પ્રકરણ 18
રિંગની લાઈટ બંધ થઈ એટલે પ્રાગે ઈશારાથી નયનને ત્યાંજ બેસવાનું કીધું...જયંત, જેને સવારે લાવ્યાં હતાં એને એની સામે પ્રકૃતિ અને પ્રહર ને પણ..
સુમિત અને કવનને એ લોકો થી દુર બાથરૂમમાં લઈ ગયો... પછી કહ્યું " મને લાગે છે, એ લોકોએ નયનકાકાની એપલરીંગ ને એનાં ફોન સાથે કનેક્ટ કરી અને એમાં રેકોર્ડિંગ અને વીડીયો કેપ્ચર કરે છે"..
એણે વધું માહિતી આપતાં કહ્યું..
" આપણો ઘોંઘાટ સાંભળી એ થોડીવાર માટે બંધ થઈ..એટલે એણે આપણાં પર નજર રાખવાં કોઈને બેસાડ્યાં હશે..અને પોતે રીમોટલી સુચનાઓ આપતો હશે...કેમકે બોસ હાજર હોય તો આવી ચુક ન થવાં દે"
સુમિતે પ્રાગની પીઠ થાબડી" આજની સ્માર્ટ જનરેશન" અને કવનને કહ્યું " આ લોકો આપણાં કરતાં વધારે ઈમોશનલી સ્ટેબલ અને રેશનલ થીંકર છે..એ લોકોનો ઈ -ક્યું આપણાં કરતાં વધારે"
કવને એની વાત વચ્ચે કાપતાં કહ્યું" વખાણ પછી કરજે અત્યારે જે કરવું હોય તે કે.."
એ લોકોએ થોડી સંતલસ કરી પ્રાગ અનુસાર દસ બાર ફુટની રેંજ પછી એ વોચનું ફંક્શન કામ ન કરે બાથરુમ તો ખાસ્સુ વિસેક ફુટ દુર .
કવન અને સુમિત બહાર આવ્યાં અને નયનની રીંગ જયંતને પહેરાવી દીધી...અને નયનને પ્રાગ પાસે જવાને ઈશારો કર્યો ..જેથી એ પણ પ્લાનમાં મદદરૂપ થાય...
જયંત બોલી પડ્યો..".મને પણ તમારાં પ્લાનમાં...ત્યાંજ એની બાજુમાં બેઠેલાં સુમિતે એનાં મોઢાં પર હાથ રાખી..વોચ ઓન થઈ એવો ઈશારો કર્યો.."..
નયન પછી પ્રહર અને પ્રકૃતિને બોલાવ્યાં અને સુમિત અને કવન જયંતની બાજુમાં બેસી ગયાં..જયંતનો હાથ દબાવી સુમિતે તેને ધરપત આપી...
કેમીકલ વાળો રેક પાછો બાથરૂમ પાસે ગોઠવાઈ ગયો.નયનને રીંગ પાછી પહેરાવાઈ ગઈ.
પછી બધું પ્લાન પર ચાલ્યું.પ્રહરનું વોશરૂમ જવાં કહેવું, રેક ખેસેડતાં લિક્વિડ ઢોળાવું. જે એ લોકોએ પ્લાન મુજબ અધખુલુ રાખેલું અને જેમાં અડધાથી વધારે પાણી મીક્ષ હતું...
પ્રહરને ખાંસી ચાલું થવી નયન અને એ લોકોનું દોડીને આવવું.. ખાંસી વધવી...પ્રકૃતિની મદદ માટેની ગુહાર..
સુમિતે ત્રણ વખત દરવાજો ખખડાવ્યો..ત્યાં તો તરત જ દરવાજો ખુલ્યો ...જેમ કે પહેલાંથી જ જાણ હોય...
જે જમવા આવ્યો હતો એ માણસ આવ્યો....સુમિતે વિચાર્યુ
પે'લાં બે તો ગુજરાતી હતાં....
પે'લો બોલ્યો" નયન એન્ડ પ્રહર ઓન્લી "એણે પ્રકૃતિ ને પાછળ રહેવાં ઈશારો કર્યો. પ્રહર ડઘાઈ ગઈ..એ કંઈ બોલે એ પહેલાં સુમિતે કહ્યું, " બોથ આર સીક ટેક કેર ઓફ ધેમ"
નયન અને પ્રહર બહાર ગયાં અને ધડામ એ લોખંડનો દરવાજો બંધ....પ્રકૃતિ..બાથરૂમ તરફ ભાગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા..લાગી...કવન આવ્યો તો એની પર ગુસ્સો નીકળ્યો.." મારી દિકરીને શું કામ પ્લાન નો ભાગ બનાવી? એ પ્રાગ જેટલી તૈયાર નથી.."
કવને એને ભેટી શાંત રાખતાં કહ્યું.." આપણી દિકરી છે , ફોડી લેશે અને સાથે નયન પણ છે એ કેમ ભુલી જાય છે?"
આમ તો બધું પ્લાન મુજબ જતું હતું ...પણ પ્રકૃતિને બહાર જવાનું હતું...અને કવનને યાદ આવ્યું...નયનની રીંગ...એ ભાગીને બાર આવ્યો..ચુપચાપ જયંત પાસે થી રીંગ લઈ એનાં પર પાણી ઢોળ્યું..
