પહેલો પ્રેમ એહસાસ - 1 in Gujarati Love Stories by Maya books and stories PDF | પહેલો પ્રેમ એહસાસ - 1

The Author
Featured Books
  • कशमकश - 2

    2.1. यादों का आँगन और मौसी का दुलारअजय जब मौसी के घर पहुँचा,...

  • बलं धेहि

    ऋगुवेद सूक्ति--(61) की व्याख्या "बलं धेहि"ऋगुवेद --4/9/6भाव-...

  • अन्तर्निहित - 49

    [49]“दो दिन पूर्व मेरे कार्यालय में सपन और निहारिका के साथ क...

  • खिचड़ी की राम कथा

    काव्य संग्रह : 'खिचड़ी' की राम कथा खिचड़ी केवल भोजन...

  • Muhabbat Ek Sabaq - 11

    शहरयार नें भी उसे देख लिया था वह गाड़ी वहीं रोक कर बाहर निकल...

Categories
Share

પહેલો પ્રેમ એહસાસ - 1

                ભાગ - ૧. પહેલી નજરે જોઈને 

મુખ્ય પાત્રો:-
આનિયા - ૧૭ વર્ષની, મજાકિયા, મસ્તીખોર અને આકર્ષક 
છોકરી છે 
કરન - ૨૦ વર્ષનો, શાંત અને બુદ્ધિશાળી છોકરો છે 


            આનિયા નાનપણથી જ મજાકિયા અને મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા તેની નિશાળની સૌથી વધુ મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા ની બેસ્ટ ફ્રેન્ડ સિયા છે.આનિયા નું સપનું જાપાન જાવા નું છે.આનિયા ને ચિત્રો બનાવવામાં ખૂબ રૃચિ છે. હવે આનિયા ધોરણ ૧૧ માં આવી ગય છે અને તેણે આગળ કોમર્સ લેવા નું કહે છે આ બાબતે તે તેની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી ત્યારે આનિયા કહે છે કે, "સાયન્સમાં મને એડમિશન મળવું ખુબ મુશ્કેલ છે અને આર્ટ્સ ની સ્કુલ આપણા વિસ્તારમાં આવેલી નથી. આનિયા નું માનવું એવું છે કે, "હોશિયાર વિદ્યાર્થી હોય કે પછી ઠોઠ વિદ્યાર્થી બંને પ્રકારના વિઘાર્થીઓ કોમર્સ લઈ શકે છે. વાતચીત દરમિયાન સિયા ને જાણવા મળ્યું કે, આનિયા શા માટે તે કોમર્સ લેવાનું પસંદ કરે છે..,

           
               એક મહિના પહેલા ની વાત છે, જ્યારે આનિયા નો બથૅડે હતો, ત્યારે આનિયા તેના ભાઈ બહેનો સાથે ફરવા માટે મોલમાં ગય હતી અને ત્યારે મોલમાં અનાઉસ્મેન્ટ થય હતી કે,આ મોલમાં બોમ્બ બ્લાસ્ટ થવા નો છે. આ વાત સાંભળીને લોકોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. કેટલાક લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા હતા, તો કેટલાક ઝડપથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. હૃદયના ધબકારા વધી ગયા હતા અને દરેક વ્યક્તિ સુરક્ષિત સ્થળે પહોંચવાની ઉતાવળમાં કરી રહ્યા હતા. હું મારા પરિવાર ને શોધી રહી હતી ત્યારે: મને કોઈ બીજા વ્યક્તિ નો થકકો લાગ્યો હતો તેથી હું દાદર પરથી પડવાની હતી, ત્યારે જ એક છોકરાએ મને પડવા પહેલા જ બચાવી લીધી હતી ત્યારે તેની આંખો ને જોઈ હું, મંત્રમુગ્ધ થય ગય હતી. તે છોકરાએ એક સફેદ કલર નું ટીશર્ટ પહેર્યું હતું, જે ટીશર્ટ ઉપર આયુષ નામ લખેલું હતું. તેના ચહેરા પર માસ્ક અને માથા પર ટોપી પહેરી હતી તેથી તેનો ચહેરો જોઈ શકી નહીં પરંતુ તેના હાથ માં કે.પી.કોમર્સ કોલેજ નું આઈડી કાર્ડ હતું આથી તે ખબર પડી કે આ છોકરો કોમર્સ કોલેજ માં ભણે છે,આથી તેણે પણ કોમર્સ કરવા નું નક્કી કર્યું હતું. આ મોલમાં અનાઉસ્મેન્ટ થય હતી તે ઘણે અંશે ખોટી અનાઉસ્મેન્ટ હતી,તેથી તે છોકરાનું મોડું આનિયા સરખી રીતે જોઈ શકી નહીં.

