Safar - 10 books and stories free download online pdf in Gujarati

સફર - 10

રડીને મન સાવ શાંત થઈ ગયું.કાઉચ પર બેઠાં બેઠાં જ અમોઘા ઉંઘમાં સરી ગઈ." ઉંઘમાં પણ એનાં તંગ કપાળ ને જોઈને એનાં તાણનો અંદાજ આવતો હતો."એની અધખુલ્લી આંખોમાંથી એની કીકીઓ ફરતી હતી.

જ્યારે એ સુતી હતી ત્યારે, સાનિધ્ય મલ્ટિપલ સ્ક્લેરોસીસનાં રેર કેસીસ હીલીંગ અલ્ટરનેટ થેરાપી વિશે સર્ચ કરતો હતો. ન્યુરોનસ્ટીમ્યુલેશન થઈ એકાદ કેસમાં અવાજ પાછો આવે એવું વાંચી ને એનાથી જોરથી બોલાઈ ગયું "યસ"..અમોઘા ઝબકીને જાગી ગઈ.


સાનિધ્યએ એનો હાથ સહલાવ્યો અને પોતે બનાવડાવેલું
ઘરચોળું એની સામે ધર્યું.આપણાં લગ્નનું પહેલું સુકન ઘરચોળું.મમ્મી તો નથી એટલે મે એમનાં તરફથી બનાવડાવ્યું.


અમોઘા એનો પાલવ અને એમ્બ્રોડરી જોઈ દંગ રહી ગઈ. એનાં ચહેરા પરનો ભાવ વાંચી ને સાનિધ્યએ કહ્યું." વિચાર મારો હતો પણ મદદ મને અશ્ર્વિનીબહેને કરી"..

એણે પોતે કેવી રીતે ગયો, એનાં મમ્મીનું મૃત્યું થઈ લઈ એને અને સાકરમાને મળવા નંદપૂર જવું , સાકરમાંની અંતિમ ઈચ્છા બધું જણાવ્યું.

" મને ખબર છે તું ગુસ્સે છે, પણ અશ્ર્વિનીબહેનથી વીના કારણ નારાજ છે. એણે તને સાવ અપેક્ષા વિનાનો મુક પ્રેમ આપ્યો છે.તું એની અવગણના ન કરી શકે".અનુભવે કહું છું.
ઘણીવાર કોઈને ગુમાવ્યા પછી જ કદર થાય.

અમોઘા ચુપચાપ વાત સાંભળતી હતી એનાં ચહેરા પર સહમતી હતી.
******□□□□□******□□□□□*****□□□□
બંને એ હવે કાયમી માટે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું, બંનેનું હૃદય તો ત્યાં જ ધબકતું. સાનિધ્યએ પોતાની નોકરી છોડી દીધી , હવે બસ નિજાનંદમાં જીવવાનું નક્કી કર્યું.

સંસ્થામાં પહોચ્યાં ત્યારે આખી સંસ્થા જાણે એમનાં સ્વાગતમાં તૈયાર હતી.ત્યાં પગ મુકતાં જ સાકરમાની તીવ્ર
ગેરહાજરી મહેસૂસ થઈ એનાં મુંગા ડુસકા સહું ને પીગળાવી ગયાં.એ ક્યાંય સુધી અશ્ર્વિનીબહેનને ગમે વળગી રડતી રહી.

સાનિધ્યએ અગાઉથી જાણ કરી દીધી હતી એટલે મનન અને સાનિધ્યનાં પપ્પા આવી પહોચ્યાં હતાં.અશ્ર્વિનીબહેને અમૃતાને પણ બોલાવી લીધાં હતાં. ઘરમાં પ્રવેશતાં જ નાનીને જોઈ અમોઘાની આંખો ખુશીમાં ચમકી. એ હવે વ્હીલચેર પર હતાં પણ દોહીત્રીને આ રીતે જોઈ રડી પડ્યાં અલબત અશ્ર્વિનીબહેને એમને અગાઉ માનસિક રીતે તૈયાર કરી રાખ્યાં હતાં.


એકાદ બે દિવસ પછી સહું મળીને લગ્ન કેવી રીતે કરવાં એની ચર્ચા કરવાં લાગ્યાં.અમોઘા સાનિધ્યની ઈચ્છા સાદાઈથી લગ્ન કરવાની હતી.

લગ્નમાં અમોઘાએ સાકરમાનો જુનો પહેરવેશ ઢારવો , કાપડું ઉપર ઓઢણાંની જેમ ઘરચોળું અને એની યાદ સમું ઝુમણું પહેર્યું હતું.અને મહેંદીની ડિઝાઈન છુંદળા જેવી.સહું કોઈ આ અનોખી દુલ્હનને જોઈ રહ્યાં.

અમૃતાએ ભેટમાં એની તમામ સંપતિ અમોઘાને આપી દીધી આજ તારાં નાનાની ઈચ્છા હતી એમ કહીને.એણે વિશ્ર્વાસ જતાવ્યો કે આ સંપતિનો સદુપયોગ થશે.એમણે પોતે હવે બાકીની જિંદગી સંસ્થામાં જ વિતાવવાનું નક્કી કર્યું.