પ્રાગ બોલ્યો.." વૉટરપ્રૂફ છે...પણ મે....બંદોબસ્ત કરી દીધો છે.." કવને નવાઈથી એની સામે જોયું..પ્રાગ રીંગમાં જ્યાં ત્યાં ક્રેક હતાં તે બતાવ્યાં..".બંધ છે" એમ કહીં ઉભો થયો...અને ઢોળાયેલાં કેમીકલ માં રીંગ..અધ્ધરથી ફેંકી.. એ બેફિકરાઈથી
બોલ્યો એ આપણાં માટે બીજું કોઈ ડિવાઇસ ગોઠવે ત્યાં સુધી પ્લાનીંગ કરવાનો પુરતો સમય છે આપણી પાસે...
*************************************
દરવાજો બંધ થતાં માંડ ચાર ફુટનાં અંતરે બીજી દીવાલ...એ
બેની વચ્ચે પેસેજમાં પેલો માણસ દોરી ગયો એ લોકોને...આશરે...ત્રીસેક ફુટ પછી...એક સીડી આવી...પ્રહર ખાંસીને થાકી હતી..એ પગથિયા પર બેસી પડી...પે' લાં માણસે ગુસ્સે થવાને બદલે એમ પુછ્યું" આર યું ઓકે ?" નયને એ નોંધ્યું.." આ ખાલી એની ડ્યુટી કરે છે....બાકી નરમ હ્દયનો છે."
વર્તુળાકાર સીડી ઉપર જતી હતી..ઉપર પહોચ્યા પછી એવું લાગ્યું જાણે મોટું એક કન્ટેનર હાઉસ છે.. ત્યાં એણે એ લોકોને બેસવાનો ઈશારો કર્યો..એમાં બે દરવાજા હતાં એક કદાચ બહાર તરફ ખુલતો હતો.. એ દરવાજાની બાજુમાં એક નાની બારી હતી..ત્યાંથી એ શખ્સ દૂરબીનથી તાકતો હતો.
થોડીવાર પછી એણે બંનેનાં હાથ પાછળ બાંધ્યાં,પ્રહર થોડી આનાકાની કરતી હતી પણ ગન જોઈ શાંત થઈ ગઈ. પછી બંનેની આંખ પર પાટા બંધાયા.
વળી પાછો એ દરવાજો ખોલવાનો અવાજ..આ વખતે પગથિયાં સીધા અને થોડાં હતાં..તરત જ જમીન નો સ્પર્શ થયો..ખુલ્લી હવાની સુગંધ નયનનાં નાકમાં પ્રવેશી.એને નવાઈ લાગી આજુબાજું પક્ષીઓનાં અવાજ સિવાય કોઈ ચહલપહલ ન હતી.
એ લોકોને એક ખુલ્લા વાહનમાં બેસાડવામાં. આવ્યાં...આખો રસ્તો ઊબડખાબડ હતો...પ્રહરને હાથમાં એક પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક પકડાવી દેવાયું..
ત્રણ ચાર કલાક બાદ કંઈ સીધો રસ્તો આવ્યો... એ લોકોને વાહનમાંથી ઉતારી બીજા વાહનમાં ચડાવાયા એ વાહન વાતાનુકૂલિત હતું...
થોડીવાર આગળ ચાલ્યાં પછી વાહન અટક્યું...દરવાજો ખુલ્યો અને બંધ થયો...પછી વાહન ચાલું થયું..નયનને સમજાયું કે કોઈ તો ચડયું છે...
થોડીવાર માટે પ્રહરની આંખની પટ્ટી ખુલી..એક લેડી ડોક્ટર એને તપાસી રહ્યા હતાં એની કીકી પર ટોર્ચ નો પ્રકાશ ફેંકાયો એણે જોયું...આ એક વિશાળ વેનીટી વેન હતી..એની બારીઓ પર બ્લેક ફીલ્મ લગાવેલી હતી... ડોક્ટરે સ્ટેથોસ્કૉપ થી એનાં ફેફસાં તપાસ્યાં..અને એણે કોલ કર્યો..એ ઈન્ગ્લીશ સાથે કોઈ અન્ય ભાષા. મિક્સ કરતી હતી..
એ લોકોને માત્ર" એલર્જી "નોટસેફ" એવાં શબ્દો સંભળાયાં...
આ બાજુ એ લોકો ગયાં એને ઘણાં કલાકો વિત્યાં હતાં એટલે બધાં..ઉચાટમાં હતાં સૌથી વધારે પ્રકૃતિની હાલત હતી....
એવામાં પ્રાગ...બાથરૂમ તરફથી આવ્યો અને સુમિતને દોરી ગયો...બાથરૂમમાં એક ખુણામાં રાખેલાં રેક ને હટાવતાં એની પાછળ...એક નાનો પતરાનો દરવાજો હતો..જે એક ખુણેથી
કટાઈ તુટી ગયેલો...એમાંથી નજર કરતાં સીધું ખુલ્લુ મેદાન હતું...
એણે એ દરવાજા પત્રને થોડું તાકાત લગાવી વાળ્યું...અહીંથી
આરામથી બહાર નીકળાય તેમ હતું....
પ્રકૃતિએ જ્યારે કહ્યું પ્રહર વિના એક ડગલું પણ નહીં ચાલું ત્યારે પ્રાગને પોતાની મુર્ખામીનું ભાન થયું...
હવે રાહ જોવાની હતી...એ લોકોનાં આવવાની...
@ ડો.ચાંદની અગ્રાવત