               ૧૧મા ધોરણ ના પહેલા દિવસે સ્કુલમાં આનિયા અને સિયા ના પહેલા દિવસે એકાઉન્ટ વિષય નો પહેલો લેક્ચર હતો એમાં પણ એકાઉન્ટ આનિયા ના મગજ ઉપર થી જય રહ્યું હતું, "અને તે વિચારવા લાગી કે ભુલથી આ કોમર્સ લેવાય ગયું, ઉપર થી સર માં પણ કાય લેવાનું ન હતું અને આખો દિવસ બુમો પાડીને અમારું મગજ ખાલી કરી નાખ્યું હતું, એમાં પણ દરરોજ પહેલા લેક્ચર આ આધેડ ઉંમર ના સર નો. કેવું નસીબ છે કાય સમજાતું નથી. બીજો લેક્ચર અમારા પ્રિય સર સૌરભ સર નો હતો એ સર ના લેક્ચર માં જ ભણવાની મજા આવે. થોડાંક દિવસો ગયા અને પછી ખબર પડી કે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર વિષય માટે કોઈ બીજા નવા સર આવાં ના છે. આ વાત સાંભળીને આનિયા અને સિયા ખૂબ ખુશ હતા, તેમની સાથે સંપુર્ણ ક્લાસ પણ ખૂબ ખુશ થયો હતો. 

              થોડાંક દિવસો પછી આનિયા અને સિયા દરરોજ ની જેમ સવારે સ્કૂલે જાય રહ્યું હતી. તે દિવસે વરસાદ આવી રહ્યો હતો, ત્યારે આનિયા ની બાજુ માં અચાનક એક છોકરો સાયકલ પર આવી ને આનિયા પૂછ્યું કે, વિશ્ર્વવિધાયાલય સ્કુલ કંઈ બાજુ આવેલી છે. તે છોકરાએ રેકોટ પહેર્યું હતું અને કહે તો હતો, કે સ્કુલ ના પહેલા દિવસે મોડું થઈ જાશે. આ છોકરા ની વાત સાંભળીને આનિયા ને થયું હતું કે,આ અમારી સ્કૂલમાં ભણવા માટે નવો વિધાર્થી આવ્યો લાગે છે,આ વિચાર થી આનિયા ના મનમાં મસ્તી કરવા નો વિચાર આવ્યો હતો. આથી આનિયા એ સ્કુલ નું એડ્રેસ ખોટું બોલી ને તે અને સિયા સ્કુલ તરફ જવા લાગ્યું, ત્યારે સિયા એ કહ્યું કે, 'શા માટે તે છોકરાને ખોટું એડ્રેસ આપ્યું, કોઈ ને ખબર પડી જશે તો ? ત્યારે આનિયા જવાબ આપતા કહ્યું કે, 'ભલે સ્કુલ ના પહેલા દિવસે મોડું થઈ જાય, મને શું ફરક પડે છે મારા ક્લાસ માં થોડો આવાં નો છે, કે કોઈ ને મારી ફરીયાદ કરશે. 

            આજ નો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે, કારણ કે આજે સ્કૂલમાં નવા સર આવાં ના છે. આજે પણ દરરોજ ની જેમ સવારે સ્કૂલમાં પહેલો લેક્ચર એકાઉન્ટ વિષય નો છે અને તે વિષય માટે નવા સર આવાં ના છે. આનિયા અને સિયા બંને વાત કરતી હતી, કે નવા સર સારાં હોય તો સારું આ વાતચીત થતી હતી ત્યાં તો ક્લાસ ની બીજી છોકરી પ્રિન્સિપલ ઓફિસ માંથી આવી હતી,ને તેણે બધા વિદ્યાર્થીઓ ને કહ્યુ, કે આપણા નવા સર ખુબ સ્માર્ટ અને ફેશનેબલ છે. આ વાત સાંભળીને આનિયા અને સિયા સાથે સંપુર્ણ ક્લાસ ખૂબ ખુશ થયો હતો કે નવા સર આપણી જેમ મોર્ડન યુગના હતા. બધા વિદ્યાર્થીઓ ક્લાસ નવા સર વિશે ચર્ચા કરી રહ્યા હતા,ત્યારે ધીરે ધીરે પ્રિન્સિપલ સાથે સર દરવાજામાંથી અંદર આવ્યા, ત્યારે સર ને જોઈને આનિયા અને સિયા ને ખુબ મોટો આંચકો લાગ્યો હતો.
કારણ કે, આ એજ છોકરો હતો જેની સાથે આનિયા એ સવારમાં મસ્તી કરી હતી, તે છોકરો તેમના એકાઉન્ટ ના નવા સર હતા.

