ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૨ નિમિતા ઝાંપાની અંદર આવી હોસ્ટેલના પગથિયાને પગે લાગે છે. હેમાની ઓફિસમાં આવે છે ત્યારે હેમા બે છોકરીઓ સાથે વાત કરતી હતી. “રૂપલ તારે આજે રાકેશ સર જોડે જવાનું છે અને સીમા તારે અજય સર સાથે કામ કરવાનું છે... તમે બન્ને એમને કોઈ ફરિયાદ કરવાનો ચાન્સ મળે નહીં તેનું ધ્યાન રાખજો.” નિમિતા એક નઝરમાં હેમાની ઓફિસનું નિરીક્ષણ કરે છે. ‘ઓફિસ બહુ સાદી રીતે સજાવેલી છે. પણ સુંદર લાગે છે.’ નિમિતા એક હેન્ડબેગ લઈને આવી હતી તે ત્યાં એક ખુરશી ઉપર મૂકે છે. એ કાલીમાતા અને દ્રૌપદી વસ્ત્ર-હરણ બન્ને ફોટા જુએ છે. વસ્ત્ર-હરણનો