Brahmarakshas - 20 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 20


“ તમારી વાતો પૂરી થઈ ગઈ હોય તો અહીં આવશો...! બધાં સાથે મળીને ભોજન ગ્રહણ કરી લઈએ. " અમરસિંહે માનસિંહ તથા વિરમસિંહ ને બોલાવતા કહ્યું.


બધાજ ભેગા થઈને ભોજન કરવા બેઠાં હતાં ત્યાંજ દુર્લભરાજ શરાબના નશામાં ધૂત થઈને ત્યાં આવી પહોંચ્યો.


“ હંમેશા મારી સાથે જ અન્યાય થાય છે. બધુજ ઝુંટવી લીધું મારી પાસેથી. બધો જ પ્રેમ માનસિંહને અને મારા ભાગે ફક્ત નફરત આવું કેમ. અને આજે તો ભૈરવીને પણ......" દુર્લભરાજ નશાની હાલતમાં હતા એટલે તેઓ શું કહે છે કોઈને કંઈ સમજણમાં ના આવ્યું અને પોતાનું વાક્ય પૂરું કરે એ પેલા જ જમીન પર ઢળી પડ્યા.


“ આને અહીંથી લઇ જાવ." અમરસિંહ એકદમ ગુસ્સામાં આવી ગયા અને તેમના નોકરોને કહ્યું.


બે લોકો આવીને જમીનદોસ્ત થઈ ગયેલા દુર્લભરાજને ઉભા કરી પોતાના ખભા ઉપર ટેકો રાખીએ દુર્લભરાજને તેમના શયનખંડ સુધી મૂકી આવ્યા.


દુર્લભરાજના કારણે ખુશીયો ભંગ થઈ ગઈ. રાવસિંહ આજે ખૂબ જ પસ્તાવો કરી રહ્યા હતા કે દુર્લભરાજ જેવો પુત્ર તેને મળ્યો.


બધાએ જલ્દી જલ્દી જમી લઈ પોતપોતાના શયનખંડ તરફ ગયા. ગામલોકો પણ અમરસિંહની રજા લઈને પોતપોતાના ઘરે જવા લાગ્યાં.


અમરસિંહ હજુ પણ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતાં. આમેય તેમને દુર્લભરાજ પ્રત્યે પહેલેથી જ અણગમો હતો જ. દુર્લભરાજનો વ્યવહાર જ એવો હતો કે કોઈ તેને પસંદ કરતું નહિ. ગામનાલોકોએ દુર્લભરાજને ક્યારેય પાછળથી માન - સન્માન આપ્યું નથી, એતો ફક્ત ઠાકુરકુળનો દીકરો છે એટલે થોડું ઘણું સન્માન આપતા બાકી પાછળથી તો લોકો તેને શ્રાપ જ આપતાં.તેના કાર્યો જ એટલાં ખરાબ હતાં.


“ આજના દિવસે તો ગુસ્સો થોડો ઓછો કરો." બકુલાદેવીએ ગુસ્સે થયેલા અમરસિંહને કહ્યું.


“ તમને ખબર છે એ હું એને મારી આંખો ની સામે પણ જોવા નથી માગતો.એ રાત્રે ગામની દિકરી પર હાથ નાખનાર આ દુર્લભરાજ જ હતો એતો તમે જાણો જ છો ને.એતો માનસિંહ તેમની સાથે હતા એટલે બધું સંભાળી લીધું હતું, નહિતર આજે ગામમાં ક્યાંય મોઢું દેખાડવા લાયક ના બચ્યાં હોત."


“ હવે એ જે બન્યું હતું એ ભૂલી જાવ અને નિરાંતે ઊંઘી જાવ, આમેય આજે આખો દિવસ વ્યસ્ત રહેવાના કારણે ખૂબ જ થાકી ગયા હશો."


અમરસિંહ અને બકુલાદેવી પોતાના શયનખંડ તરફ વળ્યા. રાતના સમયે આકાશમાં ચમકી રહેલા તારાઓ સાથે ચંદ્ર બીલકુલ મધ્ય ભાગમાં આવી ગયો હતો. રાત્રે બધાં ઊંઘી રહ્યા હતા ત્યારે માનસિંહ ના શયનખંડ માંથી ધીમો ધીમો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. માનસિંહ અને ભૈરવી વાતો કરી રહ્યા હતા પરંતુ તેમનો અવાજ સ્પષ્ટપણે બહાર આવી સમજાતો નહોતો.


“ ભૈરવી તમે ચિંતામુક્ત રહો, તમારી મરજી વગર હું તમને સ્પર્શ પણ કરીશ નહિ. હું તમને વચન આપું છું." માનસિંહે ભૈરવીને વચન આપતા કહ્યું.

“ મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, તમે મારી મરજી વગર મને અડકશો પણ નહિ. તમે નાનપણ થી મારા સારા મિત્ર હતા અને હંમેશા રહેશો. મને તમારા ઉપર વિશ્વાસ છે એટલે જ મે મારી સઘળી હકીકત તમને જણાવી દીધી."


“ ભૈરવી હું પ્રથમ તમારો મિત્ર છું એ વાત સદાય યાદ રાખજો. તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે મને અવશ્ય જણાવી શકો છો. હું નિરંતર આપની સાથે જ છું." માનસિંહે પોતાના શબ્દો દ્વારા ભૈરવીના દિલમાં જગ્યા બનાવી જ લીધી હતી.


એ રાત્રી તો ટમટમતા તારાઓ સાથે વિલીન થઈ ગઈ. રોજના સમય પ્રમાણે સૂરજ દાદાએ પોતાની દસ્તક આપી જ દીધી. નવા સબંધોની સાથે આજની સવાર કઈક અલગજ રીતે ખીલી રહી છે. કોઈના ચહેરા ઉપર ખુશીયો તો કોઈના ચહેરા ઉપર આછી એવી ચિંતાની રેખાઓ ઉપસી આવી છે.


પોતાના પુત્રને ખાતીર પરાણે હસી રહેલા બકુલાદેવીના મુખ ઉપર નજર નાખતાં જ તેમની ચિંતાની રેખાઓ જોઈ શકાય છે.જે બહારથી દેખાતી થોડી ઘણી ચિંતા બકુલાદેવીને અંદરોઅંદર ખાઈ રહી છે.


“ માતૃશ્રી તમારો ચહેરો આજે ફરીથી મને ઉદાસ નજર આવી રહ્યો છે. એ દિવસે તો તમે વાતને ટાળી દીધી હતી, પરંતુ આજે તો હું જાણીને જ રહીશ. શું તમે તમારી સમસ્યા તમારા લાડલા માનસિંહ ને નઈ જણાવો...!" માનસિંહે ઉદાસ બેઠેલા તેમના માતૃશ્રી કહ્યું.



“ બેટા, તો સાંભળ....... બકુલાદેવીએ બોલવાનું શરૂ કર્યું........



વધુ આવતા અંકમાં.....✍️