         આનિયા અને સિયા બંને પોતાનો ચહેરો છુપાવી રહી હતી, ત્યારે જ પ્રિન્સિપલ સર ક્લાસ ની સૌથી મસ્તીખોર વિદ્યાર્થીની વિશે એકાઉન્ટ ના સર ને કહ્યુ કે, આનિયા સૌથી મસ્તીખોર વિદ્યાર્થીની છે. આનિયા અને સિયા બંને ખુદને છુપાવી રહી હતી,ત્યારે પ્રિન્સિપલ સર એ આનિયા ને બઘાં વિધાર્થી સમક્ષ ઊભી કરી હતી તેને જોઈને એકાઉન્ટ ના નવા સર ગુસ્સામાં આનિયા ને જોઈ રહ્યો હતાં. આનિયા અને સિયા બંને ગભરાઈ ગઈ હતી, ત્યારે જ નવા સરે પોતાની વિશે કહેતા જણાવ્યું કે," તે તેમના એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર વિષય નાં નવા સર તથા તમારા ક્લાસ નો ક્લાસ ટીચર પણ હું જ છું અને મારું નામ કરન છે" આ વાત સાંભળીને તો, 'આનિયા અને સિયા બંને ના પગ નીચે થી ધરતી ખસી ગઈ હોય એવું લાગતું હતું.' આનિયા ધીરા અવાજે સિયા ને કહ્યુ કે, 'મને શું ખબર કે આ આપણી જ સ્કૂલના નવા સર હતા તેમની વાત સાંભળીને તો કોઈ પણને એવું જ લાગે કે આ નવો વિધાર્થી હશે; કોઈ દિવસ કોઈ સરને સાયકલ પર આવતા જોયા છે, મેં તો કોઈ દિવસ કોઈ સર ને સાયકલ પર આવતા જોયા નથી. કરન સરે આનિયા અને સિયા બંને છેલ્લી બેન્ચ પર થી પહેલી બેન્ચ પર બેસવા નું કહ્યું, હવે થી દરરોજ તેમને પહેલી બેન્ચ પર બેસવા નું છે.

        પહેલા લેક્ચર પછી બીજો લેક્ચર આવ્યો આથી કરન સર ક્લાસ ની બહાર નીકળી જાય છે અને સૌરભ સર અંદર આવ્યા, ત્યારે આનિયા એ કરન સર વિશે સૌરભ સર ને કહ્યુ, કે "આવા સર થોડા હોય્ કરન સર વિશે ખૂબ બુરાઈ કરી અને આ સર સારું ભણાવતા નથી" - આ વાત કરન સર દરવાજા ની બહાર થી સાંભળી ગયા અને ક્લાસ માં અંદર આવી ને સૌરભ સર ને કહ્યું કે, તે બધા વિદ્યાર્થીઓ ને કહ્યુ નથી કે આપણે બાળપણના મિત્રો છીએ. 'આ વાત સાંભળીને તો આનિયા અને સિયા બંને ડિપ્રેશન માં આવી ગયું કે કરન સર આપણા મજાક વિશે પ્રિન્સિપલ સર ને ખબર પડી તો આપણા ઘરે પણ ખબર પડી જશે.' કરન સરે કહ્યું કે, આ લેક્ચર પછી આનિયા અને સિયા બંને સ્ટાફ રૂમ માં આવાં નું કહે છે. આનિયા અને સિયા બંને એ વિચાર કર્યો કે આપણે કરન સર પાસે જઈને માંફી માંગી લેશું.

          આનિયા અને સિયા બંને સ્ટાફ રૂમ માં અંદર આવતા, કરન સર ને કહ્યું કે અમને ખબર ન હતી કે તમે અમારી સ્કૂલમાં ભણવા આવાં ના છો ખબર હોત તો અમે આવું ન કરત આમારા થી ભુલ થઈ ગઈ છે અમને માફ કરી દવ. કરન સરે કહ્યું, "કે આ વાત હું કોઈ ને નહીં કંઈશ પણ હું તમને જે કામ કહું તે કામ તમારે કરવું પડશે. નહીં તો હું તમે જે મારી વિશે વાત સૌરભ સર કહી હતી તે અને સવારમાં મસ્તી કરી હતી તે વાત નો રેકોર્ડીંગ મારી પાસે છે. આથી મન ને મનાવી કરન સર ની શરત માનવી પડી હતી. જ્યારે આનિયા અને સિયા સ્કુલ થી પાછી આવ્યું ત્યારે આનિયા ની ઘર ની બાજુ વાળા ઘર ની બહાર એક બ્લેક સાયકલ પાકૅ હતી તે સાયકલ જોઈને આનિયા ને એવું લાગતું હતું કે આ સાયકલ કાંઈક તો જોઈ છે પણ કાંઈ યાદ આવ્યું નહીં. આનિયા અને સિયા બંને એક જ સોસાયટીમાં રહેતી હતી. પહેલું ઘર આનિયા નું આવે અને સિયા નું ઘર પછી આવે છે.આથી આનિયા ને બાય કહી સિયા તેના ઘરે જતી રહી.
આનિયા ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે આપણી બાજુ વાળા ઘર માં કોઈ કોલેજ નો સ્ટુડન્ટ રહેવા આવ્યો છે. તેથી તે આજે જ આવ્યો છે આથી તેને આપણા ઘરે રાત્રે જમવાનું કહી દીધું છે, તું પછી તે છોકરાનાં ઘરે જાજે અને આપણા ઘરે જમવા બોલાવા માટે મને મોકલી દિધી. હું તો તે છોકરાના ઘરે ગઈ અને જેવો દરવાજો ખુલ્યો ત્યારે ખબર પડી કે આ તો કરન સર નીકળ્યા.

