Kasak - 35 books and stories free download online pdf in Gujarati

કસક - 35

કસક -૩૫


ધીરે ધીરે બે મહિના વીતી ગયા.કવનના મનમાં હજી તે ઉથલપાથલ ચાલતું રહ્યું.તેને લાગતું કે હું ગાંડો થઈ રહ્યો છું.તે ઘણી વાર બેસી રહેતો.વિચારતો રહેતો આજકાલ કોઈની જોડે વાત પણ ઓછી કરતો.વિશ્વાસને પણ બહુ મળતો નહિ.કોઈવખત વિશ્વાસ તેને પરાણે બહાર લઈ જતો.


દરેકના જીવનમાં વિશ્વાસ જેવો મિત્ર હોવો ખૂબ જરૂરી છે જે મનના ઉથલપાથલ ને ઠીક તો ના કરી શકે પણ તેની સામે હિંમત આપવાનું કામ જરૂર કરે.


થોડા દિવસ બાદ તારીકા એક દિવસ માટે આવી તેને રેડિયો જોકી માટે ઇન્ટરવ્યુ દેવાનું હતું.તેણે કવનની સાથે આગલા દિવસે વાત કરી હતી કે કાલ હું આવવાની છું તો કાલે આપણે મળીશું.

દુર્ભાગ્યએ એવું થયું કે ઇન્ટરવ્યૂમાં સાંજ પડી ગઈ તેથી તારીકા એ કવનને કહ્યું કે હું તારા ઘર પાસે આવું છું તું તૈયાર રહેજે.થોડીવાર બાદ તારીકા આવી તે કાર લઈને આવી હતી.તેણે અહીંયાથી સૌથી નજીકના ગાર્ડનમાં જવાનું વિચાર્યું કારણકે તેને રાત્રે પાછું ફરવાનું હતું.તારીકા અજાણતા જ તે ગાર્ડન પાસે કાર લઈ ગઈ જ્યાં આરોહી અને કવન મળતા હતા.જ્યા કવને છેલ્લી વખત આરોહીને જતા જોઈ હતી.તે દિવસ પછી કવન તે ગાર્ડનમાં નહોતો આવ્યો.તે અને તારીકા અંદર ગયા.કવન વિચારતો હતો કે તે તારીકા ને કહે કે તે બંને ક્યાંક બીજી જગ્યાએ જાય.પછી તેણે વિચાર્યું કે તારિકાને આમ પણ નીકળવામાં મોડું થાય છે.તેને તેમ કહીને તેનો સમય ન બરબાદ કરવો જોઈએ.

કવન અને તારીકા તે ગાર્ડનમાં બેઠા.આજે પણ ત્યાં કેટલાક છોકરા દૂર રમી રહ્યા હતા.કેટલાક લોકો ચાલી હતા શરીર ઉતારવા માટે અને તેમાં ની સ્ત્રીઓ ચાલતી ઓછું હતી પણ વાતો આખા શહેરની કરતી હતી.જ્યાં કવન અને આરોહી બેડમિન્ટન રમતા ત્યાં કોઈ બીજું કપલ બેડમિન્ટન રમી રહ્યું હતું.કેટલાક છોકરા તે બેડમિન્ટન રમતી છોકરી ને જોઈ રહ્યા હતા અને તે સામે છોકરો પણ કવનની જેમ જ ગુસ્સે થઈ રહ્યો હતો.આજે પણ સાંજ તેવી જ લાગતી હતી જેવી તેણે ત્રણ મહિના અગાઉ જોઈ હતી અને તેને મૂકી ને ગયો હતો.

કવન ચૂપ હતો પણ તારીકા કંઈક બોલી રહી હતી.કવનનું વાતમાં ધ્યાન નહોતું.તે બસ તે બેડમિન્ટન રમતા કપલ ને જોઈ રહ્યો હતો.થોડી વારમાં તેના આંખ માંથી આંશુ આવી ગયા.તારીકા એ તેની તરફ ધ્યાન દોર્યું અને સ્વાભાવિક રીતે પૂછ્યું.

"શું થયું કવન?,તું કેમ રોઈ રહ્યો છે?"

