Beinteha: Hate and Love - 15 in Gujarati Drama by Firdous kaSak books and stories PDF | બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 15

Featured Books
Categories
Share

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 15





    આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં મિટિંગ માટે એક ક્લાયન્ટ આવવાના હતા. જે આજે આવ્યા હતા તેમના પ્રોજેક્ટ માટે.
  
    રાહીલએ તેમને વેલકમ કર્યું અને અંદર લઈને આવ્યો. થોડીવાર બાદ અથર્વ પણ મિટિંગ રૂમમાં આવ્યો. 

   રાહીલએ અથર્વને તે ક્લાયન્ટનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું. સર આ છે અવિનાશ વર્મા, એ.વી ટેકસટાઇલ માર્કેટના માલિક અને ગુજરાતમાં ઘણી જગ્યાએ તેમના ફિટનેસ સેન્ટર પણ છે....પછી અવિનાશને અથર્વનું ઇન્ટ્રોડક્શન આપ્યું. મિસ્ટર અવિનાશ આ છે, આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીના માલિક મિસ્ટર અથર્વ રાઠોડ.
  
      બંને એકબીજાને હાથ મેળવીને મળ્યા.
  
      અવિનાશ જે અથર્વની હમઉમ્રનો જ હતો. તેણે કહ્યું, તમારું કામ મે જોયું છે મિસ્ટર અથર્વ, તમારી We are Architecture કંપનીનું. તમારા જવા બાદ અત્યારે તે કંપનીનું પેહલા જેવું કામ નથી રહ્યું. 
 
     અથર્વને તેની પેહેલી કંપની વિશે વાત નોહતી કરવી એટલે તેણે વાત બદલતા કહ્યું, મિસ્ટર અવિનાશ તમારો શું પ્રોજેક્ટ છે તે વિશે વાત કરી લઈએ.
  
    અવિનાશએ કહ્યું, યા સ્યોર્ .... મિ.અથર્વ મને એક વિશાળ વીલા બનાવવો છે, જે એકદમ રોયલ ટાઇપ હોય.
  
    અથર્વએ રાહીલને કહ્યું, મિસ શાહને બોલાવો આપણી કંપનીના વીલાની ડિઝાઇન બુક લઈને.
   
    રાહીલ મીરાને બોલાવીને આવ્યો. મીરા અંદર આવી... અવિનાશ મીરાને જોતો રહી ગયો. મીરાએ બેબીબ્લૂ કલરનું વન પીસ એ-લાઈન મીડી ડ્રેસ પેહર્યું હતું...મોઢા પર હળવો મેકઅપ હતો અને બ્લેક હાઈ હિલ્સમાં તે એકદમ કોન્ફિડન્સથી ચાલીને અંદર આવી. અવિનાશની નજર તેની પર અટકી ગઈ.
    
     મીરાએ આવીને અવિનાશને હાય કહ્યું.
    
     અવિનાશએ પોતાનો હાથ આગળ કરી હાય કહ્યું, મીરાએ તેની સાથે હાથ મેળવ્યો. અવિનાશએ મીરાનો હાથ છોડ્યો નહિ, અવિનાશ મીરાની સુંદરતામાં ખોવાઈ ગયો હતો. તે બસ એકટસ મીરાને જ જોઈ રહ્યો હતો. મીરાને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થયું.
  
       અથર્વએ આ જોયું. અથર્વ બોલ્યો, મિસ શાહ... મિ.અવિનાશને વીલાની ડિઝાઇન બતાવો.
 
      જી સર, મીરાએ ફટાફટ પોતાનો હાથ ખેંચી લીધો અને ફાઈલ ખોલીને બધા વીલાની ડિઝાઇનઓ બતાવીને સમજાવતી ગઈ. અવિનાશને વીલાની ડિઝાઇનમાં ઓછું અને મીરા પર વધુ ધ્યાન હતું.
  
     અથર્વ તેની આ બધી હરકતો જોઈ રહ્યો હતો. અથર્વ બોલ્યો, જી મિ.અવિનાશ પસંદ પડી કોઈ ડિઝાઇન? આ અમારી કંપનીની લેટેસ ડિઝાઇનઓ છે.

