અતીતના પડછાયા - 3

(61)
  • 3.8k
  • 4
  • 3.5k

મોડી રાત્રી સુધી રૂપા કે હરિલાલ શેઠ પાછા ન ફરતા મોહનકાકા ચિંતામા સુતા ન હતા. રાત્રીના તેઓને એકદમ ઠંડી સાથે તાવ આવી ગયો હતો. ડોક્ટરે આપેલી ગોળીઓ ગાળીને તેઓ પથારીમાં પડ્યાં પડ્યાં પાસા બદલવતા રહ્યા હતા. એક તો વરસાદ પૂરજોશ સાથે પડી રહ્યો હતો અને લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. પડ્યા - પડ્યા ક્યારે તેઓને ઝોકું આવી ગયું તેની ખબર ન પડી પણ ચાર વાગ્યાના સમયે એકાએક ઝબકીને તેઓ જાગી ગયા.