                    આનિયા તેના સામે ના ઘર તરફ જઈ ને દરવાજો ખખડાવ્યો, ત્યારે કરન સરે તે દરવાજો ખોલ્યો. આનિયા ને ત્યારે ખબર પડી કે કોલેજ સ્ટુડન્ટ એ કરન સર જ હતા.આનિયા નું પરિવાર અને કરન સર બધા સાથે ભોજન કરી રહ્યા હતા, ત્યારે આનિયા ના પિતા એ કહ્યું કે મારી દીકરી ક્યાં વિષયમાં નબળી છે, ત્યારે કરન સરે તો.સીધું કહી દીધું કે તમારી સુપુત્રી મારાં બંને વિષયમાં ખૂબ જ નબળી છે. આ વાત સાંભળીને આનિયા તો ગુસ્સામાં ભોજન કરતી કરતી ઊભી થઈ ને કરન સર ને કહ્યું કે, "આ મારું ઘર છે, તમારો ક્લાસ રૂમ નથી કે તમે મને જે કહેશો તે સાંભળી લઈ. ચુપચાપ ભોજન કરી અહીં થી નીકળો" અચાનક બઘાં નો હસવાનો અવાજ સાંભળીને,આનિયા ને ખબર પડી કે આ એક સપનું હતું. આનિયા ના પિતા એ કહ્યું કે, આનિયા અને સિયા બંને ના તમે ટ્યુશન ક્લાસ લેજો આ વાત સાંભળીને આનિયા ના વિચારવા લાગી કે,આખો દિવસ સ્કૂલમાં આનું મોઢું જોવાનું અને ઉપરથી ઘરે આવી ને આની પાસેથી ભણવાનું, કરન સર કહ્યું કે, હું આ બંને નું ટ્યુશન લઈ શકીશ નહીં, કારણ કે સ્કુલથી આવી ને મારે ઘરે જમવા નું બનાવું, સાફસફાઈ કરવી, જેવા વગેરે કામ કરવા નું હોય છે. ત્યારે આનિયા ની મમ્મી એ કહ્યું કે આનિયા અને સિયા બંને સાફસફાઈ કરી જશે અને તમારું જમવા નું અમારે ઘરે તમે બસ આનિયા ને ભણવા કે જેથી તે પાસ થઈ જાય.

               આજ થી આનિયા અને સિયા બંને ના ટ્યુશન ક્લાસ શરૂ થઈ ગયા અને સાથે સાથે સર ના ઘર ની સાફ સફાઈ પણ આ બંને કરે અને કરન સર આમારી હાલત જોઈને ખુશ થઈ રહ્યાં છે.એક દિવસ કરન સરે બધા વિદ્યાર્થીઓ ના પેપર ઘરે બેસીને ચેક કરી રહ્યા હતા ત્યારે આનિયા આવી અને ત્યારે તેને ખબર પડી કે અમારા આંકડાશાસ્ત્ર વિષય નાં પેપર ચેક થય રહ્યા હતા. કરન સર નાં હાથ માં જ્યારે આનિયા નું પેપર આવ્યું ત્યારે તેમણે જોયું કે આંકડાશાસ્ત્ર વિષય માં સૌથી વધારે માર્કસ આનિયા ને હતાં આ જોઈને કરન સરે તે પુછ્યું કે,"તારે પેપર માં સૌથી વધુ માર્કસ કેવી રીતે આવ્યા કંઈ રીતે ચોરી કરી." આનિયા એ કહ્યું કે, આ પેપરમાં તમે સુપરવાઈઝર હતા અને હું પહેલી બેન્ચ પર બેસીને પેપર લખ્યું હતું, મને આ પેપરમાં બઘું આવડતું હતું." આ કહીને આનિયા ને સૌથી વધારે માર્કસ આવ્યા તે વાત થી તે ખુબ ખુશ હતી તે નાના બાળકો ની જેમ ઉછળખુદ કરવાં લાગી. આનિયા ને ખુશ જોઈને કરન સર પણ ખુશ થયાં તથા કરન સર આનિયા ને ખુબ પ્રેમ ભરી આંખે જોઈ રહ્યા હતાઃ 

