Vishv Havaman Divas books and stories free download online pdf in Gujarati

વિશ્વ હવામાન દિવસ

23 માર્ચ સમગ્ર વિશ્વમાં હવામાનદિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણકે 1950માં આજના દિવસે વિશ્વ હવામાન સંગઠનની સ્થાપના થઈ હતી. આ વર્ષે ૨૦૨૪ની આ દિવસની થીમ છે: “At the Front Line Of Climate Action

આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન અને તેમાં થતા ફેરફારોના કારણોથી તથા ખરાબ હવામાનની અસરોથી વાકેફ કરવાનો,તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. આજના સમયમાં હવામાન વિભાગને લગતી માહિતી રડાર, કૃત્રિમ ઉપગ્રહો, ખલાસીઓ, દરિયાઈ જહાજો અને માર્ગ અને હવાઈ ટ્રાફિકનું સંચાલન સંભાળનારાઓ દ્વારા કરવામાં આવે છે. આ બધું હવામાન અવલોકન ટાવર્સ, ઉચ્ચ-શક્તિવાળા કમ્પ્યુટર્સ અને વિવિધ અંકગણિત મોડેલો દ્વારા પ્રાપ્ત થાય છે.

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન વિશ્વ હવામાન દિવસની ઉજવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વના વિવિધ દેશોમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ હવામાન દિવસ લોકોને પૃથ્વીના વાતાવરણના રક્ષણમાં તેમની ભૂમિકા વિશે પણ જાગૃત કરે છે. તાપમાન (Temperature)માં થતો અચાનક વધારો, કુદરતી આફતોનું વધતું પ્રમાણ, હિમાલયમાં બરફનું પીગળવુ, મિશ્રઋતુના સમયગાળામાં વધારો, હવામાન (Weather)ને લગતા ઉપદ્રવનો ફેલાવો આ બધ પ્રશ્નોનો જવાબ માત્ર એક જ મળશે-ગ્લોબલ વોર્મિંગ(global warming) .

આવા ઉપદ્રવોનો ફેલાવો અટકાવવા સમગ્ર વિશ્વમાં 23 માર્ચે ‘‘વિશ્વ હવામાન દિવસ’’ (World Weather Day) ઉજવવામાં આવે છે અને લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ભારતનું પ્રથમ એવુ રાજ્ય છે જેણે હવામાન અંગેની જાગૃતિ લાવવાક્લાઇમેટ ચેન્જનામનું ડીપાર્ટમેન્ટ શરૂ કર્યું છે. લોકોને હવામાનલક્ષી બાબતોથી સજાગ કરવાનો પ્રયત્ન વિશ્વમાં સૌ પ્રથમ ઇ.સ. 1813માં ઇન્ટરનેશનલ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાથી થયો હતો. જેમાંથી પ્રેરણા લઇ ઇ.સ 1950માં વર્લ્ડ મેટીરીયો પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. જેનું વડું મથક સ્‍વીટઝર્લેન્‍ડના જિનીવા ખાતે આવેલું છે. આ સંસ્‍થાને સંયુકત રાષ્‍ટ્રસંઘની ખાસ શાખા તરીકે સ્‍થાપિત કરવામાં આવી છે. વર્લ્‍ડ મીટીરીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો મુખ્‍ય હેતુ હવામાનશાસ્‍ત્ર,જળશાસ્‍ત્ર અને ભૂ-ભૌતિકશાસ્‍ત્ર અંગે આમજનતાને માહિતગાર કરવાનો છે.

આજના સમયમાં યોગ્ય હવામાન તે સમયની માગ છે. જોકે સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. જેની સીધી અસર લોકોના જીવન પર પડી રહી છે. કેમ કે હાલમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનિયમિત થઈ ગઈ છે. ક્યારેક પુષ્કળ ઠંડીની ઋતુ હોય છે, તો ક્યારેક બીલકુલ ઠંડી જ નહીં. ક્યારેક પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે કે જેનાથી મોત પણ નીપજે છે. વાવાઝોડાની પણ સંખ્યામાં વધારો થયો છે. જેનું એક માત્ર કારણ છે કલાઈમેટ ચેન્જ. જેના કારણે હાલમાં લોકોને અતિવૃષ્ટિ, હીટવેવ અને શીત લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જ એ આજના સમયે ઋતુ પરિવર્તિત કરી રહ્યું છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી.

હાલના સમયમાં શહેરીકર, લોકોની વધતી વસ્તી અને લોકો દ્વારા ઉપયોગ કરવામા આવતા વાહનોના પ્રદૂષણના કારણે હવામાનમાં ફેરફાર આવ્યાનું કહી શકાય. આ અંગે લોકોને જાગૃત બનવા અપીલ કરવામાં આવે છે. જેથી ક્લાઈમેટ ચેન્જને રોકી હવામાન સ્થિર કરી શકાય. જેના કારણે હવામાન વિભાગે આ વર્ષે પ્રારંભિક વોર્નિંગ અને એક્શન થીમ પર ઉજવણી કરી. જેથી લોકોને હાલના બદલાતા વાતાવરણ અને ક્લાઈમેટ ચેન્જથી અવગત કરાવી શકાય.

મહ્ત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં ઋતુઓમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે. જે લોકોના જીવનને સ્પર્શતો મુદ્દો બની ગયો છે.

હાલમાં હવામાન વિભાગ બન્યું હાઈટેક બન્યું છે એવું જરૂર કહી શકાય કેમકે,15 વર્ષ પહેલાં હવામાન વિભાગને સચોટ આગાહી કરવામાં હાલાકી પડતી હતી. જોકે જ્યારથી હવામાન વિભાગમાં કોમ્પ્યુટર સહિત આધુનિક સાધનો આવ્યા છે. ત્યારથી હવામાન વિભાગને આગાહી કરવામાં સરળતા સર્જાઈ છે અને એટલી સરળતા કે હવામાન વિભાગ હાલમાં કયા વરસાદ પડી રહ્યો છે તેની આગાહી પણ કરી શકે છે. તેમજ આગામી 10 દિવસ પહેલા કે મહિના પહેલા હવામાન કેવું રહેશે તે પણ હવામાન વિભાગ જાણી તેની પણ આગાહી કરી શકે છે.જેને પરિણામે હવામ્નની જાણકારી સમય પર મળી જતા, એ અંગેના જાગૃતિના કાર્યક્રમો થકી કુદરતી હોનારતો સામે રક્ષણ મેળવી શકીએ છીએ.