Brahmarakshas - 7 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 7

વિરમસિંહ પોતાના ઓરડામાં જડીબુટ્ટી લઈને જાય છે. પોતાના બંને હાથો વડે તે જડીબુટ્ટી ને પીસીને નંદિની ના નાક આગળ રાખી. જડીબુટ્ટી ની એટલી બધી તીવ્ર તીખી સુગંધ આવતી હતી કે વિરમસિંહ નું નાક બળવા લાગ્યું. વિરમસિંહે પલંગ ની બાજુ માં રહેલા ટેબલ ઉપર જડીબુટ્ટી ને મૂકી ને બહાર પાણી લેવા ગયા.


નંદિની ભાન માં આવશે તો હું શું જવાબ આપીશ ? કાલિંદી અને ભૈરવી નું રહસ્ય તેની સામે તો આવી ગયું પણ હવે આગળ શું થશે ? મનમાં કેટલાય વિચારોની માયાજાળ સાથે વિરમસિંહ ઓરડા માંથી બહાર આવ્યા. રસોડામાંથી પાણી લઈને બહાર આવ્યા ત્યાંજ એક અવાજ સંભલાણ્યો......


“ કાલિંદી........”



મૂર્છિત હાલત માંથી પાછી આવી ગયેલી નંદિની ની આંખો તેની લાડલી બેટી કાલિંદી ને શોધી રહી હતી.


વિચારોમાં ખોવાયેલા વિરમસિંહે જેવો અવાજ સાંભળ્યો કે તરત તેઓ પોતાના વિચારોમાંથી બહાર નીકળી ઓરડા તરફ ભાગ્યાં. ઓરડામાં અંદર તો પહોંચી ગયા પણ તેમનો પગ ના ઉપડ્યો નંદિની ના પલંગ તરફ.


ઓરડામાં ચોમેર ઘૂમી રહેલી નંદિની ની આંખો દરવાજા પાસે ઉભેલા વિરમસિંહ ની ઉપર આવીને એકીટસે જોઈ રહી.


નંદિની અને વિરમસિંહ ની આંખો એક મેક ને મળી. નંદિની ની આંખોમાં આંસુ સાથે કેટલાય પ્રશ્નો હતા. મનમાં ફરી રહેલી એ રાત અને રાત સાથે જોડાયેલું એ રહસ્ય હતું.

તો બીજી બાજુ વિરમસિંહ ના હદય માં ઉપડેલી એ સુળ તેના હદય નેજ ખુંપતી હતી.જે રહસ્ય ને છુપાવા માટે વર્ષોથી કેટલીયે મહેનત કરી તે જ રહસ્ય આજે ખુલ્લું પડ્યું હતું.જે પ્રશ્નોના જવાબ રહસ્યની સાથેજ ખુલ્લા પડી જવા જોઈએ એજ જવાબ આજે નંદિની માટે કેટલાય પ્રશ્નો માં રૂપાંતર થઈ ગયા હતા.


વિરમસિંહે ઊંડા શ્વાસ સાથે પોતાના પગ એ જમીન પર ચોંટી ગયા હતાં ત્યાંથી હિંમત કરી ને ધીમે ધીમે નંદિની તરફ આગળ વધાર્યા. ધ્રુજતા પગ હવે નંદિની ની સાવ નજીક આવીને સ્થિર થઈ ગયાં.


“ શું મારો જાણવાનો હક નહોતો ? એ મારી પણ કંઇક લાગે છે! ભૂલી ગયા તમે? કેમ આખરે આટલું મોટું રહસ્ય મારાથી છુપાવ્યું ? ” નંદિની એ પોતાના બધાજ પ્રશ્નો વિરમસિંહ ની આગળ ઠાલવી દીધા.


“ હું તને જણાવવા માંગતો હતો. એક પતિ ને પોતાની પત્ની થી કોઈ પણ વાત છુપાવી ના જોઈએ આ વિચાર સાથે હું તને બે વર્ષ પહેલાં બધીજ સચ્ચાઈ જણાવવા આવી રહ્યો હતો પણ તારા રૂમમાં ઢળતાં જ મે એક મા ની પ્રેમથી નીતરતી છબી જોઈ તારી અંદર જે કાલિંદી પ્રત્યે નો પ્રેમ હતો તું તેને નિસ્વાર્થ તેના ઉપર વરસાવી રહી હતી. એ માની મમતા આગળ હારી ગયો એક પતિ. અને હદયમાં જાગી ઉઠ્યો એક પુત્રી પ્રત્યે નો પિતાનો પ્રેમ. હું જાણું છું તને આ સચ્ચાઈ વેલા જ બતાવી દેવી જોઇએ. પણ મને માફ કરજે એક માની મમતા આગળ હું હારી ગયો.” વિરમસિંહ ના શબ્દો આંસુ ભીનાં હતા એ ખરતા આંસુઓમાં તેમનાં શબ્દો પ્રશ્ચતાપ થી પલળેલા હતા.