               આવી જ મસ્તી, મજાક અને ગુસ્સો કરતાં એક વર્ષ પુર્ણ થય ગયું. હવે આનિયા અને સિયા બંને તેમના સ્કુલ ના છેલ્લા વર્ષમાં આવી ગયાં. આજે દરરોજ ની જેમ એક્સ્ટ્રા ક્લાસ માં ભણવા માટે બંને કરન સર નાં ઘરે ગયું, ત્યારે તેમને ખબર પડી કે આજે કરન સર તેમના મિત્ર સાથે બહાર ગયા હતા.આથી તેને ટ્યુશન માં આજે રજા હતી, આ વાત થી આનિયા અને સિયા બંને ખૂબ ખુશ હતી કેમ કે આજે આનિયા નો બથૅડે હતો અને આજે ટ્યુશન ક્લાસ માંથી રજા પણ મળી ગઈ. આથી બંને ને વિચાર આવ્યો કે, આજે તે ઘર ની પાછળ આવેલા મેળામાં ફરવા જવાનું નક્કી કર્યું.આનિયા અને સિયા મેળામાં આવી ને ખુશ હત્યું.ત્યાં તો બીજી બાજુ કરન પણ આજ મેળામાં આવ્યો હતો, તેના મિત્રને મળવા માટે, અહીં આનિયા અને સિયા બંને ખુશ હતી ત્યાં એક મવાલી ગુંડો તેમને પરેશાન કરી રહ્યા હતો આ કૃત્ય કરન જોઈ ગ્યો અને તેમને બચાવા માટે તેમની પાસે પહોંચ્યા હતા. કરન આનિયા અને સિયા બંને ખૂબ ખિજાય ગયો કે, "તેમે બંને અહીં એકલ્યું શા માટે આવ્યું, તમને બંને ને કાંઈ થય જાત તો તમારા પરિવાર નું શું થાત." -આ વાત સાંભળતાં આનિયા પ્રેમ ભરી આંખોં થી કરન ને જોઈ રહી હતી, ત્યાં તો સિયા એ કહ્યું કે, "સર આજે આનિયા નો બથૅડે છે, તેથી અમે અહીં બથૅડે ઉછવવા આવ્યું હતીઃ આ સાંભળીને કરને કહ્યું કે, મને ખબર ન હતી કે આજે આનિયા નો બથૅડે છે. આ સાંભળીને તો આનિયા ને ખુબ જ ગુસ્સો આવ્યો હતો કે બધા વિદ્યાર્થીઓ નો બથૅડે યાદ હતો, બસ મારો બથૅડે ભુલી ગયો.આવુ મનમાં વિચાર કરતા તે ચુપચાપ સિયા ને લઈ ને મેળામાં થી બહાર જવા લાગી હતી.

                 આ બધું જોઇને કરન ને થયું કે મેં બંને વધારે ખિજાય ગયો લાગે છે, આથી તે બંને ની પાછળ ગયો અને આનિયા ને સૉરી કહ્યું, તેને બથૅડે ની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું, શું ગિફ્ટ જોઇએ છે.આનિયા ખુશ થતાં કહ્યું કે, "મારે બધી રાઇડર્સ માં બેસવું છે અને તેમે પણ અમારી સાથે રાઇડર્સ માં બેસવું પડશે, હું જે ગેમ રમવા નું કહું તે ગેમ રમવી પડશે"- આનિયા એ આ બથૅડે ગિફ્ટ માં માગ્યું હતું.આ વાત કરન માની ગયો હતો ત્યારે પછી એક પછી એક રાઇડર્સ માં બેસ્યા અને સિયા ખૂબ થાકી ગય હતી તેથી તે એક જગ્યાએ બેસી ગય પછી કરન અને આનિયા ધણી રાઇડર્સ માં બેસ્યા, ખુબ મજાક મસ્તી કરી. ત્યારે તે સમયે આનિયા ને કરન પ્રત્યે જે નફરત હતી તે પ્રેમ માં બદલાવા લાગી હતી, કારણ કે કરન નો સ્વભાવ સારો, ફિકર કરવા વાળો હતો. આનિયા ની નજર તે મોટા બધા સોફ્ટ ટોય પર ગઈ હતી તે તેને ખુબ જ ગમ્યું હતું આ જોઈને કરન તે ડેડીબીયર તેના માટે જીતીને આનિયા ના બથૅડે નું ગિફ્ટ આપતા કહ્યું કે,' તારું સપનું પૂરું કરવામાં હું તારી મદદ કરી 

