Premno Vahem - 11 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો વહેમ - ભાગ 11

પ્રાર્થી પેનથી નોટબુકનાં છેલ્લાં પાનાં પર આમતેમ લીધાં કરતી હતી.આ સેમેસ્ટર પુરું થવાનું હતું હવે છેલ્લું સેમેસ્ટર ચાલું થાય એટલે કંઈક તો નિર્ણય લેવો પડશે. સુશીલાની વાપશીએ એનાં મન પર બોજ વધારી દીધો હતો.

એ ગમે તેમ પણ એક મા હતી પોતાનાં દીકરાનું તો હીત પહેલાં જ રાખે....પ્રાર્થી વિચારોમાં એટલી મગ્ન હતી કે સ્મીત
ક્યારે આવીને બાજુમાં બેસી ગયો એનો ખ્યાલ જ ન રહ્યો." વાહ, સરસ મોર્ડન આર્ટ ચિતર્યું છે, તારાં મનની જેમ ગુંચવાયેલું." " ના..ના એ તો એમ ...જ". " હું તને નાનપણથી ઓળખું છું જ્યારે તું ચિંતામાં હોય કેમુંઝવણમાં ત્યારે આમ લીટા કરવાં અને પેન ચાવવી એ તારી આદત છે.


સ્મિતે એને હાથ પકડી ઉભી કરી...ચાલ ચા પીએ..બરાબર એજ સમયે ઓફિસથી નીકળેલો વિહાગ કેમ્પસમાં દાખલ થયો. એ દૂરથી ઉભીને આ જોતો હતો.

એને પાછાં ફરવાં પગ વાળ્યાં પણ એનાં દિમાગ એને રોક્યો" શું એ તારી પત્ની બને તો એની જિંદગીમાં દોસ્તનું કોઈસ્થાન નહીં.એ એટલી તો સ્પષ્ટ ખ્યાલની છોકરી છે જો એણે લગ્ન કરવાં હશે તો જ કરશે." ...એ આગળ વધી પ્રાર્થી પાસે આવ્યો " હાય..." મારે તારી સાથે વાત કરવી છે..શક્ય છે?
આપણે ક્યાંક બહાર બેસીને વાત કરી શકીએ?

પ્રાર્થીએ હામાં ડોકું ધુણાવ્યું અને વિહાગની આગળ ગેટ તરફ ચાલતી થઈ. વિહાગ એને એક કોફી શોપમાં લઈ ગયો...
એણે કોઈ પ્રસ્તાવના વીના સીધું જ કહ્યું" મે ઓફીસનાં સી.સી.ટી.વી ચેક કર્યા છે, મને બધું સમજાઈ ગયું.ભુલ મારાં પપ્પાની છે.હવે હું એમની વાતમાં આવીશ નહીં"." ઘરે આવી જજે મમ્મી બહું ચિંતા કરતી હતી."

પ્રાર્થીને સમજાયું નહીં કેવી રીતે ' રીએક્ટ' કરે.કોઈપણ આરોહ અવરોહ વિનાનો ભાવહીન સપાટ અવાજ. એને આદેશ જેવો લાગ્યો.. એને મનમાં કંઈક ખુચ્યું, આ વીશે નિરાંત વિચારવાનું નક્કી કરી એણે કોફીમાં ધ્યાન પરોવ્યું.

રાત્રે ઘરે જમતાં જમતાં એ વિચારે ચડી જતી હતી એટલે ધીરજલાલે પુછ્યું " શું થયું બેટા? કંઈ મુંઝવણ છે?" ના ના એ તો માનસી સાથે થોડો ઝગડો...કંઈ નહીં પપ્પા તમે ચિંતા ન કરો." આમ કહી એણે જમવામાં ધ્યાન પરોવ્યું.

રાત્રે નવરી પડી પછી એણે ડાયરી કાઢીને વિહાગને પોઈન્ટ આપવાનું ચાલું કર્યું..એની પસંદનાં જીવનસાથીનાં ગુણો માટે એક થી વધારે આગળ જ નહોતું વધાતું.