     હ..હા, અવિનાશ થોથરાયો કારણ કે તેનું એક પણ ડિઝાઇનમાં ધ્યાન નોહ્તું. તે આગળ બોલ્યો, સોરી હું કન્ફ્યુઝ થઈ ગયો એટલી બધી ડિઝાઇનઓ જોઈને.
  
      થાય... મિસ્ટર અવિનાશ. અથર્વ તેની સામે તુચ્છ સ્મિત કરી બોલ્યો.
  
    થોડીવાર બાદ અવિનાશએ ફરી બધી ડિઝાઇનઓ જોઈ અને તેમાંથી એક સિલેક્ટ કરી. આ સરસ લાગે છે મને મિસ્ટર અથર્વ.
 
    ઠીક છે તમે મિસ્ટર રાહિલ સાથે વાત કરી લ્યો. તમારે વીલામાં બીજું જે કંઈ પણ એડ કરવું હોય તે વિશે ચર્ચા કરી લ્યો. અથર્વએ કહ્યું.
 
     અવિનાશ મીરાનું નામ લઈ રહ્યો હતો, ત્યાં જ અથર્વએ મીરાને બોલાવી લીધી અને કહ્યું, મિસ શાહ કન્સ્ટ્રક્શન પર જવાનું છે. અથર્વ મીરાને લઈને બહાર નીકળ્યો. અવિનાશએ મીરાને ઠેઠ સુધી જતા જોઈ.

  **********

      અથર્વની ધમકીને કારણે મીરા અથર્વથી દૂર જ રહેતી હતી. આજ અબીર પણ કંપનીએ આવ્યો હતો. અબીર જ્યારે પણ આવતો કંપનીએ ત્યારે તે ઝોયાને જોઈ લેતો. 
    
     તે ઝોયાને દૂરથી જોઈ રહ્યો હતો, ઝોયા તેને જોવે નહી તેમ.
  
    ઝોયા મીરા સાથે મસ્તી કરી રહી હતી અને ખૂબ જ હસી રહી હતી. અહી આવ્યા બાદ પહેલીવાર ઝોયાને હસતી જોઈને અબીરની આંખોમાં પાણી આવી ગયા હતા અને તે તેને જોઈને પોતે પણ ખુશ થઈ રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે તે ઝોયાને કોઈ યોગ્ય સમય પર સમજાવશે, ત્યાં સુધી તે ઝોયાની નજીક નહિ જાઈ, કારણ કે ઝોયા તેને જોઇને દુઃખી થઈ જતી હતી.
   
     થોડીવાર બાદ ઈશા કંપનીએ આવી હતી. તે મીરા અને ઝોયાને મળી.
   
    હાય ગર્લ્સ, ઈશાએ બંનેને એક સાથે મળીને કહ્યું. રાહીલ પણ ત્યાં મોજૂદ હતો. ઈશાને જોઈને રાહીલની ધડકન વધવા લાગી. એ ત્યાંથી જઈ જ રહ્યો હતો ત્યાજ ઝોયાએ તેનો હાથ પકડી લીધો.

   હાય ઈશા.....આજે અચાનક કંપનીએ આવી ગઈ. મીરાએ કહ્યું.

     અરે યાર અહીથી જઈ રહી હતી એક કામ માટે તો વિચાર્યું મારી બહેનપણીઓને મળતી જાવ.....શું કેય ઝોયા? ઈશાએ કહ્યું.

    કંઈ નહિ ઈશા....આ રાહીલ કઈક કહેતો હતો. ઝોયાએ રાહીલની ખૂબ મજા લઈને કહ્યું.

    હા....બોલને રાહીલ શું કહેતો હતો? ઈશાએ પૂછ્યું.

    અ..અ.. કંઈ... નહિ. રાહીલ ઈશાના પૂછવા પર થોથરાય ગયો.

    રાહીલ તું મને જોઈને થોથરાય શું લેવા જાય? હું શું તને ખાઈ જવાની છું. ઈશા સ્વભાવે ચંચળ હતી એટલે તેણે ડાયરેક્ટ પૂછી લીધું.
  