           અચાનક ત્યાં કરન નો મિત્ર આયુષ આવ્યો, આનિયા ને ખબર પડી કે જે છોકરાં ને તે શોધવા માટે કે.પી. કોમર્સ કોલેજ માં જાવાની હતી તે છોકરો તેને અહીં જ મળી ગયો. કરન અને આયુષ બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને તે ખાસ મિત્રો હતા. આનિયા એ કરન સર ને પુછ્યું કે, તમે કે.પી. કોમર્સ કોલેજ માં અભ્યાસ કરો છો. ત્યારે આનો જવાબ આપતા કરન કહ્યું કે,હા હું આ કોલેજ માં છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ કરું છું. આ સંભાળતા સિયા એ કહ્યું કે આનિયા ને પણ કોલેજ માં ભણવું છે અને અને અભ્યાસ પુર્ણ થયા બાદ જાપાન જાવું છે.સિયા ની વાત સાંભળીને આયુષ આશ્ચર્ય થય ગયો અને કહ્યું કે, કરન નું પણ જાપાન જાવા નું સપનું છે. જે હમણાં પુરું પણ થવા નું છે તે એમ.કોમ ના છેલ્લું વર્ષ પુર્ણ થયા બાદ તે જાપાન જઈ ને પી.એચ.ડી કરવા જાવા નો છે. આ વાત સાંભળીને આનિયા ને ખુશી તો થય પરંતુ કરન સર તેને છોડી ને જતાં રહેશે તે વાત નો દુ:ખ પણ છે. આનિયા ના મગજ માં કરન ના જ વિચાર આવાં લાગ્યા કે, શું કરન મને ભુલી જશે. કરન સાથે ની મસ્તી મજાક અને ગુસ્સો બધું તેના મનમાં એક પછી એક યાદગાર ક્ષણ યાદ આવે છે. 
ફાઇનલ પરીક્ષા ને એક મહિના બાદ હતી, તેથી સ્કૂલમાં પરીક્ષા તૈયારી કરવા માટે રજા આપવામાં આવી હતી. આથી આનિયા અને સિયા બંને વાંચવા માટે કરન સર નાં ઘરે જાય છે. આનિયા કરન સર નાં ઘરે આવી ગય અને સિયા નો ફોન આવ્યો કે આજે મારે થોડુંક મોડું થઈ જાશે. આ વાત સાંભળીને આનિયા એ કહ્યું કે તો' હું પણ થોડીકવાર પછી આવીશ' આ ના જવાબ આપતા કરન સરે કહ્યું કે ઘરે જાવાની જરૂર નથી. તું વાંચવા નું શરૂ કરી દેજે. તો બંને હવે ઘર માં આવી પોતાનું કામ કરવા લાગ્યા હતા, જેમાં કરન પોતાના જાપાનીઝ ભાષા લખવા ની પ્રેક્ટીસ કરી રહ્યા હતા અને જ્યારે આનિયા તો કરન સર ને જોઈને તેમનું ચિત્ર તેની વકૅ બુક માં બનાવી રહી હતી.અચાનક કરન સર ની નજર આનિયા ઉપર ગઈ, ત્યારે આનિયા તેના બુક માં કાંઈ બનાવી રહી હતી. તે કરન ને જોઈને તેનું ચિત્ર બનાવી રહી હતી. ત્યારે કરને તેની બુક આનિયા ના હાથ માંથી ખેંચી લીધી અને જોવા જાય તે પહેલા આનિયા એ પોતાની બુક પાછી લઈ લીધી. આવી રીતે એક બુક ખેંચ અને બીજી બુક લઈ લે, આ ખેંચાતાણી માં આનિયા અને કરન એકબીજાના ખુબ નજીક આવી ગયા અને રોમેન્ટિક માહોલ બની ગયો હતો. અચાનક સિયા એ દરવાજો ખખડાવ્યો. બંને ફટાફટ અલગ થયા. કરન દરવાજો ખોલવા ગયો અને આનિયા એ પોતાની બુકને લઈ ઘરે જવા લાગી ત્યારે સિયાએ પુછયું કે, તું ક્યાં જાય છે. આનિયા શરમાતી અને કરન સરની આંખો માં જોયા વગર નીચે મોઢું રાખીને કહ્યું કે મારાં ઘરે થી ફોન આવ્યો છે, ઘરે કામ છે. આમ કહી ને આનિયા તેના ઘરે જતી રહી. કરન પણ આ ઘટના થી ખુબ ખુશ હતી. આનિયા એ કરન સર થી પોતાની નજરો છુપાવતી હતી, પરતું કરન સર જયારે સ્કૂલે જાય ત્યારે આનિયા પોતાના ઘર ની બારી માંથી રોજ કરન સર ને જોઈને તેના પેપર દેવા જાતી હતી. કરન પણ જયારે આનિયા નું પેપર હોય તે દિવસે તે આનિયા ને પેપર દેવા જતી હોય, ત્યારે કરન દૂર થી આનિયા ને જોઈ છે.


               આજે સ્કૂલ "વિદાય સમારંભ" હતું તેથી કલાસ ના બધા વિધાર્થીઓ દુઃખી હતાં. આ દિવસે આનિયા સૌથી વધુ દુઃખી છે, કારણ કે તે આજ પછી કરન સર ને તે રોજ જોઈ શકશે નહીં. આજે આનિયા એ ખુબ સુંદર સાડી પહેરી હતી તે બધી છોકરીઓમાં સુંદર દેખાતી હતી, ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આનિયા ના છુપાયને ફોટો પાડી રહ્યો હતો. કરન સરે પણ સારુ શુટ પહેર્યું હતું.આજે તેમના સ્કૂલ ના બાર વષૅ ના સફર નો અંત આવે છે. તેમના ખાસ દિવસ ને યાદગાર બનાવા માટે કરન સરે તેમના માટે એક ગીત ગાયું હતું, ત્યારે બધા વિધાર્થીઓ એ કહ્યું કે, સર આનિયા પણ ખુબ સારુ ગીત ગાય છે. આથી બધા એ કહ્યું કે, "કરન સર અને આનિયા બંને સાથે ગાવાનું કહ્યું આથી તેમને સાથે મળી ખુબ સુંદર ગીત ગાયું. આનિયા ને ગાતા જોઈને કરન સર આનિયા ને જોતાજ રહી ગયા. 

