સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ભાગ. 1 books and stories free download online pdf in Gujarati

સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ભાગ - ૨

              [ નમસ્કાર વાચક મિત્રો , શરૂઆત માં આપણે સાહિત્ય અને ઇતિહાસ ને લગતાં રોચક તથ્યો સમજ્યા બાદ વાર્તા ના પ્રથમ ભાગ માં આપણે એ વખત ના હિન્દુસ્તાન ની સામાન્ય રૂપરેખા જોઈ અને વાર્તા ની શરૂઆત કરી.. અજમેર ની ગાદી એ આદીપુરૂષ અજયપાળ ચૌહાણ આવ્યા અને ત્યાર બાદ તેમના જ વંશ માં વીરત્વ થી ભરપૂર , શોર્ય અને સાહસિકતા થી ભરપુર એવા વિહળદે ચૌહાણ ( જે પૃથ્વીરાજ ચૌહાણ ના દાદા ) ગાદી પર આવ્યા . વિહળદે એક વખત શિકાર પર નીકળેલા એ પ્રસંગ ક્રમશ....]

          સુવર હાથ માં આવે એમ નથી પણ વિચાર કરે કે મુકાઈ નઇ.. અને કોઈ પણ હથિયાર વગર ઘોડાને લગામ થી છુટ્ટા કરે , પગે થી પેગડા છુટ્ટા કરે અને કડિયે કરી પેગડે ચાંપ કરે.. પણ , કેટલી વાર લાગે..! કે વાત કરતા નહિ પણ વિચાર કરતા વાર લાગે એટલી વાર માં તો ઘોડલું ક્યારે છૂટી ગયું..!!! અને ક્યારે જેને કેવાય ઠેકી ને આયવો..!!! પણ નાહર ને આવતા વાર લાગે , ચિત્તાં ને આવતા વાર લાગે , શકરા ને આવતા વાર લાગે કે વીજ ને પડતા વાર લાગે એટલી વાર માં ચૌહાણ પડ્યો પણ પડતા થપાટ નાખી . એક જ થપાટે એમનામ સુવર ને બેહારી દીધો .

        સુવર પડ્યો , પોતે ઊભો થયો અને ઘોડલુ ફરાંટી લઈ ને આયવું , માણસો ને નિરાંત થઈ , શિકાર થયો પણ પોતેય શિકાર બની ગયો ' તો . દૃશ્ય બીજું સામે દેખાતું હતું અને એ દૃશ્ય હતું શિવાલય નું..

          સામે શિવ મંદિર , શિવ મંદિર માંથી પૂજા કરી સ્વેત વસ્ત્રો પહેરીને બાઈ હાલી આવે . પણ આ તો ,

નૈન પદારથ , નૈન રસ , નૈન સો નૈન મિલંત
અજાણ્યા સુ પ્રીતડી કે પ્રથમ નૈન કરંત

         " આહા... શું રૂપ...!!! શું ગુણ...!!! વાહ.. "

           હથિયાર , પઢિયાર ,અશ્વ અને શિકાર આ તો ક્ષાત્ર ના હૈયા માં જડી ચૂકેલા હોઈ પણ આ તો બધું ભૂલી ગયો અને માંડ્યા ડગલાં સામાં..

          એક ક્ષણ પહેલા ની ચતુરતા , એક ક્ષણ પહેલાની ક્રૂરતા , એક ક્ષણ પહેલાની ત્વરિત્તા બધું ભૂલી ને એટલો જ વિનમ્ર એટલું જ મુખ પર હાસ્ય અને ડગલાં માંડતા શબ્દો છૂટી ગયા.. " આપ..?? "
કે , " મહારાજ , હું જે છું તે છું પણ તમારી આંખ માં કામુકતા છે , બસ કરો.."
કે , " અરે , ગાંડી.. કામ દહન કરનાર જ્યાં સામે બિરાજતા હોઈ , ભગવાન ભૂતનાથ નું બેસણું હોઈ , એના હરીફ નું મૃત્યુ હોઈ.."

          ભગવાન શિવ અને વિષ્ણુ બંને એક બીજા ના હરીફ અને વિષ્ણુ નું બીજું સ્વરૂપ એટલે વારાહ .

કે , " એટલે આજ સુવર ના શિકાર બાદ હું કામ દેવ ને જીવન દાન ન આપું તો રાજપૂત ન કેવાવું.."
કે , " મહારાજ , હું યમુના નથી... મહારાજ , હું કુમારી નથી , હું ઉમાં ની ઉપાસક નથી , હું પાર્વતી ની પૂજારણ નથી , હું તો સદા શિવ ની ઉપાસક છું અને ઈએ એમના મસ્તક ઉપર  જે બેસે છે એ સ્વરૂપ વાળી છું . યાની મહારાજ , હું ગંગા સ્વરૂપ છું , વિધવા છું..."
કે , " ગાંડી , જ્યાં સુધી પુરુષે કપાળ માથે અંગુષ્ઠ ન લગાડ્યો હોઈ ત્યાં સુધી જ વૈધવ્ય હોઈ છે.. અને આમ જો.."

કુમકુમ , કેસર , કંચન , કાજળ અને વળી કંથ
આ પાંચેય કવારા પદમણી શું તું જાણે અંત

      "એ.. સ્ત્રી આ પાંચ તો પ્રિય હોવા જોઈ અને આજ કુમકુમ નો નઇ પણ આ ચૌહાણ ના રક્ત થી હું ચાંદલો કરું છું..."

         એમ કહી ચાંદલો કરવા જાય , બાઈએ દોટ મૂકી.. પણ બાવણું પકડી લીધું . કે " મહારાજ , મૂકી દયો.." 
કે " મૂરખ બન મા.. " 
કે " મહારાજ , બહુ થાય છે.. "

                 પણ એટલી વાર માં જે કાર્ય બનવાનું હતું એ થવા મંડાણું . બાઈ એ નીરસતા થી સામુ જોયું , પણ કંગલિયત્તા નોહ્તી , આંખ માં કરુણા નતી દેખાતી , ક્રોધ નતો દેખાતો.. તો શું દેખાતું ..!! કે , આશ્ર્ચર્ય..

કે , " એ.. રાજપૂત તે મારા તપ ને ભ્રષ્ટ કર્યું , મને ભ્રષ્ટ કરી..!!! , હું તારું જીવન ભ્રષ્ટ કરી નાખીશ.."
કે , " અરે ગાંડી , જીવન ભ્રષ્ટ થાય તોય ભલે.. આ લોક ને પરલોક ની સીડી ત્રુટિ જાય તોય ભલે.. કે આ લોક ને પરલોક નું બેસણું છૂટી જાય તોય ભલે..પણ આજ નો જે આનંદ છે એ અનેરો આનંદ છે.. બોલ તારે શું કહેવું છે.. ? "
કે , " બીજું તો તને શું કહેવું રાજન..? , પણ મારી નજર સામે તું અહીંયા ફરતો રહીશ..ભૂખ્યો તરસો ફરતો રહીશ.."
કે , " ઓહ.. , એ થી વિશેષ કંઈ..? "
કે , " વિશેષ માં તો બીજું શું હોઈ શકે..? સુખ ના દિવસો માં જે તડપન નતી , દુઃખ ના દિવસો માં પણ એ તડપન નહિ હોઈ તારી પાસે આ મારો શ્રાપ છે તને.."
કે , " આ તો અભિશ્રાપ થયો કેવાય , હવે હું તને ખ્યાલ આપુ છું કે જો હું રાજપૂત છું , તારો શ્રાપ સ્વીકારી લઉં છું પણ જે કોઠા ની માલીપા મેં બીજક રોપ્યું છે ક્યારેય એવો સંકલ્પ કરતી નહિ કે એ નષ્ટ થાય . આટલું જ માંગુ છું . "

               સમય વીતવા મંડાણો , દિવસો જવા લાગ્યા.. કોઈ કે છે શું થયું..! તો , શું ધુંઢો રાક્ષસ બની ગયો..!  અરે , એવો કોઈ રાક્ષસ હોઈ નહિ પણ જેના માં એ ગુણ ઇ એ રાક્ષસ . પણ પછી રાજપૂત એટલો ઉન્મત્ત બની ગયો કે આજ ના યુગ મા જેને દ્રેક્યુલા કહેવામાં આવે છે . એવો ગાંડોતુર બની ગયો કે જ્યાં ભાળે ત્યાં મારો મારો મારો... બીજી વાત નહિ . પોતાના માણસો જતાં રહ્યા , પછી તો મારગ બંધ થઈ ગયા , સીમાડા બંધ થયા ને પ્રદેશ બંધ થઈ ગયા રાક્ષસ ના ભય થી..


( ક્રમશ :... 23/09 )🙏🙏🙏