બાજી - 11

(166)
  • 7.5k
  • 4
  • 3.6k

અમીચંદ અને સારિકા વ્યાકુળ હાલતમાં પલંગ પાસે ઊબા હતા. તેમની આંખોમાં ચિંતાના હાવભાવ છવાયેલા હતા. પલંગ પર સૂતેલા સૂરજનું શરીર ભઠ્ઠીની જેમ તપતું હતું. અમીચંદનો ફેમીલી ડોક્ટર દિનાનાથ તેની સારવાર કરતો હતો. પરંતુ સૂરજની પ્રત્યેક પળે બગડતી જતી હતી. સારિકા ધ્રુંસકા ભરવા લાગી. ‘ અરે...આ શું સારિકા... ’ અમીચંદે તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘ તું રડે છે... તારી જાતને સંભાળ સારિકા...ભગવાન પર ભરોસો રાખ...! સૂરજની તબીયત સારી થઈ જશે...’