Sathvaro - 18 books and stories free download online pdf in Gujarati

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 18

અમોઘાની નવી દુનિયા
●●●□□●●●●□□□□●●●●□□□●●●●□□●●●●●

સાકરમાને હતું કે દીકરી સુખી તો મને કંઈ વાંધો નહીં આવે થોડાં દિવસ જ તો છે,પરંતું ત્યાનું વાતાવરણ કંઈ કેટલાં અમંગળ સ્પંદનો જગાવનાર હતું.

બેઉઁનાં હૈયા એટલાં ખાલી થઈ ગયાં,જાણે કોઈએ પ્રાણ જ છીનવ્યાં ,પાછલાં ઘણાં વરસથી બંનેનાં જીવનનું કેન્દ્ર બિંદું જ અમોઘા.એ લોકો એટલાં મુક થઈ ગયાં કે અઢાર વીસ કલાકની મુસાફરીમાં ન કોઈ કંઈ બોલ્યું ન જમવાનું ભાન.ઘરે પહોંચતાં જ સાકરમાની આંખ અનરાધાર વરસી પડી.

અમોઘા વિના જેમની સવાર ન પડતી એમણે બે દિવસથી એનો અવાજ નહોતો સાંભળ્યો,સાકરમાની ઈચ્છા છતાં અશ્ર્વિનીબહેને વાત ન કરાવી,"એને છાત્રાલયમાં નથી મોકલી એની માનું જ ઘર છે,એને ત્યાં ગોઠવાવાં દો,નહીં તો એ બે ઘર વચ્ચે દુવિધામાં જ રહેશે અને ખુશ નહીં રહી શકે".સાકરમાને એની વાત ઉચિત લાગી તોય મનમાં હતું એ બહાર આવ્યું,"એણે એની દીકરીને માફ નથી કરી લાગતી.ઈ અણગમો અમોઘા હાર્યે દેખાય ,ઈને ખાલી એનું નામ જ ગયમું,બાકી આપણે નાનાં લાગીએ એને."

" હશે, હવે આપણેતો આપણી દીકરીનો જ વિચાર કરવાનો,એણે કેટલાં લાડથી એકની એક દીકરીને ઉછેરી હશે ,એમનો સંતાનમોહ છેક જ ભંગ થયો ,કંઈ કેટલું
વિત્યું હશે મન પર,જિંદગીની કડવાશ વાણી વર્તનમાં આવી જાય,બધાં તમારાં જેવાં થોડાં હોય ?"ઈ વાત તો તારી સાચી,હવે ઉપાધિ નહીં કરું."

●●●●□□□□●●●●□□□□●●●●●□□□□●●●●□□□
બાળકને નવું જાણવાનો જોવાનો ઉત્સાહ વધારે હોય
એમ અમોઘાને પણ,શરૂઆતનાં દિવસો ઘરથી ને માંથી દુર રહેવાની ખાસ અસર ન થઈ.અશ્ર્વિનીબહેન ને મા સાથે વાત પણ ટુંકાણમાં જ પતાવતી ,નવી દુનિયા એની જાહોજલાલી અને એનાં પર ઓળઘોળ રહેતાં નાની અને નોકર ચાકર,નાના અતડા રહેતાં ,ન પાસે બેસતાં ન વહાલ દર્શાવતાં એનું એને અજુગતુંય ન લાગતું,એણે ક્યારેય બાપનું વહાલ અનુભવ્યું જ નહોતું.


લાગણીઓને ભાષાનાં સીમાડાં ક્યાં નડે ,ન નાનીને ગુજરાતી આવડે ન અમોઘાને કન્નડ ,ભાંગી તુટી અંગ્રેજીમાં બેઉઁનું કામ ચાલે ,લોહીનાં ગુણ કે સહવાસ
અમોઘ થોડું થોડું કન્નડ સમજવા લાગી.

થોડાં દિવસ પલકવારમાં પસાર થઈ ગયાં ,પછી એને કંટાળો આવવાં લાગ્યો,ઘરની ખુલ્લી હવા,મિત્રો માનો સ્પર્શ એ બધું તીવ્રતાથી યાદ આવવાં લાગ્યું ,ને અહીં આ મહેલનુંમાં ઘરનું ભારેખમ વાતાવરણ સાથે વધું પડતી સગવડતાં ખૂંચવા લાગ્યાં. બંગલામાં આઉટહાઉસ માળીની છોકરી સાથે નાનીએ એની ઓળખાણ કરાવી ,અને બંનેની દોસ્તી જામી બગીચામાં સંતાકુકડી રમવું, વચ્ચે રાખેલાં ફુવારામાં નહાવું,માટીમાં રમવું.સાંજે નાથમ આવે ત્યાં સુધી ચાલતું એમનાં આવવાનાં સમયે દરેક જણ સાવધ થઈ જતું જેમ શિક્ષક આવે ત્યારે બાળકો થઈ જાય.

