Kasak - 33 books and stories free download online pdf in Gujarati

કસક - 33


કસક -૩૩


કવનનો ફોન સ્વીચઓફ આવે છે તો શું હું તેને ઈ મેલ કરી દઉ.તેનો ઈમેઈલ કદાચ મારા લેપટોપમાં સેવ છે.તેણે એક વાર મારા લેપટોપમાં થી ઈમેઈલ મોકલ્યો હતો.આરોહી તેવું મનોમન વિચારી રહી હતી.તેણે ક્યારે મોકલ્યો તો તે યાદ નથી અને જો લેપટોપ કોઈ વખત રિપેરિંગ માં આપ્યું હશે.તો કદાચ તે જતો રહ્યો હશે. કારણકે હમણાંથી લેપટોપનું કામકાજ બગડી રહ્યું છે. તેણે તે ઘરના નાના બગીચામાં બેઠા બેઠા લેપટોપમાં તે ઈમેઈલ શોધી રહી હતી જે કવનને તેના લેપટોપથી ક્યારેક મોકલ્યો હતો.

અમેરિકામાં તેના મોટા મમ્મી અને પપ્પાનું ઘર સામાન્ય કરતા મોટું હતું. જેમાં બધીજ સુખસગવડ ની વસ્તુઓ હતી.જો કે આરોહીને અહીંયા અલગથી ઓરડો મળે તેમ નહોતું કારણકે ગણેલા સભ્યો ઉપરાંત એક ઓરડો વધુ હતો જેને તે ગેસ્ટરૂમ કહેતા જોકે ત્યાં ગેસ્ટના નામે કોઈ આવ્યું નહોતું અને બાકી બધાના રૂમ કરતાં તો તે મોટો જ હતો.અત્યાર સુધી તેનો ઉપયોગ ઘરના લોકો વધારાનો સામાન મુકવા કરતા.જો કોઈ વાર આશુતોષ ભાઈના મિત્ર અથવા માનસી બહેનના એક દૂર ના કાકા જે બીજા શહેરમાં રહેતા હતા તે આવતા,આમ તો તે ક્યારેક વર્ષમાં એકવાર આવતા તે આવતા ત્યારે બધાએ તે ગેસ્ટરૂમમાં મૂકેલો સામાન ઠેકાણે લગાડવો પડતો. આરોહી અને આરતી બહેન આવવાં ના હતા ત્યારે તેમણે તે રૂમને બરોબર સાફ કરાવીને રહેવા યોગ્ય કરાવ્યો હતો.પણ આરોહી એ વિચાર્યું હતું કે એક વાર જોબ શરૂ થયા બાદ તે બાજુનું ખાલી મકાન ભાડે લઈ લેશે અને આરતી બહેન સાથે ત્યાં રહેશે.જો કે તેણે આ કોઈને હજી કીધું નહોતું.તે કવનનો ઈમેઈલ શોધી રહી હતી.જે તેને બહુ શોધવાથી મહામહેનતે મળ્યો અને તેણે લખવાનું શરૂ કર્યું.


"પ્રિય કવન,

તારો ફોન ઘણાં દિવસોથી બંધ આવે છે.હું અમેરિકા પહોંચી ગઈ છું.અહીંયા રહેવાની સગવડ સારી છે.હું અને મમ્મી ઠીક છીએ તથા અહીંયા મારા પરિવારજનો ઠીક છીએ.તું પણ ઠીક હોઈશ.વિશ્વાસે કહ્યું હતું તું મુંબઇ ગયો છે એક સેમિનારમાં પણ તારો મોબાઈલ કેમ બંધ છે.આશા રાખું કે તું પાછો આવીને ફોન કરીશ.તારું ધ્યાન રાખજે


આ કવનનું તે ઈમેઈલ એકાઉન્ટ હતું જે તે કોઈક જ વાર ખોલતો હતો છેલ્લે તેણે આ ઈમેઈલ એકાઉન્ટ ચાર મહિના પહેલા ખોલ્યું હતું.જોઈએ છીએ હવે તે આ ઈમેઈલ ક્યારે ખોલે છે.


આરોહી ને લાગ્યું જાણે તેનો પતિ એક સૈનિક હોય અને તેને પત્ર લખતી હોય તે રીત નો આ ઈમેઈલ હતો પણ અત્યારે તો જે રીતની પરિસ્થિતિ હતી તેને ગણતા આ યોગ્ય હતો અને તેને ક્યાં કાયમ આ ઈમેઈલ લખવાનો છે પછી તો ફોન પર વાત થશે ને.આ આરોહીની કવન પ્રત્યે લાગણી કહી શકાય કે પ્રેમ કહી શકાય?,આ જાણવું ઘણું મુશ્કેલ હતું.