સાનિધ્ય અને અમોઘાએ નક્કી કર્યું કેએક એવી સંસ્થા બનાવવી જેમાં એવી સ્ત્રીઓ, યુવતીઓ રહી શકે જેમને પરિવાર નથી, કોઈ ખોડખાપણ છે.એ સંસ્થામાં અલગ અલગ વ્યવસાયિક ટ્રેનીંગ એમને પગભર કરવા માટે. સ્કૉલરશિપ..મેડીકલ ફાઈનાન્સ પોતાને મળેલી સંપતિનો આ
રીતે ઉપયોગ કરવો.

બંને વચ્ચે અત્યાર સુધી ઘણી વાતચીત , ઈશારાથી તો ક્યારેક લખીને થતી હતી. જર્મનીથી સાનિધ્યએ એવું ન્યુરો મોડ્યુલેટર આયાત કર્યું જે અમોઘાનાં વિચારને પોતાનાં વોઈસમાં ટ્રાન્સલેટ કરે.

છ મહિના પછી " મમતા" સંસ્થાનું ઉદ્ઘાટન હતું ત્યારે સાકરમાં વિશે અમોઘાએ એનાં વિચારોને નવાં અવાજ સાથે વ્યક્ત કર્યાં." માનું અસ્તિત્વ બાળક સાથે જોડાયેલું હોય છે. પરંતું મારું અને સાકરમાનું અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલું છે. હું છું ત્યાં સુધી એ રહેશે મારાં દરેક શ્ર્વાસમાં".

એ પછી સાનિધ્યએ પોતાનું પહેલું પુસ્તક "સાકરમા"નું વિમોચન અમોઘા અને અશ્ર્વિનીબહેનનાં હસ્તે કરાવડાવ્યું.
એણે સાકરમાંનું સંપુર્ણ જીવનવૃતાંત સુંદર રીતે રજું કર્યું હતું.

સંસ્થાનું કામ એક ઘરેડમાં ગોઠવાયાં પછી સાનિધ્ય અને અમોઘા સાકરમાનાં અસ્થિઓ વિસર્જન કરવાં એમની અંતિમ ઈચ્છા મુજબ નીકળ્યાં.

એ ગામનાં પાટીયાં આગળ જ્યાં તે સાકરમાને મળી હતી , મા પાસે એ જગ્યાનું વર્ણન ઘણીવાર સાંભળાયું હતું.એ સ્થળે પહોંચતાં જ એ તરત ઓળખી ગઈ. ત્યાં એ થોડીવાર શાંત બેસી રહી.

એ પછી એ લોકો ગામમાં ગયાં , ગામને આધુનિકતા સ્પર્શી ગઈ હતી.?કેટલાં દરવાજા ખખડાવ્યાં પછી એમને સાકરમાની ડેલી અને ખેતર મળ્યાં.

ગામવાળા સાકરમાનાં અચાનક ગાયબ થવાને લીધે વહેમમાં એનાં ખેતરમાં પગ નહોતાં મુકતાં.ગામનાં એક છોકરાએ દુરથી
ખેતર બતાવ્યું.

ત્યાં જઈ બંન એ એમની અસ્થિ વિસર્જીત કરી . સાકરમાની હાજરી મહેસૂસ કરતી અમોઘા ત્યાં બેઠી.

અચાનક થોડે દૂરથી એક બાળકનાં રડવાનો અવાજ આવવાં લાગ્યો.એ લોકો અવાજની દિશામાં ગયાં બાજુનાં ખેતરમાં એક ખેતમજૂરનાં ઝુંપડા પાસે એક બાળક એકલું રડી રહ્યું હતું, અંદર એક આધેડ પુરુષ અર્ધબેહોશ પડેલો હતો.

એ લોકો એ પેલાં છોકરાની મદદથી એને પોતાની ગાડીમાં સુવડાવ્યો અને એ બાળકને લઈ ગામમાં આવ્યાં.ત્યાં સુધી ગામ ભેગું થઈ ગયું.

લોકો પાસેથી જાણવાં મળ્યું કે એ બાળકનાં માતા- પિતા અકસ્માતે મૃત્યું પામ્યાં.એનાં દાદા પહેલેથી બિમાર આ આઘાતનાં લીધે સાવ પથારીવશ થઈ ગયાં. કોઈ આજુબાજુ નિકળે ત્યારે બાળકને દુધ પાઈ દે.અને ક્યારેક નવડાવી બાકી એ છ મહિનાનું બાળક દાદાનાં ખાટલાં ની આજુબાજુ બેઠું રહે.ક્યારેક દાદાને સારું હોય તો એનું ધ્યાન
રાખે બાકી બાળક રડ્યાં કરે.

સાનિધ્યને અમોઘાએ કંઈ સંતલસ કરી ગામનાં સરપંચ અને લોકો પાસે પ્રસ્તાવનાં રાખી કે અમે આ બાળકને દત્તક લેવાં માંગીએ છીએ.અને તેને અને દાદાને સાથે લઈ જઈએ.દાદાની પણ સારવાર કરશું અને સ્વસ્થ થશે ત્યારે એમની મંજુરી લઈ લેશું.

ગામ લોકો તૈયાર થયાં ..

સાનિધ્ય અને અમોઘા એક નવી ઉમ્મીદ સાથે જીવન સફર તરફ આગળ વધ્યાં.

સમાપ્ત.
ડો.ચાંદની અગ્રાવત