કવન ચૂપ રહ્યો તે કંઈ ના બોલ્યો તારીકા ને લાગ્યું કે કઈંક જરૂર થયું છે તે પણ અહીંયા આવ્યા બાદ.

તે વારંવાર પૂછતી રહી.

તે ઘણીવાર બાદ બોલ્યો.

"હું અને આરોહી ત્યાં જ બેડમિન્ટન રમતા હતા."

બસ તેની યાદ આવી ગઈ.

તારીકાને લાગ્યું કે તેણે કવનને અહીંયા લાવીને ભૂલ કરી પણ પછી થયું કે આમ જ ક્યાં સુધી ચાલશે.તેણે તેની લડાઈ જાતેજ લડવી પડશે.

તારીકા થોડીવાર ચૂપ રહી કવન પણ ચૂપ હતો.

થોડીવાર બાદ તારિકા ખૂબ વિચારીને બોલી.

"હું માનું છું કે તારી માટે આ સમય કપરો છે.પણ હવે તારે તે સ્વીકારી ને આગળ વધવું પડશે કે તે તારા જીવનમાં નથી અને હવે કદાચ ક્યારેય નહીં આવે.તું તારા જીવનને વ્યર્થ ના સમજી લે, હજીતારે ઘણું જીવન બાકી છે.જીવન માત્ર એક વ્યકિતથી નથી જીવાતું.ઉપરાંત આપણા માટે પણ કેટલાક લોકો જીવ છે આપણે તેની ચિંતા કરીને આગળ વધવું જોઈએ."


તારીકાની વાત સાચી હતી અને એક કડવું સત્ય હતી.તે વાત કવન પણ જાણતો હતો.

સત્ય જાણવું અને સત્ય જાણી ને તેનું અનુસરણ કરવું એ બહુ મોટી સમસ્યા છે.વાત માત્ર સત્ય જાણવા સુધી સિમિત હોય તો દરેક ઘરે લોકો વિદ્વાન હોત.સત્ય તો તે ચોર પણ જાણે છે જે ચોરી કરે છે અને સત્ય તો તો કોઈ ઈમાનદારી થી કામ કરતા લોકો પણ જાણે છે બંને માં ફરક એટલો છે કે એક જણ સત્યને સ્વીકારી સત્ય નું અનુસરણ કરે છે જ્યારે બીજો સત્ય ને જાણી ને પણ અજાણ બની જાય છે.


જો મનના ઉથલપાથલ પછી જો સાચે નવા જીવન નો આરંભ થતો હોય તો તે પણ સત્ય છે કે નવા જીવન નો પાયો તમારે જ નાખવાનો રહ્યો.કોઈ બીજા તમારી જગ્યા પર એમની મનગમતી ઈમારત બનાવે તે તમને ક્યારેય નહીં ગમે. તેમ પોતાના જીવનના પાયા પોતાએ જ નાખવાના હોય છે કોઈ તમને બહુ તો બહુ સૂચન કરી શકે છે પણ શરૂઆત તો પોતાએ જ કરવી પડે છે.


કવનને તે વાત સત્ય લાગી હતી.જે સત્ય હતી.હવે વિચારવા નો સમય હતો.ખરેખર દેવદાસ ફિલ્મો અને વાર્તાઓ માં જ શોભે જીવનમાં નહિ.આગળ પૂરું જીવન તેમ ઉદાસ અને એકલા તો ના રહી શકાય. જીવનમાં આગળ પણ વધવું આવશ્યક છે.

તો શું એવું માની લેવું કે તેના નવા જીવનનો ઉદય આજથી થઈ ગયો?,તો શું તેમ માની લેવું કે તે આરોહી નામના એક પાત્ર ને ભૂલી ગયો જે ક્યારેક તેના વાર્તા રૂપી જીવનમાં આવ્યું હતું?,તો એમ માનવું કે વાર્તા હવે અંત ની નજીક છે?,તો શું એવું જરૂરી છે કે દરેક વાર્તામાં અને જીવનમાં છેલ્લે બે પ્રેમીઓ એકબીજાને મળવા જ જોઈએ?,હવે એ મળશે કે નહીં મળે તે તો ભવિષ્યની વાત છે અને કંઈ રીતે મળશે તે તેમના નસીબ ની?


ક્રમશ


વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...