                 ત્રણ મહિના પછી આનિયા નું રિજલ્ટ આવ્યું જેમાં બધા વિધાર્થી પાસ થયાં હતા આથી સ્કૂલ તરફથી વિધાથી અને કલાસ સર ને એક દિવસ નો હાયકિંગ પ્રવાસ આયોજન કર્યો હતો. તે દિવસે આનિયા ખુબ ખુશ હતી, આનિયા અને સિયા બંને છેલ્લી સીટ પર બેસી ગયું, ત્યાં અચાનક કરન નો મિત્ર આયુષ પણ આવ્યો હતો. તેને આવતા જોઈને સિયા ને આયુષ સાથે આગળ બેસવા મોકલી દિધી. આનિયા એકલી છેલ્લી સીટ પર બેસીને વિચાર કરતી હતી કે, "આ પ્રવાસ વિધાર્થી અને સર માટે હતો તો આયા આયુષ શા માટે આવ્યો હશે. કારણ કે આનિયા કરને પસંદ કરવા લાગી છે પરતું આયુષ આનિયા ને કાંઈ ખાસ ગમ્યો ન હતો. આનિયા એ તેની આંખોજે પહેલી વખત જે સ્નેહ એના માટે જોયો હતો, તે હવે કયારે જોયો નથી આ બધું આનિયા વિચાર કરતી હતી. અચાનક કરન સર બાજુ ની સીટ માં બેસી ગયા. આનિયા ગભરાઈ ગય અને સાથે ખુશ પણ થય કે સર બીજી કોઈ છોકરી સાથે નહીં પરતું મારી પાસે બેસવા આવ્યા.આનિયા અને કરન સરે ખુબ મસ્તી મજાક કરી આનિયા ને કરન સાથે તે પ્યાર નો અહેસાસ થાય છે. બધા જંગલ માં આવી ગયા હતાં. બધા વિધાર્થીઓ, કરન સર, અને આયુષ સાથે ખુબ મસ્તી કરી હતી. સવાર નો સમય હતો અને ખુબ સુંદર વાતાવરણ પણ હતું. આ જગ્યાએ આનિયા કરન સર ને કહેવાની હતી કે, " હું તમને ખુબ પસંદ કરું છું". ત્યાં તો અચાનક સિયા આવી અને આનિયા ને કહ્યું કે, તું આજે જ આ સુંદર વાતાવરણ માં આયુષ ને પોતાના દિલ ની વાત કહી દે કે તું આયુષ ને પસંદ કરે છે, તેને મળવા માટે તે કોમૅસ લીધું હતું. આ વાત કરન અને આયુષ પાછળ થી બધું સાંભળી ગયા. કરન ખુબ ગુસ્સામાં આવી ને આનિયા ને ખિજાઈ ગયો કે કોઈ છોકરા માટે પોતાને બદલવાની જરૂર નથી. પણ આનિયા તો ખુબ દુઃખી થઈ ગય કે કરન સરે આમારી બધીજ વાત સાંભળી લીધી. આનિયા કરન સર ને સમજાવે તે પહેલા તે અહીં થી ગુસ્સા માં આ જંગલ માંથી બહાર નીકળી ગયા.

         આનિયા કરન સરને રોકવા ના ખુબ પ્રયાસો કર્યા. ત્યારે આયુષ એ પુછયું કે તું મને કેવી રીતે પસંદ કરી શકે છે આપણે કયારે મળ્યા હતા. આ સાંભળીને આનિયા એ ગુસ્સામાં આયુષ ને જોયો અને સિયા એ કહ્યું કે, તમે બે વષૅ પહેલા મોલમાં મળ્યા હતાં તે ચહેરા પર માકૅસ અને સફેદ ટીશર્ટ પહેર્યું હતું. આ વાત થી તેને યાદ આવ્યું હતું કે, તે દિવસે મારું ટીશર્ટ કરને પહેર્યું હતું. આ વાત સાંભળતા આનિયા રડવા લાગી કે હું જેને પસંદ કરું છું તે કરન જ હતો. આયુષે કહ્યું કે તે એની નામની છોકરી ને પસંદ કરે છે, તેણે તે છોકરી સાથે જાપાન જાવાનું સપનું જોઈયું છે.સિયા એ પુછયું:એની કોન છે, એની એ કરન ના બાજુ ના ઘરમાં રહેતી હતી. તે બંને સાથે સ્કૂલમાં ભણવા જતાં હતાં. એની બાળપણમાં કરન ને 'રેન' કહીને બોલાવતી હતી.., આ સાંભળીને આનિયા ખુબ વધારે રડવા લાગી, કારણ કે એની કોઈ બીજી છોકરી ન હતી એની આનિયાનું બાળપણ નું લાડકું/હુલામણું નામ હતું. 

