથે વાતો કરતી રહી. છેક છેલ્લે એની નજર મનન ઉપર પડી.

‘અરે, મનન ! શું તારી આંખોમાં આંસુ ? તું રડે છે કે શું ? હું જીતી ગઇ એનાથી તું દુ:ખી તો નથી ને ?’ ‘એવું તે હોતું હશે ? તું જીતે એના માટે તો મેં ભગવાનને કેટલી બધી પ્રાર્થના કરી છે ! આ આંસુ થોડાંક તારી જીતની ખુશીનાં છે અને થોડાંક…’ ‘થોડાંક શેનાં છે ? કહી નાખને ! અટકી કેમ ગયો ?’ ‘સાચું કહું, ગ્રિષ્મા ? આ ત્રણ સેટની મેચ જીતવામાં તને જે તકલીફ પડી ને… એ મારાથી…’ મનન નીચું જોઇ ગયો, ‘હું તારું દુ:ખ જોઇ નથી શકતો.’ મનનની વાતે વાતાવરણ જરાક ગંભીર બનાવી દીધું.

મલયે ગ્રિષ્માનો હાથ પકડી લીધો, ‘ચાલ, ગ્રિષ્મા ! આ બોચિયાને તો આવી આદત પડી ગઇ છે, ફુલાવેલા ફુગ્ગામાં એને કાયમ ટાંકણી ભોંકવાની આદત પડી છે. Yes, It was taf match. I agree છું કે પ્રિયંકાએ તારી સાથે રમતમાં સારી ‘ફાઇટ’ આપી, પણ છેવટે જીત તો તારી જ થઇ છે ને ! આ બધી નાહકની વાતો કરવા કરતાં આપણે બધા ભેગા થઇને જીતની ઉજવણી કેમ ના કરીએ ? ચાલો ચાલો, આપણે સૌ વિજયની ઉજવણી કરીએ.’ ગ્રિષ્માએ કપડાં બદલ્યા , અને એ પછી દસેક યુવતીઓ અને પાંચ-સાત યુવાનો ત્યાંથી સીધા ‘ટોપાઝ‘ રેસ્ટોરાંમાં ઉજવણી માટે ઊપડી ગયાં. બાકી રહી ગયો મનન. એને કોઇએ કહ્યું જ નહીં કે તું પણ ચાલ સાથે. મનન મૂર્ખ હતો, એને સમજાયું નહીં કે જગતમાં ફૂલ જીતે છે અને આંસુ હારે છે.

રોજ સવારે સાત વાગે કોલેજ શરૂ થતી હતી. છોકરાઓ લગભગ સવા છ વાગ્યાથી કોલેજના મુખ્ય દરવાજા પાસે પોતાની ‘બેઠક‘ લઇ લેતા હતા. એક-એક ઇંચની જગ્યા માટે ધિંગાણુ ખેલાઇ જાય તેવી હાલત હતી. સૌથી મોકાની જગ્યા જો મલય માટે રહેતી હતી. સાથે એના ચમચાઓનું ટોળું હોય. ‘ગુરુ ! તું કમાલ કરે છે. તે દિવસે ગ્રિષ્મા ને હોકીની મેચમાં જીતી ગઇ ત્યારે એને ગુલાબનું ફૂલ આપીને તો તે ભારે ગજબ કરી નાખ્યો. સાલા, તારી ખોપડીમાં આવો અફલાતૂન આઇડિયા આવે છે ક્યાંથી ?’ એક ચમચાએ તેની પાસેથી જાણવા માગ્યું.

‘એ વિચાર અફલાતૂન છે, પણ મારો નથી. મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યાં આપણે ન બોલી શકીએ ત્યાં ફૂલોને બોલવા દો. Let’s the Flower’s Speak. આ એક એવો જાદુ છે, જે ક્યારેય નિષ્ફળ જતો નથી. જો ખાતરી કરવી હોય તો અત્યારે ફરીથી સાબિત કરી આપું…’ મલય આટલું બોલીને અટકી ગયો, સામેની દિશામાં જોઇ રહ્યો. કોલેજના ઝાંપામાંથી શબનમી કાયા લઇને સુગંધની રાજકુંવરી ગ્રિષ્મા આવી રહી હતી. મલયે આજુબાજુમાં જોયું. ગુલાબ કે મોગરાના છોડ ક્યાંય દેખાયા નહીં. બાજુમાં કરેણનું ઝાડ ઊભું હતું. મલયે તરત જ કરેણનું એક પીળું ફૂલ તોડી લીધું. જેવી ગ્રિષ્મા એની નજીકથી પસાર થઇ ગઇ કે તરત મલયે ફૂલ એની સામે ધરી દીધું. ગ્રિષ્માતો ખુશ થઇ ગઇ, ‘ઓહ, મલય ! So Nice of you.’

એમાં શું થઇ ગયું? તું તો આ પ્રકારના અનેક ઉપવનને પાત્ર છે, આ તો એક જ પુષ્પ છે. જિંદગીમાં જો તક મળશે તો મઘમઘતાં ગુલાબોનો આખો બગીચો તને નજરાણામાં આપી દઇશ.’એ આખો દિવસ ગ્રિષ્મા કરેણનું પીળું ફૂલ માથાના વાળમાં ખોસીને ફરતી રહી. મનન તો ઉદાસ બનીને આ બધું જોતો રહ્યો, એકાદવાર ગ્રિષ્મા એની સામે જોઇને પૂછ્યુંયે ખરું, ‘અરે, મનન, તારી આંખોમાં આંસુ ? કોઇ તકલીફ તો નથી ને તને ?’ મનન વધારે રડી પડ્યો. આ વખતે તો ગ્રિષ્માજ ચાલી ગઇ. રોતલ મિત્ર કોને ગમે ? મનન ખરેખર ખુબ ભોળો અને લાગણીવાળો યુવક હતો, એને ખબર ન હતી કે અહીં માત્ર પુષ્પોની જ જીત થાય છે અને અશ્રુનો પરાભવ.

યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ગ્રિષ્માએ પરીક્ષામાં પણ રંગ રાખી દીધો. એણે સાબિત કરી આપ્યું કે એ માત્ર રમતમાં જ નહીં, અભ્યાસમાં પણ અવ્વલ નંબરે જ છે. જેટલા ગોલ્ડમેડલ્સ અપાતા હતા, એ તમામ ગ્રિષ્મા મેળવી ગઇ, પણ ગ્રિષ્માનું અંતર-હ્રદય મેળવી ગયો હતો મલય. સુવર્ણચંદ્રક પ્રદાન સમારંભ સમાપ્ત થયો કે તરત જ મલય મંચ ઉપર ધસી ગયો. એક ફૂલ નહીં, પણ એકસો ગુલાબોનો મઘમઘતો ‘બૂકે’ લઇને. ખાસ્સી પાંચેક મિનિટ સુધી ‘હગ’ કરવાને બહાને એ ગ્રિષ્માને વળગી પડ્યો. એની પાછળ જ મનન ઊભો હતો, જે હંમેશની જેમ તેના અશ્રુ ભીની નેત્રો સાથે.

ગ્રિષ્માને આ દ્રશ્ય જોઇ આશ્ચર્ય થયું, ‘મનન, આજે પણ તું રડે છે?’ ગ્રિષ્મા તને દેખાઇ રહેલ આ આંસુ ખુશીનાં છે, સાથે એક વિચાર મારા મનમાં એ પણ આવે છે કે આવું જવલંત પરિણામ પ્રાપ્ત કરવા માટે તારે કેટલી મહેનત કરવી પડી હશે ? કેટલી રાતોના ઉજાગરા વેઠવા પડ્યા હશે ? આવું વિચારીને હું જરાક લાગણીભીનો થઇ ગયો…’પાર્થેશ ખીજાઇ ઊઠ્યો, ‘ચાલ, ક્રિષ્ના ! જો અહીં અડધી મિનિટ પણ વધારે ઊભી રહીશ, તો આવા રોતલને જોઇને તું પણ રડવા માંડીશ. આ સમય ખુશીનો છે, અને ખુશીની ઉજવણી કરવાની હોય…ચાલ જલ્દી…… ફરી વાર આજે એ જ દિવસ હતો કે ફૂલો જીત્યાં, આજે ફરી સમય એ હતો કે આંસુ કાયમની જેમ આજે પણ ફરી હારી ગયાં.

એ રાત્રે છુટા પડ્યા પછી ગ્રિષ્મા ને અકસ્માત થયો. મલયને તો અકસ્માતના ચોવીસ કલાક પછી જાણ થઇ. એ હાથમાં ‘બૂકે’ લઇને હોસ્પિટલના આઇ.સી.યુ.માં પહોંચી ગયો. ગ્રિષ્માને ‘બૂકે’ આપીને બોલ્યો, ‘જલ્દીથી સાજી સમી થાય એવી શુભેચ્છા. ગ્રિષ્માએ ફિક્કું હસીને પૂછ્યું, ‘છેક અત્યારે આવવાનો સમય મલ્યો મલય ? આ મનન તો પુરી રાતભર મારી પથારીની બાજુમાં બેસીને રડતો રહ્યો છે. ડોક્ટર જે કંઇ મંગાવે તેના માટે દોડતો રહ્યો છે. આજે મને સમજાયું કે ફૂલો માત્ર ખુશાલીના સાથીદાર હોય છે, તમારા કપરા સમયમાં તો માત્ર આંસુઓ જ સહારો આપી જાણે છે.’ આટલું કહીને ગ્રિષ્માએ મનનનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. પહેલીવાર આંસુઓ ખીલી ઊઠ્યાં અને ફૂલો રડી પડ્યાં. સમય સમયની વાત છે. આજે આખરે એ સમય આવી ગયો હતો કે ફૂલોની હાર થઇ હતી….અને અશ્રુઓની જીત થઇ હતી. ગ્રિષ્માને સાચો પથ મળી ગયો હતો. મનન-ગ્રિષ્માએ પોતાનું બાકીનું જીવન પોતાના દાંપત્યજીવન રૂપે જીવન પરિણયમાં મક્કમ રીતે બદલવાનો મક્કમ નિર્ધાર કરેલ હતો. બંનેએ પોતાના આ વિચારોને મક્કમતા પૂર્વક તેમના માતા-પિતા સમક્ષ રજૂ કર્યા અને બંનેના માતા-પિતા અને વડીલોએ અશ્રુઓની જીતને સંમતી આપી.

બંનેના ચંદીગઢ ની પાંચસીતારા હોટલ ‘બ્લ્યુસ્ટાર‘ માં ભારે દબદબાભેર બંનેના પ્રેમને સાંસારીક બંધનોમાં અનુમોદન મુજબ વિધિપૂર્વક લગ્ન કરવામાં આવ્યા…..

DIPAK CHITNIS (dchitnis3@gmail.com) DMC