Mamata in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 33 - 34

Featured Books
Categories
Share

મમતા - ભાગ 33 - 34

🕉️
" મમતા "
ભાગ :33
💓💓💓💓💓💓💓💓

આજે "કૃષ્ણ વિલા " બંગલામાં કાનાની આરતી ગવાય છે. પૂજાઘરમાં શારદાબા, મંથન, મોક્ષા અને પરી આરતી ગાય છે. બધા જ પ્રસાદ લઈને ડાઈનીંગ ટેબલ પર નાસ્તા માટે જાય છે.
મોક્ષા શારદાબાને કહે "મા, હવે તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. મે શાંતાબેનને અહીં બોલાવી લીધા છે. તે રસોઈ અને પુરા ઘરનું કામ સંભાળી લેશે. હવે આપ આરામ કરો" આ સાંભળીને શારદાબા બોલ્યા, "હો, હવે મારી બધી જ જવાબદારી પુરી. હવે તો હું ચાર ધામની જાત્રા કરવા જઈશ. અને હા મોક્ષા તું અને મંથન થોડા દિવસ ફરી આવો" તો મોક્ષા ના પાડે છે. અને કહે "મા, હમણા નહી થોડા દિવસો પછી"
મંથન, મોક્ષા અને પરી શારદાબાને આવજો કરી નીકળે છે. મંથન અને મોક્ષા પરીને મુકીને ઓફિસ જાય છે. ઓફિસમાં ઘણા દિવસોનું કામ પેન્ડીંગ હતું. તો બંને પોત પોતાના કામમાં મશગુલ થઈ ગયા.

મંથન કેબિનમાં હતો ત્યાં જ મૌલિક આવે છે. અને કહે " અરે! યાર, શું આખો દિવસ આ ફાઈલોમાં પડયો રહે છે. નવા નવા લગ્ન થયા છે હનીમૂન પર જા, રોમાન્સ કર. આવા દિવસો ફરી પાછા નહી આવે" તો મંથન કહે "હમણા નહી. હાલ ઓફિસમાં ઘણું કામ છે.પછી જઇશુ" ત્યાં જ મોક્ષા મંથનની કેબિનમાં આવે છે. તો મૌલિક મોક્ષાને કહે " આ જનાબ તો ફાઈલોમાં બીઝી છે મેમ આપ એને સમજાવો ચાલો આપણે વીક એન્ડમાં સાથે બહાર જઈએ" તો મોક્ષા બોલી " રાઈટ, ઘણા દિવસો નહી પણ બે દિવસ માટે કંઈક પ્લાન કરીએ." મૌલીક કહે ચોક્કસ 👍 અને મૌલિક કહે આપણે બધા આબુ જઈએ. અને બે દિવસ માટે આબુનું નક્કી કરી મૌલિક જાય છે. મંથન એકલો પડતા મોક્ષા મંથનને કહે "જનાબ, આજે સાંજે ઓફિસ પછી આપણા ફેવરિટ કોફીશોપમાં જઈએ." તો મંથન કહે "પછી જઇશું" તો મોક્ષા બોલી " વાહ જનાબ લગ્ન થયાને રોમાન્સ ગાયબ. પહેલા તો રોજ મળતા" તો મંથન કહે " ચાલો જઇશું બસ, ખુશ" અને બંને હસવા લાગ્યા.

ઓફિસ છુટતા જ મંથન અને મોક્ષા "લવ બર્ડ" કોફીશોપમાં જાય છે. સાંજનો સમય હતો ધીમુ મધુર સંગીત વાગતું હતું. બંને ટેબલ પર બેસ્યા ને મંથને મોક્ષાનો હાથ પકડીને દિલથી આભાર માન્યો. અને કહ્યું .
" I Love You " મોક્ષા મારા જીવનમાં આવવા બદલ સાચ્ચે મને, પરીને, મા ને અને મારા ઘરને તેં સંભાળી લીધા".તો મોક્ષા બોલી " અરે! જનાબ આમ લાગણીઓ ન વહાવો. નસીબદાર તો હું છું કે મને તમે મળ્યા." અને બંને એકબીજાનાં સાંનિધ્યમાં સમય વિતાવવા લાગ્યા..... (ક્રમશ :)

( મંથન, મોક્ષા, શારદાબા, પરી બધા ખુશ હતા. જીવનની ગાડી સુખનાં સ્ટેશન પર પહોંચી હતી. હવે આગળ.....)

🕉️
" મમતા "
ભાગ :34
💓💓💓💓💓💓💓💓

( વાંચો હવે મંથન,મોક્ષા પરીની કહાની, આગળ શું થાય છે??..)

રાત થવા આવી હતી. મંથન અને મોક્ષા ઘરે જવા નીકળ્યા. ઘરે પરી બંનેની રાહ જોતી હતી. કારનો અવાજ આવતા જ પરી દોડીને બહાર આવીને મોક્ષા પાસે દોડીને ગઈ. " મોમ, કયાં ગયા હતા? હું કયારની રાહ જોઉં છું " મોક્ષાએ પરીને તેડીને તેને ચોકલેટ આપી. પરી ચોકલેટ જોઈ ખુશ થઈ ગઈ.