એક દિવસ બંને સહેલીઓ નાનીની સાડી વીટી કોઈ લોકનાટક ભજવતી હતી.સ્મૃતિ અને અમોઘા બગીચામાં
કુટીર હતી ત્યાં પોતાની રમતમાં મશગુલ હતાં એમને નાથમનાં આવવાનો ખ્યાલ ન રહ્યો.નાની એમની સાંધ્યપુજામાં હતાં ,જે ક્યારેય વચ્ચેથી ન ઉઠતાં. અમોઘાની ગેરહાજરી તરત વર્તાઈ એની હાજરીમાં આટલી શાંતિ ન હોય.નાથમ એને શોધતાં બગીચામાં પહોચ્યાં,અમોઘાને આવાં વેશ અને નાટકની મુદ્રામાં જોતાં એમની ત્રાડ જ નિકળી "અમૃતા...

બંને બાળકીઓ ડઘાઈ ગઈ,એમાંય સ્મૃતિ તો ધ્રુજવા જ લાગી.અમૃતાતાઈ બેબાકળી બધું છોડીને દોડી આવી.પરિસ્થિતી પામી એ અમોઘાને ત્યાંથી લઈ ગયાં.
અમોઘાને બહું દુઃખ નહોતું નાના સાથે જરાપણ લાગણીનો નાતો નહતો. ગુસ્સો હતો આવી રીતે કોઈ પુરુષ કેમ ગુસ્સો કરી શકે એ તેની સમજ બહાર હતું.એ જમી નહીં ,જ્યારે નાની થાળી લઈ એને જમાડવાં આવ્યાં ત્યારે એણે કીધું "મારે કાલે જ મારા ઘરે જવું છે." નાની એ ઘણું સમજાવી પરંતું એ એક ની બે ન થઈ .

અંતે નાની એને એક કમરામાં લઈ ગયાં,એની દિવાલો પર તસવીરોમાં કેદ ભૂતકાળ હતો. અમૃતા તાઈથી બોલી પડાયું ."નીમા જન્મકુડુ" આ તારી જન્મદાત્રી. મોટા ભાગનાં ફોટા બાપ દીકરીનાં,ક્યાંક ઘોડો બનતો બાપ,તો દરીયા કિનારે મસ્તી કરતાં,ક્યાંક નિર્વિકાની જેમ નૃત્યની અગભંગી કરતાં પપ્પા તો વળી ,એકમાં નાથમની જેમ મુંછ અને લુંગી પહેરેલી નિર્વિકા.દરેક તસવીર બાપનાં હેતનો અને સુખી દિવસોનો બોલકો પુરાવો હતી.

અમોઘા જોઈ રહી એણે નાનાને આટલાં ખુશ જોયાં નહોતાં,જાણે બે અલગ જ વ્યક્તિ ,નાની બોલ્યાં "તારાં નાના હંમેશા આવા ન હતાં,તારી મા એને જીવથી પણ વહાલી,એની જિંદગી એનાં પ્રેમમાં ભાગ પડે તેવું તારા નાના ઈચ્છતા ન'તા એટલે જ અમારે બીજું કોઈ સંતાન નથી.".."તારી મા અમુક ખોટા નિર્ણયોનાં કારણે અમારાથી દુર થઈ એણે અમારા સંસ્કાર કે પ્રેમ નું માન ન જાળવ્યું.

પછી એમણે અમોઘાને દરેક વાત જણાવી" આજેય તારા નાના એની ખુબ યાદ આવે ત્યારે અહીં આવી બેસે છે,એની સૌથી પ્રિય વ્યક્તિએ એને સૌથી વધું દુઃખ આપ્યું છે. એ આઘાત એમનાં વર્તનમાં આવી જાય છે".

અમોઘા અચાનક ત્યાંથી નીકળી ને નીચે નાના પાસે આવી,તેઓ બંધ આંખે આરામ ખુરશી પર ઝુલતાં હતાં,અમોઘા તેમને અટકાવીને ત્યાં એમનાં ખોળામાં માથું રાખી પગ પાસે બેસી ગઈ ," નાનું હું માની જેમ એવું કંઈ નહીં કરું કે તમને અને મારી બેઉઁ માને દુઃખ થાય કે મને નુકસાન થાય.

નાથમ જેવો પાષાણ પુરુષ નાની બાળકીની સમજદારી જોઈ પીગળી ગયો.એ અમોઘાનાં માથે હાથ ફેરવતાં આંખ ભીની થઈ ,એ મનમાં જ બબડી ગયાં" સારું થયું આનો ઉછેર એની સગી મા પાસે ન થયો."

@ ડો.ચાંદની અગ્રાવત