આજે એને પહેલીવાર વિચાર આવ્યો કે વિહાગ સાથે સગાઈનો નિર્ણય વિચારીને લેવો જોઈએ. એક પણવાર એણે માફી તો ન માંગી પણ એનાં અવાજમાંય ક્યાંય પસ્તાવો નહોતો. સાવ સપાટ લાગણીશુન્ય માણસ.મને નથી લાગતું એને મારાં માટે લાગણી છે કે ભવિષ્યમાં થશે. આ એનાં માટે માએ કરેલી ગોઠવણ છે.

વિહાગ નામ ચિતરતાં સાથે એનાંથી લખાઈ ગયું " નાર્સીસીસ્ટ"..

છેલ્લે એ નક્કી કરીને સુતી કે આ સંબંધ ટકાવવા એ જરાય પ્રયાસ નહીં કરે.આંટીને મળવા પણ નહીં જાય જ્યાં સુધી
મન ન માને અને હવે કેરીયરમાંથી ધ્યાન જરાય ન હોવું જોઈએ.

***************************

વિહાગ ઘરે આવ્યો સુશીલા સંધ્યા પુજા કરીને બહાર જ આવી એ એને ભેટી પડ્યો..એની આંખમાંથી એક આશું સુશીલાનાં ખભ્ભા પર પડ્યું.સુશીલા એને દોરી બેઠકખંડમાં લઈ ગઈ એનો ગાલ સહલાવતાં બોલી" સત્ય પચાવવું બહું અઘરું છે , જાણું છું.એક સારો બાપ સારો પતિ અને સારો માણસ હોય એ હંમેશા શક્ય નથી હોતું."" તારે બસ તારાં એની સાથેનાં સંબંધને જ ધ્યાનમાં રાખવાનો"." મા પણ તારી સાથે અન્યાય થતો રહ્યો અને તું આમ સાવ સ્વસ્થ કેમ રહી શકે?"

"બેટા કારણકે હું અપેક્ષા નથી કરતી,મે છોડી દીધી છે .એમનો ભ્રમ રહેવા દીધો.હું મારી જાત સાથે ખુશ છું."

" તે પ્રાર્થી સાથે વાત કરી? એની માફી માંગી?"સુશીલાને અચાનક પ્રાર્થીની ચિંતા થઈ ગઈ.

"હા મા પણ માફી નથી માગી શક્યો. કંઈ ઐવું છે જે મને એની સામે વ્યક્ત થતાં રોકે છે.મારી લાગણીઓ પથ્થર બની જાય છે.કદાચ મારો ભૂતકાળ કે મારું અભિમાન." વિહાગે માની સમક્ષ દીલ ખોલી નાખ્યું.

ત્યારે તો સુશીલા કંઈ નબોલી પણ એને ચિંતા થઈ કે પ્રાર્થી જેવી છોકરી લાગણી વિનાનાં બંધનમાં નહીં જ રહે , જો સમયસર વિહાગની લાગણી વ્યક્ત નહીં થાય તો...

એણે બીજા દિવસે જ પંડિતજી ને બોલાવી લગ્નની તારીખ નક્કી કરવાનું વિચાર્યું.... એણે ધીરજલાલને ફોન કરી કહ્યું" હું વહેલી તકે વિહાગ અને પ્રાર્થીનાં લગ્ન લેવડાવવાં માંગુ છું."

ધીરજલાલ કંઈ સમજે એ પહેલાં કોલ કટ થઈ ગયો.
પ્રાર્થીને જ્યારે ખબર પડી " એણે મક્કમતાથી કહ્યું " આ મારી જિંદગીનો મહત્વનો પડાવ છે હું ઉતાવળીયું પગલું નથી ભરવાં માંગતી."

સબંધોનો આ ગુંચવાડો હવે સમયની કસોટી પર હતો.

ક્રમશ:

@ડો.ચાંદની અગ્રાવત