આજે રસોડામાંથી સરસ મજાની સુગંધ આવતી હતી. શાંતાબેને બધા માટે રીંગણનું ભરથુ, બાજરીનાં રોટલા, ખીચડી અને કઢી, કાઠિયાવાડી ભાણું બનાવ્યું હતું. મોક્ષા ઘરમાં આવતા જ બોલી, "વાહ, આજે તો મારૂ ફેવરિટ મેનુ બન્યું લાગે છે. સુગંધ તો એવી આવે છે જાણે હમણા જ જમવા બેસી જાવ" ત્યાં જ શાંતાબેન બહાર આવે છે ને શારદાબાને કહે "મોક્ષાને પહેલેથી જ આ દેશી ભાણું પસંદ છે"

બધા ડાયનિંગ ટેબલ પર ગોઠવાય ગયા. જમતા જમતા મોક્ષાએ આબુ જવાના પ્લાન વિષે મા ને કહ્યું. તો શારદાબા કહે " સારૂ ફરી આવો"

મંથન અને મોક્ષા પરીને સુવાડીને તેના બેડરૂમમાં જાય છે. બંને એકબીજાની નજીક આવે છે. આંખોમાં આંખો નાખી તસતસતા ચુંબનથી શરુ થતી પ્રેમની સફર આગળ વધે છે. મનથી મન તો મળેલા હતા. હવે તનથી તન મળે છે.

સવારમાં મોક્ષા વહેલી ઉઠી આબુ જવા માટે પેકિંગ કરવા લાગી. ત્યાં મંથન આવ્યો. મોક્ષા બોલી " મંથન આપણે પરીને સાથે લઇ જઇએ તો" બંને વાતો કરતાં હતા ત્યાં જ શારદાબા આવે છે. " ના, બેટા તમે બંને જાવો ત્યાં ઠંડી પણ ઘણી હોય છે. પરી માંડ હાલ જ બરાબર થઈ છે" પ્રસાદ આપી શારદાબા જાય છે.

મંથન, મોક્ષા, મૌલીક અને મેઘા પોત પોતાની કાર લઈને આબુ જવા રવાના થયા. ડુંગરોની હારમાળા, ધુમ્મસથી છવાયેલું આકાશ, સૂરજની રોશની, ગુલાબી ઠંડી અને કારમાં ધીમું વાગતું સંગીત અને તેમાં પણ જો હમસફર સાથે હોય તો વાતાવરણ રોમાન્ટિક બની જાય. કારમાં ગીત વાગે છે.
" રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દિવાના, ભૂલ કોઈ હમસે ના હો જાયે.... "

આબુ પહોંચી બધા પોતાની રૂમ પર ગયા. બધા ફ્રેશ થઈ ફરી મળવાનું નક્કી કર્યુ. બ્લૂ જિન્સ ,પીંક ટોપમાં મોક્ષા આજ ગજબ લાગતી હતી. તો લાલ ટીશર્ટ અને બ્લેક જિન્સમાં મંથન પણ કંઈ કમ નહતો લાગતો. મૌલીક અને મેઘા પણ આવી ગયા. મેઘા સાથે મોક્ષાને સારુ ફાવી ગયું હતું. ચારેય નખી લેક જવા રવાના થયા. ત્યાં જઈને બોટમાં ફર્યા. મંથનને પહેલાના દિવસો યાદ આવી ગયા. બંને જયારે કાંકરીયા તળાવ જતાં તો પાણીની છાલકથી તે મોક્ષાને ભિંજવતો અને મોક્ષા ખિજાતી. એ મસ્તી ભરેલા દિવસો સાચે કંઈક અલગ જ હતા. ચારેય નવા યુગલો એકબીજા સાથે પ્રેમ ભરેલો સમય વિતાવીને પાછા ફર્યા.

બે દિવસ કયાં જતા રહ્યા ખબર જ ન પડી.... ઘરે આવ્યા તો પરી મોક્ષાને જોઈ વળગી પડી. " મોમ, આપ મને છોડીને કયાં ગયા હતા? " મોક્ષા પરી માટે ઘણા રમકડા લાવી હતી. તો પરી રમકડા રમવા લાગી. મોક્ષાને તબિયત બરાબર ન લાગતા તે રૂમમાં જાય ને આડી પડી.

મંથન પણ બેડરૂમમાં આવ્યો. બંને વાતો કરવા લાગ્યા, કે હવે પછી આપણે બીજો પ્લાન સીમલાનો બનાવીશું. તો મોક્ષા બોલી " હા, ચોક્કસ " મોક્ષાને માથું દુઃખતું હતું તો મંથન તેને પુછે છે. "તારી તબિયત હવે કેમ છે? "
" હવે સારૂ છે. મે દવા લીધી છે "મંથન કહે " તું આરામ કર સુઈ જા હું બહાર જાઉ છું "

હોલમાં શારદાબા અને મંથન ટી. વી. જોતા હતા. અચાનક બેડરૂમમાંથી અવાજ આવતા મંથન બેડરૂમમાં જાય છે. તો મોક્ષા વૉશરૂમમાં હતી. તેને સખત ઉલ્ટીઓ થતી હતી. મંથન તેને પાણી આપે છે,.ત્યાં જ શારદાબા આવે છે. અને કહે " મોક્ષા, મુસાફરીનો થાકથી તબિયત સારી નથી તો થોડા દિવસ રજા લઈને આરામ કર" (ક્રમશ :)

( મંથન અને મોક્ષાનાં જીવનમાં ખુશીઓ આવી છે. તો શું મોક્ષાને ઉલ્ટીઓ થાય છે તો કોઈ ખુશી વાત છે? કે પછી.... એ જાણવા વાંચો "મમતા" ભાગ 35)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર