Badlaav : ek vikash books and stories free download online pdf in Gujarati

બદલાવ : એક વિકાસ

બદલાવ : એક વિકાસ

‘બદલાવ આવે એ પહેલા બદલી જાવ’ આવું ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ એ કહ્યું છે. મોરારી બાપુ પણ જો હવે બદલાયેલી રામાયણ કરી શકતા હોય, મતલબ કે ચોખ્ખી અને ચટ્ટ પ્રેક્ટીકલ વાત, કોઈ થીઅરેટિકલ વાત ન કરતાં હોય તો પછી આપણે વળી એવા તે શું રૂઢીવાદી થવાની જરૂર છે. કૃષ્ણ ભગવાન એ જ ભગવદ ગીતા કહી છે તેઓ પણ પરિવર્તિત પુરુષ હતા. પરિવર્તન એ જ કાયમી છે અને એ જ સંસાર નો નિયમ છે તેવું તેઓ ત્યારે પણ કહી ગયા છે.

બદલાયા વિના આ જિંદગી ની રેસ માં આગળ નથી વધી શકતું આ એક રસ્તા હૈ જિંદગી છે વિશ્વ દરેક સેકન્ડે નવું નવું પ્રદાન કરી રહ્યું છે અને લાખો, કરોડો લોકો તેને સ્વીકારી પણ રહ્યા છે. આજે જિંદગી એક રેસ જ છે. આમાં દિવસની શરૂઆત થી જ ભાગવા નું હોય છે. અને હંમેશા અપડેટ થતા રહેવું પડે છે. કારણ કે, નહિતર આઉટડેટેડ થઇ જવાય અને પછી આપણો સવાશેર આવીને ઉભો રહી જાય ! એટલે બદલાયા વિના આગળ નથી વધી શકાતું, બદલવું પડે છે દરેક નવી ક્ષણે આવતા બદલાવોને સ્વીકારતા આગળ વધતા રહેવું પડે છે આ જિંદગી બદલાવો ને લીધે જ તો કલરફુલ બની છે તમે જ વિચારો સ્માર્ટફોન ના બદલાવ ને આપણે ન સ્વીકાર્યો હોત તો તમે આ સુવિધા અને ઘણી બધી બીજી સુવિધા થી વંચિત રહી જાત. જેમ કે નોકિયા કંપની એ મોબાઈલ માં એન્ડ્રોઇડ વર્ઝન વિશે ન વિચાર્યું તો તે પાછળ રહી જાય છે એટલે જ તો કહ્યું છે કે જ્યારે બદલાવ આવે, પરિવર્તન આવે ત્યારે તેને સ્વીકારવું જ રહ્યું નહિતર આપણી હાર થાય છે અને પછીનો આપણો સ્વભાવ તો એવો જ છે કે આપણે ત્યારબાદ તેને સ્વીકારીએ છીએ જ્યારે આપણે તેને સક્ષમ રહેતા પણ નથી. કોઈ ધંધાર્થી નું માર્કેટ માં નામ થાય તો તેને તે નામ ટકાવી રાખવા માટે અખંડ અપડેટ થતા રહેવું પડે છે નવું નવું જાણી ધંધાનો વિકાસ કરવો પડે છે તો જ તે આગળ વધી શકે છે. !

ઘણા માણસોને ઘણીવાર અમુક સ્થિતિ પર પહોચ્યાં પછી વિચારો નું ચકડોર મગજમાં ફરે છે અને ઊંડે ઊંડે એવું થાય છે કે તે સમયે મેં આ કર્યુ હોત તો સારું હારું ! પરંતુ ત્યારે રૂઢિવાદ ની બીમારી લાગી ગયેલી હતી. રૂઢી પર જ ચાલવાનું ન હોય. તેને પણ અપડેટ કરવાની જરૂર છે હોલ્સ્ટી ના લાઈફ મેનીફેસ્ટો ની જેમ હંમેશા તરોતાજા ! ૨૧ મી સદી તો શું ! ૨૫ મી સદી ના માણસો પણ તેમાંથી જ પ્રેરણા લેતા હશે તેવો એડવાન્સ્ડ મેનીફેસ્ટો ! જિંદગી માં નવા નવા રંગો ભરવાના હોય, જેમાં આ રૂઢી બહુ આડે આવે છે.

‘રૂઢી એટલે શું ?’ એ ખબર છે ‘અમારે ત્યાં પહેલે થી આમ જ થાય છે અને તે આ જ રીતે થશે તે વિશે કોઈ ચર્ચા પણ કરવી નહિ’ ટૂંકમાં જિંદગી જીવવા નું બંધારણ. અને આજની યુવા પેઢી આ રૂઢી નામનાં જિંદગી જીવવાનાં કૉન્સ્ટિટયૂશન માં ફેરફાર ચાહે છે. આ વિશે મોહમ્મદ માંકડ સરસ કહે છે કે આ ગેપ વચ્ચે નો એક જ રસ્તો છે કે રૂઢીવાદી લોકો ને તેવું લાગે છે કે યુવાનો ખુબ જ સ્પીડ માં પરિવર્તિત થઇ રહ્યા છે. તો તેઓ થોડા ધીમા પડે અને પેલા લોકો પોતાના કાયદા માંથી બહાર નીકળે અને યુવાનો ના યોગ્ય નિર્ણયો ને અને પરિવર્તન ને સ્વીકારતા શીખે.