      નહિ એવું કંઈ નથી. રાહીલ એટલું માંડ બોલ્યો અને ઝોયા સામે ઘુરવા લાગ્યો.

     ઈશાના ગયા બાદ રાહીલએ મીરાને ઝોયાની ફરિયાદ કરતા કહ્યું, મીરા આ મારા હાથનો માર ખાઈ જશે.

    રાહીલ તું અહી બેસ. મીરાએ રાહીલને બેસાડ્યો અને કહ્યું, જો તને ઈશા સાથે પ્રેમ છે તો તારે એને કેહવુ જોઈએ.
  
     હા....રાહીલ, મીરા બરાબર કહી રહી છે. યાર અમને તારી આંખોમાં ઈશા પ્રત્યે બેઇન્તેહા પ્રેમ દેખાઈ છે. તારે એને કેહવુ જોઈએ...આમ દૂરથી જોયા રાખવાથી કંઈ લાડવો નહિ મળે. ઝોયાએ કહ્યું.
  
    યાર તમે બંનેએ હમણાં જોયુને મારી તેની સામે બોલતી પણ બંધ થઈ જાય છે. એમાં તમે બંને ક્યો છો હું તેને પ્રપોઝ કરું. રાહીલએ છેવટે કહી દીધું.
  
    મતલબ તને પ્રેમ છે ઈશા સાથે..... રાહીલ થાય ક્યારેક આપણા પ્રેમનો ઈઝહાર કરવામાં ડર લાગે, તે સ્વીકારશે કે નહિ સ્વીકારે, પણ આમ ચૂપ રેહવાથી પણ તને કંઈ મળવાનું તો નથી જ. માટે થોડી હિંમત કરીને તેને પૂછ, શાયદ તે તારા પ્રેમને સમજે અને સ્વીકારી લેય. મીરાએ રાહીલને સમજાવ્યો.

     રાહીલને મીરાની વાત સાંભળી થોડી હિંમત આવી તેણે કહ્યું, તું સાચું કહે છે મીરા, પ્રેમ હું કરું છું તો તેને ઈઝહાર કરવાની હિંમત પણ મારે જ કરવી જોઇએ....તે થોડીવાર વિચાર્યા બાદ બોલ્યો, હું ઈશાને મારા પ્રેમનો ઈઝહાર કરીશ.

     રાહીલનું એટલું કહેવા બાદ ઝોયાએ જોર જોરથી તાળીઓ પાડી અને ખૂબ ઉત્સાહિત થઈને બોલી, લવ યુ બ્રો. ફાઈનલી તે સ્વીકારી લીધું.

      ઝોયાએ આગળ મીરાને આંખ મારીને રાહીલને કહ્યું, જો ભાઈ ઈશા તરફથી ગ્રીન ફ્લેગ આવ્યો, તો તારે મારો આભાર માનવો પડશે કહી દવ છું, મે બહુ મેહનત કરી છે.

    ભાઈ તે કઈ મેહનત કરી હે! જબરી છો તું તો. તું ઉલટાની ઈશાની સામે મને હેરાન કરતી હોય છે. રાહીલએ કહ્યું અને મીરા ઝોયા બંને ખડખડાટ હસી પડી.
   
    તે ત્રણેય આમ મસ્તી કરીને પોતપોતાને કામે લાગી ગયા. 
  
    થોડીવાર બાદ કંપનીના ફોનમાં કૉલમાં આવ્યો. રિસેપ્શનિસ્ટએ કૉલ ઉપાડ્યો. સામે છેડેથી એક યુવક બોલ્યો, હેલ્લો મિસ. હું અવિનાશ વર્મા બોલું છું. 

   રિસેપ્શનિસ્ટએ કહ્યું, આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં સંપર્ક કરવા બદલ આભાર. સર હું તમારી શું મદદ કરી શકું છું?

   મારી વાત મિસ મીરા શાહ સાથે કરાવી આપશો? અવિનાશએ કહ્યું ............વધુ આવતા અંકે