વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - Novels
by Parth Toroneel
in
Gujarati Horror Stories
ઘણા વર્ષો બાદ ઉનાળાની સિઝનમાં અમે બધા કઝિન ભાઈ-બહેનો અમારા મામાની સૌથી મોટી દીકરીના લગ્ન પ્રસંગે ભેગા થયા હતા. તેમનો વિશાળ બંગલો નવવિવાહિત દુલ્હનની જેમ અદભૂત રીતે શણગારવામાં આવ્યો હતો. બંગલાની ફરતે રંગબેરંગી ચમકતી LED સ્ટ્રીપ લાઇટ્સ અને આંગણામાં ...Read Moreગુલાબી-સફેદ જરીવાળા ચમકતા પટ્ટાઓથી આકર્ષક મંડપ આધુનિક અંદાજમાં સજાવ્યો હતો. ઘરના અંદરની લાઇટિંગ અને વિવિધ અલંકારોનો શણગાર જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ થવાનું હોય એવો મનમોહક લાગતો હતો. અંદર પ્રવેશતા જ જળાહળ થતો ચિત્તહારક માહોલ જોતાં જ જોનારની આંખો મુગ્ધ થઈ જાય! જોકે, અમારે બધાને જલ્સા હતા! કારણ કે લગ્નના તમામ કાર્યો વેડિંગ-પ્લાનર્સને સોંપવામાં આવ્યાં હતાં, તેથી અમારે ખભે કોઈ જ

(અમે ચાર કઝિન્સ અમારા મામાને ત્યાં લગ્ન પ્રસંગે ભેગા થઈએ છીએ. સાંજે જમીને છત પર વાતોના વડા કરવાનો માહોલ જામે છે. જેમાં હર્ષ હોરર વિષયનો મુદ્દો ઉછાળે છે. નિધિ અને આઇશા ભૂત-પ્રેત જેવી સુપરનેચરલ ઘટનાઓમાં બિલકુલ વિશ્વાસ ધરાવતા નથી. ...Read Moreભૂત-પ્રેત વિશેનો મારો દ્રષ્ટિકોણ જણાવ્યા બાદ કોલેજમાં મારી નજરો સમક્ષ બનેલી પેરાનોર્મલ ઘટના હું તેમને કહેવાની શરૂ કરું છું...) હવે આગળ..., “આ વાત 2011ની છે. હું મારી કોલેજની હોસ્ટલમાં હતો. રાતના સાડા બારનો સમય છોકરાઓ માટે રૂમમાં એકત્ર થવાનો સમય હતો, તેથી, અમારા માળના કેટલાક છોકરાઓ ત્યાંની સહિયારી બાલ્કનીમાં ભેગા થયા, જે મારા રૂમની બિલકુલ બાજુમાં હતી. ચાર સિનિયર
(કોલેજમાં ચારેય મિત્રો વીજી બોર્ડ ગેમ રમવાની શરૂ કરે છે. ચૂડેલ બનેલી છોકરીના પ્રેતાત્માનો સંપર્ક થાય છે. તે વીજી બોર્ડમાં ‘ગુડબાય’ કહેવાની ઈચ્છા દર્શાવતી નથી. ચારેય મિત્રો પ્રેતાત્માને ‘ગુડબાય’ કહેવા પ્લાન્ચેટ પર હાથ મૂકી વીજી બોર્ડ પર ફેરવે છે ...Read Moreદરમ્યાન ગભરાયેલો પ્રણવ પ્લાન્ચેટ પર હાથ મૂકવામાં જરાક મોડો પડે છે—અને જેવો તેના હાથનો સ્પર્શ પ્લાન્ચેટ પર થાય છે એવો તરત જ તેને ઝટકો વાગે છે. તે હોસ્ટેલની ગેલેરીમાં આખી રાત બેહોશ પડી રહે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. થોડાક અઠવાડિયા બાદ તેનું મૃત્યુ થઈ જાય છે. ત્યાર બાદ એક દિવસ તેના નાના ભાઇ સાથે મારો સંપર્ક સોશિયલ
(પ્રણવના નાના ભાઈ સાથે સોશિયલ મીડિયા થ્રુ મારે કોન્ટેક થાય છે. તે પ્રણવના ઘરે આવ્યા પછી તેના બદલાયેલા વર્તન વિશેની આખી ઘટનાનો ચિતાર મને જણાવે છે. આખી ઘટના ત્રણેય કઝિન્સને કહ્યા બાદ પણ, નિધિ પેરાનોર્મલ ઘટનાઓ વિશે માનવા તૈયાર ...Read Moreનથી. પેરાનોર્મલ ઘટનાઓના અનુભવ માટે હું તેને એક પ્રયોગ કરવા વિશે કહું છું...) હવે આગળ..., બીજા દિવસે સવારે અમે ચારેય કઝિન્સ તૈયાર થઈ, ચા-નાસ્તો કરી બીજા ફ્લોરની બાલ્કનીમાં પાંચ મિનિટ માટે ભેગા થયા. “તો નિધિ,” મેં સસ્મિત બંને ભ્રમરો ઉછાળી, “...શું વિચાર્યું તે?” તેણે ઊંડો શ્વાસ ખેંચ્યો. ડાર્ક ચેરી લિપસ્ટિકનો ઢોળ ચડાવેલા તેના હોઠ નર્વસ મુસ્કુરાયા, “વેલ... હું
(પેરાનોર્મલ ઘટનાઓ વિશેનું સત્ય જાણવા અમે ચારેય કઝિન્સ ઘરેથી ગાડી લઈને બહાર નિકળીએ છીએ. મારો સ્કૂલ મિત્ર, પ્રેયાંસ, પ્રયોગ માટેની સાધન-સામગ્રી તૈયાર કરી રોડ પર ઊભો રહે છે. થિયેટરમાં મૂવી જોઈને અમે પાંચેય કબ્રસ્તાનના રસ્તે નીકળી પડીએ છીએ. ત્યાં ...Read Moreઅને આઇશા કબ્રસ્તાનનું બિહામણું વાતાવરણ જોઈને અંદર જવાની ના પાડી દે છે. હું, નિધિ અને પ્રેયાંસ ઘોસ્ટ ઇન્વેસ્ટિગેશનના સાધનો લઈને કબ્રસ્તાન તરફ નીકળી પડીએ છીએ. ત્યાં હું મુખ્ય પ્રયોગ પર્ફોર્મ કરવાનું શરૂ કરું છું...) હવે આગળ…, “ગાય્ઝ, અંદર પ્રવેશતા જ અહીંનું વાતાવરણ જરાક ઠંડુ હોય એવું નથી લાગતું?” નિધિએ નોંધ કરીને પૂછ્યું. “હા, મારા ડિવાઇસમાં કોલ્ડના સ્ટેટિક્સમાં બે પોઈન્ટ