અતીતના પડછાયા - 2

(68)
  • 3.7k
  • 1
  • 3.6k

જ્યારે પાર્ટી પૂરી થઇ ત્યારે લગભગ રાત્રીના બાર વાગ્યાનો સમય થવા આવ્યો હતો. અચાનક જોરદાર વરસાદનાં ઝાપટાં શરૂ થયાં, અને એકાએક લાઈટ ગુલ થઈ ગઈ. સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. લોકોની રાડારાડ અને ચિત્કારના અવાજોને ડુબાડતી વિજળીના લીસોટા સાથે ભયાનક ગર્જના થઈ. વરસાદ જોર પકડતો જતો હતો. આવેલા મહેમાનો ફટાફટ હરિલાલની રજા લઈને જવા લાગ્યા.