અસ્ત જાતા રવિ પૂછતાં અવનીને:સારશો કોણ કર્તવ્ય મારા?સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સહુ, મોં પડ્યા સર્વના કાળા. તે સમે કોડિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું:મામુલી જેટલી મારી ત્રેવડ,પ્રભુ! એટલું સોંપજો,તો કરીશ હું-ઝવેરચંદ મેઘાણી(ટાગોરકૃત કર્તવ્યગ્રહણમાંથી)