સારા વ્યવહારને ભૂલી ગયા??

(17)
  • 2.6k
  • 838

કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો આપણી અપેક્ષાઓ ખૂબ વધારે હોય છે.આપણે ત્યાં લોકો દુઃખી અને હેરાન સ્વ થી વધારે થતાં હોય છે, એટલે કે પોતાના સ્વજન કે મિત્રથી થાય છે તેના કરતા પણ સ્વયમથી વધારે થાય છે કારણ કે માણસનો સ્વભાવ થઈ ગયો છે કે કોઈ વ્યક્તિ સાથે 80 વ્યવહાર સારો કર્યો હોય તોપણ તેને યાદ રાખીને ખુશ રહેવાના બદલે તેનો માત્ર ૨૦ ટકા કદાચ અયોગ્ય વ્યવહાર હોય અને તે આ ૨૦ ટકા વ્યવહારને યાદ રાખીને વધારે દુઃખી થાય છે અને પોતે પોતાના દુઃખનું કારણ બને છે અને સામેની વ્યક્તિએ કરેલા 80 યોગ્ય અને પ્રશંસનીય વ્યવહાર ને ભૂલી જાય