Kasak - 36 books and stories free download online pdf in Gujarati

કસક - 36

કસક -૩૬


તે સવારે કવન ઉઠ્યો ત્યારે તે ખરેખર ઈચ્છે છે કે તેને બદલવું છે.જે જીવન તે ત્રણ કે ચાર મહિનાથી જીવતો આવ્યો છે તે જીવન હવે નહિ જીવાય તેમ લાગે છે.તો ત્યાંથી જ જીવન શરૂ કરી શકાય જ્યાંથી તે અટક્યો હતો.તે સાંજ થી.

કવન હવે એક નવલકથા ના પ્લોટ પર કામ શરૂ કરી રહ્યો છે.તેને લાગે છે કે તે જલ્દી જ એક સુંદર નવલકથા પૂરી કરશે.હવે તે આરોહી વિશે બહુ નથી વિચારતો.તેણે આરોહીનો તે ઈમેઈલ જોઈને પણ ના જોયો હોય તેમ કરી દીધું.આરોહી હજી તેને યાદ કરતી હતી અને વિચારતી હતી કે આખરે એવું શું થયું કે કવન જોડે તેનો સંપર્ક જ કપાઈ ગયો.


હવે તો તેને આ શહેર માં એવું વિચારવાનો પણ તેને સમય નથી મળતો.ઘણો ખરો સમય તો મુસાફરી માં નિકડી જાય છે.છતાંય ક્યારેક તે બે મિત્રો ને ટ્રેનમાં સાથે બેસી ને વાતો કરતાં જોવે ત્યારે તે અવશ્ય કવનને યાદ કરે છે.જ્યારે જ્યારે તે એકલા બેસી ને પુસ્તક વાંચે ત્યારે તેને ઘણી વાર કવન પાસે બેઠો હોય તેવી લાગણી થાય છે.આવી ઘણી ક્ષણો છે જ્યારે તેને કવનના પાસે હોવાની લાગણી થાય છે પણ તે હોતો નથી.આ ને પ્રેમ કહેવાય કે નહિ તે તો મને પણ નથી ખબર.


કવન પણ હવે તે જગ્યાએ કયારેય નથી જતો જયાં તે પહેલા આરોહી સાથે ગયો હતો.બસ પોતાનું બધુ ધ્યાન એકત્રીત કરીને એક નવલકથા લખી રહ્યો છે.અત્યારે તેજ કામ છે જે તેને રાહત આપી રહ્યું છે. ઘણી વાર તે વિશ્વાસ ને મળે છે.પહેલાંની જેમ વાતો કરે છે.બસ હવે વાતોમાં પ્રેમની વાતો ઓછી હોય છે અને આરોહીની તો બિલકુલ નહિ.વિશ્વાસ ખુશ છે કે કવન બધુ ભૂલીને આગળ વધી રહ્યો છે.


થોડા દિવસ પહેલા તે વડોદરા પણ જઈ આવ્યો છે તારિકા ના માતા પિતા ને અને ઘરના બધા મોટા અને નાના લોકોને મળ્યો.તે લોકો ને કવન બહુ પસંદ આવ્યો.તારિકા ના ઘરના લોકો એ તો તારિકા ને કહ્યું કે જો તું આ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર હોય તો અમને કોઈ પણ પ્રોબ્લેમ નથી.પણ તારિકા એ તેઓને સાફ અક્ષરમાં કહી દીધું કે તેવું તે કવન અંગે નથી વિચારતી કારણકે તે માત્ર તેનો સારો મિત્ર છે.

દુનિયામાં ઘણા એવા માતા પિતા છે જે હજી મિત્ર અને પ્રેમી નો ભેદ નથી પારખી શક્યા.



તે વાત ને હું અલગ તારવી શકું કે તારિકાના નાના ભાઈ બહેનો તેને કવન ના નામથી ચિડાવે છે.તો તે તેઓ ની પાછડ હસી ને મારવા જાય છે પણ તોય તે હજી કવનને સારો મિત્ર જ માં ને છે અને તે ખુશ છે કે કવન તેના જીવનમાં આગળ વધી રહ્યો છે.

તો ખરેખર તે દિવસથી થઈ હતી કવનના જીવનની નવી શરૂઆત જે દિવસે તારિકા ના શબ્દો ને હ્રદય પર લીધા. કેટલીક વસ્તુ હ્રદય પર લેવી જરૂરી છે કારણકે કેટલીક વાર હ્રદય પર લેવાથી જ નવાજીવનની શરૂઆત થાય છે.તો નવા જીવનમાં ના તો આરોહી હતી અને ના તો આરોહીના ના હોવાનું દુખ.


દરેક મહાન માણસના જીવનની શરૂઆત આવી રીતે જ થઈ હશે. મનના તે ઉથલપાથલ પછી તે દરેક માણસો ને એક દિવસ સવારે એવું તો લાગ્યું હશે કે હવે હું દુનિયામાં કઈંક બદલાવ જોવા માંગુ છું તેથી મારે સૌ પ્રથમ તે બદલાવની તૈયારી મારા પોતાના થી કરવી પડશે. પછી તેમણે સૌ પ્રથમ પોતાને તે યોગ્ય કર્યા હશે કે તે દુનિયામાં કંઈક બદલાવ લાવવા સક્ષમ થાય.

દુનિયામાં બદલાવ લાવવા માટે એક સવારે ઉઠીને ને આપણે તેમ વિચારવું જોઈએ કે પહેલા મારે યોગ્ય બનવું પડશે,પછી જ હું દુનિયાને યોગ્ય બનાવીશ.


દુનિયામાં બદલાવ કરવો હોય તો સૌ પ્રથમ પોતાનો બદલાવ કરવો પણ જરૂરી છે.



ક્રમશ


વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....

આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.

વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો

મો નંબર ૭૬૭૭૩૫૨૫૦


આપનો આભાર...