           આયુષે કહ્યું :કરન એની ને ખુબ પસંદ કરતો હતો. તેને કહ્યું હતું કે એની ને તે મળ્યો હતો, પણ એની મને ઓળખી શકી નહીં અને એની એ મારી સાથે મસ્તી કરી પણ એ મસ્તી તો એની માટે સજા બની ગય. મે એની ને ખુબ હેરાન અને પરેશાન કરી હતી, પણ તેને પરેશાન કરવા માં ખુબ મજા આવતી. થોડાક દિવસો પછી આનિયા કરન ના કોલેજ માં ગય હતી, તે થયું કે કોલેજમાં કરને બઘી વાત કહીશ કે, હું આયુષ ને નહીં કરન ને પસંદ કરું છું. ત્યારે કોઈ ડીલવરી બૉય આવી ને કહું, કે હું તમારી કોલેજ ની ગેટ ની બહાર ઊભો છું તમારો પાર્સલ આવી ને લઈ જાઓ. આથી તે તેનો પાર્સલ લેવા માટે આનિયા ની સાથે સિયા આવી હતી. જયારે આનિયા એ પુછયું કે આ પાર્સલ કોણે આપ્યું છે, ત્યારે તેણે કહ્યું કે કરન નામ ના વ્યક્તિએ આ પાર્સલ આનિયા માટે મોકલ્યું છે. આનિયા એ પુછયું કે કયારે બુકિંગ કરવ્યું હતુ. તે ના જવાબ માં ડિલવરી બૉયે કહ્યું કે એક મહિના પહેલા કરાવ્યું હતું. આનિયા એ તે પાર્સલ લઈ લીધું તેમાં જોયું તો ખુબ સુંદર કલરની કિટ જે જાપનીઝ કલેક્શન ના કલર હતાં, જે આનિયાને જોતા હતાં કારણ કે આ કલર મળવા ખુબ મુશ્કેલ છે આ પહેલું એડિસ્ન કિટ છે. આ કિટ સાથે એક ચિઠ્ઠી પણ હતી. તે ચિઠ્ઠી માં કરને લખ્યું હતું કે આનિયા મને માફ કરી દેજે. જયાર થી હું આ સ્કૂલમાં આવ્યો હતો, ત્યારથી મને ખબર હતી કે તું મારો પહેલો પ્રેમ એની છે. કદાચ તું મને ભુલી ગય હતી, પણ મને તું યાદ હતી. તે દિવસ દુઃખ થયું હતું, પણ ખુશી હતી કે મારાં જન્મદિવસે મને મારો પહેલો પ્રેમ મને ફરી પાછો મળી ગયો હતો. હું તારો બેસ્ટ ફેન્ડ 'રેન' હતો. તેની ચિઠ્ઠી વાંચીને આનિયા કરન ને શોધવા કોલેજ માં જતી હતી, ત્યાં તો સામેથી આયુષ ભાગતો ભાગતો આનિયા તરફ આવી ને કહ્યું કે, આજે કરન જાપાન જાય છે. આ સંભાળીને આનિયાને ખુબ મોટો ઝટકો લાગ્યો તે ભાગી ને તેના ઘરે પહોંચી ત્યાં તેને ખબર પડી કે એક કલાક પહેલા જ તે એરપોર્ટ માટે નીકળી ગયો હતો.

         આનિયા આ સંભાળીને રડવા લાગી, આયુષે કહ્યું કે "આપણે મોડું થાય તે પહેલા આપણે એરપોર્ટ પહોંચીને બધી વાત વિશે કહી દેવું જોઈએ " આથી આનિયા જલ્દી જલ્દી એરપોર્ટ પહોંચી ગય. ત્યાં તે એરપોર્ટ પર બધી જગ્યાએ કરને શોધવા લાગી પણ તેને કરન મળ્યો નહીં, ત્યારે એરપોર્ટ પર અનાઉસ્મેટ થય કે, 'જાપાન જવા માટેનું વિમાન પ્રસ્થાન કરી ચૂક્યું છે.'આ સાંભ‌ળીને આનિયા ની આંખો ભીની થઈ ગઈ હતી.આનિયા હતાશ થય ગય હતી. તેને વિચાર આવ્યો કે 'હું કરન ને ઓળખી શકી નહીં'. વિમાન ઊડી ગયું અને આનિયા ની આંખો માં રહેલી છેલ્લી આશા પણ. હજારો શબ્દો મનમાં હતા, પરતું એક પણ કરન ને કહી શકી નહીં. હવે બંને વચ્ચે માત્ર અંતર જ નહીં. પરતું અધૂરી વાતો પણ હતી...
              

             ચાલુ રહેશે ભાગ - ૨ માં.