Forgot good practice ?? books and stories free download online pdf in Gujarati

સારા વ્યવહારને ભૂલી ગયા??




કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો આપણી અપેક્ષાઓ ખૂબ વધારે હોય છે.આપણે ત્યાં લોકો દુઃખી અને હેરાન સ્વ થી વધારે થતાં હોય છે, એટલે કે પોતાના સ્વજન કે મિત્રથી થાય છે તેના કરતા પણ સ્વયમથી વધારે થાય છે કારણ કે માણસનો સ્વભાવ થઈ ગયો છે કે કોઈ વ્યક્તિ સાથે 80% વ્યવહાર સારો કર્યો હોય તોપણ તેને યાદ રાખીને ખુશ રહેવાના બદલે તેનો માત્ર ૨૦ ટકા કદાચ અયોગ્ય વ્યવહાર હોય અને તે આ ૨૦ ટકા વ્યવહારને યાદ રાખીને વધારે દુઃખી થાય છે અને પોતે પોતાના દુઃખનું કારણ બને છે અને સામેની વ્યક્તિએ કરેલા 80% યોગ્ય અને પ્રશંસનીય વ્યવહાર ને ભૂલી જાય છે અને જો તમે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ શોધવા જશો તો સમગ્ર જીવનમાં ક્યારેય કોઈને નહિ મળે.કોઈ વ્યક્તિ ક્યારે પરિપૂર્ણ હોતા નથી કોઈને કોઈ દોષ તો હોય જ છે.આપણું માનસ એવું થઈ ગયું છે કે આપણા ધાર્યા મુજબ આપણી સાથે વ્યવહાર થવો જોઈએ. આપણા ધાર્યા મુજબ વ્યવહાર ના થાય આપણી અપેક્ષા મુજબ એટલે સામેની વ્યક્તિ ખોટી…? અયોગ્ય …? અને બધી વાત સાથે બહારના કોઈ નહિ તમારા ઘરના પણ સહમત ના જ હોય અને જો હોય તો બીક છે કે અથવા પ્રેમની કમી છે તે નક્કી છે અને જો હંમેશા કોઈ અનુકૂળ છે તો તમે કોઈ કંપનીમાં છો તે પાક્કું છે તમે ઘરમાં નથી અને આમ જોવા જાવ તો તમે પણ ક્યાં પરિપૂર્ણ છો ..? એ તમારી જાતને પણ પૂછી જોજો.
ઘણા એવા વ્યક્તિ પણ મેં જોયા છે કે પાંચ - પાંચ ખાસ અંગત મિત્રો તેના જીવનમાં હોય છે અને જ્યારે તે તેના જીવનમાં હોય છે ત્યારે એવું જ લાગે કે આ મિત્રો આજે નહીં પણ સાત જન્મમાં ક્યારેય છુટ્ટા નહીં પડે,પણ બને છે એવું કે થોડા જ સમયમાં બોલવાનો વ્યવહાર પણ રહેતો નથી તો શું તેણે તમારી અનુકૂળતા મુજબ જ રહેવાનું ..? હંમેશા સામેની વ્યક્તિ જ ખોટી જ હોય છે તે જરૂરી નથી આના માટે તમારી જાતને પણ તપાસજો. તમારા સ્વ. ને તપાસજો કે શા માટે મારા અંગત અને ખાસ કહેવાતા મિત્રો આજે મારી સાથે નથી..??
ઘણીવાર એવું પણ બન્યું છે કે કોઈ વ્યક્તિ કોઈપણ અપેક્ષા વગર પોતાના અંગત મિત્ર કે સ્વજનનો પડ્યો બોલ ઝીલતાં હોય અને પોતાનું કામ છોડી સામેના વ્યક્તિને અનુકૂળ અને મદદરૂપ થવા હંમેશા તત્પર હોય તૈયાર હોય છતાં પણ તેનાથી કામ ના થાય અથવા ક્યારેક તેને સમય મુજબ અનુકૂળતા ન હોય કે પછી કામની ના પડે એટલે પહેલા નિઃસ્વાર્થ કરેલા કામ પર પાણી ફરી વળે..! તેણે તમારી સાથે કરેલા અત્યાર સુધીના કામનું કશું જ નહિ…‼ તમે તેના માટે ખરાબ કે ખોટા થઈ જાવ..‼ સતત આવું થતું હોય અને તમારે સામેની વ્યક્તિને અનુરૂપ થઈ ને જ રહેવું પડતું હોય તો રહેવા દો તે વ્યક્તિ માટે તમે તમારો પ્રાણ સુધ્ધાં આપી દેશો તો પણ તેને ઓછું જ લાગશે અને તે તેના નાના વિચાર મુજબ જ વિચારશે તો શા માટે તમે તમારો અમુલ્ય સમય વેડફો છો.ત્યાંથી બહાર નીકળો ઘણાં લોકો તમારા પ્રેમ અને લાગણીની પ્રતિક્ષા કરી રહ્યા છે કારણ કે તમે તમારા સ્વને શા માટે તકલીફ આપો છો.તમે જો આવી રીતે હેરાન થઈ રહ્યા છો તો તેનું કારણ તમે ખુદ છો.
જો જીવનમાં કોઈ સાથે તમારે આજીવન સબંધ નિભાવવો હોય તો તેના ગુણ સાથે દોષ પણ સ્વીકારી લો બસ પછી તે પછી તમને તેનો ૨૦ ટકા વ્યવહાર પણ સારો જ લાગશે તે હું મારા સ્વ અનુભવે આપને કહી રહયો છું અને તમારો સબંધ વધુ ગાઢ -મજબુત અને વિશ્વાસ પાત્ર બનશે.
ક્યારેય કોઈ વ્યક્તિમાં બધી જ વસ્તુ તમને ના મળી રહે અને બીજાનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો આપણી અપેક્ષા વધુ હોય છે અને જીવનમાં ખુશ રહેવું હોય તો બીજાએ આપણા પર કરેલા સારા અને યોગ્ય વ્યવહાર – મદદ ને યાદ રાખો જીવનમાં સ્વને એટલે કે પોતાનાથી તમે દુઃખી નહિ થાવ તે વાત ૧૦૦ ટકા સાચી છે.
મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