માત્ર આ જ પ્રશ્ન નથી મિત્રો. આપણે ઘણું બધું નવું નવું શીખવાથી વંચિત રહી જવાનું કે, પછી જિંદગી ના અમુક ક્ષેત્ર માં આપણે સાવ નિષ્ફળ જવાનું કારણ પણ આ બંધારણ જ છે જેણે આપણ ને ક્યારેય બ્રોડ માઈન્ડ થી જીવવા નથી દીધા. પરંતુ, આ વિશે ચર્ચાઓ છેક નાની કવિતાઓ થી લઈને ભાગવત ગીતા સુધી ના પુસ્તકો માં થઇ છે પરંતુ આ વાત વિશે કોઈ સભા ન કરવાની હોય આ તો એકાંત માં પોતાના દિલ ને પૂછીને બદલવાની જરૂર છે નવું શીખવું, નવું જાણવું, કઈક માણવું. તેમાં કઈ ગુમાવવું તો નથી જ જિંદગી નો વિકાસ જ થવાનો છે તે વાત ની ૧૦૦ % ની ગેરંટી.

જે લોકો ને પોતાનો વિકાસ કરવો છે તે લોકો ને બદલાવ જરૂરી છે તેને બદલાવ ને ન ગમે તો પણ સ્વીકારવો રહ્યો, કારણ કે આ વિકાસ છે. વિકાસ જ બદલાવ લાવે છે વિકાસ જ નવા ને જુનું કરે છે તમે કોઈ પણ ચીજ-વસ્તુ વસાવો તો તે આ સદી માં ૨ મહિના માં જ જૂની થઇ જવી સંભવ છે આ જ વિકાસ છે જેમાં લેટેસ્ટ વર્ઝન આવ્યા જ કરે છે તમારું લાસ્ટ રીઝલ્ટ ગમે તેટલું સારું હોય, પરંતુ તે હંમેશા પાસ્ટ(ભુતકાળ) હોય છે વર્તમાન માં તમે કેટલું બેસ્ટ કરી બતાવો છો તે જ જોવું રહ્યું. એવું હોવું જોઈએ કે દરેક માણસ દરેક પળે કશુક જાણવાની ઉત્સુકતા માં હોય, નવું નવું જાણવું, પોતાનો વિકાસ કરવો. નોલેજ મેળવતા રહેવું ! ૨૧ મી સદીમાં ૨૧ મી સદીના અને એન્ડ્રોઇડ ના લેટેસ્ટ વર્ઝન ની જેમ રહેવું. એવા માણસો હોવા જોઈએ કે જેમણે બદલાવ ગમતો હોય. કૃષ્ણ ભગવાન ને પણ બદલાવ ખુબ જ પ્રિય હતો. જેમ કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ દુનિયાની લેટેસ્ટ માં લેટેસ્ટ ટેકનોલોજી નો ઉપયોગ પોતાના જીવનમાં કરે છે અને ઉપયોગ જ નહિ, તેમની પાસે નોલેજ પણ એટલું જ હોય છે હરએક પળે અપડેટ થતા રહે છે.

આપણ ને ગમે કે ન ગમે જીવન માં નવું નવું બનતું જ રહેવાનું છે, પરિવર્તન આવતું જ રહેવાનું છે પરિવર્તન એ જડ અને ચેતન બંને ઉપર અસરકારક છે માનવી ની પરિવર્તન ને સ્વીકારવાની ક્ષમતા ઘટતી જાય તેમ તેનામાં જડ તત્વ વધતું જાય છે ‘પાકા ઘડે કાંઠા ન ચડે’ એ કહેવત એ અર્થમાં જ છે કુદરત માં પરિવર્તન ની ક્રિયા સતત ચાલુ જ રહે છે, તેને અટકાવવવાનું મનુષ્ય નું ગજું નથી. તમે જેવા હો તેવા સ્થિર તો રહી શકવાના જ નથી. કુદરત ની સાથે રહીને તમને મનગમતું પરિવર્તન તમે કરી શકો છો અથવા તો કુદરત ના પરિવર્તન નો સ્વીકાર કરી શકો છો, તેના સિવાય કોઈ ઉપાય નથી. રોજીંદા જીવન માં મતભેદ અને ટેન્શન ઓછા કરવાનો એક જ રસ્તો છે ‘પરિવર્તન’. નવું આવે છે અને જુનું વિદાય લે છે ‘જુના’ એ ટકી રહેવું હોય તો સતત ‘નવા’ થતું રહેવું પડે છે.

આવતી કાલે સુર્ય કે ચંદ્ર થોડો મોડો કે થોડો વહેલો ઉગવાનો છે આજે તડકો હતો તેવો તડકો કાલે નહી હોય. ગઈ કાલ જેવી ઠંડી આજે હતી નહી. આજે પવન પણ થોડો વધુ ફૂંકાતો હતો. કાલે માવઠું પણ થઇ શકે છે આપણી પાસે છે એ વસ્તુ કાલે જૂની થઇ જવાની છે, અને હજી ઘણા ફેરફાર આવવાના છે ક્યાં પ્રકારના એ ખબર નથી ! પરંતુ દોસ્ત ! એક વાત સ્પષ્ટપણે જાણી શકાય છે કે જગત ની દરેક ચીજ હર ક્ષણે પરીવર્તનશીલ છે અને એટલે જ આને બદલાવ કહે છે અને વિકાસ ચાહતા માણસ ને માટે આ ખુબ જ જરૂરી છે.

વિશ્વ ૨૧ મી સદી તરફ ગતિ કરી રહ્યું છે આ બદલાતા જમાનાનો પવન છે તેથી આમાં બદલ્યા છે એ બચશે. જે નથી બદલ્યા તે ટકરાવા જશે તો તૂટી જશે. (ગુજરાતી નાટક : બા એ મારી બાઉન્ડ્રી)

  • હાર્દિક રાજા
  • E-mail :

    Mo : 95861 51261