વર્ષોથી પોતાના હદયમાં છુપાયેલું રહસ્ય આમ જાહેર થતાં વિરમસિંહ ને પહેલા તો ખુબજ દુઃખ લાગ્યું કેમ કે નંદિની થી છુપાવેલ રહસ્ય તે સામેથી બતાવા માંગતા હતા પણ નંદિની ની આ રીતે ખબર પડી એ વાત થી તેમને દુઃખ થયું હતું.પણ વિરમસિંહે હાલ જે માંડીને બધીજ વાત નંદિની આગળ ખુલ્લા મનથી કહી દીધી તેનાથી તેમના હદય ને થોડી શાંતિ મળી.


નંદિની ખૂબ જ સારા સ્વભાવ વાળી અને સંસ્કારી પત્ની હતી. એટલે તે વિરમસિંહ ની બધી જ વાતને ધ્યાન થી સાંભળી રહી હતી. વિરમસિંહ ને આવી રીતે રડતાં જોઈ ને નંદિની પણ રોઈ પડી.


“મને દુઃખ એ વાતનું નથી કે તમે મારાથી સચ્ચાઈ છૂપાવી મને દુઃખ એ વાતનું છે કે મે જેને નવ મહિના સુધી મારા ગર્ભ માં રાખી હતી એ મારી બીજી દિકરી....” આટલું બોલતાં નંદિની ચોધાર આંસુડે રડી પડી.


“ માફ કરજે હું આપણી દીકરીને એ દિવસે ના બચાવી શક્યો. પણ મને એ વાતની ખુશી થાય છે કે આપણી લાડલી મે બચાવી લીધી અને આજ દિન સુધી બચાવી રહ્યો છું.”


“આજ દિન સુધી?? તમારો કેવા નો અર્થ શું છે હું કઈ સમજી નહી? અને હાલ ક્યાં છે કાલિંદી ?" નંદિની ને વિરમસિંહ ને કહ્યું.


હાલ ક્યાં છે કાલિંદી નંદિની નો આ પ્રશ્ન સાંભળતાજ અચાનક વિરમસિંહ ને કાલિંદી ની ચિંતા થવા લાગી તેમને યાદ આવ્યું કાલિંદી તો બહાર ગઈ છે વૈદ્ય ને બોલાવા હજુ સુધી પાછી આવી નથી. વિરમસિંહ ના મનમાં વિચારો જેટલા ઊંડા ઉતરતા હતા એટલું જ બહારનું વાતાવરણ ભયંકર રૂપ ધારણ કરી રહ્યું હતુ. અચાનક વાતાવરણ પલટો આવ્યો જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વિરમસિંહ નંદિની પાસે થી ઊઠીને ચાલવા લાગ્યા.


“અરે ક્યાં જાવ છો?? ” નંદિની પોતાનું વાક્ય પૂરું કરે તે પેલા જ વિરમસિંહ ઓરડા બહાર નીકળી ગયા. આમ અચાનક વિરમસિંહ ને ભાગતા જોઈને નંદિની પણ પાછળ પાછળ ગઈ. તબિયત હજુ થોડી ખરાબ હતી છતાં પણ નંદિની પૂરઝડપે ચાલી રહી હતી.


વિરમસિંહ ને ગામમાં વૈદ્ય ના ઘરે પહોંચતા ખબર પડી કે જડીબુટ્ટી તેમની પાસે હાજર ના હોવાથી કાલિંદી અને શ્રેયા જંગલમાં જડીબુટ્ટી લેવા ગયા છે. હવે તો વિરમસિંહ ની ચિંતા ખુબજ વધી રહી હતી અને ઉપરથી એ અઘોરી દાદા ની કહેલી વાત... “ ના તેમને જવા દો. મા કાળી નો સંદેશો આવ્યો છે તેમને. કાલિંદી ખુદ તેના રહસ્ય તરફ જવા માંગે છે તેને ના રોકશો.” આ શબ્દો વિરમસિંહને યાદ આવ્યાં હવે તો તેને પાક્કી ખાત્રી થઈ ગઈ કે કઈક તો અનહોની થવાની છે.વિરમસિંહ વૈદ્ય ના ઘરની બહાર નીકળ્યા ત્યાંજ તેની નજર સમક્ષ............




વધુ આવતા ભાગમાં...