કવન ટ્રેનમાં બેસી ને અમદાવાદ માટે નીકળી ગયો હતો. કદાચ તેને એક દિવસ તો થશે પહોંચતા પણ તકલીફની વાત તે હતી કે તેને જે જગ્યા મળી હતી તે થોડીક વિચિત્ર મળી હતી.કવનને વિન્ડોવ શીટ ની ટેવ હતી પણ આ વખતે તે જગ્યા એક નવપરણિત જોડા એ લઈ લીધી હતી જે આખી મુસાફરી દરમ્યાન તેની સામે બેસવાના હતા અને તેને આરોહીની યાદ અપાવવાના હતા.જે કવનને પણ નહોતું ગમતું અને તે નવપરણિત જોડાને પણ નહોતું ગમતું પણ બંને નું દુર્ભાગ્ય હતું.કવન તેમની ગુપ્ત પ્રેમની વાતોમાં અડચણ બનતો હતો.તથા જ્યારે જ્યારે કવન બારી તરફ જોવા જતો હતો અથવા ધારી ને બારીની બહાર જોતો હતો તો તે નવ પરણિત પુરુષ તેવીજ રીતે મનમાં ગુસ્સે થતો જેવી રીતે ગાર્ડનમાં આરોહીને બેડમિન્ટન રમતી જોતા પેલા છોકરાઓ ઉપર કવન થતો.કવન ઈચ્છતો હતો કે જલ્દી અમદાવાદ આવી જાય.
આખરે તે પંદર એક દિવસ બાદ અમદાવાદ આવી ગયો હતો.તેને તેવું લાગી રહ્યું હતું કે તે જીવનના પંદર દિવસ પાછળ મૂકી ને પાછો તે દુનિયામાં આવી ગયો જ્યાં તે હતો. બધું નવું લાગી રહ્યું હતું.આમેય તમે ખાસા દિવસો પછી પોતાની જગ્યા એ પાછા ફરો તો તમને શહેર નવું લાગવા માંડે છે.ખરેખર શહેર તો તેજ છે બસ આપણી નજર નવી થઈ ને આવી છે.કવન પણ કંઈક તેવું જ અનુભવી રહ્યો હતો.આમેય હવે તેની માટે અહીંયા બધું નવું જ હતું.જેમાં દર રવિવારે તેની સાથે આરોહી નહિ હોય.તે ગાર્ડન પણ હવે તેને કઈંક ખાસ ઉત્સાહ નહિ આપી શકે જે અત્યાર સુધી તેને આપતો આવ્યો હતો. તે હવે તે છોકરી જોડે બેડમિન્ટન નહીં રમી શકે જેને તરફ જોતાં કેટલાક છોકરા પર તે ગુસ્સે થતો હતો.શું એક વ્યકિત ના જવાથી જિંદગી આટલી બધી બદલાઈ જાય છે?,હવે તે લખવું યોગ્ય નથી કે આની પછી કવને શું કર્યું હશે.તે ઘરે ગયો હશે તો તેની મમ્મી એ તેને વધાવ્યો હશે.તેના પપ્પા એ પણ તેમના સલાહ સુચનથી વધાવ્યો હશે કે આવી રીતે અચાનક ના જવું જોઈએ અમને તારી ચિંતા છે. ક્દાચ કવન પણ તેના પપ્પાને એમ કહી શક્યો હોત કે તમારે પણ ઘણી વાર તેમ કીધા વગર ના જવું જોઈએ અમને પણ તમારી ચિંતા છે.

કવન જ નહીં પણ આપણે બધાજ તે ભૂલો કરીએ છીએ જે ભૂલ આપણાં માતા પિતા આપણને કરતા રોકે છે અને કહે છે કે અમને તમારી ચિંતા છે.ત્યારબાદ તે ભૂલો પોતે આપણાં માતપિતા પણ કરે છે, પણ છતાંય આપણે તેમને ક્યારેય નથી કહી શકતા કે આપણને પણ તેમની ચિંતા છે.


ક્રમશ

વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....


આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.

વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો

મો નંબર ૭૬૭૭૩૫૨૫૦

આપનો આભાર...


રાહ જોવડાવવા બદલ માફ કરશો અંગત કારણો સર વાર્તા ઝડપથી નહોતો મૂકી શક્યો....