વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા

(170)
  • 7.2k
  • 22
  • 3.7k

ઘણા વર્ષો બાદ ઉનાળાની સિઝનમાં અમે બધા કઝિન ભાઈ-બહેનો અમારા મામાની સૌથી મોટી દીકરીના લગ્ન પ્રસંગે ભેગા થયા હતા. તેમનો વિશાળ બંગલો નવવિવાહિત દુલ્હનની જેમ અદભૂત રીતે શણગારવામાં આવ્યો હતો. બંગલાની ફરતે રંગબેરંગી ચમકતી LED સ્ટ્રીપ લાઇટ્સ અને આંગણામાં સુશોભિત ગુલાબી-સફેદ જરીવાળા ચમકતા પટ્ટાઓથી આકર્ષક મંડપ આધુનિક અંદાજમાં સજાવ્યો હતો. ઘરના અંદરની લાઇટિંગ અને વિવિધ અલંકારોનો શણગાર જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ થવાનું હોય એવો મનમોહક લાગતો હતો. અંદર પ્રવેશતા જ જળાહળ થતો ચિત્તહારક માહોલ જોતાં જ જોનારની આંખો મુગ્ધ થઈ જાય! જોકે, અમારે બધાને જલ્સા હતા! કારણ કે લગ્નના તમામ કાર્યો વેડિંગ-પ્લાનર્સને સોંપવામાં આવ્યાં હતાં, તેથી અમારે ખભે કોઈ જ