વ્યવસાયે સરકારી નોકરીયાત છું અને સાયન્સમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. લખવું એ ખરેખર અકસ્માત છે. નાનપણમાં પપ્પાની રામાયણ મોંટેથી વાંચવાનો નિત્યક્રમ અને ભગતદાદાની મુખેથી વહેતી કથાઓને ઝીંંલવાના અમૂલ્ય અવસરને કારણે જ કદાચ લખવા પ્રેરાયો હોઉં એવી શક્યતાઓ વધું છે. નાનપણથી સાહિત્ય વાંચવાનો ખુબ શોખ હતો જે આજેય જળવાઈ રહ્યો છે. ગજા બહારના ખર્ચા કરીને પુસ્તકો ખરીદવાની આદત આજેય હેમખેમ છે. સતત વાંચવું, નવા નવા મૂવી જોવા, લાગ મળે ત્યારે ફરવા નીકળી પડવું અને મનગમતું લખવું બંદાને ગમતી પ્રવૃત્તિ છે. મારા પુસ્તકોની લાખ્ખો નકલો રાતોરાત વેંચાય જાય એવું સ્વપ્નું ય ખરું. રામાયણ, મહાભારત, ભાગવત જેવા મહાગ્રંથો વાંચ્યા પછી સમય વધે તો ઉપનિષદો વાંચવાની ય ઈચ્છા છે. સાથોસાથ ફેમસ વક્તા તો થવું જ છે. લાઈફ ખુબ જ શોર્ટ અને રહસ્યોથી ભરપુર છે. ખબર નહીં આટલી બધી ઈચ્છાઓનો ભાર ઉપડી શકશે કે કેમ! પણ આશા અમર છે. હેપી રીડિંગ!

  • (16)
  • 1.3k
  • 1.8k
  • (18)
  • 1.5k
  • (35)
  • 2.1k