પ્રમોશન

(24)
  • 1.6k
  • 6
  • 480

રસરંગ પ્રાઈવેટ લિમિટેડ. ઘરગથ્થુ વાનગીઓમાં વપરાતાં અવનવાં દેશી-વિદેશી ચટાકેદાર મસાલાની કંપની. સવજીભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેન આ કંપનીના માલિક હતાં. બંને વચ્ચે બનતું નહીં આથી બંને અલગ રહેતાં. દીકરો અવિનાશ લક્ષ્મીબેન સાથે રહતો અને દીકરી અંકિતા સવજીભાઈ સાથે રહેતી. સવજીભાઈ લંડનમાં તો લક્ષ્મીબેન ન્યૂઝર્શીમાં રહેતાં. અવિનાશ અને અંકિતા બંને ભાઈ-બહેનને સારું બનતું અને  બંને સમય મળ્યે ભારત પણ આવ્યા કરતા. ટૂંકમાં તેમનો ઘરસંસાર પંખી ઉડી ગયા બાદ તેમના વિખેરાયેલા માળા જેવો હતો. કંપનીનાં સૌથી જુના કર્મચારી એવા મેનેજર રાકેશભાઈને હાર્ટએટેક આવતાં દુઃખદ અવસાન થયું. સવજીભાઈ અને લક્ષ્મીબેન આમ ભલે અલગ રહેતાં પણ આવા કામે સાથે જ આવતાં. તેમની વચ્ચે ફક્ત