અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તકને ઝીલતી રહું છું. ‘અનુસંધાન’ નામે સાહિત્યિક અને શૈક્ષણિક અભિવ્યક્તિને પ્રસ્તુત કરતી એક વેબસાઇટ http://smitatrivedi.in પર કાર્યરત રહીને વિશ્વના સાહિત્ય પ્રેમીઓ સાથે જીવંત સંપર્કમાં રહેવાનો લ્હાવો લઉં છું.